અયૂબ
૨ તે ફૂલની જેમ ખીલે છે અને જલદી જ કરમાઈ જાય છે;*+
તે પડછાયાની જેમ અદૃશ્ય થઈ જાય છે;+
૩ તોપણ તમે તેના પર નજર રાખો છો
૪ શું અશુદ્ધ વ્યક્તિ શુદ્ધ વ્યક્તિ પેદા કરી શકે?+
ના! એ શક્ય જ નથી!
૫ જો તેના આયુષ્યના દિવસો નક્કી કરેલા હોય,
તો તેના મહિનાઓની ગણતરી તમારા હાથમાં છે;
તમે તેના માટે હદ ઠરાવી છે અને તે એને ઓળંગી શકતો નથી.+
૬ મજૂરી કરતા માણસની જેમ તે પોતાનો દિવસ પૂરો કરે ત્યાં સુધી,
તમારી નજર તેના પરથી દૂર કરો, જેથી તેને થોડો આરામ મળે.+
૭ અરે, ઝાડ પાસે તો આશા છે.
જો એને કાપી નાખવામાં આવે, તો એને ફરી કૂંપળો ફૂટશે,
એની કુમળી ડાળીઓ ફૂટીને વધવા માંડશે.
૮ જો એનાં મૂળિયાં જમીનમાં જૂનાં થઈ જાય,
અને એનું ઠૂંઠું સુકાઈ જાય,
૯ તોપણ પાણીના એક ટીપાથી એમાં અંકુર ફૂટશે
અને નવા છોડની જેમ એમાં ડાળીઓ ફૂટી નીકળશે.
૧૦ પણ માણસ મરી જાય ત્યારે, તેનું બળ જતું રહે છે;
મનુષ્ય મરે છે ત્યારે તે ક્યાં જાય છે?+
૧૧ જેમ સાગરનું પાણી ગાયબ થઈ જાય છે
અને પાણી વહી જવાથી નદીઓ સુકાઈ જાય છે,
૧૨ તેમ માણસ સૂઈ જાય છે અને પાછો ઊઠતો નથી.+
આકાશો રહેશે ત્યાં સુધી, તે પોતાની આંખ ખોલશે નહિ,
કે પોતાની ઊંઘમાંથી ઊઠશે નહિ.+
કાશ! તમે મારા માટે સમય ઠરાવો અને મને યાદ કરો!+
૧૪ જો માણસ મરી જાય, તો શું તે ફરી જીવતો થઈ શકે?+
મારો છુટકારો થાય,+
હા, મજૂરીના મારા દિવસો પૂરા થાય ત્યાં સુધી હું રાહ જોઈશ.
૧૫ તમે મને બોલાવશો અને હું જવાબ આપીશ.+
તમે તમારા હાથની રચના જોવા ખૂબ આતુરતાથી રાહ જોશો.*
૧૬ પણ હમણાં તમે મારું દરેક પગલું ગણો છો;
તમે ફક્ત મારાં પાપ જ જુઓ છો.
૧૭ તમે મારા અપરાધોને થેલીમાં બંધ કરીને એના પર મહોર* મારી છે,
મારી ભૂલો સાચવી રાખવા તમે એના પર ગુંદર ચોપડ્યો છે.
૧૮ જેમ પર્વતો તૂટીને ચૂરેચૂરા થઈ જાય છે
અને ખડક પોતાની જગ્યાએથી ખસી જાય છે,
૧૯ જેમ પાણી પથ્થરને ઘસી નાખે છે
અને એનું વહેણ જમીનને ધોઈ નાખે છે,
તેમ નાશવંત માણસની આશા તમે મિટાવી દીધી છે.
૨૦ તેનો નાશ થાય ત્યાં સુધી તમે તેને કાબૂમાં રાખો છો;+
તમે તેનો દેખાવ બદલી નાખો છો અને તેને કબરમાં મોકલી દો છો.
૨૧ તેના દીકરાઓ માન મેળવે છે, પણ તેને કદી જાણ થતી નથી;
તેઓનું અપમાન થાય છે, તોપણ તેને ખ્યાલ આવતો નથી.+
૨૨ તે જીવતો હોય ત્યાં સુધી જ વેદના મહેસૂસ કરે છે;
તેનામાં જીવ હોય ત્યાં સુધી જ તે વિલાપ કરે છે.”