યશાયા
૨૬ એ દિવસે યહૂદા દેશમાં+ આ ગીત ગાવામાં આવશે:+
“અમારું શહેર મજબૂત છે.+
ઈશ્વર* એની દીવાલો અને એના ઢોળાવોથી ઉદ્ધાર કરે છે.+
૨ દરવાજા ખોલો,+ જેથી સાચા માર્ગે ચાલનારી પ્રજા અંદર આવે.
એ પ્રજા વફાદારીથી વર્તે છે.
૩ તમારા પર પૂરેપૂરો આધાર રાખનારાને* તમે સલામત રાખશો.
૫ તેમણે ઊંચાઈએ આવેલા શહેરને, હા, ઊંચાણમાં રહેનારાઓને નીચા નમાવ્યા છે.
એ શહેરને તે નીચે લાવે છે,
એને ભૂમિ સુધી નીચે પાડે છે.
તે એને ધૂળ ચાટતું કરી દે છે.
૬ એ પગ નીચે ખૂંદાશે,
દીન-દુખિયાના પગ નીચે કચડાશે.”
૭ નેક માણસનો માર્ગ સીધો* હોય છે.
તમે સાચા હોવાથી
નેક માણસનો રસ્તો સીધો બનાવશો.
૮ હે યહોવા, તમારા ઇન્સાફને માર્ગે ચાલીએ તેમ,
અમે તમારા પર આશા રાખીએ છીએ.
અમને તમારું નામ ખૂબ વહાલું છે અને એ યાદ રાખીશું.*
નેક લોકોના દેશમાં પણ તે દુષ્ટ કામો કરશે.+
તે યહોવાનું ગૌરવ જોશે નહિ.+
૧૧ હે યહોવા, તમારો હાથ ઉગામેલો છે, પણ દુષ્ટો એ જોતા નથી.+
તેઓ તમારા લોકો માટેની તમારી ધગશ જોઈને શરમાશે.
હા, તમારો અગ્નિ વેરીઓને ભસ્મ કરી નાખશે.
૧૨ હે યહોવા, તમે અમને સુખ-શાંતિ આપશો.+
અમે જે કંઈ કર્યું છે,
એ તમારી મહેરબાનીથી જ કર્યું છે.
૧૩ હે યહોવા અમારા ઈશ્વર, તમારા સિવાય બીજા માલિકોએ અમારા પર રાજ કર્યું છે,+
પણ અમે તો તમારું જ નામ જાહેર કરીએ છીએ.+
૧૪ તેઓ મરેલા છે, તેઓ જીવશે નહિ.
તેઓ લાચાર છે, તેઓ ઊઠશે નહિ.+
તમે તેઓની સામે પગલાં લીધાં અને તેઓનો સંહાર કર્યો છે,
તમે તેઓનું નામનિશાન મિટાવી દીધું છે.
૧૫ હે યહોવા, તમે પ્રજામાં વધારો કર્યો છે,
તમે પ્રજામાં ઉમેરો કર્યો છે.
તમે પોતાને મોટા મનાવ્યા છે.+
તમે દેશની બધી સીમાઓ દૂર દૂર સુધી ફેલાવી છે.+
૧૬ હે યહોવા, આફતના સમયે તેઓ તમારી તરફ પાછા ફર્યા.
તમે સજા કરી ત્યારે, તેઓએ પ્રાર્થનામાં હૈયું ઠાલવ્યું.+
૧૭ હે યહોવા, એ સજાને લીધે અમારી હાલત એવી છે,
જાણે ગર્ભવતી સ્ત્રી જન્મ આપવાની તૈયારીમાં હોય,
પીડા અને વેદનાને લીધે બૂમો પાડતી હોય.
૧૮ અમે ગર્ભ ધારણ કર્યો, અમને જન્મ આપવાની પીડા થઈ,
પણ અમે જાણે પવનને જન્મ આપ્યો.
અમે દેશનો કંઈ ઉદ્ધાર કર્યો નહિ,
દેશમાં રહેવા માટે કોઈનો જન્મ થયો નહિ.
૧૯ “તમારા ગુજરી ગયેલાઓ જીવશે.
ઓ ધૂળમાં રહેનારાઓ,+
તમે જાગો અને આનંદથી પોકારી ઊઠો!
તમને તાજગી આપતું ઝાકળ સવારના ઝાકળ* જેવું છે.
ગુજરી ગયેલા લોકો જીવતા થાય એ માટે ધરતી તેઓને બહાર કાઢશે.
કોપ પૂરો થાય ત્યાં સુધી
થોડી વાર સંતાઈ રહો.+
૨૧ જુઓ! યહોવા પોતાની જગ્યાએથી આવે છે.
દેશના લોકોનાં પાપનો હિસાબ લેવા તે આવે છે.
દેશ પોતાના પર રેડાયેલું લોહી ખુલ્લું પાડશે,
પોતાનામાં કતલ થયેલાઓને હવે છુપાવી નહિ રાખે.”