સફાન્યા
૧ સફાન્યાને* યહોવાનો* સંદેશો મળ્યો. તે હિઝકિયાના દીકરા અમાર્યાના દીકરા ગદાલ્યાના દીકરા કૂશીનો દીકરો હતો. સફાન્યાને આ સંદેશો યહૂદાના રાજા યોશિયાના દિવસોમાં+ મળ્યો, જે આમોનનો+ દીકરો હતો:
૨ યહોવા કહે છે, “હું પૃથ્વીની સપાટી પરથી બધાનો સર્વનાશ કરી દઈશ.”+
૩ યહોવા જાહેર કરે છે, “હું માણસોનો અને જાનવરોનો સફાયો કરી દઈશ.
હું આકાશનાં પક્ષીઓનો અને સમુદ્રની માછલીઓનો નાશ કરી દઈશ.+
ઠોકર ખવડાવનાર પથ્થરોની*+ સાથે સાથે હું દુષ્ટોને પણ ધૂળભેગા કરી દઈશ.
હું પૃથ્વીની સપાટી પરથી બધા માણસોનો વિનાશ કરી દઈશ.
૪ હું યરૂશાલેમના સર્વ રહેવાસીઓ વિરુદ્ધ
અને યહૂદા વિરુદ્ધ મારો હાથ ઉગામીશ.
હું આ જગ્યાએથી બઆલની* એકેએક નિશાની* મિટાવી દઈશ.+
હું જૂઠા દેવોના યાજકોની* સાથે સાથે બીજા યાજકોનું પણ નામ ભૂંસી નાખીશ.+
૫ જેઓ ધાબા પર જઈને આકાશના સૈન્ય આગળ નમે છે,+
જેઓ યહોવાને નમન કરે છે અને તેમને વફાદાર રહેવાના સમ ખાય છે,+
સાથે સાથે માલ્કામને* પણ વફાદાર રહેવાના સમ ખાય છે,+
એ સર્વને હું જડમૂળથી ઉખેડી નાખીશ.
૬ જેઓ યહોવાના માર્ગોથી ફંટાઈ ગયા છે,+
જેઓ યહોવા પાસે પાછા ફરતા નથી કે તેમની સલાહ લેતા નથી,+
તેઓના પણ હું એવા જ હાલ કરીશ.”
૭ વિશ્વના માલિક* યહોવા આગળ ચૂપ રહો, કેમ કે યહોવાનો દિવસ નજીક છે.+
યહોવાએ બલિદાન તૈયાર કર્યું છે, તેમણે મહેમાનોને પવિત્ર કર્યા છે.
૮ “હું યહોવા, બલિદાન ચઢાવીશ એ દિવસે
અધિકારીઓ પાસે, રાજાના દીકરાઓ+ પાસે
અને બીજી પ્રજાઓ જેવો પહેરવેશ અપનાવે છે,
એ સર્વ પાસે હિસાબ માંગીશ.
૯ એ દિવસે હું એ બધા પાસે હિસાબ માંગીશ,
જેઓ મંચ* પર ચઢે છે,
જેઓ હિંસા અને કપટ કરીને પોતાના માલિકનું ઘર ભરે છે.”
૧૦ યહોવા એલાન કરે છે,
“એ દિવસે માછલી દરવાજેથી+ રડારોળ સંભળાશે,
શહેરના નવા વિસ્તારમાંથી વિલાપ સંભળાશે+
અને ડુંગરોમાંથી મોટા ધડાકા કાને પડશે.
૧૧ હે માખ્તેશના* રહેવાસીઓ, તમે પોક મૂકીને રડો,
કેમ કે તમારા વેપારીઓનો નાશ થયો છે*
અને ચાંદી તોળી આપનારાઓનો નાશ થયો છે.
૧૨ એ સમયે હું દીવો લઈને યરૂશાલેમનો ખૂણે ખૂણો ફંફોસી નાખીશ.
જેઓ પોતાના જીવનમાં મસ્ત છે,* તેઓ પાસેથી હું હિસાબ માંગીશ.
તેઓ દિલમાં કહે છે, ‘યહોવા કંઈ સારું નહિ કરે અને કંઈ ખરાબ પણ નહિ કરે.’+
૧૩ તેઓની માલ-મિલકત લૂંટાઈ જશે, તેઓનાં ઘરો જમીનદોસ્ત થઈ જશે.+
તેઓ ઘરો બાંધશે, પણ એમાં રહી શકશે નહિ,
તેઓ દ્રાક્ષાવાડીઓ રોપશે, પણ એનો દ્રાક્ષદારૂ પી શકશે નહિ.+
૧૪ યહોવાનો મહાન દિવસ નજીક છે!+
એ નજીક છે અને ઝડપથી* આવી રહ્યો છે!+
યહોવાના દિવસનો અવાજ ખૂબ ભયંકર છે.+
એ દિવસે યોદ્ધાઓ બૂમાબૂમ કરે છે.+