વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કોરીંથીઓ ૧૨
  • નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ કોરીંથીઓ મુખ્ય વિચારો

    • ૧૨

      • પાઊલે જોયેલાં દર્શનો (૧-૭ક)

      • પાઊલના “શરીરમાં કાંટો” (૭ખ-૧૦)

      • મહાન પ્રેરિતો કરતાં ઊતરતો નહિ (૧૧-૧૩)

      • કોરીંથીઓ માટે પાઊલની ચિંતા (૧૪-૨૧)

૨ કોરીંથીઓ ૧૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૮, પાન ૮

૨ કોરીંથીઓ ૧૨:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૮, પાન ૮

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૦૪, પાન ૩૦

    ૧૦/૧૫/૨૦૦૪, પાન ૮-૧૦

    ૭/૧૫/૨૦૦૦, પાન ૨૭

૨ કોરીંથીઓ ૧૨:૩

ફૂટનોટ

  • *

    “ત્રીજું સ્વર્ગ” અને “જીવનનો બાગ” આ શબ્દો પાઊલને બતાવવામાં આવેલા ભાવિ માટેના દર્શનને રજૂ કરે છે.

૨ કોરીંથીઓ ૧૨:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૮, પાન ૮

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૫, પાન ૮-૯

    ૭/૧/૨૦૦૮, પાન ૨૪

    ૧૦/૧૫/૨૦૦૪, પાન ૮-૧૦

    ૬/૧૫/૧૯૯૭, પાન ૫

૨ કોરીંથીઓ ૧૨:૭

ફૂટનોટ

  • *

    અથવા, “માર મારે છે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૯, પાન ૯

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૫/૨૦૧૯, પાન ૪

    ૧/૧/૨૦૦૭, પાન ૧૬

    ૯/૧/૨૦૦૬, પાન ૯

    ૮/૧/૨૦૦૫, પાન ૨૧-૨૨

    ૨/૧૫/૨૦૦૨, પાન ૧૩-૧૪

    ૩/૧/૨૦૦૦, પાન ૪

    ૬/૧/૧૯૯૭, પાન ૨૫

    ૧૧/૧/૧૯૯૦, પાન ૩૦

    આપણી રાજ્ય સેવા,

    ૫/૧૯૯૮, પાન ૧

    સજાગ બનો!,

    ૬/૮/૧૯૯૭, પાન ૧૧-૧૨

૨ કોરીંથીઓ ૧૨:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૯, પાન ૯

    ૧/૧/૨૦૦૭, પાન ૧૬

૨ કોરીંથીઓ ૧૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૨૦, પાન ૧૪-૧૯

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૯, પાન ૯

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૮, પાન ૯

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૭, પાન ૧૬-૧૭

    ૮/૧/૨૦૦૫, પાન ૨૧-૨૨

    ૨/૧૫/૨૦૦૨, પાન ૧૮-૧૯

    ૩/૧/૨૦૦૦, પાન ૪

    ૬/૧/૧૯૯૭, પાન ૨૫

    ૯/૧/૧૯૮૭, પાન ૧૦

    સજાગ બનો!,

    ૬/૮/૧૯૯૭, પાન ૧૧-૧૨

૨ કોરીંથીઓ ૧૨:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૨૦, પાન ૧૪-૧૯

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૮, પાન ૯

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૧૦, પાન ૨૨

    ૯/૧૫/૨૦૦૪, પાન ૧૩-૧૪

    ૯/૧/૧૯૮૬, પાન ૨૨

૨ કોરીંથીઓ ૧૨:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૧૯૯૭, પાન ૨૦

    ૧૦/૧/૧૯૯૬, પાન ૨૯

૨ કોરીંથીઓ ૧૨:૧૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    આપણી રાજ્ય સેવા,

    ૬/૨૦૦૭, પાન ૧

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૨૧

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૨-૨૩

૨ કોરીંથીઓ ૧૨:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૨/૧/૧૯૮૯, પાન ૧૦

૨ કોરીંથીઓ ૧૨:૨૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.
  • નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
  • નવી દુનિયા ભાષાંતર વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
૨ કોરીંથીઓ ૧૨:૧-૨૧

૨ કોરીંથીઓ

૧૨ ખરું કે બડાઈથી કોઈ ફાયદો નથી, પણ હું એમ કરીશ. હવે, હું દર્શનો અને પ્રભુના સંદેશાઓ વિશે વાત કરીશ. ૨ ખ્રિસ્તનો શિષ્ય હોય એવા એક માણસને હું જાણું છું, જેને ૧૪ વર્ષ પહેલાં ત્રીજા સ્વર્ગમાં લઈ જવામાં આવ્યો હતો; તેને શરીરમાં લઈ જવાયો હતો કે શરીર વગર એ હું નથી જાણતો, પણ ઈશ્વર જાણે છે. ૩ હા, હું એવા એક માણસને જાણું છું. તેને જીવનના બાગમાં* લઈ જવાયો હતો, શરીરમાં કે શરીર વગર એ હું નથી જાણતો, પણ ઈશ્વર જાણે છે. ૪ અને એ જીવનના બાગમાં તે માણસે એવા શબ્દો સાંભળ્યા, જે બોલી શકાય નહિ અને જે શબ્દો કોઈ માણસને બોલવાની છૂટ નથી. ૫ હું એ માણસ વિશે બડાઈ કરીશ, પણ મારી કમજોરીઓ સિવાય હું પોતાના વિશે બડાઈ નહિ કરું. ૬ જો હું બડાઈ કરવા ચાહું, તોપણ હું મૂર્ખ ગણાઈશ નહિ, કેમ કે હું સત્ય જ બોલીશ. પરંતુ, હું બડાઈ મારતો નથી, જેથી કોઈ માણસ મારામાં જે જુએ છે અને મારી પાસેથી જે સાંભળે છે, એના કરતાં મારા વધારે પડતા વખાણ કરે નહિ. ૭ મને આવાં અજોડ દર્શનો થયાં હોવાથી, કોઈ મારા વિશે વધારે પડતું ન વિચારે.

હું ફુલાઈ ન જાઉં એ માટે મને શરીરમાં કાંટો આપવામાં આવ્યો છે, જે શેતાનના દૂત તરીકે વર્તે છે અને મને થપ્પડ મારતો રહે છે,* જેથી હું વધારે પડતું અભિમાન ન કરું. ૮ એના વિશે મેં ત્રણ વાર પ્રભુને કાલાવાલા કર્યા, જેથી એ કાંટો મારામાંથી કાઢી નાખવામાં આવે. ૯ પરંતુ, તેમણે મને કહ્યું: “તારા માટે મારી અપાર કૃપા પૂરતી છે, કેમ કે તારી કમજોરીમાં મારી શક્તિ પૂર્ણ રીતે દેખાઈ આવે છે.” તો પછી, હું મારી કમજોરીઓ વિશે વધારે આનંદથી બડાઈ કરીશ, જેથી ખ્રિસ્તની શક્તિ મારા પર મંડપની જેમ રહે. ૧૦ તેથી, હું ખ્રિસ્ત માટે કમજોરી, અપમાન, તંગી, કસોટી અને મુશ્કેલી સહન કરવામાં આનંદ માણું છું. કેમ કે જ્યારે હું કમજોર હોઉં છું ત્યારે હું બળવાન હોઉં છું.

૧૧ હું મૂર્ખ બન્યો છું, પણ તમે મને એવા બનવાની ફરજ પાડી છે. તમારે તો મારી ભલામણ કરવી જોઈતી હતી, કેમ કે ભલે હું મામૂલી હોઉં, તોપણ હું તમારા મહાન પ્રેરિતો કરતાં જરાય ઊતરતો સાબિત થયો નથી. ૧૨ સાચે જ, ચમત્કારો, અદ્‍ભુત કાર્યો અને શક્તિશાળી કામોની સાથે ઘણી ધીરજથી મારા પ્રેરિત હોવાની તમને સાબિતીઓ મળી છે. ૧૩ તમે બાકીનાં મંડળો કરતાં કઈ રીતે પોતાને ઊતરતા ગણો છો, ફક્ત એ જ કે હું તમારા પર બોજ ન બન્યો? આ ભૂલ માટે મને માફ કરી દો.

૧૪ જુઓ! આ ત્રીજી વાર હું તમારી પાસે આવવા તૈયાર છું અને હું બોજ બનીશ નહિ. કેમ કે હું તમારી ચીજવસ્તુઓને નહિ, તમને મેળવવા ચાહું છું; બાળકો પોતાનાં માબાપ માટે બચત કરે એવી આશા રાખવામાં નથી આવતી, પણ માબાપ પોતાનાં બાળકો માટે બચત કરે એવી આશા રાખવામાં આવે છે. ૧૫ મારી વાત કરું તો, હું તમારા* માટે બધું ખુશીથી ખર્ચી નાખવા, અરે, પોતે પણ પૂરેપૂરો ખર્ચાઈ જવા તૈયાર છું. જો હું તમને આટલો બધો પ્રેમ કરતો હોઉં, તો મને શું એનાથી ઓછો પ્રેમ મળવો જોઈએ? ૧૬ ગમે એ હોય, મેં તમારા પર બોજો નાખ્યો નથી. તેમ છતાં, તમે કહો છો કે હું “કપટી” હતો અને તમને “ચાલાકીથી” ફસાવ્યા હતા. ૧૭ મેં જેઓને તમારી પાસે મોકલ્યા હતા, તેઓ દ્વારા શું મેં તમારો ફાયદો ઉઠાવ્યો છે? ૧૮ મેં તિતસને અરજ કરી અને તેની સાથે એક ભાઈને મોકલ્યો. શું તિતસે કોઈ રીતે તમારો લાભ ઉઠાવ્યો છે? શું અમે એક જ હેતુથી નથી વર્ત્યા? શું અમે એક જ માર્ગે નથી ચાલ્યા?

૧૯ શું તમે એવું વિચારો છો કે અમે તમારી આગળ બચાવમાં બોલીએ છીએ? અમે તો ખ્રિસ્તના શિષ્યો તરીકે ઈશ્વર આગળ એ બધું કહીએ છીએ. પરંતુ, વહાલા ભાઈઓ, અમે જે કંઈ કરીએ છીએ, એ તમને દૃઢ બનાવવા કરીએ છીએ. ૨૦ કેમ કે મને ડર છે કે હું આવું ત્યારે, જેવા તમને જોવા ચાહું છું, એવા તમે ન હો અને જેવો તમે મને જોવા ચાહો છો એવો હું ન હોઉં. મને ડર છે કે કદાચ તમારામાં ઝઘડા, અદેખાઈ, ક્રોધ, પક્ષાપક્ષી, નિંદા, ચાડી-ચુગલી, અભિમાનથી ફૂલાઈ જવું અને ધાંધલ-ધમાલ જોવા મળે. ૨૧ કદાચ એવું બને કે હું ફરીથી આવું ત્યારે, મારા ઈશ્વર મને તમારી આગળ શરમમાં નાખે; અને એવા ઘણાને લીધે મારે દુઃખી થવું પડે, જેઓએ પાપ કર્યાં હતાં પણ તેઓએ કરેલાં અશુદ્ધ કામો, વ્યભિચાર* અને બેશરમ કામોનો* હજુ પસ્તાવો કર્યો નથી.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો