નીતિવચનો
૨૭ તું કાલે શું કરીશ એ વિશે ડંફાસ ન માર.
કેમ કે કાલે શું થશે એ તું જાણતો નથી.+
૨ ભલે લોકો* તારી પ્રશંસા કરે, તું તારા મોઢે પોતાની પ્રશંસા ન કર,
ભલે લોકો* તારી વાહ વાહ કરે, તું તારા હોઠે પોતાની વાહ વાહ ન કર.+
૩ પથ્થર વજનદાર હોય છે અને રેતી ભારે હોય છે,
પણ એ બંને કરતાં મૂર્ખનો ત્રાસ વધારે ભારે હોય છે.+
૫ છુપાયેલા પ્રેમ કરતાં મોઢા પર આપેલો ઠપકો વધારે સારો.+
૭ ધરાયેલો માણસ તાજું મધ પણ ખાવાની ના પાડે છે,
જ્યારે ભૂખ્યા માણસને કડવો ખોરાક પણ મીઠો લાગે છે.
૮ ઘર છોડીને જતો રહેલો માણસ
માળો છોડીને ઊડી ગયેલા પક્ષી જેવો છે.
૧૦ તારા મિત્રને કે તારા પિતાના મિત્રને ત્યજીશ નહિ,
તારા પર આફત આવે ત્યારે તારા ભાઈના ઘરે પગ મૂકીશ નહિ.
દૂર રહેતા ભાઈ કરતાં નજીક રહેતો પડોશી વધારે સારો.+
૧૩ જો કોઈ માણસ અજાણ્યાનો જામીન બને,* તો તું તેનું વસ્ત્ર ગીરવે લે,
પણ જો તે વ્યભિચારી સ્ત્રીને* લીધે કશું ગીરવે મૂકે, તો તેને એ પાછું ન આપ.+
૧૪ જો કોઈ માણસ સવાર સવારમાં પોતાના સાથીને મોટા અવાજે આશીર્વાદ આપે,
તો એ આશીર્વાદ પણ તેને શ્રાપ જેવો લાગશે.
૧૫ ઝઘડાળુ* પત્ની ચોમાસામાં સતત ટપકતી છત જેવી છે.+
૧૬ જે કોઈ તેને કાબૂમાં રાખી શકે છે,
તે પવનને રોકી શકે છે અને જમણા હાથમાં તેલ પકડી શકે છે.
૧૯ જેમ માણસ પાણીમાં પોતાનો ચહેરો જુએ છે,
તેમ એક માણસ બીજાના દિલમાં પોતાનું દિલ જુએ છે.
૨૨ જો તું મૂર્ખને અનાજની જેમ સાંબેલાથી ખાંડે,
તોપણ તેની મૂર્ખાઈ તેનાથી જુદી નહિ પડે.
૨૩ તારાં ઘેટાંનું ટોળું કેવી હાલતમાં છે એની ખબર રાખ.*
તારાં ઘેટાંની સારી સંભાળ રાખ.*+
૨૫ લીલું ઘાસ જતું રહે છે અને નવું ઘાસ આવે છે,
પહાડ પરની લીલોતરી ચારા માટે ભેગી કરવામાં આવે છે.
૨૬ ઘેટાંના ઊનથી તને કપડાં મળશે
અને બકરાંની કિંમતથી તું ખેતર ખરીદી શકીશ.
૨૭ તારી બકરીઓ ઘણું દૂધ આપશે,
તને, તારા કુટુંબને અને તારી દાસીઓને પોષણ મળશે.