મીખાહ
બીજા પર્વતોનાં શિખરો પર અડગ થશે.
એ બીજા ડુંગરો કરતાં પણ ઊંચો કરાશે.
બધી પ્રજાઓમાંથી લોકોનો પ્રવાહ ત્યાં ચાલ્યો આવશે.+
૨ ઘણી પ્રજાઓ આવશે અને કહેશે:
“ચાલો, આપણે યહોવાના પર્વત પર ચઢી જઈએ,
યાકૂબના ઈશ્વરના મંદિરે જઈએ.+
તે આપણને તેમના માર્ગો વિશે શીખવશે
અને આપણે તેમના માર્ગે ચાલીશું.”
સિયોનમાંથી નિયમ* આપવામાં આવશે,
યરૂશાલેમમાંથી યહોવાનો સંદેશો જાહેર કરાશે.
એક પ્રજા બીજી પ્રજા સામે તલવાર ઉગામશે નહિ
અને તેઓ ફરી ક્યારેય યુદ્ધ કરવાનું શીખશે નહિ.+
૪ તેઓ પોતાના દ્રાક્ષાવેલા નીચે અને પોતાની અંજીરી નીચે બેસશે,*+
તેઓને કોઈ ડરાવશે નહિ,+
કેમ કે સૈન્યોના ઈશ્વર યહોવાના* મુખમાંથી એ શબ્દો નીકળ્યા છે.
૬ યહોવા કહે છે: “એ દિવસે,
જેઓ લંગડાતા હતા, તેઓને હું ભેગા કરીશ,
જેઓ વિખેરાઈ ગયા હતા, તેઓને હું એકઠા કરીશ,+
જેઓને મેં સજા કરી હતી, તેઓને હું એકત્ર કરીશ.
૭ જેઓ લંગડાતા હતા, તેઓમાંથી અમુકને હું બચાવીશ,+
જેઓને દૂર મોકલી દીધા હતા, તેઓને હું બળવાન પ્રજા બનાવીશ.+
યહોવા તેઓના રાજા બનશે
અને આજથી લઈને યુગોના યુગો સુધી તે સિયોન પર્વતથી રાજ કરશે.
૮ હે ટોળાના મિનારા,
હે સિયોનની દીકરીની ટેકરી,+
રાજ્ય તારી પાસે આવશે, હા, શરૂઆતનું* રાજ્ય તારી પાસે પાછું આવશે.+
એ રાજ્ય યરૂશાલેમની દીકરીનું છે.+
૯ તું કેમ બૂમો પાડે છે?
શું તારો કોઈ રાજા નથી?
શું તારો સલાહકાર મરી પરવાર્યો છે?
શું એટલે તું બાળકને જન્મ આપતી સ્ત્રીની જેમ પીડાઈ રહી છે?+
૧૦ હે સિયોનની દીકરી, બાળકને જન્મ આપતી સ્ત્રીની જેમ
તરફડિયાં માર અને રિબાઈને ચીસો પાડ.
હવે તું શહેર છોડીને ખુલ્લા મેદાનમાં રહીશ.
ત્યાં તારા દુશ્મનોના હાથમાંથી યહોવા તને પાછી ખરીદી લેશે.+
૧૧ ઘણી પ્રજાઓ તારી વિરુદ્ધ ભેગી થશે.
તેઓ કહેશે, ‘સિયોન નગરી ભ્રષ્ટ થાય
અને તેની બરબાદી આપણે નજરોનજર જોઈએ.’
૧૨ પણ તેઓ યહોવાના વિચારો જાણતા નથી,
તેમનો હેતુ* સમજતા નથી.
જેમ અનાજની પૂળીઓને ખળીમાં* ભેગી કરવામાં આવે છે,
તેમ તે તેઓને ભેગા કરશે.
૧૩ હે સિયોનની દીકરી, ઊભી થા અને અનાજ ઝૂડ.+
હું તારાં શિંગડાં* લોઢાનાં બનાવી દઈશ
અને તારી ખરીઓ તાંબાની બનાવી દઈશ.
તું ઘણા લોકોને કચડી નાખીશ.+
તેઓની બેઈમાનીની કમાણી તું યહોવાને અર્પી દઈશ,
તેઓની સંપત્તિ તું આખી પૃથ્વીના સાચા પ્રભુ માટે અલગ કરીશ.”+