યશાયા
૫૬ યહોવા આમ કહે છે:
૨ સુખી છે એ માણસ જે એમ કરે છે,
સુખી છે માણસનો દીકરો જે એને વળગી રહે છે,
જે સાબ્બાથ પાળે છે, એને અશુદ્ધ કરતો નથી,+
જે પોતાના હાથે કંઈ ખરાબ કરતો નથી.
૩ જે પરદેશી માણસ યહોવાની ભક્તિ કરે છે,+ તેણે એમ ન કહેવું કે
‘યહોવા મને પોતાના લોકોમાંથી ચોક્કસ અલગ કરી નાખશે.’
જે નપુંસક* છે, તેણે એમ ન કહેવું કે ‘હું તો સુકાઈ ગયેલું ઝાડ છું.’”
૪ યહોવા કહે છે કે “જે નપુંસકો મારા સાબ્બાથો પાળે છે, મારી ઇચ્છા પૂરી કરવાનું પસંદ કરે છે અને મારા કરારને વળગી રહે છે,
૫ તેઓને હું મારા ઘરની અને મારી દીવાલોની અંદર જગ્યા* આપીશ અને તેઓનાં નામ યાદ રાખીશ.
એ તેઓ માટે દીકરા-દીકરીઓ કરતાં પણ વધારે સારું ગણાશે.
હું તેઓને કાયમ ટકનારું નામ આપીશ,
જે કદી ભૂંસાઈ જશે નહિ.
૬ જે પરદેશીઓ યહોવાની ભક્તિ કરે છે, તેમની સેવા કરે છે,
જેઓ યહોવાના નામ પર પ્રેમ રાખે છે+
અને તેમના ભક્તો બને છે,
જેઓ સાબ્બાથ પાળે છે, એને અશુદ્ધ કરતા નથી,
જેઓ મારા કરારને વળગી રહે છે,
તેઓને મારા પ્રાર્થનાઘરમાં આનંદથી ભરપૂર કરીશ.
તેઓએ મારી વેદી પર ચઢાવેલાં અગ્નિ-અર્પણો અને બલિદાનોનો હું સ્વીકાર કરીશ.
મારું ઘર બધા માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે.”+
૮ ઇઝરાયેલના વિખેરાઈ ગયેલા લોકોને ભેગા કરનાર,+ વિશ્વના માલિક યહોવા જાહેર કરે છે:
“ભેગા થયેલા લોકોની સાથે સાથે હું બીજા લોકોને પણ ભેગા કરીશ.”+
૯ ઓ જંગલી જાનવરો,
ઓ જંગલનાં ખૂંખાર જાનવરો, તમે બધા ખાવા માટે આવો.+
૧૦ ચોકીદારો આંધળા છે,+ તેઓમાંનો એકેય સાવધ નથી.+
તેઓ મૂંગા કૂતરા છે, જેઓ ભસી શકતા નથી.+
તેઓ લાંબા થઈને સૂએ છે અને હાંફે છે. તેઓ ઊંઘણશી છે.
૧૧ તેઓ ખાઉધરા કૂતરા છે.
તેઓ કદી ધરાતા નથી.
તેઓ એવા ઘેટાંપાળકો છે, જેઓને કોઈ સમજ નથી.+
તેઓ બધા મન ફાવે એમ કરે છે.
તેઓમાંનો દરેક બેઈમાન બનીને પોતાનો ફાયદો જુએ છે અને કહે છે:
૧૨ “આવો, હું શરાબ લાવું,
ચાલો આપણે ચિક્કાર પીએ.+
આવતી કાલ પણ આજના જેવી હશે, અરે હજુ વધારે જામશે!”