સફાન્યા
૩ બંડખોર, ભ્રષ્ટ અને જુલમી નગરીને અફસોસ!+
૨ તેણે મારું કહ્યું માન્યું નથી,+ તેણે મારી શિખામણ* સ્વીકારી નથી.+
તેણે યહોવામાં ભરોસો મૂક્યો નથી,+ તે પોતાના ઈશ્વરની નજીક ગઈ નથી.+
૩ તેના અધિકારીઓ ગર્જના કરનાર સિંહો છે,+
તેના ન્યાયાધીશો રાતના વરુઓ છે,
તેઓ ચાવવા માટે સવાર સુધી એકેય હાડકું છોડતા નથી.
૪ તેના પ્રબોધકો* ઉદ્ધત અને કપટી છે,+
તેના યાજકો પવિત્ર વસ્તુઓને ભ્રષ્ટ કરે છે,+
તેઓ નિયમનો ભંગ કરે છે.+
૫ તારી વચ્ચે રહેનાર યહોવા ન્યાયી* છે,+ તે કંઈ ખોટું કરતા નથી.
જેમ રોજ સવારે સૂર્ય ઊગે છે,
તેમ તે રોજ સવારે પોતાનો ન્યાય જાહેર કરે છે.+
પણ દુષ્ટોમાં કંઈ લાજ-શરમ નથી.+
૬ “મેં દેશોનો વિનાશ કર્યો છે, એના ખૂણાના મિનારા ઉજ્જડ થઈ ગયા છે.
મેં તેઓની શેરીઓ ખેદાન-મેદાન કરી નાખી છે, કોઈ ત્યાંથી પસાર થતું નથી.
તેઓનાં શહેરો ખંડેર થઈ ગયાં છે, એમાં કોઈ માણસ રહ્યો નથી, એકેય રહેવાસી રહ્યો નથી.+
૭ મેં કહ્યું: ‘હવે તું જરૂર મારો ડર રાખીશ અને મારી શિખામણ માનીશ,’*+
જેથી એ બધાનો હું તેની પાસે હિસાબ ન માંગું*
અને તેના રહેઠાણોનો વિનાશ ન થાય.+
પણ તેઓ તો દુષ્ટ કામો કરવા વધારે ઉતાવળા બન્યા.+
કેમ કે મેં દેશોને ભેગા કરવાનું, રાજ્યોને એકઠા કરવાનું નક્કી કર્યું છે,
જેથી હું મારો રોષ, મારો સળગતો કોપ તેઓ પર રેડી દઉં.+
મારા ક્રોધની જ્વાળાથી આખી પૃથ્વી ભસ્મ થઈ જશે.+
૯ ત્યાર પછી હું લોકોને શુદ્ધ ભાષા શીખવીશ,
જેથી તેઓ બધા યહોવાના નામે પોકાર કરે
અને ખભેખભા મિલાવીને તેમની સેવા કરે.’*+
૧૦ વેરવિખેર થયેલા મારા લોકો, જેઓ મને આજીજી કરે છે,
તેઓ ઇથિયોપિયાની નદીઓના વિસ્તારથી મારા માટે ભેટ લાવશે.+
કેમ કે હું તારામાંથી એવા લોકોને દૂર કરીશ, જેઓ ઘમંડથી બડાઈ હાંકે છે
અને મારા પવિત્ર પર્વત પર તું ક્યારેય ઘમંડી બનશે નહિ.+
૧૩ ઇઝરાયેલના બાકી રહેલા લોકો+ દુષ્ટ કામો કરશે નહિ,+
તેઓ જૂઠું બોલશે નહિ, તેઓની જીભ કપટી વાતો કરશે નહિ,
૧૪ હે સિયોનની દીકરી, હર્ષનો પોકાર કર!
હે ઇઝરાયેલ, વિજયનું ગીત ગા!+
હે યરૂશાલેમની દીકરી, ખુશ થા અને પૂરા દિલથી આનંદ મનાવ!+
૧૫ યહોવાએ તારી સજા માફ કરી છે.+
તેમણે તારા દુશ્મનને હાંકી કાઢ્યો છે.+
ઇઝરાયેલના રાજા યહોવા તારી સાથે છે.+
હવે કોઈ પણ આફતથી તને ડર લાગશે નહિ.+
૧૬ એ દિવસે યરૂશાલેમને કહેવામાં આવશે:
“હે સિયોન, તું ડરીશ નહિ.+
તારા હાથ ઢીલા પડવા દઈશ નહિ.
૧૭ તારા ઈશ્વર યહોવા તારી સાથે છે.+
શૂરવીર યોદ્ધાની જેમ તે તને બચાવશે.
તારા લીધે તે ખૂબ ખુશ થશે.+
તારા પર તેમને પ્રેમ છે, એટલે તે શાંત પડશે.*
તારા લીધે તે આનંદનો પોકાર કરશે.
૧૮ તારા તહેવારોમાં હાજર ન રહેવાને લીધે જેઓ દુઃખી છે, તેઓને હું ભેગા કરીશ,+
તેઓ તહેવારોમાં આવ્યા ન હતા, કેમ કે તેઓ ગુલામીમાં અપમાન સહી રહ્યા હતા.+
૧૯ જુઓ! એ સમયે હું તારા સતાવનારાઓ વિરુદ્ધ પગલાં ભરીશ,+
જેઓ લંગડાય છે, તેઓને હું બચાવીશ,+
જેઓ વિખેરાઈ ગયા છે, તેઓને હું ભેગા કરીશ,+
જે દેશોમાં તેઓએ શરમાવું પડ્યું હતું,
ત્યાં હું તેઓને પ્રશંસા અને નામના અપાવીશ.
૨૦ એ સમયે હું તમને પાછા લાવીશ,
એ સમયે હું તમને એકઠા કરીશ.