ગીતશાસ્ત્ર
૨ તેમનાં ગીત ગાઓ,* તેમની સ્તુતિ કરો.
તેમનાં બધાં અજાયબ કામો પર મનન કરો.*+
૩ તેમના પવિત્ર નામને લીધે ગર્વ કરો.+
યહોવાની ભક્તિ કરનારાનાં દિલ ખુશીથી ઝૂમી ઊઠો.+
૪ યહોવાનું માર્ગદર્શન શોધો+ અને તેમની શક્તિ માંગો.
તેમની કૃપા માટે વિનંતી કરો.
૫ તેમણે કરેલાં શાનદાર કામો,
ચમત્કારો અને તેમણે જાહેર કરેલા ન્યાયચુકાદાઓ યાદ કરો.+
૭ યહોવા જ આપણા ઈશ્વર છે.+
તેમના ન્યાયચુકાદાઓની અસર આખી પૃથ્વી પર થાય છે.+
૧૦ એ તેમણે યાકૂબને નિયમ તરીકે
અને ઇઝરાયેલને કાયમી કરાર તરીકે આપ્યો હતો.
૧૨ તેઓની સંખ્યા ઘણી ઓછી,+ હા, ઘણી જ ઓછી હતી
અને તેઓ એ દેશમાં પરદેશી હતા+ ત્યારે ઈશ્વરે એ કહ્યું હતું.
૧૩ તેઓ એક પ્રજાથી બીજી પ્રજામાં,
એક રાજ્યથી બીજા રાજ્યમાં ફરતા હતા.+
૧૪ ઈશ્વરે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ.+
પણ તેઓના કારણે તેમણે રાજાઓને સજા આપી.+
૧૬ એ દેશ પર તે દુકાળ લઈ આવ્યા.+
તેમણે તેઓનો રોટલીનો આધાર તોડી નાખ્યો.*
૧૭ તેમણે એક માણસને, યૂસફને તેઓ પહેલાં મોકલ્યો,
જેને ગુલામ તરીકે વેચી દેવામાં આવ્યો હતો.+
૧૮ તેઓએ તેના પગમાં બેડીઓ પહેરાવી.+
તેના ગળે સાંકળ બાંધી.
૨૦ રાજાએ તેને છોડી મૂકવા માણસો મોકલ્યા.+
લોકોના એ શાસકે તેને આઝાદ કર્યો.
૨૧ રાજાએ તેને પોતાના આખા ઘરનો અધિકારી બનાવ્યો,
તેને પોતાની બધી માલ-મિલકત પર ઉપરી ઠરાવ્યો,+
૨૨ જેથી તે પોતાની મરજી પ્રમાણે રાજવીઓ પર સત્તા ચલાવે
અને વડીલોને સમજણ આપે.+
૨૩ પછી ઇઝરાયેલ ઇજિપ્તમાં આવ્યો+
અને યાકૂબ હામના દેશમાં પરદેશી તરીકે રહ્યો.
૨૪ ઈશ્વરે પોતાના લોકોમાં ઘણો વધારો કર્યો.+
તેમણે તેઓને વેરીઓ કરતાં બળવાન બનાવ્યા.+
૨૫ તેમણે વેરીઓનાં દિલમાં પોતાના લોકો માટે નફરત વધવા દીધી
અને પોતાના સેવકો વિરુદ્ધ તેઓને કાવતરું ઘડવા દીધું.+
૨૭ તેઓએ ઇજિપ્તના લોકોને ચમત્કારો બતાવ્યા
અને હામના દેશમાં ચમત્કારો કર્યા.+
૨૮ તેમણે અંધારું મોકલ્યું અને દેશ પર અંધકાર છવાઈ ગયો.+
તેઓએ* તેમની વાતનો વિરોધ કર્યો નહિ.
૨૯ તેમણે દેશનું પાણી લોહીમાં ફેરવી નાખ્યું
અને તેઓની માછલીઓ મારી નાખી.+
૩૦ તેઓના દેશમાં દેડકાં જ દેડકાં દેખાવાં લાગ્યાં.+
અરે, મહેલના ઓરડાઓમાં પણ એ ઘૂસી ગયાં.
૩૨ તેમણે તેઓના વરસાદને કરામાં ફેરવી નાખ્યો.
તેઓના દેશમાં વીજળી મોકલી.+
૩૩ તેમણે તેઓનાં દ્રાક્ષાવેલાઓ અને અંજીરીઓ તોડી પાડ્યાં.
તેઓના વિસ્તારનાં વૃક્ષો ઉજ્જડ કરી નાખ્યાં.
૩૪ તેમના કહેવાથી તીડો ઊતરી આવ્યાં
અને તીડોનાં અગણિત બચ્ચાં ધસી આવ્યાં.+
૩૫ તેઓ દેશની લીલોતરી સફાચટ કરી ગયાં,
ધરતીની ઊપજ હજમ કરી ગયાં.
૩૬ પછી તેમણે દેશના બધા પ્રથમ જન્મેલાને મારી નાખ્યા,+
હા, તેઓ બધાનું પહેલું જન્મેલું બાળક મારી નાખ્યું.*
૩૭ તે પોતાના લોકોને પુષ્કળ સોના-ચાંદી સાથે બહાર કાઢી લાવ્યા.+
તેમનાં કુળોમાં કોઈએ ઠોકર ખાધી નહિ.
૩૮ તેઓના જવાથી ઇજિપ્તના લોકો બહુ ખુશ થયા,
કેમ કે ઇઝરાયેલનો ડર તેઓ પર છવાઈ ગયો હતો.+
૪૦ તેઓના માંગવાથી તે લાવરીઓ* લાવ્યા.+
તેમણે આકાશમાંથી રોટલી આપીને તેઓનું પેટ ભર્યું.+
૪૧ તેમણે ખડક તોડ્યો અને એમાંથી પાણી નીકળ્યું.+
એ પાણી રણમાં નદીની જેમ વહેવા લાગ્યું.+
૪૨ તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને આપેલું પવિત્ર વચન યાદ રાખ્યું.+
૪૩ તે પોતાના લોકોને, પોતાના પસંદ કરેલાઓને બહાર કાઢી લાવ્યા.+
તેઓ હર્ષનાદ કરતાં કરતાં આનંદના પોકાર સાથે નીકળી આવ્યા.
૪૪ તેમણે તેઓને બીજી પ્રજાઓના દેશો આપી દીધા.+
અને તેમના નિયમો પાળે.
યાહનો જયજયકાર કરો!*