પહેલો રાજાઓ
૬ સુલેમાન ઇઝરાયેલનો રાજા બન્યો એ પછીના ચોથા વર્ષે, ઝીવ*+ મહિનામાં (એટલે કે બીજા મહિનામાં) તેણે યહોવાનું મંદિર* બાંધવાનું શરૂ કર્યું.+ ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી બહાર નીકળ્યા+ એનું આ ૪૮૦મું વર્ષ હતું. ૨ રાજા સુલેમાને યહોવા માટે જે મંદિર બાંધ્યું, એ ૬૦ હાથ* લાંબું, ૨૦ હાથ પહોળું અને ૩૦ હાથ ઊંચું હતું.+ ૩ મંદિરની આગળની પરસાળ+ ૨૦ હાથ લાંબી હતી, એટલે કે મંદિરની પહોળાઈ જેટલી હતી. મંદિર આગળની પરસાળ દસ હાથ લાંબી હતી.
૪ તેણે મંદિર માટે બારીઓ બનાવી, જે બહારથી સાંકડી અને અંદરથી પહોળી હતી.+ ૫ તેણે મંદિરની દીવાલને અડીને બાંધકામ કર્યું. એ મંદિરની દીવાલો ફરતે હતું,* એટલે કે પવિત્ર સ્થાન* અને પરમ પવિત્ર સ્થાન*+ ફરતે હતું. તેણે દીવાલો ફરતે ઓરડીઓ બનાવી.+ ૬ સૌથી નીચેની ઓરડીઓ પાંચ હાથ પહોળી, વચલા માળની ઓરડીઓ છ હાથ પહોળી અને ત્રીજા માળની ઓરડીઓ સાત હાથ પહોળી હતી. તેણે મંદિરની દીવાલો પર ખાંચા બનાવીને ભારોટિયા ટેકવ્યા હતા, જેથી દીવાલમાં બખોલ કરવી ન પડે.+
૭ તેણે મંદિર બાંધવા માટે ખાણમાંથી કાપીને તૈયાર કરેલા પથ્થરો વાપર્યા હતા.+ તેથી બાંધકામ વખતે હથોડા, કુહાડીઓ કે કોઈ પણ લોઢાનાં ઓજારોનો અવાજ સંભળાતો ન હતો. ૮ સૌથી નીચેની ઓરડીઓનું પ્રવેશદ્વાર મંદિરની દક્ષિણે* હતું.+ ગોળાકાર સીડીથી વચલા માળ પર જવાતું અને વચલા માળથી ત્રીજા માળ પર જવાતું. ૯ તે મંદિરનું બાંધકામ કરતો રહ્યો અને એને પૂરું કર્યું.+ તેણે દેવદારનાં લાકડાંના ભારોટિયા અને હારબંધ પાટિયાં+ ગોઠવીને મંદિરની છત બનાવી. ૧૦ તેણે મંદિરની બધી બાજુએ ઓરડીઓ બનાવી,+ દરેકની ઊંચાઈ પાંચ હાથ હતી. એ ઓરડીઓને દેવદારનાં લાકડાંથી મંદિર સાથે જોડવામાં આવી હતી.
૧૧ એ દરમિયાન, સુલેમાનને યહોવાનો આ સંદેશો મળ્યો: ૧૨ “જો તું મારા નીતિ-નિયમો અને કાનૂનો પાળીશ તથા મારી બધી આજ્ઞાઓ પ્રમાણે ચાલીશ,+ તો જે મંદિર તું બાંધી રહ્યો છે એ વિશે તારા પિતા દાઉદને આપેલું વચન હું પૂરું કરીશ.+ ૧૩ હું ઇઝરાયેલીઓની વચ્ચે રહીશ+ અને મારી ઇઝરાયેલી પ્રજાને ત્યજી દઈશ નહિ.”+
૧૪ સુલેમાને મંદિરનું બાંધકામ પૂરું કર્યું. ૧૫ તેણે મંદિરની અંદરની દીવાલો દેવદારનાં પાટિયાંથી બનાવી. ભોંયતળિયાથી લઈને ઉપરની છત સુધી તેણે દીવાલો પર લાકડાંનાં પાટિયાં જડ્યાં. તેણે મંદિરના ભોંયતળિયે ગંધતરુનાં* પાટિયાં લગાવ્યાં.+ ૧૬ મંદિરના પાછલા ભાગમાં તેણે ૨૦ હાથ લાંબો એક ઓરડો બનાવ્યો. એ વિભાગ ભોંયતળિયાથી લઈને છત સુધી દેવદારનાં પાટિયાં લગાડી અલગ પાડેલો હતો. આમ, તેણે એની* અંદર પરમ પવિત્ર સ્થાન+ બનાવ્યું. ૧૭ એની આગળનો ભાગ, એટલે કે મંદિરનો*+ આગલો ભાગ ૪૦ હાથ લાંબો હતો. ૧૮ મંદિરની અંદર દેવદારનાં લાકડાં પર જંગલી તડબૂચ+ અને ખીલેલાં ફૂલોની+ કોતરણી કરી હતી. બધે જ દેવદારનાં પાટિયાં જડેલાં હતાં અને એકેય પથ્થર દેખાતો ન હતો.
૧૯ તેણે મંદિરના પાછલા ભાગમાં યહોવાનો કરારકોશ+ મૂકવા પરમ પવિત્ર સ્થાન+ તૈયાર કર્યું.* ૨૦ પરમ પવિત્ર સ્થાન ૨૦ હાથ લાંબું, ૨૦ હાથ પહોળું અને ૨૦ હાથ ઊંચું હતું.+ તેણે એને ચોખ્ખા સોનાથી મઢ્યું. તેણે દેવદારનાં લાકડાંથી વેદીને મઢી.+ ૨૧ એ જ પ્રમાણે સુલેમાને મંદિરને અંદરથી ચોખ્ખા સોનાથી મઢ્યું.+ સોનાથી મઢેલા પરમ પવિત્ર સ્થાન+ આગળ તેણે સોનાની સાંકળો લગાવી. ૨૨ તેણે આખા મંદિરને સોનાથી મઢ્યું. પરમ પવિત્ર સ્થાન પાસેની આખી વેદીને+ પણ તેણે સોનાથી મઢી.
૨૩ તેણે પરમ પવિત્ર સ્થાનમાં ચીડનાં લાકડાંમાંથી* દસ હાથ ઊંચા+ બે કરૂબો*+ બનાવ્યા. ૨૪ કરૂબની એક પાંખ પાંચ હાથ લાંબી અને બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી. એક પાંખના છેડાથી બીજી પાંખના છેડાની લંબાઈ દસ હાથ હતી. ૨૫ બીજા કરૂબની બે પાંખો વચ્ચેની લંબાઈ પણ દસ હાથ હતી. બંને કરૂબો કદ અને આકારમાં સરખા હતા. ૨૬ બંને કરૂબોની ઊંચાઈ દસ દસ હાથ હતી. ૨૭ તેણે કરૂબોને+ મંદિરના અંદરના વિભાગમાં* મૂક્યા. કરૂબોની પાંખો એવી રીતે ફેલાયેલી હતી કે એક કરૂબની પાંખ એક દીવાલને અડતી અને બીજાની પાંખ બીજી દીવાલને અડતી. મંદિરની વચ્ચે બંને કરૂબોની પાંખો એકબીજાને અડતી હતી. ૨૮ તેણે કરૂબોને સોનાથી મઢ્યા.
૨૯ તેણે મંદિરનાં પરમ પવિત્ર સ્થાન અને પવિત્ર સ્થાનની બધી દીવાલો પર ચારે બાજુ કરૂબો,+ ખજૂરીઓ+ અને ખીલેલાં ફૂલોની+ કોતરણી કરી. ૩૦ મંદિરનાં પરમ પવિત્ર સ્થાન અને પવિત્ર સ્થાનના ભોંયતળિયાને પણ તેણે સોનાથી મઢ્યું. ૩૧ પરમ પવિત્ર સ્થાનમાં* જવા તેણે ચીડનાં લાકડાંનાં દરવાજા, થાંભલીઓ અને બારસાખ બનાવ્યાં, જે દીવાલના પાંચમા ભાગ જેટલા હતા.* ૩૨ પ્રવેશદ્વારના બંને દરવાજા ચીડનાં લાકડાંના હતા. એના પર તેણે કરૂબો, ખજૂરીઓ અને ખીલેલાં ફૂલોની કોતરણી કરીને એને સોનાથી મઢ્યા. કરૂબો અને ખજૂરીઓ પર સોનું ટીપી ટીપીને લગાવવામાં આવ્યું હતું. ૩૩ મંદિરના* પ્રવેશદ્વાર માટે પણ તેણે એવી જ રીતે ચીડનાં લાકડાંની બારસાખ બનાવી, જે દીવાલના ચોથા ભાગ જેટલી હતી.* ૩૪ ગંધતરુનાં લાકડાંમાંથી તેણે બે દરવાજા બનાવ્યા, જે ધરી પર ફરી શકે. દરેક દરવાજાને બે પાંખિયાં હતાં, જે મિજાગરેથી વળી શકતાં હતાં.+ ૩૫ તેણે દરવાજા પર કરૂબો, ખજૂરીઓ અને ખીલેલાં ફૂલોની કોતરણી કરી અને એના પર સોનાનાં પતરાં જડ્યાં.
૩૬ તેણે અંદરના આંગણા*+ ફરતે દીવાલ બનાવી. એ દીવાલમાં ઘડેલા પથ્થરોના એક પર એક એમ ત્રણ થર અને દેવદારના પાટિયાનો એક થર હતો.+
૩૭ સુલેમાનના રાજના ચોથા વર્ષે, ઝીવ મહિનામાં યહોવાના મંદિરનો પાયો નાખવામાં આવ્યો.+ ૩૮ તેના રાજના ૧૧મા વર્ષે, બુલ* મહિનામાં (એટલે કે આઠમા મહિનામાં) મંદિરનું બાંધકામ એની બધી વિગતો અને નકશા પ્રમાણે પૂરું થયું.+ આમ તેને મંદિર બાંધતાં સાત વર્ષ લાગ્યાં.