ઝખાર્યા
૯ ઈશ્વરનો ન્યાયચુકાદો:
૨ એ સંદેશો તેની સરહદે આવેલા હમાથ વિરુદ્ધ છે,+
તૂર+ અને સિદોન વિરુદ્ધ પણ છે,+ જેઓ પોતાને બહુ શાણા સમજે છે.+
૩ તૂરે પોતાના માટે કિલ્લો* બાંધ્યો છે.
તેણે ધૂળની જેમ ચાંદીના ઢગલે-ઢગલા કર્યા છે,
અને રસ્તાની માટીની જેમ સોનું ભેગું કર્યું છે.+
એ નગરી આગમાં ભસ્મ થઈ જશે.+
૫ એ જોઈને આશ્કલોન ગભરાઈ જશે,
ગાઝા ચિંતામાં ડૂબી જશે,
એક્રોન દુઃખી દુઃખી થઈ જશે, કેમ કે તેની આશા નિરાશામાં ફેરવાઈ ગઈ હશે.
ગાઝામાંથી રાજાનો નાશ થશે
અને આશ્કલોનમાં કોઈ રહેશે નહિ.+
૬ પરદેશીના દીકરાઓ આશ્દોદમાં વસશે.
હું પલિસ્તનું ઘમંડ ઉતારી દઈશ.+
૭ હું તેના* મોંમાંથી લોહી દૂર કરીશ,
તેના દાંતમાંથી ધિક્કારપાત્ર ખોરાક કાઢી નાખીશ,
તેના બચી ગયેલા લોકો ઈશ્વરના થશે,
એક્રોનના લોકો યબૂસીઓ જેવા થશે.+
૮ હું છાવણી નાખીને મારા ઘરની ચોકી કરીશ,+
જેથી કોઈ આવજા ન કરે અને ફરી કોઈ જુલમી* ત્યાંથી પસાર ન થાય,+
કેમ કે મારી આંખોએ એ* જોયું છે.
૯ હે સિયોનની દીકરી, બહુ આનંદ કર!
હે યરૂશાલેમની દીકરી, વિજયગીત ગા!
જો, તારો રાજા તારી પાસે આવે છે.+
તે નેક* છે અને ઉદ્ધાર લાવે છે,*
તે નમ્ર છે+ અને ગધેડા પર સવારી કરે છે,
તે ખોલકા પર, હા, ગધેડીના બચ્ચા પર બેસીને આવે છે.+
૧૦ હું એફ્રાઈમમાંથી યુદ્ધના રથો
અને યરૂશાલેમમાંથી ઘોડાઓ લઈ લઈશ.
યુદ્ધનાં ધનુષ્યો લઈ લેવામાં આવશે.
દેશોમાં તે શાંતિ જાહેર કરશે.+
૧૧ હે સ્ત્રી,* મેં તારી સાથે કરાર* કર્યો છે, જે લોહીથી અમલમાં આવ્યો છે.
એ કરારને લીધે હું તારા કેદીઓને સૂકા ટાંકામાંથી બહાર કાઢીશ.+
૧૨ હે આશા રાખનાર કેદીઓ, મજબૂત ગઢમાં પાછા આવો.+
આજે હું તને કહું છું,
‘હે સ્ત્રી, હું તને બમણો આશીર્વાદ આપીશ.+
૧૩ કેમ કે હું યહૂદાને વાળીને એને મારું ધનુષ્ય બનાવીશ,
અને એફ્રાઈમને એ ધનુષ્ય પર ચઢાવીશ.*
હે સિયોન, હું તારા દીકરાઓને
ગ્રીસના દીકરાઓ વિરુદ્ધ ઉશ્કેરીશ.
હે સિયોન, હું તને યોદ્ધાની તલવાર બનાવીશ.’
૧૪ યહોવા સાબિત કરશે કે તે પોતાના લોકોની સાથે છે,
તેમનું તીર વીજળીવેગે આગળ વધશે.
૧૫ સૈન્યોના ઈશ્વર યહોવા પોતાના લોકોનું રક્ષણ કરશે,
દુશ્મનો ગોફણથી હુમલો કરશે, પણ તેઓ દુશ્મનોને હરાવી દેશે.+
દ્રાક્ષદારૂના નશામાં ચકચૂર હોય એમ તેઓ ખુશ થઈને શોરબકોર કરશે.
તેઓ વાટકાની જેમ અને વેદીના* ખૂણાની જેમ છલકાઈ જશે.+
૧૬ જેમ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંને બચાવે છે,+
તેમ એ દિવસે તેઓના ઈશ્વર યહોવા પોતાના લોકોને બચાવશે,
મુગટનાં રત્નોની જેમ તેઓ તેમના દેશમાં ચમકશે.+
૧૭ તેમની ભલાઈ કેટલી ઉત્તમ છે!+
તેમનું ગૌરવ કેટલું મહાન છે!
અનાજ યુવાનોને મજબૂત કરશે
અને નવો દ્રાક્ષદારૂ યુવતીઓને નિખારશે.”+