ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન: “ફૂલો”* ગીતના સૂર પ્રમાણે ગાવું. કોરાહના દીકરાઓનું ગીત.+ માસ્કીલ.* પ્રેમગીત.
૪૫ મારું દિલ ખુશખબરથી ઝૂમી ઊઠ્યું છે.
મારું ગીત એક રાજા વિશે છે.+
મારી જીભ સૌથી સારા લેખકની*+ કલમ+ જેવી થાય.
૨ મનુષ્યોમાં તું સૌથી વધારે દેખાવડો છે.
તારા હોઠે માયાળુ શબ્દો વહે છે.+
એટલે ઈશ્વર તારા પર હંમેશાં આશીર્વાદ વરસાવશે.+
૪ મહિમાવંત બનીને વિજય હાંસલ કર.+
તારા ઘોડા પર સવારી કર, નમ્ર લોકો માટે લડ, સત્ય અને ન્યાય માટે લડ.+
તારો જમણો હાથ અદ્ભુત કામો કરશે.
૫ તારાં બાણ તેજ છે; એ તારા દુશ્મનોના હૃદયની આરપાર ઊતરી જાય છે.+
લોકો તારી આગળ ઢળી પડે છે.+
૭ તું સચ્ચાઈને ચાહે છે+ અને દુષ્ટતાને ધિક્કારે છે,+
એટલે જ ઈશ્વરે, હા તારા ઈશ્વરે તેલથી તારો અભિષેક કર્યો+ અને તારા સાથીઓ કરતાં તને વધારે આનંદ આપ્યો.+
૮ તારાં કપડાં બોળ,* અગર* અને દાલચીનીની* સુગંધથી મહેકે છે.
હાથીદાંતના મહેલમાં તારવાળાં વાજિંત્રોનું મધુર સંગીત તને આનંદ આપે છે.
૯ તારા રાજદરબારની સ્ત્રીઓમાં રાજકુમારીઓ છે.
તારા જમણા હાથે ઓફીરના* સોનાથી+ શણગારેલી રાણી છે.
૧૦ મારી દીકરી સાંભળ, કાન દઈને સાંભળ અને ધ્યાન આપ.
તારા લોકોને અને તારા પિતાના ઘરને ભૂલી જા.
૧૧ તારી સુંદરતા રાજાનું મન મોહી લેશે.
તે તારા માલિક છે
માટે તેમને નમન કર.
૧૨ તૂરની દીકરી ભેટ-સોગાદ લઈને આવશે,
મોટા મોટા ધનવાનો તારી કૃપા મેળવવા આવશે.
૧૩ મહેલમાં રાજકુમારી રૂપ રૂપનો અંબાર છે,
તેનાં કપડાં સોનાના તારથી વણેલાં છે.
૧૪ ભરત ભરેલાં કપડાંમાં* તૈયાર થયેલી રાજકુમારીને રાજા આગળ લાવવામાં આવશે,
તેની પાછળ પાછળ ચાલતી કુંવારી સખીઓને પણ રાજા* આગળ લાવવામાં આવશે.
૧૫ ખુશી મનાવતા અને આનંદ કરતા તેઓને લાવવામાં આવશે,
તેઓ રાજાના મહેલમાં આવશે.
૧૬ તારા બાપદાદાઓની જગ્યાએ તારા દીકરાઓ આવશે.
તું તેઓને આખી પૃથ્વી પર આગેવાનો ઠરાવશે.+
૧૭ હું પેઢી દર પેઢી તારું નામ જણાવતો રહીશ.+
એટલે સદાને માટે લોકો તારી સ્તુતિ કરતા રહેશે.