અયૂબ
૩૬ અલીહૂએ આગળ કહ્યું:
૨ “હું બોલું ત્યાં સુધી થોડી ધીરજ રાખો,
કેમ કે મારે ઈશ્વરના પક્ષમાં હજી કંઈક કહેવું છે.
૩ હું જે જાણું છું, એ વિશે તમને વિસ્તારથી જણાવીશ,
હું જાહેર કરીશ કે મારા રચનાર કેટલા ન્યાયી છે!+
૪ મારું માનો, મારા શબ્દો ખોટા નથી;
એ શબ્દો તો એમની પાસેથી છે, જે બધું જાણે છે.+
૫ સાચે જ, ઈશ્વર પરાક્રમી છે,+ તે કોઈનો નકાર કરતા નથી;
તેમની સમજણનો કોઈ પાર નથી.
૭ તે નેક લોકો પરથી પોતાની નજર હટાવતા નથી;+
તે તેઓને રાજાઓ સાથે બેસાડે છે*+ અને હંમેશાં ઉચ્ચ પદે રાખે છે.
૮ પણ જો તેઓને બેડીઓ પહેરાવવામાં આવે,
અને દુઃખનાં દોરડાંથી બાંધવામાં આવે,
૯ તો તે તેઓને જણાવે છે કે તેઓએ કઈ ભૂલ કરી છે,
અને ઘમંડમાં આવીને કયો અપરાધ કર્યો છે.
૧૦ તે તેઓના કાન ઉઘાડે છે, જેથી તેઓ ઠપકો સાંભળે,
તે તેઓને આજ્ઞા કરે છે, જેથી તેઓ દુષ્ટ માર્ગથી પાછા ફરે.+
૧૧ જો તેઓ તેમનું સાંભળે અને તેમની ઉપાસના કરે,
તો તેઓના દિવસો સમૃદ્ધિમાં પસાર થશે
અને તેઓનાં વર્ષો સુખચેનમાં વીતશે.+
૧૩ અધર્મી* માણસો પોતાના દિલમાં ખાર ભરી રાખે છે.
ઈશ્વર તેઓને બાંધી રાખે છે, ત્યારે પણ તેઓ મદદ માટે આજીજી કરતા નથી.
૧૫ પણ ઈશ્વર* દીન-દુખિયાને તેઓની વિપત્તિ દરમિયાન બચાવે છે,
તેઓ જુલમ સહેતા હોય ત્યારે, તે તેઓ સાથે વાત કરે છે.*
૧૬ હે અયૂબ, ઈશ્વર તમને મુસીબતના મોંમાંથી બહાર કાઢશે,+
જ્યાં કોઈ બંધન નથી એવી ખુલ્લી જગ્યાએ લાવશે,+
તમારી મેજ પર સ્વાદિષ્ટ ભોજન પીરસીને તે તમને દિલાસો આપશે.+
૧૭ જ્યારે દુષ્ટોને સજા થશે અને સાચો ન્યાય તોળવામાં આવશે,
ત્યારે દુષ્ટોને સંભળાવેલા ન્યાયચુકાદાથી તમને સંતોષ મળશે.+
૧૯ નહિતર, મદદ માટે તમે ગમે એટલી બૂમો પાડશો,
ગમે એટલા ધમપછાડા કરશો, પણ મુસીબતથી બચી નહિ શકો.+
૨૦ તમે રાતની રાહ ન જોતા,
જ્યારે લોકો પોતપોતાનાં બિછાનાં પર જાય છે.
૨૧ સાવધ રહેજો કે તમે ભૂંડાઈ તરફ આગળ ન વધો,
દુઃખ સહન કરવાને બદલે દુષ્ટતા પસંદ ન કરો.+
૨૨ જુઓ! ઈશ્વરની શક્તિ અપાર છે;
તેમના જેવો બીજો શિક્ષક કોણ છે?
૨૩ તેમને કોણ કહી શકે કે કયા માર્ગે ચાલવું?*+
તેમને કોણ કહી શકે, ‘તમે જે કર્યું એ ખોટું છે’?+
૨૫ આખી માણસજાતે એ કામો જોયાં છે,
નાશવંત માણસ એને દૂરથી નિહાળે છે.
૨૯ શું ગગનમાં ફેલાયેલાં વાદળોને કોઈ સમજી શકે?
શું ઈશ્વરના મંડપમાંથી* થતા ગડગડાટનો કોઈ પાર પામી શકે?+
૩૨ તે પોતાની હથેળીમાં વીજળીને છુપાવે છે,
અને એને ધારેલા નિશાન પર ફેંકે છે.+
૩૩ વાદળોનો ગડગડાટ તેમની હાજરી વિશે જણાવે છે,
અરે, કોણ* આવી રહ્યું છે એ વિશે પશુઓ પણ કહે છે.