૧૧ તેઓને જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “હું મારા સમ* ખાઈને કહું છું કે દુષ્ટ માણસના મોતથી મને જરાય ખુશી થતી નથી.+ પણ તે દુષ્ટ કામો છોડીને+ જીવતો રહે+ તો મને ઘણી ખુશી થાય છે. હે ઇઝરાયેલના લોકો, પાછા ફરો, તમારાં ખરાબ કામોમાંથી પાછા ફરો!+ તમે શું કામ મરવા માંગો છો?”’+
૯ યહોવા* પોતાનું વચન પૂરું કરવામાં મોડું કરતા નથી,+ પછી ભલેને કેટલાક લોકોને એવું લાગે. પણ તે તમારી સાથે ધીરજથી વર્તે છે, કેમ કે તે ચાહે છે કે કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.+