નીતિવચનો
૨૪ દુષ્ટ લોકોની અદેખાઈ કરીશ નહિ
અને તેઓની સંગત કરવાની ઇચ્છા રાખીશ નહિ.+
૨ તેઓનું દિલ હિંસાના વિચારોમાં ડૂબેલું રહે છે
અને તેઓના હોઠ નુકસાન કરવાની વાતો કરે છે.
૪ જ્ઞાનથી એના ઓરડા ભરાય છે
અને દરેક પ્રકારના અનમોલ અને સુંદર ખજાનાથી ઊભરાય છે.+
૫ બુદ્ધિમાન માણસ શક્તિશાળી છે+
અને જ્ઞાનથી તે પોતાની શક્તિ વધારે છે.
૭ સાચી બુદ્ધિ મેળવવી મૂર્ખ માટે ગજા બહાર છે,+
તે શહેરના દરવાજે મોં ખોલી શકતો નથી.
૮ જે માણસ કાવતરું ઘડે છે,
તે કાવતરાં ઘડવામાં ઉસ્તાદ કહેવાશે.+
૧૧ જેઓને મોતના મોંમાં ધકેલવામાં આવે છે તેઓને બચાવ,
જેઓ કતલ થવાની તૈયારીમાં છે તેઓને છોડાવ.+
૧૨ પણ જો તું કહે, “અમને એ વિશે કંઈ ખબર નથી,”
તો જે ઈશ્વર દિલ* તપાસે છે, તે શું તારા વિચારો જાણતા નથી?+
હા, એ ઈશ્વર તારા પર નજર રાખે છે અને તારા વિચારો જાણે છે,
તે દરેકને પોતાના કામનો બદલો વાળી આપશે.+
૧૩ બેટા, તું મધ ખા, એ સારું છે.
મધપૂડાના મધનો સ્વાદ મીઠો છે.
૧૪ એવી જ રીતે, બુદ્ધિ પણ તારા માટે સારી છે.*+
જો તને એ મળશે, તો તારું ભાવિ ઉજ્જવળ થશે
અને તારી આશા પર પાણી ફરી વળશે નહિ.+
૧૫ નેક માણસના ઘર આગળ દુષ્ટ ઇરાદાથી ટાંપીને બેસી રહીશ નહિ,
તેના રહેઠાણનો નાશ કરીશ નહિ.
૧૭ તારો દુશ્મન પડે ત્યારે તું હરખાઈશ નહિ,
તે ઠોકર ખાય ત્યારે તું મનમાં મલકાઈશ નહિ,+
૧૮ નહિતર યહોવા એ જોઈને તારાથી નારાજ થશે
અને તારા દુશ્મન પરથી તેમનો ગુસ્સો શમી જશે.+
૧૯ ખરાબ માણસથી ચિડાઈશ નહિ*
અને દુષ્ટ લોકોની ઈર્ષા કરીશ નહિ.
૨૨ કેમ કે તેઓ પર અચાનક આફત આવી પડશે.+
એ બંને* તરફથી આવતા વિનાશની કોને ખબર?+
૨૩ આ વાતો પણ બુદ્ધિમાનોની છે:
ન્યાયમાં પક્ષપાત કરવો સારું નથી.+
૨૪ જે માણસ દુષ્ટને કહે છે, “તું નેક છે,”+
તેને લોકો શ્રાપ આપશે અને પ્રજાઓ તેને ધિક્કારશે.
૨૬ પ્રમાણિક રીતે જવાબ આપનારને લોકો આદર આપશે.*+
૨૮ કોઈ સાબિતી વગર તારા પડોશી વિરુદ્ધ સાક્ષી ન આપ.+
તારા હોઠોથી બીજાઓને છેતરીશ નહિ.+
૨૯ તું એવું ન કહે, “જેવું તેણે કર્યું, એવું જ હું તેને કરીશ,
હું એકેએક વાતનો બદલો લઈશ.”+
૩૦ હું આળસુના ખેતર આગળથી પસાર થયો,+
અક્કલ વગરના માણસની દ્રાક્ષાવાડી પાસેથી ગયો.
૩૧ મેં જોયું કે ત્યાં જંગલી ઘાસ ઊગી નીકળ્યું હતું,
આખી જમીન ઝાડી-ઝાંખરાંથી* ઢંકાઈ ગઈ હતી
અને પથ્થરની દીવાલ તૂટી ગઈ હતી.+
૩૨ મેં એ બધું જોયું, એના પર વિચાર કર્યો.
એના પરથી મેં આ બોધપાઠ લીધો:
૩૩ જા, હજી થોડું સૂઈ જા, એકાદ ઝોકું મારી લે,
ટૂંટિયું વાળીને થોડો આરામ કરી લે!
૩૪ એવું કરીશ તો લુટારાની જેમ અચાનક ગરીબી આવી પડશે,
હથિયાર લઈને આવેલા ચોરની જેમ તંગી તારા પર હુમલો કરશે.+