યશાયા
૫૪ યહોવા કહે છે, “હે વાંઝણી સ્ત્રી, જેણે બાળકને જન્મ આપ્યો નથી, તું ખુશીથી પોકારી ઊઠ!+
જેણે કદી બાળકને જન્મ આપવાની પીડા સહી નથી,+ તું આનંદથી ઝૂમી ઊઠ અને હર્ષથી પોકારી ઊઠ.+
૨ તારા તંબુની જગ્યા વિશાળ બનાવ.+
તારા મોટા મંડપનું* કાપડ ફેલાવ.
અચકાઈશ નહિ, તારા તંબુનાં દોરડાં લાંબાં કર.
તારા તંબુના ખીલા મજબૂત કર.+
૩ તું જમણી અને ડાબી બાજુ ફેલાઈ જઈશ.
તારાં બાળકો પ્રજાઓને કબજે કરી લેશે.
તેઓ ઉજ્જડ શહેરોમાં જઈને રહેશે.+
૪ ગભરાઈશ નહિ,+ તારે શરમાવું નહિ પડે.+
અપમાન થાય તોપણ તું નીચું ન જો, તારે નિરાશ થવું નહિ પડે.
તારી યુવાનીની બદનામી તું ભૂલી જઈશ.
વિધવા હોવાનું અપમાન હવે તને યાદ નહિ આવે.”
ઇઝરાયેલનો પવિત્ર ઈશ્વર તને છોડાવનાર છે.+
તે આખી ધરતીનો ઈશ્વર કહેવાશે.+
૬ યહોવાએ તને એ રીતે બોલાવી છે, જાણે તું છોડી દેવાયેલી અને શોકમાં ડૂબેલી પત્ની હોય,+
યુવાનીમાં પરણેલી અને પછી ત્યજી દેવાયેલી પત્ની હોય,” એવું તારા ઈશ્વર કહે છે.
૭ “મેં તને પળભર માટે છોડી દીધી હતી,
પણ હવે અપાર દયાથી હું તને પાછી લાવીશ.+
૮ મેં રોષે ભરાઈને પળભર માટે મારું મોં તારાથી ફેરવી લીધું હતું.+
પણ હવે હું તારા પર દયા રાખીશ, કેમ કે મારો અતૂટ પ્રેમ કાયમ ટકે છે,”+ તારા છોડાવનાર+ યહોવા એમ કહે છે.
૯ “આ મારા માટે નૂહના દિવસો જેવું છે.+
નૂહના સમયમાં મેં સમ ખાધા હતા કે પૂરના પાણી ફરી કદી પૃથ્વીને ઢાંકી નહિ દે.+
એ જ રીતે હું સમ ખાઉં છું કે તારા પર ક્યારેય રોષે ભરાઈશ નહિ કે તને ઠપકો આપીશ નહિ.+
મારો શાંતિનો કરાર કાયમ ટકશે,”+ તારા પર દયા રાખનાર ઈશ્વર યહોવા એમ કહે છે.+
૧૧ “હે દુઃખી, તોફાનમાં ડોલા ખાનારી, દિલાસા વગરની સ્ત્રી,+
હું તારું ચણતર પથ્થરોથી અને મજબૂત ગારાથી કરું છું,
નીલમ પથ્થરથી તારો પાયો નાખું છું.+
૧૨ હું તારી દીવાલો માણેકની બનાવીશ.
તારા દરવાજાઓ ચકમકતા પથ્થરોના*
અને તારી સરહદો મૂલ્યવાન પથ્થરોની બનાવીશ.
૧૩ તારા બધા દીકરાઓને* યહોવા શીખવશે.+
તારા દીકરાઓની શાંતિનો કોઈ પાર નહિ રહે.+
૧૪ તને સચ્ચાઈમાં અડગ રીતે દૃઢ કરવામાં આવશે.+
તારા પર કોઈ જુલમ નહિ થાય.+
તને કશાની બીક નહિ લાગે અને તારે કશાથી ગભરાવું નહિ પડે.
ડર તારી પાસે ફરકશે પણ નહિ.+
૧૫ જો કોઈ તારા પર હુમલો કરે,
તો એ મારા હુકમથી નહિ હોય.
જે કોઈ તારા પર હુમલો કરશે, એ ચોક્કસ હારશે.”+
૧૬ “જુઓ, મેં પોતે કારીગરને બનાવ્યો છે.
તે કોલસાને ફૂંક મારીને આગ સળગાવે છે
અને હથિયાર બનાવે છે.
મેં જ વિનાશ કરનાર માણસને ઘડ્યો છે, જે સંહાર કરે છે.+
૧૭ તારી વિરુદ્ધ ઘડેલું એક પણ હથિયાર સફળ થશે નહિ.+
ન્યાયચુકાદા વખતે જે જીભ તારી વિરુદ્ધ ઊઠશે, એને તું દોષિત ઠરાવશે.
યહોવાના ભક્તોનો આ વારસો છે
અને હું તેઓને નેક ગણું છું,” એવું યહોવા જાહેર કરે છે.+