કોરીંથીઓને પહેલો પત્ર
૬ તમારામાંથી કોઈને બીજા સાથે તકરાર થાય ત્યારે,+ પવિત્ર જનો પાસે જવાને બદલે તમે અદાલતમાં જાઓ છો. ન્યાય મેળવવા તમે કેમ દુષ્ટ લોકો પાસે જવાની હિંમત કરો છો? ૨ શું તમે જાણતા નથી કે પવિત્ર જનો દુનિયાનો ન્યાય કરવાના છે?+ જો તમે દુનિયાનો ન્યાય કરવાના હોવ, તો શું તમે નાનીસૂની વાતોનો ન્યાય નથી કરી શકતા? ૩ શું તમે જાણતા નથી કે આપણે દૂતોનો ન્યાય કરીશું?+ તો પછી આ જીવનની વાતોનો ન્યાય કેમ નથી કરી શકતા? ૪ આ જીવનની તકરારોનો ઉકેલ લાવવા+ તમે કેમ એવા લોકોને ન્યાયાધીશ ઠરાવો છો, જેઓને મંડળ સ્વીકારતું નથી? ૫ હું તમને શરમમાં નાખવા આમ કહું છું. શું તમારી વચ્ચે એવો એક પણ સમજદાર માણસ નથી, જે પોતાના ભાઈઓનો ન્યાય કરી શકે? ૬ એવું કરવાને બદલે, એક ભાઈ બીજા ભાઈની વિરુદ્ધ અદાલતમાં જાય છે અને દુનિયાના લોકો પાસે ન્યાય માંગે છે.
૭ ખરું જોતાં, તમે એકબીજા સામે મુકદ્દમો માંડો છો, એ જ તમારી હાર છે. એના બદલે, તમે કેમ અન્યાય સહેવા તૈયાર નથી?+ તમે કેમ છેતરપિંડી સહન કરી લેતા નથી? ૮ પણ તમે તો અન્યાય કરો છો અને છેતરો છો, એ પણ તમારા પોતાના જ ભાઈઓને!
૯ શું તમને ખબર નથી કે સત્યને માર્ગે ન ચાલતા લોકોને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ?+ છેતરાશો નહિ!* વ્યભિચારી,*+ મૂર્તિપૂજક,+ પુરુષ સાથે સંબંધ બાંધનાર પુરુષ,*+ ૧૦ ચોર, લોભી,+ દારૂડિયો,+ અપમાન કરનાર* અને જોરજુલમથી પૈસા પડાવનારને ઈશ્વરના રાજ્યનો* વારસો મળશે નહિ.+ ૧૧ તમારામાંથી અમુક એવા જ હતા, પણ તમને ધોઈને શુદ્ધ કરવામાં આવ્યા છે.+ તમને પવિત્ર કરવામાં આવ્યા છે.+ આપણા માલિક ઈસુ ખ્રિસ્તના નામમાં અને આપણા ઈશ્વરની શક્તિથી તમને નેક* ઠરાવવામાં આવ્યા છે.+
૧૨ મને બધું જ કરવાની છૂટ* છે, પણ બધું જ લાભ થાય એવું નથી.+ મને બધું જ કરવાની છૂટ છે, પણ હું કશાનો ગુલામ બનવાનો નથી.* ૧૩ ખોરાક પેટ માટે છે અને પેટ ખોરાક માટે છે, પણ ઈશ્વર એ બંનેનો નાશ કરશે.+ શરીર વ્યભિચાર* માટે નથી, પણ આપણા માલિક ઈસુ માટે છે+ અને માલિક શરીર માટે છે. ૧૪ ઈશ્વરે આપણા માલિકને મરણમાંથી ઉઠાડ્યા+ અને તે પોતાના બળથી આપણને પણ ઉઠાડશે.+
૧૫ શું તમે જાણતા નથી કે તમારાં શરીર તો ખ્રિસ્તનાં અંગો છે?+ તો પછી, શું હું ખ્રિસ્તનાં અંગો લઈને વેશ્યા સાથે જોડી દઉં? બિલકુલ નહિ! ૧૬ શું તમને ખબર નથી કે જે કોઈ વેશ્યા સાથે જોડાય છે,* તે તેની સાથે એક શરીર થાય છે? કેમ કે ઈશ્વર કહે છે, “તેઓ બંને એક શરીર થશે.”+ ૧૭ પણ જે કોઈ માલિક સાથે જોડાય છે, તે તેમની સાથે એકમનનો થાય છે.+ ૧૮ વ્યભિચારથી* નાસી જાઓ!+ માણસ બીજાં જે કોઈ પાપ કરે છે એ શરીર બહાર કરે છે, એનાથી શરીર અપવિત્ર થતું નથી, પણ વ્યભિચારી પોતાના શરીરને અપવિત્ર કરે છે.*+ ૧૯ શું તમને ખબર નથી કે તમારું શરીર તો પવિત્ર જગ્યા છે,+ જ્યાં ઈશ્વરે તમને આપેલી શક્તિ વસે છે?+ તમારા પર તમારો કોઈ હક નથી,+ ૨૦ કેમ કે કિંમત ચૂકવીને તમને ખરીદવામાં આવ્યા છે.+ એટલે તમારા શરીરથી+ ઈશ્વરને મહિમા આપતા રહો.+