યશાયા
૬૧ વિશ્વના માલિક યહોવાની શક્તિ મારા પર છે.+
યહોવાએ નમ્ર લોકોને ખુશખબર જણાવવા મને પસંદ કર્યો છે.+
તેમણે મને મોકલ્યો જેથી હું જખમી દિલોના ઘા રુઝાવું,*
ગુલામોને આઝાદીનો સંદેશો આપું
અને કેદીઓ ફરીથી જોઈ શકશે એવી ખબર આપું;+
૨ યહોવાની કૃપાનું વર્ષ
અને આપણા ઈશ્વરના વેરનો દિવસ જાહેર કરું,+
શોક પાળનારા બધાને દિલાસો આપું;+
૩ સિયોન માટે વિલાપ કરનારાની સંભાળ રાખું,
રાખને બદલે તેઓને તાજ આપું,
શોકને બદલે આનંદનું તેલ આપું
અને નિરાશાને બદલે સ્તુતિનાં કપડાં આપું.
તેઓ સચ્ચાઈનાં મોટાં મોટાં વૃક્ષ ગણાશે,
જે યહોવાએ રોપ્યાં છે અને એનાથી તેમને ગૌરવ મળશે.+
૪ તેઓ અગાઉનાં ખંડેરોનું સમારકામ કરશે
અને પહેલાંની ઉજ્જડ જગ્યાઓ ઊભી કરશે.+
૫ “અજાણ્યા લોકો આવીને તમારાં ટોળાઓની સંભાળ રાખશે.
પરદેશીઓ+ તમારા ખેડૂતો થશે અને દ્રાક્ષાવાડીઓના માળી બનશે.+
૬ પણ તમે તો યહોવાના યાજકો કહેવાશો.+
તેઓ તમને આપણા ઈશ્વરના ભક્તો ગણશે.
તમે પ્રજાઓની મિલકત વાપરશો+
અને તેઓની ધનદોલત પર ગર્વ કરશો.
૭ શરમને બદલે મારા લોકો બમણો હિસ્સો મેળવશે.
અપમાનને બદલે તેઓ પોતાના હિસ્સાને લીધે ખુશીથી પોકારી ઊઠશે.
હા, તેઓ પોતાના દેશમાં બમણો ભાગ મેળવશે.+
તેઓ સદાને માટે આનંદ કરશે.+
૮ હું યહોવા ઇન્સાફ ચાહું છું.+
લૂંટફાટ અને દુષ્ટ કામોથી મને સખત નફરત છે.+
હું ઈમાનદારીથી તેઓને બદલો વાળી આપીશ.
હું તેઓ સાથે કાયમી કરાર કરીશ.+
તેઓને જે કોઈ જોશે તે ઓળખી જશે
કે આ બાળકોને યહોવાએ આશીર્વાદ આપ્યો છે.”+
૧૦ હું યહોવાને લીધે પુષ્કળ આનંદ કરીશ.
મારું રોમેરોમ મારા ઈશ્વરને લીધે ખુશી મનાવશે.+
જે રીતે વરરાજા યાજકની જેમ પાઘડી પહેરે+
અને દુલહન પોતાને ઘરેણાંથી શણગારે,
એ રીતે ઈશ્વરે મને ઉદ્ધારનાં કપડાં+
અને સચ્ચાઈનો ઝભ્ભો પહેરાવ્યાં છે.