નીતિવચનો
૬ મારું સાંભળો, કેમ કે હું મહત્ત્વની વાત કહું છું,
મારા હોઠ સાચી વાત બોલે છે.
૭ હું ધીમે ધીમે સત્યની વાત કહું છું,
મારા હોઠ ખરાબ વાતો ધિક્કારે છે.
૮ મારા મુખમાંથી નીકળતી બધી વાતો સાચી છે,
એકેય વાત જૂઠી કે કપટી નથી.
૯ સમજુ લોકો માટે એ વાતો સ્પષ્ટ છે,
જેઓને જ્ઞાન મળ્યું છે, તેઓ માટે એ વાતો સાચી છે.
૧૦ ચાંદીને બદલે મારી શિસ્ત* સ્વીકારો,
ઉત્તમ સોનાને બદલે મારું જ્ઞાન સ્વીકારો,+
૧૧ કેમ કે કીમતી પથ્થરો* કરતાં બુદ્ધિ વધારે સારી,
મૂલ્યવાન વસ્તુઓ પણ એની તોલે ન આવી શકે.
૧૩ યહોવાનો ડર એટલે દુષ્ટતાનો ધિક્કાર કરવો.+
હું અભિમાન, ઘમંડ,+ દુષ્ટ માર્ગો અને જૂઠી વાતોને ધિક્કારું છું.+
૧૬ મારી મદદથી અધિકારીઓ અધિકાર ચલાવે છે
અને આગેવાનો અદ્દલ ઇન્સાફ કરે છે.
૧૯ મારી ભેટ સોના કરતાં, હા, ચોખ્ખા સોના કરતાં વધારે સારી છે,
મારી બક્ષિસ ઉત્તમ ચાંદી કરતાં વધારે સારી છે.+
૨૦ હું સાચા માર્ગમાં ચાલું છું,
હું ન્યાયના માર્ગમાં વચ્ચોવચ ચાલું છું.
૨૧ મને પ્રેમ કરનારાઓને હું કીમતી વારસો આપું છું
અને તેઓના ભંડારો ભરી દઉં છું.
૨૨ ઘણા સમય પહેલાં યહોવાએ મારું સર્જન કર્યું,+
તેમણે સૃષ્ટિમાં સૌથી પહેલા મને બનાવી,
હું તેમના હાથની સૌથી પહેલી કારીગરી છું.+
૨૫ પર્વતોને એની જગ્યાએ મૂકવામાં આવ્યા એ પહેલાં,
ટેકરીઓને સ્થિર કરવામાં આવી એ પહેલાં મારો જન્મ થયો હતો.
૨૬ એ સમયે તેમણે પૃથ્વી અને મેદાનો બનાવ્યાં ન હતાં,
અરે, માટીનું ઢેફું પણ બનાવ્યું ન હતું!
૨૭ તેમણે આકાશો બનાવ્યાં+ ત્યારે હું ત્યાં હતી.
જ્યારે તેમણે પાણીની સપાટી પર ક્ષિતિજ બનાવી,*+
૨૮ જ્યારે તેમણે ઉપર વાદળો મૂક્યાં*
અને ઊંડા પાણીનાં ઝરણાં બનાવ્યાં,
૨૯ જ્યારે તેમણે સમુદ્ર માટે નિયમ ઠરાવ્યો,
જેથી એનાં મોજાં હદ* ઓળંગે નહિ,+
જ્યારે તેમણે પૃથ્વીના પાયા નાખ્યા,
૩૨ મારા દીકરાઓ, મારું સાંભળો,
કેમ કે મારા માર્ગો પર ચાલનાર લોકો સુખી છે.
૩૪ સુખી છે એ માણસ, જે મારું સાંભળે છે,
જે રોજ મારા દરવાજે આવીને વહેલી સવારે ઊભો રહે છે
અને મારા ઘરના બારણે મારી રાહ જુએ છે.
૩૬ પણ જે મારો નકાર કરે છે, તે પોતાનું જ નુકસાન કરે છે.
જે મને નફરત કરે છે, તે મોતને ચાહે છે.”+