ગીતશાસ્ત્ર
સુલેમાન વિશે.
૭૨ હે ઈશ્વર, રાજાને તમારા નીતિ-નિયમો શીખવો,
રાજાના દીકરાને તમારા ખરા માર્ગે ચાલવાનું વરદાન આપો.+
૩ ઓ પર્વતો, લોકો માટે શાંતિ લઈ આવો,
ઓ ટેકરીઓ, સત્યનો પ્રકાશ ફેલાવો.
૧૦ તાર્શીશ અને ટાપુઓના રાજાઓ વેરો ભરશે.+
શેબા અને સેબાના રાજાઓ ભેટ-સોગાદો લાવશે.+
૧૧ બધા રાજાઓ તેમની આગળ નમન કરશે
અને બધી પ્રજાઓ તેમની સેવા કરશે.
૧૨ મદદનો પોકાર કરનાર ગરીબને તે છોડાવશે,
લાચાર અને નિરાધારને તે બચાવશે.
૧૩ દીન-દુખિયાઓને તે કરુણા બતાવશે,
ગરીબનો તે જીવ બચાવશે.
૧૪ તે તેઓને જુલમ અને હિંસામાંથી છોડાવશે,
તેઓનું લોહી તેમની નજરમાં અનમોલ ગણાશે.
૧૫ તે જુગ જુગ જીવે અને તેમને શેબાનું સોનું આપવામાં આવે.+
તેમના માટે સતત પ્રાર્થના કરવામાં આવે,
આખો દિવસ તેમના પર આશીર્વાદો વરસે.
લબાનોનની જેમ રાજાના બાગ-બગીચાનાં ફળો લચી પડશે.+
ધરતી પરના ઘાસની જેમ શહેરોમાં લોકો વધશે.+
તેમનાથી લોકોને આશીર્વાદ મળે,+
બધી પ્રજાઓ તેમને સુખી જાહેર કરે.
આમેન અને આમેન.
૨૦ અહીં યિશાઈના દીકરા દાઉદની પ્રાર્થનાઓ પૂરી થાય છે.+