યશાયા
૫૫ હે તરસ્યા લોકો,+ પાણી પીવા આવો!+
પૈસા ન હોય તોપણ આવો, ખાવાનું લો અને ખાઓ!
મારી પાસે આવો, દ્રાક્ષદારૂ અને દૂધ+ મફત લઈ જાઓ!+
૨ જે ખાવાથી પેટ ભરાતું નથી એના માટે તમે શું કામ પૈસા ખર્ચો છો?
જેનાથી સંતોષ મળતો નથી, એમાં શું કામ તમારી કમાણી* ઉડાવો છો?
૩ કાન દઈને સાંભળો અને મારી પાસે આવો.+
મારું સાંભળો અને જીવતા રહો.
હું ચોક્કસ તમારી સાથે કાયમનો કરાર કરીશ.+
મને દાઉદ પર અતૂટ પ્રેમ હોવાથી, મેં જે વચનો આપ્યાં હતાં એ પ્રમાણે કરીશ. એ વચનો ભરોસાપાત્ર* છે.+
૫ તું* એ પ્રજાને બોલાવશે, જેને તું જાણતો નથી.
પ્રજામાંથી જેઓ તને જાણતા નથી, એ લોકો તારી પાસે દોડી આવશે.
૬ યહોવા મળી શકે એમ છે ત્યાં સુધી તેમની પાસે પાછા ફરો.+
તે પાસે છે ત્યાં સુધી તેમને પોકારો.+
તે યહોવા પાસે પાછો ફરે, જે દયા બતાવશે.+
તે આપણા ઈશ્વર પાસે પાછો ફરે, કેમ કે તે દિલથી માફ કરશે.*+
૮ યહોવા જાહેર કરે છે, “મારા વિચારો તમારા વિચારો જેવા નથી+
અને મારા માર્ગો તમારા માર્ગો જેવા નથી.
૯ જેમ આકાશ પૃથ્વી કરતાં ઊંચું છે,
તેમ મારા વિચારો તમારા વિચારો કરતાં ઊંચા છે.
મારા માર્ગો ને તમારા માર્ગો વચ્ચે આભ-જમીનનો ફરક છે.+
૧૦ આકાશમાંથી વરસાદ અને બરફ પડે છે. એ કંઈ આમ જ પાછા ફરતા નથી.
એ ધરતીને સિંચે છે અને અનાજ ઉગાડે છે.
એ વાવનારને બી અને ખાનારને રોટલી આપે છે.
એ મારા દિલની ઇચ્છા જરૂર પૂરી કરશે.+
મારા કહેવા પ્રમાણે ચોક્કસ થશે, મારું વચન જરૂર પૂરું થશે.
પર્વતો અને ડુંગરો તમારી આગળ આનંદનો પોકાર કરતા ઝૂમી ઊઠશે.+
બધાં વૃક્ષો ખુશીથી તાળી પાડશે.+
૧૩ ઝાડી-ઝાંખરાંને બદલે ગંધતરુનાં* વૃક્ષો ઊગશે.+
કુવેચને* બદલે મેંદી ઊગી નીકળશે.
એનાથી યહોવાનું નામ મહાન થશે.+
હંમેશ માટેની એ નિશાનીનો કદી નાશ થશે નહિ.”