૨ યહોવાએ મૂસાને કહ્યું: “તારા ભાઈ હારુનને કહે કે તે પરમ પવિત્ર સ્થાનમાં*+ પડદાની+ અંદરની બાજુએ, એટલે કે જ્યાં કરારકોશ* અને એનું ઢાંકણ છે ત્યાં મન ફાવે ત્યારે ન આવે. નહિ તો તે માર્યો જશે,+ કેમ કે ઢાંકણ ઉપર+ વાદળમાં+ હું પ્રગટ થઈશ.
૧૨ “પછી યહોવા સામેની વેદી+ પરથી હારુન સળગતા અંગારા લઈને અગ્નિપાત્રમાં+ ભરી લે અને બે મુઠ્ઠી બારીક સુગંધી ધૂપ+ લે. એ બધું લઈને તે પડદાની+ અંદરની બાજુએ જાય.
૭ પણ ફક્ત પ્રમુખ યાજક વર્ષમાં એક જ વાર બીજા ભાગમાં જતો.+ તે પોતાની સાથે લોહી લઈને જતો.+ એ લોહી તે પોતાનાં પાપ માટે+ અને લોકોથી અજાણતાં થયેલાં પાપ માટે ચઢાવતો.+
૧૯ એટલે ભાઈઓ, ઈસુના લોહી દ્વારા પવિત્ર સ્થાનમાં લઈ જતા માર્ગ પર+ ચાલતા આપણે ડરતા નથી.*૨૦ તેમણે આપણા માટે પડદાની પાર જઈને+ નવો માર્ગ ખોલ્યો છે,* જે જીવન તરફ લઈ જાય છે અને એ પડદો તેમનું શરીર છે.