નીતિવચનો
૩ માણસની મૂર્ખાઈ તેને ખોટા માર્ગે દોરી જાય છે
અને તેનું હૃદય યહોવા વિરુદ્ધ રોષે ચઢે છે.
૪ ધનદોલત ઘણા મિત્રો ખેંચી લાવે છે,
પણ ગરીબનો એકનો એક મિત્ર પણ તેને છોડીને જતો રહે છે.+
૬ બધા લોકો મોટા* માણસોની કૃપા મેળવવા માંગે છે
અને સૌ કોઈ ભેટ આપનારનો મિત્ર બનવા માંગે છે.
તે આજીજી કરતો કરતો તેઓની પાછળ ભાગે છે, પણ કોઈ તેનું સાંભળતું નથી.
૯ જૂઠા સાક્ષીને સજા થયા વગર રહેશે નહિ
અને વાતે વાતે જૂઠું બોલનારનો નાશ થશે.+
૧૦ જો મૂર્ખને એશઆરામમાં રહેવું શોભતું ન હોય,
તો શાસકો પર ગુલામ રાજ કરે એ કઈ રીતે શોભે?+
૧૧ માણસની ઊંડી સમજણ તેનો ગુસ્સો શાંત પાડે છે+
અને અપરાધ નજરઅંદાજ* કરવામાં તેનો મહિમા છે.+
૧૨ રાજાનો ક્રોધ સિંહની ગર્જના જેવો છે,+
પણ તેની રહેમનજર ઘાસ પરના ઝાકળ જેવી છે.
૧૪ ઘર અને સંપત્તિનો વારસો પિતા પાસેથી મળે છે,
પણ સમજુ પત્ની યહોવા પાસેથી મળે છે.+
૧૫ આળસ ભરઊંઘમાં નાખે છે
અને સુસ્ત માણસ ભૂખે મરે છે.+
૧૯ ગરમ મિજાજના માણસે દંડ ભરવો પડશે,
જો તું તેને એક વાર બચાવીશ, તો વારંવાર બચાવવો પડશે.+
૨૨ બીજાઓને સાચો પ્રેમ* બતાવીને માણસ સારો બને છે.+
જૂઠું બોલનાર કરતાં ગરીબ વધારે સારો લાગે છે.
૨૪ આળસુ માણસ મિજબાનીના થાળમાં હાથ તો નાખે છે,
પણ મોંમાં કોળિયો મૂકવાની જરાય તસ્દી લેતો નથી.+
૨૫ મશ્કરી કરનારને શિક્ષા કર,+ જેથી એ જોઈને ભોળો* માણસ હોશિયાર બને+
અને સમજુને ઠપકો આપ, જેથી તેના જ્ઞાનમાં વધારો થાય.+
૨૬ પિતા સાથે ખરાબ વર્તન કરનાર અને માતાને કાઢી મૂકનાર દીકરો
શરમ અને અપમાન લાવે છે.+
૨૭ મારા દીકરા, જો તું શિખામણ* સાંભળવાનું છોડી દઈશ,
તો તું જ્ઞાનના માર્ગથી ભટકી જઈશ.