રોમનોને પત્ર
૭ ભાઈઓ, હું તમારી સાથે વાત કરું છું. તમે નિયમશાસ્ત્ર જાણો છો. તો શું તમે એ નથી જાણતા કે માણસ જીવે ત્યાં સુધી, નિયમશાસ્ત્ર તેના પર અધિકાર ચલાવે છે? ૨ દાખલા તરીકે, પતિ જીવતો હોય ત્યાં સુધી તેની પત્ની નિયમથી બંધાયેલી છે. પણ જો તેનો પતિ ગુજરી જાય, તો તે પતિના નિયમથી મુક્ત થાય છે.+ ૩ એટલે જો પતિ જીવતો હોય અને પત્ની બીજા કોઈ માણસ સાથે લગ્ન કરે, તો તે પત્ની વ્યભિચાર કરે છે.+ પણ જો પતિ ગુજરી જાય, તો પત્ની તેના નિયમથી મુક્ત થાય છે. હવે જો તે બીજા માણસ સાથે લગ્ન કરે, તો તે વ્યભિચાર કરતી નથી.+
૪ એવી જ રીતે, મારા ભાઈઓ, ખ્રિસ્તના શરીરે તમને નિયમશાસ્ત્રથી મુક્ત કર્યા છે. એ માટે કે તમે ખ્રિસ્તને આધીન થાઓ,+ જેમને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે.+ હવે ઈશ્વરની સેવામાં આપણો ઉપયોગ થઈ શકે છે.*+ ૫ આપણે શરીરની ઇચ્છાઓ પ્રમાણે જીવતા હતા ત્યારે, નિયમશાસ્ત્રએ આપણને બતાવ્યું કે આપણાં શરીરમાં* પાપી ઇચ્છાઓ કામ કરે છે. એ પાપી ઇચ્છાઓ મરણ તરફ દોરી જાય છે.+ ૬ પણ હવે આપણને નિયમશાસ્ત્રથી મુક્ત કરવામાં આવ્યા છે.+ આપણને જેણે ગુલામ બનાવ્યા હતા, એના માટે આપણે મરી ગયા છીએ. હવે આપણે પવિત્ર શક્તિથી એક નવી રીતે ઈશ્વરની સેવા કરીએ છીએ,*+ લેખિત નિયમોની જૂની રીતે નહિ.+
૭ શું આપણે એમ કહીએ છીએ કે નિયમશાસ્ત્રમાં ખોટ* છે? જરાય નહિ! જો નિયમશાસ્ત્ર ન હોત, તો મેં પાપ વિશે જાણ્યું ન હોત.+ દાખલા તરીકે, જો નિયમશાસ્ત્રમાં જણાવ્યું ન હોત કે “તમે લોભ ન કરો,”+ તો લોભ કરવો ખોટું છે એ મેં જાણ્યું ન હોત. ૮ પણ એ આજ્ઞાનો ઉપયોગ કરીને પાપે મારામાં દરેક પ્રકારની સ્વાર્થી ઇચ્છા જગાડી. એ નિયમ વગર પાપ મરેલું હતું.+ ૯ હકીકતમાં, નિયમશાસ્ત્ર ન હતું ત્યારે હું જીવતો હતો. પણ નિયમશાસ્ત્રની આજ્ઞાઓ આવી ત્યારે, પાપ જીવતું થયું અને હું મરી ગયો.+ ૧૦ મને ખ્યાલ આવ્યો કે જે આજ્ઞા જીવન તરફ દોરી જવાની હતી,+ એ તો મરણ તરફ દોરી ગઈ. ૧૧ કેમ કે એ આજ્ઞા દ્વારા પાપે મને છેતર્યો અને મને મારી નાખ્યો. ૧૨ તોપણ નિયમશાસ્ત્ર પવિત્ર છે અને એની આજ્ઞા પવિત્ર, ન્યાયી* અને સારી છે.+
૧૩ તો શું નિયમશાસ્ત્ર, જે સારું છે એનાથી મારું મરણ થયું? ના, એવું નથી! પાપથી મારું મરણ થયું. નિયમશાસ્ત્ર તો સારું છે, પણ એણે બતાવ્યું કે પાપથી મરણ થાય છે.+ એ આજ્ઞાથી દેખાઈ આવ્યું કે પાપ કેટલું ખતરનાક છે!+ ૧૪ આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર તો ઈશ્વરે આપ્યું છે. પણ ખોટ મારામાં છે, હું પાપી છું અને પાપને વેચાયેલો છું.+ ૧૫ હું સમજતો નથી કે હું શું કરું છું. હું જે ચાહું છું એ કરતો નથી, પણ જે ધિક્કારું છું એ કરું છું. ૧૬ હું કબૂલ કરું છું કે નિયમશાસ્ત્ર સારું છે. તોપણ હું જે ચાહતો નથી એ કરું છું. ૧૭ એ ખરાબ કામો હું નહિ, પણ મારામાં રહેલું પાપ કરે છે.+ ૧૮ હું જાણું છું કે મારામાં, મારા પાપી શરીરમાં કંઈ જ સારું નથી. મારામાં સારું કરવાની ઇચ્છા તો છે, પણ હું એમ કરી શકતો નથી.+ ૧૯ જે સારું કરવાનું હું ચાહું છું એ હું કરતો નથી, પણ જે ખરાબ કરવાનું હું ચાહતો નથી એ હું કર્યા કરું છું. ૨૦ હું જે ચાહતો નથી એ કરું છું તો, એ કરનાર હું નથી પણ મારામાં રહેલું પાપ છે.
૨૧ એટલે મારા કિસ્સામાં આ નિયમ મને જોવા મળે છે: હું સારું કરવા ચાહું છું ત્યારે, મારું દિલ ખરાબ કરવા દોડી જાય છે.+ ૨૨ હું પૂરા દિલથી ઈશ્વરના નિયમને ચાહું છું.+ ૨૩ પણ મારા શરીરમાં હું બીજો એક નિયમ જોઉં છું. એ મારા મનના નિયમ સામે લડે છે+ અને મારા શરીરમાં રહેલા પાપના નિયમના બંધનમાં મને લાવે છે.+ ૨૪ હું કેવો લાચાર માણસ છું! મરણ તરફ લઈ જતા આ શરીરથી મને કોણ બચાવશે? ૨૫ આપણા માલિક ઈસુ ખ્રિસ્ત દ્વારા હું ઈશ્વરનો આભાર માનું છું! મારા મનથી હું ઈશ્વરના નિયમનો દાસ છું, પણ મારા શરીરથી હું પાપના નિયમનો દાસ છું.+