ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન: તારવાળાં વાજિંત્રો સાથે ગાવું. માસ્કીલ.* દાઉદનું ગીત.
૨ મને ધ્યાન આપો અને જવાબ આપો.+
હું ચિંતાઓમાં ડૂબી ગયો છું+
અને હેરાન-પરેશાન થઈ ગયો છું,
૩ કારણ કે દુશ્મનો મને ધમકી આપે છે
અને દુષ્ટો મારા પર જુલમ ગુજારે છે.
તેઓ મારા પર ઉપરા-છાપરી તકલીફો લાવે છે,
તેઓ ક્રોધે ભરાય છે અને મને નફરત કરે છે.+
૫ ડરના લીધે હું ધ્રૂજી ઊઠું છું
અને મને સખત કંપારી છૂટે છે.
૬ મને વિચાર આવે છે, “કાશ, મારી પાસે કબૂતર જેવી પાંખો હોત,
તો હું દૂર ઊડીને કોઈ સલામત જગ્યાએ ગયો હોત.
૮ મેં આંધી અને તોફાનથી દૂર,
કોઈ સલામત જગ્યાએ ઉતાવળે જઈને આશરો લીધો હોત.”
૯ હે યહોવા, તેઓને ગૂંચવણમાં નાખો, તેઓની બાજી પલટી નાખો,+
કારણ કે મેં શહેરમાં હિંસા અને લડાઈ જોઈ છે.
૧૦ રાત-દિવસ તેઓ* શહેરની દીવાલો પર આંટાફેરા મારે છે.
એ શહેરમાં ફક્ત દુષ્ટતા અને મુશ્કેલીઓ છે.+
૧૧ એમાં આફત જ આફત છે.
એના ચોકમાંથી જુલમ અને ઠગાઈ દૂર થતાં જ નથી.+
જો કોઈ વેરી મારી સામે થયો હોત,
તો હું તેનાથી સંતાઈ ગયો હોત.
૧૪ અમે દોસ્તીનો આનંદ માણતા હતા,
ટોળાઓ સાથે અમે ઈશ્વરના મંદિરે જતાં હતાં.
૧૫ મારા દુશ્મનોનો વિનાશ થાય,+
તેઓ જીવતેજીવ કબરમાં* ઊતરી જાય,
કેમ કે તેઓનાં ઘરમાં અને દિલમાં દુષ્ટતા ખદબદે છે.
૧૬ પણ હું યહોવાને પોકાર કરીશ,
તે મને બચાવશે.+
જેઓ સુધરવા માંગતા નથી,
તેઓને ઈશ્વરનો ડર નથી.+
૨૧ તેના શબ્દો માખણથી મુલાયમ છે,+
પણ તેના દિલમાં ઝેર ભરેલું છે.
તેના શબ્દો તેલથી લીસા છે,
પણ એ ધારદાર તલવારો જેવા છે.+
સાચા માર્ગે ચાલનારને તે ક્યારેય પડવા નહિ દે.+
૨૩ હે ભગવાન, દુષ્ટોને તમે ઊંડા ખાડામાં નાખી દેશો.+
ખૂની અને કપટી માણસો પોતાની અડધી જિંદગી પણ નહિ જોઈ શકે.+
પણ હું તો તમારા પર ભરોસો રાખીશ.