ગીતશાસ્ત્ર
દાઉદનું ગીત.
૧૦૩ હે મારા જીવ, યહોવાની સ્તુતિ કર.
મારું રોમેરોમ તેમના પવિત્ર નામનો જયજયકાર કરે.
૨ હે મારા જીવ, યહોવાની સ્તુતિ કર.
તેમના ઉપકારો હું કદી ભૂલીશ નહિ.+
૪ તે મને કબરમાંથી* છોડાવે છે.+
તે મને અતૂટ પ્રેમ અને દયાનો મુગટ પહેરાવે છે.+
૫ મારી આખી જિંદગી તે મને સારી સારી વસ્તુઓથી સંતોષ આપે છે,+
જેથી હું ગરુડની જેમ યુવાન અને જોશીલો રહું.+
૧૧ જેમ ધરતીથી આકાશની ઊંચાઈ માપી શકાતી નથી,
તેમ ઈશ્વરનો ડર રાખનારાઓ માટેનો તેમનો અતૂટ પ્રેમ માપી શકાતો નથી.+
૧૫ માણસના દિવસો ઘાસના જેવા છે.+
તે ખેતરનાં ફૂલોની જેમ ખીલી ઊઠે છે.+
૧૬ પણ પવન ફૂંકાય ત્યારે, એનો નાશ થાય છે,
જાણે એ ત્યાં હતું જ નહિ.
તેમની સચ્ચાઈ તેઓના દીકરાઓના દીકરાઓ સાથે રહે છે.+
૧૮ તેઓ સાથે પણ રહે છે, જેઓ તેમનો કરાર પાળે છે+
અને જેઓ તેમના આદેશો પાળવામાં કાળજી રાખે છે.
૧૯ યહોવાએ પોતાનું રાજ્યાસન સ્વર્ગમાં સ્થાપન કર્યું છે.+
બધા પર રાજ કરવાનો અધિકાર તેમનો છે.+
૨૦ હે શૂરવીરો, બધા સ્વર્ગદૂતો,+ યહોવાની સ્તુતિ કરો!
તમે તેમનું કહેવું સાંભળો છો અને તેમની આજ્ઞાઓ પાળો છો.+
૨૨ હે સૃષ્ટિ, યહોવા રાજ કરે છે*
એ બધી જગ્યાઓમાં તેમની સ્તુતિ કર!
મારું રોમેરોમ યહોવાનો જયજયકાર કરે!