યશાયા
૪૫ યહોવાએ પોતાના પસંદ કરેલા કોરેશનો+ જમણો હાથ પકડી રાખ્યો છે,+
જેથી તેની આગળ પ્રજાઓને હરાવી દે,+
રાજાઓનું બળ તોડી પાડે,
દરવાજાના કમાડ ખોલી નાખે
અને દરવાજા બંધ કરવામાં ન આવે.
એ જ ઈશ્વર તેને કહે છે:
તાંબાના દરવાજાના ટુકડે-ટુકડા કરી નાખીશ
અને લોઢાની ભૂંગળો કાપી નાખીશ.+
આમ તું જાણશે કે હું યહોવા છું,
ઇઝરાયેલનો ઈશ્વર, જે તને નામ લઈને બોલાવે છે.+
૪ મારા સેવક યાકૂબને લીધે અને મારા પસંદ કરેલા ઇઝરાયેલને લીધે,
હું તને નામ લઈને બોલાવું છું.
ભલે તું મને જાણતો નથી, પણ હું તારું નામ મહાન કરીશ.
૫ હું યહોવા છું અને બીજો કોઈ નથી.
મારા સિવાય બીજો કોઈ જ ઈશ્વર નથી.+
ભલે તું મને જાણતો નથી, પણ હું તને બળવાન કરીશ.
મારા સિવાય બીજો કોઈ જ નથી.+
૭ હું પ્રકાશનું સર્જન કરું છું+ અને અંધારું બનાવું છું.+
હું શાંતિ લાવું છું+ અને આફત ઊભી કરું છું.+
હું યહોવા આ બધું કરું છું.
૮ ઓ આકાશો, વાદળમાંથી વરસાદ વરસાવો.+
આખી પૃથ્વી પર સચ્ચાઈનો વરસાદ વરસાવો,
જેથી ધરતી ખીલી ઊઠે.
ઉદ્ધારનાં અને સચ્ચાઈનાં બીજ ફૂટી નીકળે+ અને આખી પૃથ્વી પર ફેલાઈ જાય.
આ બધું કરનાર હું યહોવા છું.”
૯ જે પોતાના બનાવનાર સાથે તકરાર કરે છે તેને અફસોસ!
તે તો જમીન પર પડેલાં ઠીકરાંમાંનું
એક ઠીકરું જ છે!
શું માટી પોતાના કુંભારને પૂછશે કે “તું શું બનાવે છે?”+
અથવા શું તેની બનાવેલી ચીજ કહેશે કે “તેના હાથમાં કંઈ આવડત નથી”?*
૧૦ અફસોસ છે તેને, જે એક પિતાને પૂછે કે “તું આવા બાળકનો પિતા બન્યો?”
અને એક માતાને પૂછે કે “તેં આવા બાળકને જન્મ આપ્યો?”*
૧૧ ઇઝરાયેલને ઘડનાર, એના પવિત્ર ઈશ્વર યહોવા+ પૂછે છે:
“શું ભાવિના બનાવો વિશે તું મારી સામે સવાલ ઉઠાવે છે?
શું મારા દીકરાઓ+ અને મારા હાથનાં કામો વિશે તું મને આજ્ઞા આપે છે?
૧૨ મેં પૃથ્વી ઘડી+ અને એના પર માણસ બનાવ્યો.+
૧૩ “મારી સચ્ચાઈને લીધે મેં એક માણસ પસંદ કર્યો છે.+
હું તેના બધા રસ્તાઓ સીધા કરીશ.
તે જ મારું શહેર બાંધશે.+
ગુલામીમાં ગયેલા મારા લોકોને તે કોઈ કિંમત કે લાંચ વગર+ આઝાદ કરશે,”+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.
૧૪ યહોવા કહે છે,
“ઇજિપ્તનો નફો,* ઇથિયોપિયાનો માલ-સામાન* અને સબાઈમના લાંબા લાંબા લોકો
તારી પાસે આવશે અને તારા થશે.
તેઓ જંજીરોમાં જકડાઈને તારી પાછળ પાછળ ચાલશે.
તેઓ આવશે અને તારી આગળ નમશે.+
તેઓ વિનંતી કરતા કહેશે કે ‘સાચે જ ઈશ્વર તમારી સાથે છે.+
બીજો કોઈ ઈશ્વર નથી, ના, બીજો કોઈ નથી.’”
૧૫ હે ઇઝરાયેલના ઈશ્વર, હે ઉદ્ધાર કરનાર,+
તમે જે કરો છો એ હંમેશાં જાહેર કરી દેતા નથી.
૧૬ મૂર્તિઓ બનાવનારા બદનામ થશે.+
તેઓ બધાએ શરમાવું પડશે, તેઓનું અપમાન થશે.
૧૭ પણ યહોવા ઇઝરાયેલનો બચાવ કરશે, સદાને માટે ઉદ્ધાર કરશે.+
તારે યુગોના યુગો સુધી શરમાવું નહિ પડે કે બદનામ થવું નહિ પડે.+
તેમણે એને કંઈ એમ જ* બનાવી નથી, પણ રહેવા માટે બનાવી છે.+
એ બધું બનાવનાર યહોવા કહે છે:
“હું યહોવા છું અને બીજો કોઈ નથી.
૧૯ હું કંઈ છૂપી જગ્યામાંથી, અંધકારના દેશમાંથી બોલ્યો ન હતો.+
મેં યાકૂબના વંશજોને આમ કહ્યું ન હતું:
‘મને શોધો, પણ તમારી મહેનત નકામી જશે.’
હું યહોવા જે સાચું છે એ બોલું છું અને જે ખરું છે એ જાહેર કરું છું.+
૨૦ બધા ભેગા થઈને આવો.
પ્રજાઓમાંથી બચી ગયેલા લોકો, ભેગા થઈને મારી પાસે આવો.+
જેઓ કોતરેલી મૂર્તિઓ લઈને ફરે છે, તેઓ કંઈ જ જાણતા નથી.
જે દેવ બચાવી શકતો નથી, એને તેઓ પ્રાર્થના કરે છે.+
૨૧ બોલો અને તમારો દાવો રજૂ કરો.
તેઓને ભેગા થઈને વાત કરવા દો.
જૂના જમાનાથી આ કોણે જણાવ્યું છે?
અગાઉથી આ કોણે જાહેર કર્યું છે?
શું મેં યહોવાએ એ બધું જણાવ્યું નથી?
ફક્ત હું જ એકલો ઈશ્વર છું, બીજો કોઈ નથી.
હું સાચો અને ઉદ્ધાર કરનાર ઈશ્વર છું,+ મારા સિવાય બીજો કોઈ નથી.+
૨૨ આખી પૃથ્વીના લોકો, મારી તરફ ફરો અને ઉદ્ધાર પામો.+
હું જ ઈશ્વર છું અને મારા સિવાય બીજો કોઈ નથી.+
૨૩ મેં પોતે સમ ખાધા છે
અને મારા મોંમાંથી જે વચન નીકળ્યું છે, એ સાચું છે.
આ વચન પાછું ફરશે નહિ:+
મારી આગળ દરેક ઘૂંટણ નમશે,
દરેક જીભ વફાદારીના સોગંદ ખાશે+
૨૪ અને કહેશે, ‘યહોવા હંમેશાં એ જ કરે છે જે સાચું છે, તે શક્તિશાળી છે.
જેઓ તેમના પર ગુસ્સાથી ભડકી ઊઠે છે, તેઓ બદનામ થશે.
૨૫ ઇઝરાયેલના બધા વંશજો યહોવાને લીધે સાચા ઠરશે,+
તેમના વિશે તેઓ ગર્વથી વાતો કરશે.’”