ગીતશાસ્ત્ર
દાઉદનું ગીત. માસ્કીલ.*
૩૨ સુખી છે એ માણસ, જેનો અપરાધ માફ થયો છે, જેનું પાપ ભૂંસી નાખવામાં* આવ્યું છે.+
૩ મારા પાપ વિશે હું ચૂપ રહ્યો ત્યારે, આખો દિવસ કણસી કણસીને મારાં હાડકાં ઓગળી ગયાં.+
૪ રાત-દિવસ તમારો હાથ* મારા પર ભારે હતો.+
ભરઉનાળામાં પાણીની વરાળ થાય તેમ મારી શક્તિ ચાલી ગઈ. (સેલાહ)
૫ આખરે મેં તમારી આગળ મારા પાપની કબૂલાત કરી.
મેં મારી ભૂલ છુપાવી નહિ.+
મેં કહ્યું: “હું યહોવા આગળ મારા અપરાધો કબૂલ કરીશ.”+
તમે મારી ભૂલો અને મારાં પાપ માફ કર્યાં.+ (સેલાહ)
પછી ભલે મુશ્કેલીઓનું પૂર ધસી આવે, તોપણ તેને જરાય આંચ નહિ આવે.
૭ તમે મારા માટે સંતાવાની જગ્યા છો.
તમે મને આફતોમાંથી ઉગારી લેશો.+
તમે મારી આસપાસ ઉદ્ધારનાં ગીતો ગવડાવશો.+ (સેલાહ)
૮ તમે કહ્યું: “હું તને સમજણ આપીશ અને તારે જે માર્ગે ચાલવું જોઈએ એ શીખવીશ.+
હું તારા પર નજર રાખીને તને સલાહ આપીશ.+
૯ ઘોડા કે ખચ્ચર જેવો ન થા, જેઓમાં અક્કલ નથી.+
તેઓના જુસ્સાને લગામ કે દોરડાથી કાબૂમાં લાવવો પડે છે,
તો જ તેઓ તારા વશમાં થાય છે.”
૧૧ હે નેક જનો, યહોવાને લીધે આનંદ કરો અને ખુશી મનાવો.
હે સાચા દિલના લોકો, તમે બધા ખુશીથી જયજયકાર કરો.