આમોસ
૩ “હે ઇઝરાયેલના લોકો, તમારી આખી પ્રજાને ઇજિપ્તમાંથી કાઢી લાવનાર યહોવા તમારા વિશે બોલ્યા છે. તેમનો આ સંદેશો સાંભળો:
૨ ‘પૃથ્વી પરની બધી પ્રજાઓમાંથી હું ફક્ત તમને ઓળખું છું.+
એટલે હું તમારા બધા અપરાધોનો હિસાબ તમારી પાસેથી માંગીશ.+
૩ જો બે માણસોએ અગાઉથી નક્કી કર્યું ન હોય, તો શું તેઓ સાથે મુસાફરી કરે?
૪ જો સિંહને શિકાર ન મળે, તો શું તે જંગલમાં ગર્જના કરે?
જો જુવાન સિંહ કંઈ ન પકડે, તો શું તે પોતાની ગુફામાં ત્રાડ પાડે?
૫ જો જમીન પર જાળ બિછાવી ન હોય,* તો શું કોઈ પક્ષી ફસાય?
જો ફાંદામાં કોઈ શિકાર ન ફસાય, તો શું એ ફાંદો ઉપર ખેંચાય?
૬ જો શહેરમાં રણશિંગડું વાગે, તો શું લોકો ધ્રૂજી નહિ ઊઠે?
જો શહેરમાં આફત આવે, તો શું એ યહોવા તરફથી નહિ હોય?
૭ કેમ કે વિશ્વના માલિક યહોવા
પોતાના સેવકોને, એટલે કે પ્રબોધકોને રહસ્ય* જણાવ્યા વગર કંઈ કરશે નહિ.+
૮ સિંહે ગર્જના કરી છે!+ એવું કોણ છે, જેને ડર નહિ લાગે?
વિશ્વના માલિક યહોવાએ આજ્ઞા કરી છે! એવું કોણ છે, જે ભવિષ્યવાણી નહિ કરે?’+
૯ ‘આશ્દોદના કિલ્લાઓ પર
અને ઇજિપ્તના કિલ્લાઓ પર એલાન કરો:
“સમરૂનના પર્વતો વિરુદ્ધ ભેગા થાઓ.+
જુઓ, ચારે બાજુ અંધાધૂંધી મચી છે
અને લોકો કપટથી વર્તે છે.+
૧૦ તેઓ સારાં કામો કરવાનું જાણતા નથી.
આમ, તેઓ પોતાના કિલ્લાઓમાં હિંસા અને વિનાશનો સંગ્રહ કરે છે,” એવું યહોવા કહે છે.’
૧૧ વિશ્વના માલિક યહોવા કહે છે,
‘એક દુશ્મન આવીને શહેરને ઘેરી લેશે.+
એ દુશ્મન તારું બળ છીનવી લેશે
અને તારા કિલ્લાઓ લૂંટી લેશે.’+
૧૨ યહોવા કહે છે,
‘જુઓ, ઇઝરાયેલના લોકો સમરૂનમાં ભવ્ય પલંગ પર અને આલીશાન દીવાન* પર બિરાજે છે.+
પણ જેમ ઘેટાંપાળક સિંહના મોંમાંથી ઘેટાના બે પગ કે કાનનો ટુકડો જ બચાવી શકે છે,
તેમ ઇઝરાયેલના લોકોમાંથી પણ થોડા જ બચશે.’
૧૩ સૈન્યોના ઈશ્વર,* વિશ્વના માલિક યહોવા જાહેર કરે છે: ‘સાંભળો અને યાકૂબના ઘરને ચેતવણી આપો.’*
૧૪ ‘જે દિવસે હું ઇઝરાયેલના બધા ગુનાનો* હિસાબ માંગીશ,+
એ દિવસે હું બેથેલની વેદીઓનો પણ હિસાબ માંગીશ.+
હું વેદીનાં શિંગડાં* તોડી નાખીશ અને એને જમીન પર ફેંકી દઈશ.+
૧૫ શિયાળા માટેનું ઘર અને ઉનાળા માટેનું ઘર હું તોડી પાડીશ.’
‘હાથીદાંતનાં મકાનો ભોંયભેગા થશે+
અને મોટાં મોટાં ઘરો જમીનદોસ્ત થશે,’+ એવું યહોવા કહે છે.”