હોશિયા
૮ “રણશિંગડું વગાડ!+
ગરુડની જેમ એક દુશ્મન યહોવાના મંદિર વિરુદ્ધ આવે છે,+
કેમ કે મારા લોકોએ મારો કરાર તોડ્યો છે+ અને મારા નિયમ વિરુદ્ધ પાપ કર્યું છે.+
૨ તેઓ મને પોકાર કરે છે, ‘હે અમારા ઈશ્વર, અમે ઇઝરાયેલના લોકો તમને ઓળખીએ છીએ!’+
૩ જે સારું છે એનો ઇઝરાયેલે નકાર કર્યો છે.+
દુશ્મન તેનો પીછો કરશે.
૪ ઇઝરાયેલના લોકોએ રાજાઓ ઠરાવ્યા છે, પણ મારી સંમતિ લીધી નથી.
તેઓએ અધિકારીઓ ઠરાવ્યા છે, પણ મારી મંજૂરી લીધી નથી.
તેઓએ પોતાના જ નાશ માટે+ સોના-ચાંદીની મૂર્તિઓ બનાવી છે.+
૫ હે સમરૂન, તારા વાછરડાનો નકાર કરવામાં આવ્યો છે.+
તારી વિરુદ્ધ મારો ગુસ્સો સળગી ઊઠ્યો છે.+
પોતાને શુદ્ધ કરવામાં* તું ક્યાં સુધી ઢીલ કરીશ?
૬ એ વાછરડું ઇઝરાયેલથી છે.
કારીગરે એને બનાવ્યું છે, પણ એ ઈશ્વર નથી.
સમરૂનના વાછરડાના ટુકડે-ટુકડા કરી દેવામાં આવશે.
૭ તેઓ પવન વાવે છે અને વાવાઝોડું લણશે.+
કણસલામાં અનાજ પાકતું નથી,+
ઊપજમાંથી લોટ નીકળતો નથી.
જો કશું પાકે પણ ખરું, તો પરદેશીઓ* એને ખાઈ જશે.+
૮ ઇઝરાયેલને ગળી જવામાં આવશે.+
બીજી પ્રજાઓમાં+ તે નકામા વાસણ જેવો થઈ જશે.
૯ એકલા-અટૂલા જંગલી ગધેડાની જેમ તેઓ આશ્શૂર પાસે ગયા છે.+
એફ્રાઈમે પૈસા આપીને પ્રેમીઓ રાખ્યા છે.+
૧૦ ભલે તેઓ* પૈસા આપીને એ પ્રેમીઓને બીજી પ્રજામાંથી લાવ્યા હોય,
પણ હું તેઓને ભેગા કરીશ.
રાજા અને અધિકારીઓએ લાદેલા ભારને લીધે તેઓ ત્રાસ સહન કરશે.+
૧૧ અનેક વેદીઓ* બાંધીને એફ્રાઈમે પાપ કર્યું છે.+
એ વેદીઓ વાપરીને તે પાપ કરતો રહે છે.+
૧૨ મેં તેને ઘણા નિયમો* લખીને આપ્યા,
પણ એ તેને અજુગતા લાગે છે.+
૧૩ તે મને બલિદાનો ચઢાવે છે અને એનું માંસ ખાય છે,
પણ યહોવાને એનાથી જરાય ખુશી થતી નથી.+
હું તેની ભૂલ યાદ રાખીશ અને તેના પાપની સજા કરીશ.+
તે ઇજિપ્ત તરફ પાછો ફર્યો છે.*+
૧૪ ઇઝરાયેલ પોતાના બનાવનારને ભૂલી ગયો છે,+ તેણે મંદિરો બાંધ્યાં છે,+
યહૂદાએ કોટવાળાં અનેક શહેરો બાંધ્યાં છે.+
પણ હું તેનાં શહેરો પર અગ્નિ મોકલીશ,
જે તેના દરેક શહેરના મિનારાઓને ભસ્મ કરી દેશે.”+