ગીતશાસ્ત્ર
દાઉદનું ગીત. દાઉદે અબીમેલેખ સામે ગાંડા હોવાનો ઢોંગ કર્યો હતો.+ તેણે દાઉદને ત્યાંથી કાઢી મૂક્યો અને દાઉદ નીકળી ગયો, એ વખતનું ગીત.
א [આલેફ]
૩૪ હું સર્વ સમયે યહોવાની સ્તુતિ કરીશ.
મારા હોઠ નિરંતર તેમની સ્તુતિ કરશે.
ב [બેથ]
ג [ગિમેલ]
૩ મારી સાથે યહોવાનો મહિમા ગાઓ.+
ચાલો, ભેગા મળીને તેમનું નામ મોટું મનાવીએ.
ד [દાલેથ]
૪ મેં યહોવાને વિનંતી કરી અને તેમણે મને જવાબ આપ્યો.+
તેમણે મારો બધો ડર દૂર કર્યો.+
ה [હે]
૫ તેમની તરફ જોનારાઓનાં મોં ચમકી ઊઠ્યાં,
તેઓએ કદી શરમાવું નહિ પડે.
ז [ઝાયિન]
૬ આ લાચાર માણસે* પોકાર કર્યો અને યહોવાએ સાંભળ્યું.
તેમણે તેને બધી મુસીબતોથી છોડાવ્યો.+
ח [હેથ]
ט [ટેથ]
૮ અનુભવ કરો* અને જુઓ કે યહોવા કેટલા સારા છે!+
ધન્ય છે એ માણસને, જે તેમનામાં આશરો લે છે.
י [યોદ]
૯ યહોવાના સર્વ પવિત્ર લોકો, તેમનો ડર રાખો.
તેમનો ડર રાખનારાઓને કશાની ખોટ પડતી નથી.+
כ [કાફ]
૧૦ કોઈક વાર યુવાન સિંહે પણ ભૂખ વેઠવી પડે છે,
જ્યારે કે યહોવાને ભજનારાઓને સારી વસ્તુઓની તંગી પડશે નહિ.+
ל [લામેદ]
૧૧ આવો મારા દીકરાઓ, મારું સાંભળો.
હું તમને યહોવાનો ડર રાખતા શીખવીશ.+
מ [મેમ]
૧૨ તમારામાંથી કોણ હર્યુંભર્યું જીવન ચાહે છે?
કોણ સારા દિવસો જોવા માંગે છે?+
נ [નૂન]
૧૩ તો પછી, તમારી જીભને બૂરાઈથી+
અને તમારા હોઠને છળ-કપટથી દૂર રાખો.+
ס [સામેખ]
૧૪ ખરાબ કામોથી પાછા ફરો અને ભલું કરો.+
હળી-મળીને રહો અને શાંતિ રાખવા મહેનત કરો.+
ע [આયિન]
פ [પે]
צ [સાદે]
૧૭ નેક લોકોએ પોકાર કર્યો અને યહોવાએ સાંભળ્યું.+
તેમણે તેઓને બધી આફતોમાંથી બચાવ્યા.+
ק [કોફ]
૧૮ દુઃખી લોકોના પડખે યહોવા છે.+
કચડાયેલા* મનના લોકોને તે બચાવે છે.+
ר [રેશ]
ש [શીન]
ת [તાવ]
૨૧ મુસીબતો દુષ્ટને મોતના મોંમાં ધકેલી દેશે.
નેક જનને ધિક્કારનારા દોષિત ઠરશે.
૨૨ યહોવા પોતાના ભક્તોનું જીવન બચાવે* છે.
જે કોઈ તેમનામાં આશરો લે છે તે દોષિત ઠરશે નહિ.+