ઑક્ટોબર—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
ઑક્ટોબર ૩-૯
બાઇબલમાં રહેલો ખજાનો | નીતિવચનો ૧-૬
“યહોવા પર પૂરા દિલથી ભરોસો રાખો”
(નીતિવચનો ૩:૧-૪) મારા દીકરા, મારું શિક્ષણ વિસરી ન જા; તારા હૃદયે મારી આજ્ઞાઓને સંઘરી રાખવી; ૨ કેમ કે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાનાં વર્ષો તથા શાંતિની વૃદ્ધિ આપશે. ૩ કૃપા તથા સત્ય તારો ત્યાગ ન કરો; તેઓને તારે ગળે બાંધ; તેઓને તારા હૃદયપટ પર લખી રાખ; ૪ તેથી તું ઈશ્વર તથા માણસની નજરમાં કૃપા તથા સુકીર્તિ પામશે.
યહોવાહ દેવના મિત્ર બનીએ
“તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે,” શિષ્ય યાકૂબે લખ્યું. (યાકૂબ ૪:૮) ગીતકર્તા દાઊદે કહ્યું: “યહોવાહનો મર્મ તેના ભક્તોની પાસે છે.” (ગીતશાસ્ત્ર ૨૫:૧૪) હા, યહોવાહ ચાહે છે કે આપણે તેમના મિત્ર બનીએ. જોકે, દેવના નિયમો પાળનારા બધા જ ઉપાસકો તેમની નજીક હોવાનું અનુભવતા નથી.
તમારા વિષે શું? શું તમે દેવના મિત્ર છો? તમે જરૂર દેવના મિત્ર બનવા ચાહતા હશો. પરંતુ, કઈ રીતે આપણે દેવ સાથે મૈત્રી બાંધી શકીએ? આપણા માટે એનો અર્થ શું થાય છે? નીતિવચનનો ત્રીજો અધ્યાય આપણને એ જણાવે છે.
કૃપા અને સત્યતાથી જીવો
ઈસ્રાએલના રાજા સુલેમાને નીતિવચનના ત્રીજા અધ્યાયની શરૂઆત આ શબ્દોથી કરી: “મારા દીકરા, મારૂં શિક્ષણ વિસરી ન જા; તારા હૃદયે મારી આજ્ઞાઓને સંઘરી રાખવી; કેમકે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાનાં વર્ષો તથા શાંતિની વૃદ્ધિ આપશે.” (નીતિવચન ૩:૧, ૨) સુલેમાને દેવની પ્રેરણાથી એ લખ્યું. તેથી, કોઈ પિતા જાણે આપતા હોય એવી આ સલાહ યહોવાહ દેવ પાસેથી આવે છે. બાઇબલમાં નોંધવામાં આવેલી દેવની સૂચનાઓ, એટલે કે તેમના નિયમો, અથવા શિક્ષણ અને તેમની આજ્ઞાઓ પ્રમાણે જીવવા અહીં આપણને ઉત્તેજન આપવામાં આવ્યું છે. આમ કરીશું તો, આપણને “દીર્ઘાયુષ્ય, આવરદાનાં વર્ષો તથા શાંતિની વૃદ્ધિ” મળશે. હા, દુષ્ટના માર્ગમાં ચાલવાથી આપણું અકાળે મોત થઈ શકે છે. તેમ જ, તેઓના માર્ગમાં ન ચાલવાથી હમણાં પણ આપણે શાંતિપૂર્ણ જીવનનો આનંદ માણી શકીએ છીએ. વળી, આપણે શાંતિપૂર્ણ નવી દુનિયામાં હંમેશા જીવવાની આશા રાખી શકીએ.—નીતિવચન ૧:૨૪-૩૧; ૨:૨૧, ૨૨.
સુલેમાને આગળ કહ્યું: “કૃપા તથા સત્ય તારો ત્યાગ ન કરો; તેઓને તારે ગળે બાંધ; તેઓને તારા હૃદયપટ પર લખી રાખ; તેથી તું દેવ તથા માણસની નજરમાં કૃપા તથા સુકીર્તિ પામશે.”—નીતિવચન ૩:૩, ૪.
મૂળ ભાષામાં “કૃપા” શબ્દનું ભાષાંતર, “વફાદાર પ્રેમ” પણ થાય છે, જેમાં પ્રમાણિકતા, એકતા અને વફાદારી સમાયેલા છે. ભલે ગમે એ થાય છતાં, શું આપણે યહોવાહ દેવને વળગી રહીશું? શું આપણે ભાઈ-બહેનોને કૃપા બતાવીએ છીએ? શું આપણે તેમના દોસ્ત બનવાનો પ્રયત્ન કરીએ છીએ? તેઓ સાથેના સંબંધમાં મુશ્કેલી ઊભી થાય છતાં, શું આપણી “જીભનો નિયમ માયાળુપણું” રહે છે?—નીતિવચન ૩૧:૨૬.
યહોવાહ ખૂબ જ કૃપાળુ હોવાથી, તે “ક્ષમા કરવાને તત્પર છે.” (ગીતશાસ્ત્ર ૮૬:૫) આપણાં પાપનો પસ્તાવો કરીને, આપણે સત્યના માર્ગે ચાલીશું તો, ખરેખર યહોવાહ દેવ તરફથી “તાજગીના સમયો” આવશે. (પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૯) શું આપણા દેવનું અનુકરણ કરીને, આપણે બીજાઓનાં પાપ માફ કરવાં ન જોઈએ?—માત્થી ૬:૧૪, ૧૫.
યહોવાહ “સત્યના દેવ” હોવાથી, તેમના મિત્રો થવા ચાહનારાઓ પાસેથી તે ‘સચ્ચાઈ’ ચાહે છે. (ગીતશાસ્ત્ર ૩૧:૫) ‘દુરાચારી માણસો’ બહુરૂપી હોય છે. તેઓ પોતાની અસલિયત સંતાડે છે. જો આપણે ખ્રિસ્તી ભાઈ-બહેનો સાથે એક રીતે અને તેઓ સાથે ન હોઈએ ત્યારે જુદી જ રીતે વર્તીશું, તો શું આપણે પણ ઢોંગી નથી? એમ હોય તો, શું યહોવાહ આપણા મિત્ર બનશે? (ગીતશાસ્ત્ર ૨૬:૪) ખરેખર, એમ કરવું મૂર્ખાઈ હશે, કેમ કે યહોવાહની નજરમાં “કોઈ પણ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી”!—હેબ્રી ૪:૧૩.
કૃપા અને સચ્ચાઈ અમૂલ્ય હાર જેવા છે, જેને ‘આપણા ગળે બાંધીએ,’ કેમ કે એ આપણને “દેવ તથા માણસની નજરમાં કૃપા” પામવા મદદ કરે છે. આપણે આ ગુણોનો દેખાડો જ ન કરવો જોઈએ. પરંતુ, એને ‘આપણા હૃદયપટ પર લખવાની’ જરૂર છે, જેથી એ જીવનનો ભાગ બની જાય.
યહોવાહમાં પૂરેપૂરો ભરોસો રાખો
શાણા રાજા આગળ કહે છે: “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.”—નીતિવચન ૩:૫, ૬.
ખરેખર, યહોવાહમાં જ પૂરેપૂરો ભરોસો રાખી શકાય. તે ઉત્પન્નકર્તા હોવાથી “મહા સમર્થ અને બળવાન” છે. (યશાયાહ ૪૦:૨૬, ૨૯) તે પોતાના સર્વ હેતુઓ પૂરા કરી શકે છે. અરે, તેમના નામનો શાબ્દિક અર્થ થાય, “તે બને છે,” જે આપણને ખાતરી આપે છે કે તે પોતાનાં વચનો જરૂર પૂરાં કરશે! દેવથી જૂઠું બોલી શકાતું નથી,” એ હકીકત તેમની સચ્ચાઈનો અજોડ દાખલો છે. (હેબ્રી ૬:૧૮) તેમનો મુખ્ય ગુણ પ્રેમ છે. (૧ યોહાન ૪:૮) તે “પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે, તે પોતાનાં સર્વ કામોમાં કૃપાળુ છે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૭) આપણે દેવમાં ભરોસો ન રાખી શકીએ તો, બીજા કોનામાં રાખીશું? જોકે, તેમનામાં ભરોસો કેળવવા એ જરૂરી છે કે, આપણે ‘અનુભવ કરીએ અને જોઈએ કે યહોવાહ ઉત્તમ છે.’ એ માટે, આપણે બાઇબલમાંથી જે કંઈ શીખીએ એ જીવનમાં ઉતારીએ, અને એનાથી થતા લાભો પર મનન કરીએ.—ગીતશાસ્ત્ર ૩૪:૮.
કઈ રીતે આપણે ‘સર્વ માર્ગોમાં યહોવાહની આણ સ્વીકારી’ શકીએ? ગીતકર્તાએ કહ્યું: “હું તારા સર્વ કામોનું મનન કરીશ, અને તારાં કૃત્યો વિષે વિચાર કરીશ.” (ગીતશાસ્ત્ર ૭૭:૧૨) આપણે દેવને જોઈ શકતા નથી. તેથી, એ મહત્વનું છે કે, આપણે તેમનાં કાર્યો અને તેમના લોકો સાથેના વહેવાર પર મનન કરીએ, જેથી તેમની સાથે મિત્રતા બાંધવામાં મદદ મળશે.
યહોવાહની આણ સ્વીકારવાની એક મહત્ત્વની રીત પ્રાર્થના પણ છે. રાજા દાઊદે “આખો દહાડો” યહોવાહને અરજ કરી. (ગીતશાસ્ત્ર ૮૬:૩) દાઊદ અરણ્યમાં નાસી છૂટ્યા ત્યારે, ઘણી વાર આખી રાત પ્રાર્થના કરતા હતા. (ગીતશાસ્ત્ર ૬૩:૬, ૭) પ્રેષિત પાઊલે ભલામણ કરી કે, “હરવખત પ્રાર્થના તથા વિનંતી કરો.” (એફેસી ૬:૧૮) આપણે કેટલી વાર પ્રાર્થના કરીએ છીએ? શું યહોવાહ દેવ સાથે દિલ ખોલીને વાત કરવાનું આપણને ગમે છે? અઘરા સંજોગોમાં આવી પડીએ ત્યારે, મદદ માટે આપણે યહોવાહને આજીજી કરીએ છીએ? આપણે મહત્ત્વનો નિર્ણય લેવાના હોઈએ ત્યારે, શું આપણે યહોવાહના માર્ગદર્શન માટે પ્રાર્થના કરીએ છીએ? આપણી હૃદયપૂર્વકની પ્રાર્થના યહોવાહ દેવને ગમે છે. તે આપણને વચન આપે છે કે, તે આપણી પ્રાર્થનાઓ સાંભળશે અને ‘આપણા રસ્તાઓ પાધરા કરશે.’
આપણે યહોવાહમાં પૂરેપૂરો ભરોસો રાખવાને બદલે, ‘પોતાની જ અક્કલ પર આધાર રાખીએ’ અથવા જગતના પ્રખ્યાત લોકો પર રાખીએ, એ કેવું મૂર્ખતાભર્યું છે! સુલેમાન કહે છે, “પોતાની નજરમાં જ્ઞાની ન થા.” એના બદલે, તેમણે સલાહ આપી: “યહોવાહનો ડર રાખીને દુષ્ટતાથી દૂર થા; તેથી તારૂં શરીર નીરોગી થશે, અને તારાં હાડકાં બળવંત રહેશે.” (નીતિવચન ૩:૭, ૮) યહોવાહના યોગ્ય ડરની અસર આપણાં વાણી-વર્તન, વિચારો અને લાગણીઓ પર પડવી જોઈએ. એવો યોગ્ય ભય આપણને ખોટું કરતા અટકાવશે, અને દરેક રીતે આપણા પોતાના જ લાભમાં હશે.
યહોવાહને સૌથી સારું આપો
બીજી કઈ રીતે આપણે યહોવાહના મિત્ર બની શકીએ? રાજા સુલેમાન જણાવે છે, “તારા દ્રવ્યથી, તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાહનું સન્માન કર.” (નીતિવચન ૩:૯) યહોવાહનું સન્માન કરવાનો અર્થ થાય કે, આપણે તેમનું ઊંડુ માન રાખીએ અને લોકોને તેમના નામનો પ્રચાર કરીએ. જે “દ્રવ્યથી” આપણે યહોવાહનું સન્માન કરી શકીએ, એ આપણો સમય, આવડત, શક્તિ અને ધન-દોલત છે. એ ‘પ્રથમફળ’ સૌથી સારું હોવું જોઈએ. આપણી સંપત્તિનો આપણે જે રીતે ઉપયોગ કરીએ છીએ, એ બતાવી આપશે કે, આપણે ખરેખર ‘પહેલાં તેમના રાજ્યને તથા દેવના ન્યાયીપણાને શોધીએ’ છીએ કે નહિ?—માત્થી ૬:૩૩.
(નીતિવચનો ૩:૫-૮) તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. ૬ તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે. ૭ તું પોતાની નજરમાં જ્ઞાની ન થા; યહોવાનો ડર રાખીને દુષ્ટતાથી દૂર થા; ૮ તેથી તારું શરીર નીરોગી થશે, અને તારાં હાડકાં બળવંત રહેશે.
યહોવાહ દેવના મિત્ર બનીએ
કૃપા અને સચ્ચાઈ અમૂલ્ય હાર જેવા છે, જેને ‘આપણા ગળે બાંધીએ,’ કેમ કે એ આપણને “દેવ તથા માણસની નજરમાં કૃપા” પામવા મદદ કરે છે. આપણે આ ગુણોનો દેખાડો જ ન કરવો જોઈએ. પરંતુ, એને ‘આપણા હૃદયપટ પર લખવાની’ જરૂર છે, જેથી એ જીવનનો ભાગ બની જાય.
યહોવાહમાં પૂરેપૂરો ભરોસો રાખો
શાણા રાજા આગળ કહે છે:“તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.”—નીતિવચન ૩:૫, ૬.
ખરેખર, યહોવાહમાં જ પૂરેપૂરો ભરોસો રાખી શકાય. તે ઉત્પન્નકર્તા હોવાથી “મહા સમર્થ અને બળવાન” છે. (યશાયાહ ૪૦:૨૬, ૨૯) તે પોતાના સર્વ હેતુઓ પૂરા કરી શકે છે. અરે, તેમના નામનો શાબ્દિક અર્થ થાય, “તે બને છે,” જે આપણને ખાતરી આપે છે કે તે પોતાનાં વચનો જરૂર પૂરાં કરશે! “દેવથી જૂઠું બોલી શકાતું નથી,” એ હકીકત તેમની સચ્ચાઈનો અજોડ દાખલો છે. (હેબ્રી ૬:૧૮) તેમનો મુખ્ય ગુણ પ્રેમ છે. (૧ યોહાન ૪:૮) તે “પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે, તે પોતાનાં સર્વ કામોમાં કૃપાળુ છે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૭) આપણે દેવમાં ભરોસો ન રાખી શકીએ તો, બીજા કોનામાં રાખીશું? જોકે, તેમનામાં ભરોસો કેળવવા એ જરૂરી છે કે, આપણે ‘અનુભવ કરીએ અને જોઈએ કે યહોવાહ ઉત્તમ છે.’ એ માટે, આપણે બાઇબલમાંથી જે કંઈ શીખીએ એ જીવનમાં ઉતારીએ, અને એનાથી થતા લાભો પર મનન કરીએ.—ગીતશાસ્ત્ર ૩૪:૮.
કઈ રીતે આપણે ‘સર્વ માર્ગોમાં યહોવાહની આણ સ્વીકારી’ શકીએ? ગીતકર્તાએ કહ્યું: “હું તારા સર્વ કામોનું મનન કરીશ, અને તારાં કૃત્યો વિષે વિચાર કરીશ.” (ગીતશાસ્ત્ર ૭૭:૧૨) આપણે દેવને જોઈ શકતા નથી. તેથી, એ મહત્વનું છે કે, આપણે તેમનાં કાર્યો અને તેમના લોકો સાથેના વહેવાર પર મનન કરીએ, જેથી તેમની સાથે મિત્રતા બાંધવામાં મદદ મળશે.
યહોવાહની આણ સ્વીકારવાની એક મહત્ત્વની રીત પ્રાર્થના પણ છે. રાજા દાઊદે “આખો દહાડો” યહોવાહને અરજ કરી. (ગીતશાસ્ત્ર ૮૬:૩) દાઊદ અરણ્યમાં નાસી છૂટ્યા ત્યારે, ઘણી વાર આખી રાત પ્રાર્થના કરતા હતા. (ગીતશાસ્ત્ર ૬૩:૬, ૭) પ્રેષિત પાઊલે ભલામણ કરી કે, “હરવખત પ્રાર્થના તથા વિનંતી કરો.” (એફેસી ૬:૧૮) આપણે કેટલી વાર પ્રાર્થના કરીએ છીએ? શું યહોવાહ દેવ સાથે દિલ ખોલીને વાત કરવાનું આપણને ગમે છે? અઘરા સંજોગોમાં આવી પડીએ ત્યારે, મદદ માટે આપણે યહોવાહને આજીજી કરીએ છીએ? આપણે મહત્ત્વનો નિર્ણય લેવાના હોઈએ ત્યારે, શું આપણે યહોવાહના માર્ગદર્શન માટે પ્રાર્થના કરીએ છીએ? આપણી હૃદયપૂર્વકની પ્રાર્થના યહોવાહ દેવને ગમે છે. તે આપણને વચન આપે છે કે, તે આપણી પ્રાર્થનાઓ સાંભળશે અને ‘આપણા રસ્તાઓ પાધરા કરશે.’
આપણે યહોવાહમાં પૂરેપૂરો ભરોસો રાખવાને બદલે, ‘પોતાની જ અક્કલ પર આધાર રાખીએ,’ અથવા જગતના પ્રખ્યાત લોકો પર રાખીએ, એ કેવું મૂર્ખતાભર્યું છે! સુલેમાન કહે છે, “પોતાની નજરમાં જ્ઞાની ન થા.” એના બદલે, તેમણે સલાહ આપી: “યહોવાહનો ડર રાખીને દુષ્ટતાથી દૂર થા; તેથી તારૂં શરીર નીરોગી થશે, અને તારાં હાડકાં બળવંત રહેશે.” (નીતિવચન ૩:૭, ૮) યહોવાહના યોગ્ય ડરની અસર આપણાં વાણી-વર્તન, વિચારો અને લાગણીઓ પર પડવી જોઈએ. એવો યોગ્ય ભય આપણને ખોટું કરતા અટકાવશે, અને દરેક રીતે આપણા પોતાના જ લાભમાં હશે.
યહોવાહને સૌથી સારું આપો
બીજી કઈ રીતે આપણે યહોવાહના મિત્ર બની શકીએ? રાજા સુલેમાન જણાવે છે, “તારા દ્રવ્યથી, તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાહનું સન્માન કર.” (નીતિવચન ૩:૯) યહોવાહનું સન્માન કરવાનો અર્થ થાય કે, આપણે તેમનું ઊંડુ માન રાખીએ અને લોકોને તેમના નામનો પ્રચાર કરીએ. જે “દ્રવ્યથી” આપણે યહોવાહનું સન્માન કરી શકીએ, એ આપણો સમય, આવડત, શક્તિ અને ધન-દોલત છે. એ ‘પ્રથમફળ’ સૌથી સારું હોવું જોઈએ. આપણી સંપત્તિનો આપણે જે રીતે ઉપયોગ કરીએ છીએ, એ બતાવી આપશે કે, આપણે ખરેખર ‘પહેલાં તેમના રાજ્યને તથા દેવના ન્યાયીપણાને શોધીએ’ છીએ કે નહિ?—માત્થી ૬:૩૩.
કીમતી રત્નો શોધીએ
(નીતિવચનો ૧:૭) યહોવાનું ભય એ વિદ્યાનો આરંભ છે; મૂર્ખો જ્ઞાન તથા શિક્ષણને તુચ્છ ગણે છે.
નીતિવચનોના મુખ્ય વિચારો
સવાલ-જવાબ:
૧:૭; ૯:૧૦—કઈ રીતે યહોવાહનો ભય એ “વિદ્યાનો આરંભ છે”? આપણને યહોવાહનો ડર ન હોય તો આપણી પાસે જ્ઞાન પણ ન હોય. કેમ કે તે આખી સૃષ્ટિના સર્જનહાર છે. અને તેમણે જ બાઇબલ આપ્યું છે. (રૂમી ૧:૨૦; ૨ તીમોથી ૩:૧૬, ૧૭) યહોવાહ ખરાં જ્ઞાનના સાગર છે. તેમના માટે ઊંડું માન અને તેમનો ડર હશે તો જ આપણને સાચું જ્ઞાન મળશે. તે બદનામ ન થાય એવો ડર રાખવો એ બુદ્ધિનો આરંભ પણ છે. કેમ કે જ્ઞાન વગર બુદ્ધિ મળતી નથી. જેઓને યહોવાહનો ડર નથી, તેઓ યહોવાહનું નામ રોશન કરવા એ જ્ઞાન વાપરતા નથી.
it-2-E ૧૮૦
જ્ઞાન
જ્ઞાનનો ઉદ્ભવ. યહોવા ખરા જ્ઞાનના સાગર છે. ખરું કે, જીવન તેમના તરફથી મળેલું છે અને જ્ઞાન મેળવવા માટે જીવતા હોવું ખૂબ જરૂરી છે. (ગી ૩૬:૯; પ્રેકા ૧૭:૨૫, ૨૮) ઉપરાંત, ઈશ્વરે દરેક વસ્તુ બનાવી છે. તેથી, માણસોનું જ્ઞાન યહોવાએ સર્જેલી સૃષ્ટિના અભ્યાસ પર આધારિત છે. (પ્રક ૪:૧૧; ગી ૧૯:૧, ૨) ઈશ્વરે માણસને તેમની પ્રેરણાથી લખાયેલું બાઇબલ પણ આપ્યું, જેમાંથી તેમનાં હેતુ અને ઇચ્છા વિશે શીખવા મળે છે. (૨તિ ૩:૧૬, ૧૭) બધા સાચા જ્ઞાનનો મુખ્ય ઉદ્ભવ યહોવા છે અને જે વ્યક્તિ એ મેળવવા ચાહે છે તેણે ઈશ્વરનો ડર રાખવો પડશે. એ ડરને લીધે તે એવાં કામો નહિ કરે, જેનાથી યહોવા નાખુશ થાય. આમ, એ ડર જ્ઞાનની શરૂઆત છે. (નીતિ ૧:૭) ઈશ્વરનો ડર રાખનાર વ્યક્તિ ચોકસાઈભર્યું જ્ઞાન મેળવવા લાયક બને છે. બીજી બાજુ, ઈશ્વરનો ડર નહિ રાખનાર પોતે જે બાબતો જુએ છે એમાંથી ખોટું તારણ કાઢે છે.
(નીતિવચનો ૬:૧-૫) મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તેં પારકાને માટે કોલ આપ્યો હોય, ૨ તો તું તારા મોઢાના વચનોથી ફસાયો છે, તું તારા મોઢાના શબ્દોથી સપડાયો છે; ૩ તો, મારા દીકરા, તારા પડોશીના હાથમાં તું આવી ગયો છે, માટે તેનાથી છૂટી જવાને હમણાં જ આ કર: જા, તારા પડોશીની આગળ નમી જઈને કાલાવાલા કર. ૪ તારી આંખને નિદ્રા અને તારાં પોપચાંને ઊંઘ લેવા ન દે. ૫ જેમ શિકારીને કબજેથી હરણી, અને પારધીના હાથમાંથી પક્ષી છૂટી જાય, તેમ તું પોતાને છૂટો કર.
સારું નામ જાળવી રાખો
એક માણસ મકાનની સુંદર ડિઝાઈન રચે છે, અને એનાથી તે આર્કિટેક્ટ તરીકે નામ બનાવે છે. એક યુવતી શાળામાં સારા માર્ક મેળવે એનાથી તે હોંશિયાર વિદ્યાર્થી ગણાય છે. વળી, કોઈ વ્યક્તિ કંઈ કામ ન કરે તો તેને આળસુ કહેવામાં આવે છે. આમ, સારું નામ બનાવવું કેટલું મહત્ત્વનું છે, એ વિષે બાઇબલ જણાવે છે: “ભલું નામ એ પુષ્કળ ધન કરતાં, અને પ્રેમયુક્ત રહેમનજર સોનારૂપા કરતાં ઈચ્છવાજોગ છે.”—નીતિવચન ૨૨:૧.
સારાં કામ કરવાથી, સારું નામ મળે છે, પરંતુ એમ કરવામાં સમય લાગે છે. એક નાની ભૂલથી સારા નામ પર પાણી ફરી વળી શકે. દાખલા તરીકે, એક અનૈતિક કૃત્યથી આપણી સારી શાખ બગડી શકે છે. ઈસ્રાએલના રાજા સુલેમાને નીતિવચનના છઠ્ઠા અધ્યાયમાં ચેતવણી આપતા જણાવ્યું કે, શું કરવાથી યહોવાહ પરમેશ્વર સાથેનો આપણો સંબંધ બગડી શકે. એમાં, આળસ, છેતરપિંડી, અનૈતિકતા અને ખોટા વચનોનો પણ સમાવેશ થાય છે, જે યહોવાહ ધિક્કારે છે. એની સલાહ લાગુ પાડવાથી આપણું નામ શુદ્ધ રાખવા મદદ મળશે.
વચન આપતા પહેલાં વિચારો
નીતિવચનનો છઠ્ઠો અધ્યાય આ રીતે શરૂ થાય છે: “મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તેં પારકાને માટે કોલ આપ્યો હોય, તો તું તારા મોઢાના વચનોથી ફસાયો છે, તું તારા મોઢાના શબ્દોથી સપડાયો છે; તો, મારા દીકરા, તારા પડોશીના હાથમાં તું આવી ગયો છે, માટે તેનાથી છૂટી જવાને હમણાં જ આ કર: જા, તારા પડોશીની આગળ નમી જઈને કાલાવાલા કર.”—નીતિવચન ૬:૧-૩.
અજાણ્યા લોકો સાથે આપણે વેપાર ન કરવો જોઈએ એવી એ નીતિવચન સલાહ આપે છે. હા, ઈસ્રાએલીઓને પોતાના ગરીબ ભાઈને નીભાવી લેવાનો હતો. (લેવીય ૨૫:૩૫-૩૮) વળી, કેટલાક ઈસ્રાએલીઓ શંકાસ્પદ વેપારધંધો કરવા લાગ્યા અને નાણાની મદદ માટે બીજાઓને તેઓ માટે જામીન આપવાનું કહ્યું. આમ, તેઓને પણ દેવામાં ઊતારી શકે. એવી જ પરિસ્થિતિ આજે પણ ઉભી થઈ શકે. દાખલા તરીકે, લૉન આપતી સંસ્થા લૉન આપતા પહેલાં જામીન રહેલી વ્યક્તિની સહી લે છે. તેથી બીજાઓના માટે ઉતાવળે સહી કરવી કેવું મૂર્ખામીભર્યું છે! અરે, એ આપણને દેવામાં નાખી શકે એટલું જ નહિ પણ એનાથી આપણું નામ ખરાબ થશે.
કદાચ એમ બને કે, આપણે ઉતાવળે સહમત થયા હોઈએ અને પછીથી ધ્યાનમાં આવે કે આપણે ભૂલ કરી છે, તો શું? અભિમાન દૂર કર અને “તારા પડોશીની આગળ નમી જઈને કાલાવાલા કર” અર્થાત્આજીજી કરવાની સલાહ આપવામાં આવે છે. બાબતો થાળે પાડવા આપણાથી બનતું બધું જ કરવું જોઈએ. એક પુસ્તક આમ કહે છે: “તમારો દુશ્મન સહમત ન થાય ત્યાં સુધી તમારાથી બનતો બધો જ પ્રયત્ન કરો અને બાબતો હલ કરો જેથી કે જામીનદાર તમારા કે તમારા કુટુંબ પર ન આવી પડે.” એમ કરવા ઉતાવળ કરવી જોઈએ કેમ કે રાજા સુલેમાન સલાહ આપે છે: “તારી આંખને નિદ્રા અને તારાં પોપચાંને ઊંઘ લેવા ન દે. જેમ શિકારીને કબજેથી હરણી, અને પારધીના હાથમાંથી પક્ષી છૂટી જાય, તેમ તું પોતાને છૂટો કર.” (નીતિવચન ૬:૪, ૫) તેથી, ખોટા કરારમાં ફસાઈ જવાને બદલે એમાંથી છૂટી જવું યોગ્ય છે.
કીડી જેવા મહેનતુ થાઓ
સુલેમાન રાજા ઠપકો આપતા કહે છે: “હે આળસુ, તું કીડી પાસે જા; તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિમાન થા: તેને તો કોઈ નાયક, મુકાદમ કે હાકેમ નથી, તેમ છતાં તે ઉનાળામાં પોતાના અન્નનો સંગ્રહ કરે છે, અને કાપણીની મોસમમાં પોતાનો ખોરાક ભરી રાખે છે.”—નીતિવચન ૬:૬-૮.
કીડીઓ વ્યવસ્થિત અને સહકારથી કામ કરે છે. આમ, કીડીઓ ભાવિ માટે ખોરાક ભેગો કરે છે. તેઓ પર કોઈ “નાયક, મુકાદમ કે હાકેમ હોતો નથી.” ખરું કે, તેઓમાં રાણી કીડી હોય છે. પરંતુ તે ફક્ત ઈંડા મૂકે છે, એ અર્થમાં તેને કીડીની માતા અને રાણી કહેવામાં આવે છે. પરંતુ, તે કોઈ પણ પ્રકારનો હુકમ આપતી નથી. કીડીઓનો કોઈ આગેવાન કે બોસ હોતો નથી, છતાં તેઓ સખત કામ કરે છે.
કીડીની જેમ, શું આપણે પણ મહેનતુ ન બનવું જોઈએ? આપણા આગેવાન હોય કે ન હોય, છતાં આપણને કામમાં સુધારો અને સખત મહેનત કરતા રહેવું જોઈએ. હા, તેમ જ શાળામાં, નોકરી પર અને મંડળની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હોઈએ ત્યારે આપણાથી બનતું બધું જ કરવું જોઈએ. જેમ કીડી પોતાની સખત મહેનતનો આનંદ માણે છે તેમ, પરમેશ્વર ઇચ્છે કે આપણે પણ ‘પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવીએ.’ (સભાશિક્ષક ૩:૧૩, ૨૨; ૫:૧૮) સખત મહેનત કરવાથી પોતાને શુદ્ધ અંતઃકરણ અને સંતોષ મળશે.—સભાશિક્ષક ૫:૧૨.
પછી, રાજા સુલેમાને વિચાર માટેના બે પ્રશ્નો પૂછતા આળસુને ઊંઘમાંથી ઉઠાડવાનો પ્રયત્ન કર્યો: “હે આળસુ, તું ક્યાં સુધી સૂઇ રહેશે? ક્યારે તું નિદ્રામાંથી ઊઠશે? તું કહે છે, કે હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ, ટુંટિયાં વાળીને થોડોક આરામ લેવા દો; એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની પેઠે, અને તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની પેઠે આવી પડશે.” (નીતિવચન ૬:૯-૧૧) આળસુ ઊંઘતો હોય છે ત્યારે ગરીબી લૂંટારાની માફક ચઢી આવે છે, અને અછત સૈનિકોની માફક હુમલો કરે છે. ઝડપથી આળસુના ખેતરમાં ઝાંખરાં અને ગોખરૂઓથી ભરાય જાય છે. (નીતિવચન ૨૪:૩૦, ૩૧) આમ થોડા જ સમયમાં તેને ધંધામાં ખોટ આવશે. એક બોસ ક્યાં સુધી આળસુને સહન કરશે? વળી, શું એક આળસુ વિદ્યાર્થી સારા માર્ક લાવી શકે?
પ્રમાણિક બનો
પરમેશ્વર અને લોકો સામે વ્યક્તિની શાખ પર પાણી ફેરવી દે એવા વલણ વિષે ચેતવતા રાજા સુલેમાન કહે છે: “લુચ્ચો તથા દુષ્ટ માણસ આડે મોઢે બોલે છે; તે પોતાની આંખે મીંચકારા મારે છે, તે પોતાના પગોથી ઈશારા કરે છે,તે પોતાની આંગળીઓથી સાન કરે છે; તેના હૃદયમાં આડાઈ છે, તે જાથુ તરકટ રચ્યા કરે છે; તે કુસંપનાં બીજ રોપે છે.”—નીતિવચન ૬:૧૨-૧૪.
આ વર્ણન એક છેતરનાર વ્યક્તિનું છે, જે સામાન્ય રીતે પોતાના જૂઠાણાંને સંતાડવાનો પ્રયત્ન કરશે. કેવી રીતે? તે ફક્ત “આડે મોઢે બોલે” એટલું જ નહિ પરંતુ ઇશારા પણ કરે છે. એક પંડિતે કહ્યું: “ઇશારા, બોલવાની ઢબ અને મોઢાના ઇશારા એ સર્વ છેતરવાની એક પદ્ધતિ છે; દરેક ચહેરાની પાછળ લુચ્ચું મન હોય છે.” આ પ્રકારની નકામી વ્યક્તિ હંમેશા કાવતરાં ઘડતી હોય છે અને હર વખતે ઝઘડા ઊભા કરતી હોય છે. તેથી તેના કેવા પરિણામો આવી શકે?
ઑક્ટોબર ૧૦-૧૬
બાઇબલમાં રહેલો ખજાનો | નીતિવચનો ૭-૧૧
“તારું હૃદય વળવા ન દે”
(નીતિવચનો ૭:૬-૧૨) કેમ કે મેં મારા ઘરની બારી પાસે રહીને જાળીમાંથી સામી નજર નાખી; ૭ અને મેં ભોળા જુવાનોને જોયા, તો તેમાં એક અક્કલહીન જુવાનીઓ મારી નજરે પડ્યો. ૮ તે તેના ઘર તરફ રસ્તામાં ચાલતો હતો, અને ચાલ્યો ચાલ્યો તેને ઘેર ગયો; ૯ તે વખતે સાંજ પડી ગઈ હતી, રાતનું અંધારૂં ફેલાતું હતું. ૧૦ ત્યારે, વેશ્યાનાં વસ્ત્રોમાં સજ્જ થએલી, તથા કપટી મનની એક સ્ત્રી તેને મળી. ૧૧ તે પટપટ બોલનારી તથા સ્વચ્છંદી છે; તેના પગ પોતાના ઘરમાં ટકતા નથી; ૧૨ વખતે તે ગલીઓમાં હોય, અને વખતે ચોકમાંએ હોય છે, અને ખૂણે ખુણે તાકીને જુએ છે.
“મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે”
સુલેમાન આગળ જણાવે છે, “તેઓને [મારી આજ્ઞાઓને] તારી આંગળીઓ પર બાંધ; તેઓને તારા હૃદયપટ પર લખી રાખ.” (નીતિવચન ૭:૩) જેમ આંગળીઓ હંમેશાં આપણી આંખો સમક્ષ હોય છે અને આપણા દરેક કામમાં ઘણી જ ઉપયોગી બને છે, એ જ રીતે માબાપ તરફથી મળેલું બાઇબલ શિક્ષણ કે બાઇબલમાંથી મળેલું જ્ઞાન આપણે સતત યાદ રાખવું જોઈએ અને આપણા દરેક કાર્યમાં એનું માર્ગદર્શન લેવું જોઈએ. આપણે એ બાઇબલ જ્ઞાનને આપણા હૃદયપટ પર લખીને આપણા વ્યક્તિત્વનો એક ભાગ બનાવવું જોઈએ.
જ્ઞાન અને બુદ્ધિને પણ મહત્ત્વ આપતા રાજા સુલેમાન સલાહ આપે છે: “જ્ઞાનને [ડહાપણને] કહે, કે તું મારી બહેન છે; અને બુદ્ધિને સગી બહેન કહીને બોલાવ.” (નીતિવચન ૭:૪) અહીં પરમેશ્વરના જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરવાની ક્ષમતાને ડહાપણ કહે છે. આપણે ડહાપણને બહેનની જેમ પ્રેમ કરવો જોઈએ. બુદ્ધિ એટલે શું? કોઈ બાબતોની અંદર જોવાની ક્ષમતાને અને એ બાબતનું એક પાસું બીજા પાસાં સાથે કઈ રીતે સંકળાયેલું છે એની સમજણને બુદ્ધિ કહે છે. બુદ્ધિ સગી બહેન જેટલી ગાઢ હોવી જોઈએ.
શા માટે આપણે શાસ્ત્રીય તાલીમને વળગી રહીને જ્ઞાન અને બુદ્ધિ પ્રાપ્ત કરવાં જોઈએ? એટલા માટે કે “તેઓ [આપણને] પરસ્ત્રીથી, પોતાના શબ્દો વડે ખુશામત કરનાર પરનારીથી બચાવે.” (નીતિવચન ૭:૫) હા, આમ કરીશું તો ખુશામત કરનાર પરસ્ત્રી કે અનૈતિક વ્યક્તિથી આપણું રક્ષણ થશે.
યુવાન એક ‘કપટી સ્ત્રીʼને મળે છે
પછી ઈસ્રાએલના રાજા તેમણે જોયેલા દૃશ્યનું વર્ણન કરે છે: “કેમકે મેં મારા ઘરની બારી પાસે રહીને જાળીમાંથી સામી નજર નાખી; અને મેં ભોળા જુવાનોને જોયા, તો તેમાં એક અક્કલહીન જુવાનીઓ મારી નજરે પડ્યો. તે તેના ઘર તરફ રસ્તામાં ચાલતો હતો, અને ચાલ્યો ચાલ્યો તેને ઘેર ગયો; તે વખતે સાંજ પડી ગઈ હતી, રાતનું અંધારૂં ફેલાતું હતું.”—નીતિવચન ૭:૬-૯.
સુલેમાને જે બારીમાંથી જોયું એ બારીમાં કલાત્મક જાળી હતી. સાંજ પડતાં જ ધીમે ધીમે રાત્રિનો અંધકાર ગલીઓમાં પ્રસરવા લાગે છે. એ સમયે સુલેમાન રાજા, નૈતિક રીતે સહેલાઈથી ફસાવી શકાય એવા એક યુવાનને જુએ છે. તેનામાં સમજશક્તિ કે વિવેકબુદ્ધિનો અભાવ છે. તે અક્કલહીન પણ છે. એવું લાગે છે કે, તે યુવાન એ વિસ્તારથી પરિચિત છે અને ત્યાં જવાથી પોતાને શું થઈ શકે એ પણ જાણતો હોય છે. તે પેલી યુવાન સ્ત્રીના “ઘેર” ગયો. આ સ્ત્રી કોણ છે? તે શું કરે છે?
રાજા આગળ જણાવે છે: “ત્યારે, વેશ્યાનાં વસ્ત્રોમાં સજ્જ થએલી, તથા કપટી મનની એક સ્ત્રી તેને મળી. તે પટપટ બોલનારી તથા સ્વચ્છંદી છે; તેના પગ પોતાના ઘરમાં ટકતા નથી; વખતે તે ગલીઓમાં હોય, અને વખતે ચોકમાંએ હોય છે, અને ખૂણે ખૂણે તાકીને જુએ છે.”—નીતિવચન ૭:૧૦-૧૨.
આ સ્ત્રીનો પહેરવેશ જ તેના વિષે ઘણું કહી જાય છે. (ઉત્પત્તિ ૩૮:૧૪, ૧૫) તેણે વેશ્યાની જેમ કઢંગી રીતે કપડાં પહેર્યાં છે. વધુમાં, તે સ્ત્રી કપટી મનની છે. તે પટપટ બોલનારી તથા સ્વચ્છંદી, બોલબોલ કરનારી અને જિદ્દી, ઘોંઘાટ કરનારી અને પોતાનું ધાર્યું જ કરનારી, નિર્લજ્જ અને ઉદ્ધત છે. તે ઘરમાં રહેવાને બદલે કોઈને ફસાવવા માટે ગલીઓમાં અને ચોકમાં છુપાઈ રહેવાનું પસંદ કરે છે. તે આવા જ કોઈ યુવાનની રાહ જોઈ રહી છે.
‘ઘણા મીઠા બોલોથી વશ’ કરનાર
આમ તે યુવાન એક ચરિત્રહીન કપટી સ્ત્રીને મળે છે. સુલેમાનનું ધ્યાન જરૂર ત્યાં ગયું હશે. તે આગળ જણાવે છે: “તેણે પેલાને પકડીને ચુંબન કર્યું, અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું, કે શાંત્યર્પણો મારી પાસે તૈયાર કરેલાં છે; આજ મેં મારી માનતાઓ પૂરી કરી છે. તેથી હું તને મળવાને માટે બહાર નીકળી આવી હતી, યત્નથી તને શોધવા આવી હતી, અને તું મને મળ્યો છે.”—નીતિવચન ૭:૧૩-૧૫.
આ સ્ત્રીની વાણી લોભામણી છે. તે નિર્લજ્જ મોઢે, આત્મવિશ્વાસથી વાત કરે છે. આ યુવાનને પટાવવા માટે તે કાળજીપૂર્વક શબ્દો ગોઠવીને વાત કરે છે. મેં શાંત્યાર્પણો તૈયાર કર્યા છે અને આજે મારી માનતાઓ પૂરી કરી છે એમ કહીને તે પોતાને ન્યાયી બતાવે છે. તેમ જ અણસારો આપે છે કે તે એક આત્મિક વ્યક્તિ છે. યરૂશાલેમના મંદિરમાં ચઢાવવામાં આવતાં શાંત્યાર્પણોમાં માંસ, લોટ, તેલ અને દારૂનો સમાવેશ થતો હતો. (લેવીય ૧૯:૫, ૬; ૨૨:૨૧; ગણના ૧૫:૮-૧૦) આ શાંત્યાર્પણો ચઢાવનારને પોતાના માટે અને પોતાના કુટુંબ માટે ભાગ મળતો હોવાથી તે બતાવી રહી હતી કે તેના ઘરમાં ભરપૂર ખાવાપીવાનું છે. આ બધાનો અર્થ એકદમ સ્પષ્ટ છે કે તે યુવાનને ત્યાં ખૂબ જ મઝા આવશે. તે સ્ત્રી ખાસ કરીને આવા કોઈ યુવાનને શોધવા માટે જ તો ઘરમાંથી બહાર આવી હતી. કેવી લોભામણી ચાલ! એક બાઇબલ વિદ્વાનના કહેવા પ્રમાણે, “એ સાચું છે કે તે કોઈકને શોધવા માટે ઘર બહાર નીકળી હતી. પરંતુ શું તે ખરેખર આ જ યુવાનને શોધવા આવી હતી? આ યુવાન જેવી કોઈ મુર્ખ વ્યક્તિ જ તેની વાત સાચી માની શકે.”
તે ભરમાવનારી સ્ત્રી આકર્ષક કપડાં પહેરીને ખુશામતભર્યા શબ્દોથી, આલિંગનથી અને ચુંબન કરીને યુવાનને ફોસલાવે છે. તે કહે છે: “મેં મારા પલંગ પર ભરતકામના ગાલીચા, તથા મિસરી સૂતરનાં સુંદર વસ્ત્ર બિછાવ્યાં છે. મેં મારૂં બિછાનું બોળ, અગર તથા તજથી સુગંધીદાર બનાવ્યું છે.” (નીતિવચન ૭:૧૬, ૧૭) તેણે ભરતકામના ગાલીચા તથા મિસરી સૂતરનાં વસ્ત્રથી પોતાનો પલંગ તૈયાર કરીને બોળ, અગર તથા તજથી એને સુગંધીદાર બનાવ્યો છે.
તે આગળ કહે છે, “ચાલ, આપણે સવાર સુધી પેટપૂર પ્રીતિનો અનુભવ કરીએ; અને પ્રેમની મઝા ઉડાવીએ.” આ આમંત્રણ એ એક સ્વાદિષ્ટ ભોજન કરતાં પણ કંઈક વિશેષ છે. આમાં તે ભરપૂર જાતીયતાનો આનંદ માણવાનું વચન આપે છે. પેલા યુવાન માટે તો એ સાહસ બતાવવાનું અને ઉત્તેજક આમંત્રણ છે! વધારે પ્રલોભન આપતા તે કહે છે કે, “ઘરધણી ઘેર નથી, તે લાંબી મુસાફરીએ ગયો છે; તે પોતાની સાથે પૈસાની થેલી લઈ ગયો છે; તે પૂનમે ઘેર આવશે.” (નીતિવચન ૭:૧૮-૨૦) તે તેને ખાતરી આપે છે કે તેઓ એકદમ સુરક્ષિત હશે કારણ કે તેનો પતિ ધંધાર્થે બહાર ગયો છે અને અમુક દિવસો સુધી તેના પાછા ફરવાની કોઈ શક્યતા નથી. યુવાનોને છેતરવામાં તે કેટલી પાવરધી છે! “તે પોતાના ઘણા મીઠા બોલોથી તેને વશ કરે છે, અને પોતાના હોઠોની ખુશામતથી તે તેને તાણી જાય છે.” (નીતિવચન ૭:૨૧) આવી લાલચથી બચવા માટે તો યુસફ જેવું નૈતિક બળ જોઈએ. (ઉત્પત્તિ ૩૯:૯, ૧૨) શું આ યુવાનમાં આવું નૈતિક બળ છે?
(નીતિવચનો ૭:૧૩-૨૩) હવે તેણે પેલાને પકડીને ચુંબન કર્યું, અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું, કે ૧૪ શાંત્યર્પણો મારી પાસે તૈયાર કરેલાં છે; આજ મેં મારી માનતાઓ પૂરી કરી છે. ૧૫ તેથી હું તને મળવાને માટે બહાર નીકળી આવી હતી, યત્નથી તને શોધવા આવી હતી, અને તું મને મળ્યો છે. ૧૬ મેં મારા પલંગ પર ભરતકામના ગાલીચા, તથા મિસરી સૂતરનાં સુંદર વસ્ત્ર બિછાવ્યાં છે. ૧૭ મેં મારું બિછાનું બોળ, અગર તથા તજથી સુગંધીદાર બનાવ્યું છે. ૧૮ ચાલ, આપણે સવાર સુધી પેટપૂર પ્રીતિનો અનુભવ કરીએ; અને પ્રેમની મઝા ઉડાવીએ. ૧૯ કેમ કે ઘરધણી ઘેર નથી, તે લાંબી મુસાફરીએ ગયો છે; ૨૦ તે પોતાની સાથે પૈસાની થેલી લઈ ગયો છે; તે પૂનમે ઘેર આવશે. ૨૧ તે પોતાના ઘણા મીઠા બોલોથી તેને વશ કરે છે, અને પોતાના હોઠોની ખુશામતથી તે તેને તાણી જાય છે. ૨૨ જેમ બળદ કસાઈવાડે જાય છે, જેમ બેડી ઘલાવીને મૂર્ખ સજા ભોગવવા જાય છે, તેમ તે તરત તેની પાછળ જાય છે; ૨૩ આખરે તેનું કલેજું તીરથી વિંધાય છે; જેમ કોઈ પક્ષી પોતાનો જીવ જશે એમ જાણ્યા વગર જાળમાં ધસી જાય છે, તેમ તે જાય છે.
“મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે”
રાજા આગળ જણાવે છે: “ત્યારે, વેશ્યાનાં વસ્ત્રોમાં સજ્જ થએલી, તથા કપટી મનની એક સ્ત્રી તેને મળી. તે પટપટ બોલનારી તથા સ્વચ્છંદી છે; તેના પગ પોતાના ઘરમાં ટકતા નથી; વખતે તે ગલીઓમાં હોય, અને વખતે ચોકમાંએ હોય છે, અને ખૂણે ખૂણે તાકીને જુએ છે.”—નીતિવચન ૭:૧૦-૧૨.
આ સ્ત્રીનો પહેરવેશ જ તેના વિષે ઘણું કહી જાય છે. (ઉત્પત્તિ ૩૮:૧૪, ૧૫) તેણે વેશ્યાની જેમ કઢંગી રીતે કપડાં પહેર્યાં છે. વધુમાં, તે સ્ત્રી કપટી મનની છે. તે પટપટ બોલનારી તથા સ્વચ્છંદી, બોલબોલ કરનારી અને જિદ્દી, ઘોંઘાટ કરનારી અને પોતાનું ધાર્યું જ કરનારી, નિર્લજ્જ અને ઉદ્ધત છે. તે ઘરમાં રહેવાને બદલે કોઈને ફસાવવા માટે ગલીઓમાં અને ચોકમાં છુપાઈ રહેવાનું પસંદ કરે છે. તે આવા જ કોઈ યુવાનની રાહ જોઈ રહી છે.
‘ઘણા મીઠા બોલોથી વશ’ કરનાર
આમ તે યુવાન એક ચરિત્રહીન કપટી સ્ત્રીને મળે છે. સુલેમાનનું ધ્યાન જરૂર ત્યાં ગયું હશે. તે આગળ જણાવે છે: “તેણે પેલાને પકડીને ચુંબન કર્યું, અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું, કે શાંત્યર્પણો મારી પાસે તૈયાર કરેલાં છે; આજ મેં મારી માનતાઓ પૂરી કરી છે. તેથી હું તને મળવાને માટે બહાર નીકળી આવી હતી, યત્નથી તને શોધવા આવી હતી, અને તું મને મળ્યો છે.”—નીતિવચન ૭:૧૩-૧૫.
આ સ્ત્રીની વાણી લોભામણી છે. તે નિર્લજ્જ મોઢે, આત્મવિશ્વાસથી વાત કરે છે. આ યુવાનને પટાવવા માટે તે કાળજીપૂર્વક શબ્દો ગોઠવીને વાત કરે છે. મેં શાંત્યાર્પણો તૈયાર કર્યા છે અને આજે મારી માનતાઓ પૂરી કરી છે એમ કહીને તે પોતાને ન્યાયી બતાવે છે. તેમ જ અણસારો આપે છે કે તે એક આત્મિક વ્યક્તિ છે. યરૂશાલેમના મંદિરમાં ચઢાવવામાં આવતાં શાંત્યાર્પણોમાં માંસ, લોટ, તેલ અને દારૂનો સમાવેશ થતો હતો. (લેવીય ૧૯:૫, ૬; ૨૨:૨૧; ગણના ૧૫:૮-૧૦) આ શાંત્યાર્પણો ચઢાવનારને પોતાના માટે અને પોતાના કુટુંબ માટે ભાગ મળતો હોવાથી તે બતાવી રહી હતી કે તેના ઘરમાં ભરપૂર ખાવાપીવાનું છે. આ બધાનો અર્થ એકદમ સ્પષ્ટ છે કે તે યુવાનને ત્યાં ખૂબ જ મઝા આવશે. તે સ્ત્રી ખાસ કરીને આવા કોઈ યુવાનને શોધવા માટે જ તો ઘરમાંથી બહાર આવી હતી. કેવી લોભામણી ચાલ! એક બાઇબલ વિદ્વાનના કહેવા પ્રમાણે, “એ સાચું છે કે તે કોઈકને શોધવા માટે ઘર બહાર નીકળી હતી. પરંતુ શું તે ખરેખર આ જ યુવાનને શોધવા આવી હતી? આ યુવાન જેવી કોઈ મુર્ખ વ્યક્તિ જ તેની વાત સાચી માની શકે.”
તે ભરમાવનારી સ્ત્રી આકર્ષક કપડાં પહેરીને ખુશામતભર્યા શબ્દોથી, આલિંગનથી અને ચુંબન કરીને યુવાનને ફોસલાવે છે. તે કહે છે: “મેં મારા પલંગ પર ભરતકામના ગાલીચા, તથા મિસરી સૂતરનાં સુંદર વસ્ત્ર બિછાવ્યાં છે. મેં મારૂં બિછાનું બોળ, અગર તથા તજથી સુગંધીદાર બનાવ્યું છે.” (નીતિવચન ૭:૧૬, ૧૭) તેણે ભરતકામના ગાલીચા તથા મિસરી સૂતરનાં વસ્ત્રથી પોતાનો પલંગ તૈયાર કરીને બોળ, અગર તથા તજથી એને સુગંધીદાર બનાવ્યો છે.
તે આગળ કહે છે, “ચાલ, આપણે સવાર સુધી પેટપૂર પ્રીતિનો અનુભવ કરીએ; અને પ્રેમની મઝા ઉડાવીએ.” આ આમંત્રણ એ એક સ્વાદિષ્ટ ભોજન કરતાં પણ કંઈક વિશેષ છે. આમાં તે ભરપૂર જાતીયતાનો આનંદ માણવાનું વચન આપે છે. પેલા યુવાન માટે તો એ સાહસ બતાવવાનું અને ઉત્તેજક આમંત્રણ છે! વધારે પ્રલોભન આપતા તે કહે છે કે, “ઘરધણી ઘેર નથી, તે લાંબી મુસાફરીએ ગયો છે; તે પોતાની સાથે પૈસાની થેલી લઈ ગયો છે; તે પૂનમે ઘેર આવશે.” (નીતિવચન ૭:૧૮-૨૦) તે તેને ખાતરી આપે છે કે તેઓ એકદમ સુરક્ષિત હશે કારણ કે તેનો પતિ ધંધાર્થે બહાર ગયો છે અને અમુક દિવસો સુધી તેના પાછા ફરવાની કોઈ શક્યતા નથી. યુવાનોને છેતરવામાં તે કેટલી પાવરધી છે! “તે પોતાના ઘણા મીઠા બોલોથી તેને વશ કરે છે, અને પોતાના હોઠોની ખુશામતથી તે તેને તાણી જાય છે.” (નીતિવચન ૭:૨૧) આવી લાલચથી બચવા માટે તો યુસફ જેવું નૈતિક બળ જોઈએ. (ઉત્પત્તિ ૩૯:૯, ૧૨) શું આ યુવાનમાં આવું નૈતિક બળ છે?
“જેમ બળદ કસાઈવાડે જાય છે”
“જેમ બળદ કસાઈવાડે જાય છે, જેમ બેડી ઘલાવીને મૂર્ખ સજા ભોગવવા જાય છે, તેમ તે તરત તેની પાછળ જાય છે; આખરે તેનું કલેજું તીરથી વિંધાય છે; જેમ કોઈ પક્ષી પોતાનો જીવ જશે એમ જાણ્યા વગર જાળમાં ધસી જાય છે, તેમ તે જાય છે.”—નીતિવચન ૭:૨૨, ૨૩.
તે યુવાન પોતાને મળેલા આમંત્રણનો નકાર કરી શક્યો નહિ. સમજ્યા વિના તે ‘જેમ બળદ કસાઈ વાડે જાય છે’ તેમ તેની પાછળ જાય છે. જેમ બેડીઓ પહેરેલો કેદી સજાથી બચી શકતો નથી તેમ યુવાન પાપની સજા ભોગવે છે. “તેનું કલેજું તીરથી વિંધાય છે” ત્યાં સુધી તે ખતરો જોતો નથી. એટલે કે તેનું મૃત્યુ પણ થઈ શકે એવો ઘા મેળવે છે ત્યાં સુધી તે સાવધાન થતો નથી. જાતીયતાથી થતા પ્રાણઘાતક રોગોમાં સંડોવાઈને તે પોતા માટે મૃત્યુ લાવે છે. એ ઘાથી તેનું આત્મિક મરણ પણ થઈ શકે કારણ કે એમાં તેનો “પોતાનો જીવ” પણ જઈ શકતો હતો. તેના સમગ્ર જીવન પર ખૂબ જ માઠી અસર પડે છે. તેમ જ પરમેશ્વર વિરુદ્ધ તે ગંભીર પાપ કરે છે. આમ તે કોઈ પક્ષી જાળમાં ધસી જાય છે તેમ મરણના પંજામાં ધસી જાય છે!
“તેના રસ્તાઓમાં ભટકીને જતો નહિ”
શાણા રાજા સુલેમાને જે જોયું એમાંથી બોધપાઠ લઈને તે આપણને વિનંતી કરે છે: “હવે, મારા દીકરાઓ, સાંભળો, અને મારા મુખનાં વચનો પર લક્ષ આપ. તારૂં હૃદય તેના માર્ગો તરફ વળવા ન દે, તેના રસ્તાઓમાં ભટકીને જતો નહિ. કેમકે તેણે ઘણાને ઘાયલ કરીને પાયમાલ કર્યા છે; તેનાથી માર્યા ગએલાઓની સંખ્યા મોટી ફોજ જેવી છે. તેનું ઘર શેઓલનો માર્ગ છે, કે જે મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે.”—નીતિવચન ૭:૨૪-૨૭.
સ્પષ્ટપણે, સુલેમાન મરણ તરફ દોરી જતી અનૈતિક વ્યક્તિના માર્ગોથી દૂર રહેવા અને ‘જીવતા રહેવાʼની સલાહ આપે છે. (નીતિવચન ૭:૨) આપણા સમય માટે કેટલી સમયસરની સલાહ! ખરેખર આપણે એવી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ કે જ્યાં આપણને કોઈ ફસાવી શકે. શા માટે તમે ત્યાં જઈને તેઓને મોકો આપો છો કે તેઓ તમને ફસાવે? એમ કરીને, શા માટે તમે “અક્કલહીન” બનો છો અને “પરસ્ત્રી”ના રસ્તા તરફ જાઓ છો?
રાજાએ જોએલી “પરસ્ત્રી” યુવાનને ‘પ્રેમની મઝા ઉડાવવાʼનું આકર્ષક આમંત્રણ આપે છે. શું આજે પણ યુવાનો, ખાસ કરીને છોકરીઓનું આવી રીતે શોષણ નથી થતું? પરંતુ જરા વિચારો: જ્યારે કોઈ વ્યક્તિ તમને જાતીય સંબંધ બાંધવાનું પ્રલોભન આપે છે ત્યારે, શું એ સાચો પ્રેમ હોય છે કે ફક્ત સ્વાર્થી જાતીય લાલસા હોય છે? શા માટે સાચો પ્રેમ કરનાર યુવાને યુવતીના ખ્રિસ્તી તાલીમ પામેલા અંતઃકરણને ભ્રષ્ટ કરવા દબાણ કરવું જોઈએ? એ માટે સુલેમાન સલાહ આપે છે કે “તારૂં હૃદય તેના માર્ગો તરફ વળવા ન દે.”
સામાન્ય રીતે ફોસલાવનારાઓની વાતચીત લોભામણી અને ગણતરીપૂર્વકની હોય છે. ડહાપણ [જ્ઞાન] અને બુદ્ધિ પ્રમાણે ચાલવાથી આપણે તેઓને ઓળખી શકીશું. આપણે એ ન ભૂલવું જોઈએ કે યહોવાહની આજ્ઞાઓ આપણું રક્ષણ કરશે. એ માટે ચાલો આપણે ‘દેવની આજ્ઞાઓ પાળીને’ સદાકાળ ‘જીવતા રહેવાʼનો પ્રયત્ન કરીએ.—૧ યોહાન ૨:૧૭.
(નીતિવચનો ૭:૪, ૫) જ્ઞાનને કહે, કે તું મારી બહેન છે; અને બુદ્ધિને સગી બહેન કહીને બોલાવ; ૫ જેથી તેઓ તને પરસ્ત્રીથી, પોતાના શબ્દો વડે ખુશામત કરનાર પરનારીથી બચાવે.
(નીતિવચનો ૭:૨૪-૨૭) હવે, મારા દીકરાઓ, સાંભળો, અને મારા મુખનાં વચનો પર લક્ષ આપ. ૨૫ તારું હૃદય તેના માર્ગો તરફ વળવા ન દે, તેના રસ્તાઓમાં ભટકીને જતો નહિ. ૨૬ કેમ કે તેણે ઘણાને ઘાયલ કરીને પાયમાલ કર્યા છે; તેનાથી માર્યા ગએલાઓની સંખ્યા મોટી ફોજ જેવી છે. ૨૭ તેનું ઘર શેઓલનો માર્ગ છે, કે જે મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે.
“મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે”
સુલેમાન આગળ જણાવે છે, “તેઓને [મારી આજ્ઞાઓને] તારી આંગળીઓ પર બાંધ; તેઓને તારા હૃદયપટ પર લખી રાખ.” (નીતિવચન ૭:૩) જેમ આંગળીઓ હમેશાં આપણી આંખો સમક્ષ હોય છે અને આપણા દરેક કામમાં ઘણી જ ઉપયોગી બને છે, એ જ રીતે માબાપ તરફથી મળેલું બાઇબલ શિક્ષણ કે બાઇબલમાંથી મળેલું જ્ઞાન આપણે સતત યાદ રાખવું જોઈએ અને આપણા દરેક કાર્યમાં એનું માર્ગદર્શન લેવું જોઈએ. આપણે એ બાઇબલ જ્ઞાનને આપણા હૃદયપટ પર લખીને આપણા વ્યક્તિત્વનો એક ભાગ બનાવવું જોઈએ.
જ્ઞાન અને બુદ્ધિને પણ મહત્ત્વ આપતા રાજા સુલેમાન સલાહ આપે છે: “જ્ઞાનને [ડહાપણને] કહે, કે તું મારી બહેન છે; અને બુદ્ધિને સગી બહેન કહીને બોલાવ.” (નીતિવચન ૭:૪) અહીં પરમેશ્વરના જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરવાની ક્ષમતાને ડહાપણ કહે છે. આપણે ડહાપણને બહેનની જેમ પ્રેમ કરવો જોઈએ. બુદ્ધિ એટલે શું? કોઈ બાબતોની અંદર જોવાની ક્ષમતાને અને એ બાબતનું એક પાસું બીજા પાસાં સાથે કઈ રીતે સંકળાયેલું છે એની સમજણને બુદ્ધિ કહે છે. બુદ્ધિ સગી બહેન જેટલી ગાઢ હોવી જોઈએ.
શા માટે આપણે શાસ્ત્રીય તાલીમને વળગી રહીને જ્ઞાન અને બુદ્ધિ પ્રાપ્ત કરવાં જોઈએ? એટલા માટે કે “તેઓ [આપણને] પરસ્ત્રીથી, પોતાના શબ્દો વડે ખુશામત કરનાર પરનારીથી બચાવે.” (નીતિવચન ૭:૫) હા, આમ કરીશું તો ખુશામત કરનાર પરસ્ત્રી કે અનૈતિક વ્યક્તિથી આપણું રક્ષણ થશે.
યુવાન એક ‘કપટી સ્ત્રીʼને મળે છે
પછી ઈસ્રાએલના રાજા તેમણે જોયેલા દૃશ્યનું વર્ણન કરે છે: “કેમકે મેં મારા ઘરની બારી પાસે રહીને જાળીમાંથી સામી નજર નાખી; અને મેં ભોળા જુવાનોને જોયા, તો તેમાં એક અક્કલહીન જુવાનીઓ મારી નજરે પડ્યો. તે તેના ઘર તરફ રસ્તામાં ચાલતો હતો, અને ચાલ્યો ચાલ્યો તેને ઘેર ગયો; તે વખતે સાંજ પડી ગઈ હતી, રાતનું અંધારૂં ફેલાતું હતું.”—નીતિવચન ૭:૬-૯.
સુલેમાને જે બારીમાંથી જોયું એ બારીમાં કલાત્મક જાળી હતી. સાંજ પડતાં જ ધીમે ધીમે રાત્રિનો અંધકાર ગલીઓમાં પ્રસરવા લાગે છે. એ સમયે સુલેમાન રાજા, નૈતિક રીતે સહેલાઈથી ફસાવી શકાય એવા એક યુવાનને જુએ છે. તેનામાં સમજશક્તિ કે વિવેકબુદ્ધિનો અભાવ છે. તે અક્કલહીન પણ છે. એવું લાગે છે કે, તે યુવાન એ વિસ્તારથી પરિચિત છે અને ત્યાં જવાથી પોતાને શું થઈ શકે એ પણ જાણતો હોય છે. તે પેલી યુવાન સ્ત્રીના “ઘેર” ગયો. આ સ્ત્રી કોણ છે? તે શું કરે છે?
“મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે”
“જેમ બળદ કસાઈવાડે જાય છે”
“જેમ બળદ કસાઈવાડે જાય છે, જેમ બેડી ઘલાવીને મૂર્ખ સજા ભોગવવા જાય છે, તેમ તે તરત તેની પાછળ જાય છે; આખરે તેનું કલેજું તીરથી વિંધાય છે; જેમ કોઈ પક્ષી પોતાનો જીવ જશે એમ જાણ્યા વગર જાળમાં ધસી જાય છે, તેમ તે જાય છે.”—નીતિવચન ૭:૨૨, ૨૩.
તે યુવાન પોતાને મળેલા આમંત્રણનો નકાર કરી શક્યો નહિ. સમજ્યા વિના તે ‘જેમ બળદ કસાઈવાડે જાય છે’ તેમ તેની પાછળ જાય છે. જેમ બેડીઓ પહેરેલો કેદી સજાથી બચી શકતો નથી તેમ યુવાન પાપની સજા ભોગવે છે. “તેનું કલેજું તીરથી વિંધાય છે” ત્યાં સુધી તે ખતરો જોતો નથી. એટલે કે તેનું મૃત્યુ પણ થઈ શકે એવો ઘા મેળવે છે ત્યાં સુધી તે સાવધાન થતો નથી. જાતીયતાથી થતા પ્રાણઘાતક રોગોમાં સંડોવાઈને તે પોતા માટે મૃત્યુ લાવે છે. એ ઘાથી તેનું આત્મિક મરણ પણ થઈ શકે કારણ કે એમાં તેનો “પોતાનો જીવ” પણ જઈ શકતો હતો. તેના સમગ્ર જીવન પર ખૂબ જ માઠી અસર પડે છે. તેમ જ પરમેશ્વર વિરુદ્ધ તે ગંભીર પાપ કરે છે. આમ તે કોઈ પક્ષી જાળમાં ધસી જાય છે તેમ મરણના પંજામાં ધસી જાય છે!
“તેના રસ્તાઓમાં ભટકીને જતો નહિ”
શાણા રાજા સુલેમાને જે જોયું એમાંથી બોધપાઠ લઈને તે આપણને વિનંતી કરે છે: “હવે, મારા દીકરાઓ, સાંભળો, અને મારા મુખનાં વચનો પર લક્ષ આપ. તારૂં હૃદય તેના માર્ગો તરફ વળવા ન દે, તેના રસ્તાઓમાં ભટકીને જતો નહિ. કેમકે તેણે ઘણાને ઘાયલ કરીને પાયમાલ કર્યા છે; તેનાથી માર્યા ગએલાઓની સંખ્યા મોટી ફોજ જેવી છે. તેનું ઘર શેઓલનો માર્ગ છે, કે જે મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે.”—નીતિવચન ૭:૨૪-૨૭.
સ્પષ્ટપણે, સુલેમાન મરણ તરફ દોરી જતી અનૈતિક વ્યક્તિના માર્ગોથી દૂર રહેવા અને ‘જીવતા રહેવાʼની સલાહ આપે છે. (નીતિવચન ૭:૨) આપણા સમય માટે કેટલી સમયસરની સલાહ! ખરેખર આપણે એવી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ કે જ્યાં આપણને કોઈ ફસાવી શકે. શા માટે તમે ત્યાં જઈને તેઓને મોકો આપો છો કે તેઓ તમને ફસાવે? એમ કરીને, શા માટે તમે “અક્કલહીન” બનો છો અને “પરસ્ત્રી”ના રસ્તા તરફ જાઓ છો?
રાજાએ જોએલી “પરસ્ત્રી” યુવાનને ‘પ્રેમની મઝા ઉડાવવાʼનું આકર્ષક આમંત્રણ આપે છે. શું આજે પણ યુવાનો, ખાસ કરીને છોકરીઓનું આવી રીતે શોષણ નથી થતું? પરંતુ જરા વિચારો: જ્યારે કોઈ વ્યક્તિ તમને જાતીય સંબંધ બાંધવાનું પ્રલોભન આપે છે ત્યારે, શું એ સાચો પ્રેમ હોય છે કે ફક્ત સ્વાર્થી જાતીય લાલસા હોય છે? શા માટે સાચો પ્રેમ કરનાર યુવાને યુવતીના ખ્રિસ્તી તાલીમ પામેલા અંતઃકરણને ભ્રષ્ટ કરવા દબાણ કરવું જોઈએ? એ માટે સુલેમાન સલાહ આપે છે કે “તારૂં હૃદય તેના માર્ગો તરફ વળવા ન દે.”
સામાન્ય રીતે ફોસલાવનારાઓની વાતચીત લોભામણી અને ગણતરીપૂર્વકની હોય છે. ડહાપણ [જ્ઞાન] અને બુદ્ધિ પ્રમાણે ચાલવાથી આપણે તેઓને ઓળખી શકીશું. આપણે એ ન ભૂલવું જોઈએ કે યહોવાહની આજ્ઞાઓ આપણું રક્ષણ કરશે. એ માટે ચાલો આપણે ‘દેવની આજ્ઞાઓ પાળીને’ સદાકાળ ‘જીવતા રહેવાʼનો પ્રયત્ન કરીએ.—૧ યોહાન ૨:૧૭.
કીમતી રત્નો શોધીએ
(નીતિવચનો ૯:૭-૯) તિરસ્કાર કરનારને ઠપકો દેનાર ફજેત થાય છે; અને દુષ્ટ માણસને ધમકાવનારને બટ્ટો લાગે છે. ૮ તિરસ્કાર કરનારને ઠપકો ન દે, રખેને તે તારો ધિક્કાર કરે; જ્ઞાની પુરુષને ઠપકો દે, એટલે તે તારા પર પ્રેમ કરશે. ૯ જ્ઞાની પુરુષને શિક્ષણ આપ, એટલે તે વધારે જ્ઞાની થશે; ન્યાયી માણસને શીખવ, એટલે તેની વિદ્યામાં વૃદ્ધિ થશે.
‘ડહાપણથી આપણું આયુષ્ય વધશે’
ડહાપણ જે શિસ્ત આપે છે એને ખ્રિસ્તીઓએ નમ્રપણે સ્વીકારવી જોઈએ. નાનેરાઓ અને યહોવાહ વિષે શીખવાની શરૂઆત જ કરી છે તેઓએ તો એને ખાસ સ્વીકારવી જોઈએ. પરમેશ્વરના માર્ગો વિષે બિનઅનુભવી હોવાથી, તેઓ ‘મૂર્ખ’ હોય શકે. જોકે તેઓના હૃદયની બધી જ પ્રેરણાઓ ખોટી હોતી નથી, પરંતુ તેઓનાં હૃદયો યહોવાહ દેવને ખુશ કરનારા બનાવવા માટે સમયની જરૂર છે. એ માટે આપણે આપણા વિચારો, ઇચ્છાઓ, લાગણીઓ અને ધ્યેયોને પરમેશ્વરની ઇચ્છાના સુમેળમાં લાવવાની જરૂર છે. એ માટે તેઓ “નિષ્કપટ આત્મિક દૂધની ઇચ્છા” રાખે એ કેટલું મહત્ત્વનું છે.—૧ પીતર ૨:૨.
હકીકતમાં, શું આપણે બધાએ “મૂળતત્ત્વો”થી આગળ વધવું ન જોઈએ? ખરેખર આપણે તો “દેવના ઊંડા વિચારોને” સમજવા રસ વિકસાવવો જ જોઈએ અને ભારે ખોરાકનો લાભ લઈને પરિપક્વ બનવું જોઈએ. (હેબ્રી ૫:૧૨–૬:૧; ૧ કોરીંથી ૨:૧૦) ઈસુ ખ્રિસ્તના નિરીક્ષણ હેઠળ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” બધા માટે નિયમિત રીતે સમયસરનો આત્મિક ખોરાક પૂરો પાડે છે. (માત્થી ૨૪:૪૫-૪૭) ચાલો આપણે બાઇબલ અને બુદ્ધિમાન ચાકર વર્ગે બહાર પાડેલા બાઇબલ આધારિત પ્રકાશનોનો ખંતથી અભ્યાસ કરીને, ડહાપણના ટેબલ પરથી ભોજનનો આનંદ માણીએ.
“તિરસ્કાર કરનારને ઠપકો ન દે”
ડહાપણના શિક્ષણમાં શિખામણ અને ઠપકાનો પણ સમાવેશ થાય છે. એ શિખામણ કે ઠપકો કોઈને પણ ગમતો નથી. તેથી, નીતિવચનના પુસ્તકના પ્રથમ ભાગના અંતમાં ચેતવણી પણ આપવામાં આવી છે: “તિરસ્કાર કરનારને ઠપકો દેનાર ફજેત થાય છે; અને દુષ્ટ માણસને ધમકાવનારને બટ્ટો લાગે છે. તિરસ્કાર કરનારને ઠપકો ન દે, રખેને તે તારો ધિક્કાર કરે; જ્ઞાની પુરુષને ઠપકો દે, એટલે તે તારા પર પ્રેમ કરશે.”—નીતિવચન ૯:૭, ૮ક.
તિરસ્કાર કરનાર પોતાને સીધો રસ્તો બતાવનાર પ્રત્યે ગુસ્સે થાય છે અને તેને ધિક્કારે છે. દુષ્ટ વ્યક્તિ ઠપકાના મૂલ્યની કદર કરતી નથી. બાઇબલના અદ્ભુત સત્યને ધિક્કારનાર કે એની મજાક ઉડાવનારને સત્ય શીખવવું નકામું છે! પ્રેષિત પાઊલ અંત્યોખમાં પ્રચાર કરતા હતા ત્યારે, તેમને સત્ય માટે બિલકુલ પ્રેમ ન હોય એવા યહુદીઓના એક ટોળાનો સામનો કરવો પડ્યો. તેઓએ પાઊલ વિરુદ્ધ દુર્ભાષણ કરીને તેમને દલીલોમાં સંડોવવાના પ્રયત્નો કર્યા ત્યારે, પાઊલે ફક્ત આમ કહ્યું: “તમે તેનો [દેવના શબ્દોનો] નકાર કરો છો, અને અનંતજીવન પામવાને તમે પોતાને અયોગ્ય ઠરાવો છો, માટે જુઓ, અમે વિદેશીઓ તરફ ફરીએ છીએ.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૫, ૪૬.
આપણે નમ્ર હૃદયનાઓ પાસે રાજ્યનો સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કરીએ ત્યારે, તિરસ્કાર કરનારાઓ સાથે દલીલોમાં ન જોડાઈ જઈએ માટે કાળજી રાખીએ. ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને સૂચના આપી હતી: “ઘરમાં જઇને તેનાંને સલામ કહો. અને જો તે ઘર યોગ્ય હોય તો તમારી કુશળતા તેના પર આવશે, પણ જો તે યોગ્ય નહિ હોય તો તમારી કુશળતા તમારા પર પાછી આવશે. અને જો કોઈ તમારો આવકાર નહિ કરે, ને તમારી વાતો નહિ સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતાં તમે તમારા પગ પરની ધૂળ ખંખેરી નાખો.”—માત્થી ૧૦:૧૨-૧૪.
ઠપકા પ્રત્યે સમજુ વ્યક્તિનું વલણ તિરસ્કાર કરનાર વ્યક્તિથી અલગ હશે. સુલેમાન કહે છે: “જ્ઞાની પુરુષને ઠપકો દે, એટલે તે તારા પર પ્રેમ કરશે. જ્ઞાની પુરુષને શિક્ષણ આપ, એટલે તે વધારે જ્ઞાની થશે.” (નીતિવચન ૯:૮ખ, ૯ક) સમજુ વ્યક્તિ જાણે છે કે “કોઈ પણ શિક્ષા હાલ તરત આનંદકારક લાગતી નથી, પણ ખેદકારક લાગે છે; પણ પાછળથી તો તે કસાએલાઓને ન્યાયીપણાનાં શાંતિદાયક ફળ આપે છે.” (હેબ્રી ૧૨:૧૧) જોકે ઠપકો મળવાથી દુઃખ તો થાય છે, પરંતુ એ સ્વીકારવાથી લાભ થવાનો હોય તો શું આપણે એનો વિરોધ કરવો જોઈએ?
શાણા રાજા કહેવાનું ચાલુ રાખે છે, “ન્યાયી માણસને શીખવ, એટલે તેની વિદ્યામાં વૃદ્ધિ થશે.” (નીતિવચન ૯:૯ખ) કોઈ શીખી ન શકે એટલું વિદ્વાન કે વૃદ્ધ હોતું નથી. વૃદ્ધ લોકો પણ સત્ય શીખીને યહોવાહને પોતાનું સમર્પણ કરે છે ત્યારે એ જોઈને આપણને કેવી ખુશી થાય છે! ચાલો આપણે પણ શીખવા માટે તૈયાર રહીએ અને આપણા મગજને સક્રિય રાખીએ.
“તારા આવરદાનાં વર્ષો વધશે”
આ જ વિષયના મુખ્ય મુદ્દા પર ભાર મૂકતા, સુલેમાન બતાવે છે કે ડહાપણ મેળવવા માટે કઈ બાબત સૌથી મહત્ત્વની છે. તે લખે છે: “યહોવાહનું ભય એ જ્ઞાનનો આરંભ છે; અને પરમપવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિ છે.” (નીતિવચન ૯:૧૦) સાચા પરમેશ્વર માટે ઊંડો, આદરણીય ભય ન હોય તો દૈવી ડહાપણ ન મળી શકે. વ્યક્તિ જ્ઞાની હોય શકે, પરંતુ તેને યહોવાહનો ભય ન હોય તો, ઉત્પન્નકર્તાને આદર મળે એવી રીતે એ જ્ઞાનનો ઉપયોગ કરી શકશે નહિ. જાણીતાં સત્યોનો ખોટો અર્થ કાઢીને તે પોતાને મૂર્ખ બનાવી શકે. વધુમાં, ડહાપણનો નોંધપાત્ર ગુણ, સમજણ મેળવવા પરમ પવિત્ર યહોવાહનું જ્ઞાન લેવું જરૂરી છે.
ડહાપણથી કયાં ફળો પેદાં થાય છે? (નીતિવચન ૮:૧૨-૨૧, ૩૫) ઈસ્રાએલના રાજા કહે છે: “કેમકે મારાવડે તારા આયુષ્યની વૃદ્ધિ થશે, અને તારા આવરદાનાં વર્ષો વધશે.” (નીતિવચન ૯:૧૧) ડહાપણ સાથે સંગત રાખવાથી આયુષ્ય વધે છે. હા, ‘ડહાપણ પોતાના માલિકના જીવનું રક્ષણ કરે છે.’—સભાશિક્ષક ૭:૧૨.
ડહાપણ મેળવવા ખંતથી પ્રયત્ન કરવો એ આપણી પોતાની જવાબદારી છે. એ હકીકત પર ભાર મૂકતા, સુલેમાન જણાવે છે: “જો તું જ્ઞાની હોય, તો તારે પોતાને માટે તું જ્ઞાની છે; અને જો તું તિરસ્કાર કરતો હોય, તો તારે એકલાને જ તેનું ફળ ભોગવવું પડશે.” (નીતિવચન ૯:૧૨) સમજુ વ્યક્તિને પોતાને જ ફાયદો થશે અને તિરસ્કાર કરનારને જે દુઃખ પડે છે એ માટે તે પોતે જ દોષિત છે. ખરેખર, આપણે જે વાવીશું એ જ લણીશું. તેથી ચાલો આપણે, “જ્ઞાન” [“ડહાપણ,” NW] તરફ આપણો કાન ધરીએ.—નીતિવચન ૨:૨.
“મૂર્ખ સ્ત્રી કંકાસિયેણ છે”
એનાથી ભિન્ન, સુલેમાન આગળ કહે છે: “મૂર્ખ સ્ત્રી કંકાસિયેણ છે; તે સમજણ વગરની છે, અને છેક અજાણ છે. તે પોતાના ઘરના બારણા આગળ, નગરની ઊંચી જગાઓ પર આસન વાળીને બેસે છે, જેથી ત્યાં થઇને જનારાઓને, એટલે પોતાને સીધે માર્ગે ચાલનારાઓને તે એમ કહીને બોલાવે, કે જે કોઈ મૂર્ખ હોય, તે વળીને અહીં અંદર આવે.”—નીતિવચન ૯:૧૩-૧૬ક.
મૂર્ખતાને અહીં બોલકણી, શિસ્ત વગરની અને સમજણ વગરની સ્ત્રી તરીકે ચિત્રિત કરવામાં આવી છે. તેણે પણ ઘર બાંધ્યું છે. અને તેણે બિનઅનુભવીને લલચાવવાનું કામ માથે લીધું છે. તેની પાસેથી પસાર થનારાઓ પાસે પસંદગી રહેલી છે. શું તેઓ ડહાપણનું આમંત્રણ સ્વીકારશે કે મૂર્ખતાનું?
“ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે”
ડહાપણ અને મૂર્ખતા બંને, સાંભળનારને “વળીને અહીં અંદર” આવવાનું આમંત્રણ આપે છે. પરંતુ બંનેના આમંત્રણમાં ફરક છે. ડહાપણ લોકોને દ્રાક્ષદારૂ, માંસ અને રોટલી ખાવા આમંત્રણ આપે છે. જ્યારે કે મૂર્ખતાનું લલચાવનાર આમંત્રણ એ વેશ્યાના માર્ગો છે એ આપણે ભૂલવું ન જોઈએ. સુલેમાન કહે છે: “બુદ્ધિહીનને તે કહે છે, કે ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે, અને સંતાઇને ખાધેલી રોટલી સ્વાદિષ્ટ હોય છે.”—નીતિવચન ૯:૧૬ક, ૧૭.
(નીતિવચનો ૧૦:૨૨) યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે. અને તેની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી.
પ્રામાણિક રહીને ચાલવાના આશીર્વાદો
નીતિવચનો ૧૦:૨૨ કહે છે, “યહોવાહનો આશીર્વાદ ધનવાન કરે છે. અને તેની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી.” તેથી આપણી પાસે જે આશીર્વાદ છે એનાથી શું આપણે ખુશ થવું ન જોઈએ? ચાલો એ આશીર્વાદો પર થોડો વિચાર કરીએ. અને જોઈએ કે એ આપણા જીવનમાં કેવો ભાગ ભજવે છે. યહોવાહે જે આશીર્વાદો વરસાવ્યા છે એના પર ઊંડો વિચાર કરવાથી આપણે ‘પ્રામાણિક પણે ચાલી શકીશું.’ આપણે ખુશી ખુશી યહોવાહની સેવા કરતા રહેવાનો પાકો નિર્ણય લઈ શકીશું.—નીતિવચનો ૨૦:૭.
હાલનું આપણું જીવન સુખી કરતા આશીર્વાદો
આપણી પાસે બાઇબલના શિક્ષણનું ખરું જ્ઞાન છે. ખ્રિસ્તી દેશો અથવા ચર્ચો બાઇબલમાં માનવાનો દાવો કરે છે. પણ તેઓ બાઇબલના સાચા શિક્ષણ સાથે સહમત નથી. તેઓ એક જ ચર્ચમાં જાય છે, પણ એક વ્યક્તિની માન્યતા બીજી વ્યક્તિથી અલગ છે. જો કે બાઇબલ શિક્ષણની બાબતમાં યહોવાહના ભક્તો તેમનાથી એકદમ અલગ છે! આપણે જુદા જુદા દેશ-જાતિ કે સંસ્કૃતિમાંથી આવીએ છીએ. તોપણ આપણે ભક્તિમાં પરમેશ્વરના નામનો ઉપયોગ કરીએ છીએ. આપણે યહોવાહ પરમેશ્વરને કંઈ ત્રૈક્ય દેવ તરીકે માનતા નથી. (પુનર્નિયમ ૬:૪; ગીતશાસ્ત્ર ૮૩:૧૮; માર્ક ૧૨:૨૯) આપણે જાણીએ છીએ કે યહોવાહ પરમેશ્વર વિશ્વના માલિક છે. શેતાને તેમના રાજ કરવાના હક્ક પર જે સવાલ ઊભો કર્યો છે, એને યહોવાહ જલદી જ થાળે પાડશે. આપણે પરમેશ્વરના માર્ગમાં પ્રામાણિકપણે ચાલીએ છીએ ત્યારે એ સવાલનો જવાબ આપીએ છીએ. આપણે જાણીએ છીએ કે મૂએલાઓ આપણને કંઈ કરી શકતા નથી. તેથી, મરણ પછી નર્કમાં કે બીજી કોઈ જગ્યાએ પરમેશ્વર માણસને રિબાવશે એવો કોઈ ડર આપણને નથી.—સભાશિક્ષક ૯:૫, ૧૦.
આપણે જાણીએ છીએ કે ઉત્ક્રાંતિવાદની (ઈવોલ્યુશન) માન્યતા સાવ ખોટી છે. કેમ કે યહોવાહે આપણને બનાવ્યા છે. તેમણે આપણામાં તેમના જેવા ગુણો પણ મૂક્યા છે. (ઉત્પત્તિ ૧:૨૬; માલાખી ૨:૧૦) આ વિષે ગીતકર્તાએ યહોવાહને કહ્યું: “ભય તથા આશ્ચર્ય પમાડે એવી રીતે મને રચવામાં આવ્યો છે, માટે હું તારી ઉપકારસ્તુતિ કરીશ; તારાં કામ આશ્ચર્યકારક છે, એ મારો જીવ સારી પેઠે જાણે છે.”—ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪.
આપણે ખોટી આદતો કે ટેવો છોડી દીધી છે. ટીવી કે છાપામાં ઘણી ચેતવણી આવે છે. જેમ કે, સિગારેટ પીવી ખતરનાક છે. વધારે શરાબ શરીર માટે જોખમી છે. લગ્ન સિવાય જાતીય સંબંધ રાખવા ખોટું છે. પણ મોટા ભાગના લોકો એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખે છે. વિચાર કરો કે કોઈ નેકદિલ માણસ બાઇબલમાંથી શીખે છે. તેને જાણવા મળે છે કે સાચા પરમેશ્વર ઉપરની બધી બાબતોને ધિક્કારે છે. તોપણ લોકો એમ કરે છે ત્યારે પરમેશ્વર દુઃખી થાય છે. હવે એ માણસ શું કરશે? તે એ બધી બાબતો છોડી દેશે. (યશાયાહ ૬૩:૧૦; ૧ કોરીંથી ૬:૯, ૧૦; ૨ કોરીંથી ૭:૧; એફેસી ૪:૩૦) શા માટે? એનાથી તેની તબિયત સારી રહેશે, અને મનની શાંતિ મળશે. પણ મોટે ભાગે તે યહોવાહને ચાહે છે એ માટે એમ કરે છે.
ઘણા માટે ખોટી આદતો છોડવી એ લોઢાના ચણા ચાવવા બરાબર છે. તોપણ દર વર્ષે લાખો લોકો એમ કરે છે. આ લોકોએ નક્કી કર્યું છે કે તેઓ આખી જિંદગી યહોવાહની ભક્તિ કરશે. પછી બાપ્તિસ્મા લેવા માટેના પગલાં ભરે છે. એનાથી લોકો જોઈ શકે છે કે તેઓએ બાઇબલ પ્રમાણે ખોટી આદતો છોડી દીધી છે. એ જોઈને આપણને કેટલું ઉત્તેજન મળે છે! એક તો એ આપણને યાદ કરાવે છે કે આપણે એવી બાબતોથી દૂર રહીએ જે યહોવાહની નજરે ખોટી છે અને જેમાં આપણું નુકસાન છે. અને ખોટા રસ્તા પર ન ચાલવા આપણે વધારે મક્કમ બનીએ છીએ.
કુટુંબ સુખી હશે. ઘણા દેશોમાં કુટુંબોમાં સંપ હોતો નથી. શા માટે? પતિ-પત્ની છૂટાછેડા લે છે. પરિણામે બાળકો પર દુઃખ આવી પડે છે. યુરોપના અમુક દેશોમાં ૨૦ ટકા કુટુંબોમાં ફક્ત માતા કે પિતા જ છે. આપણા કુટુંબમાં યહોવાહે કઈ રીતે સાથ આપ્યો છે? પતિ, પત્ની અને બાળકોને એફેસી ૫:૨૨–૬:૪માં સારી સલાહ આપવામાં આવી છે. એ વાંચજો. એ સલાહ અને બીજી કલમો જીવનમાં ઉતારીશું તો, લગ્નમાં અને બાળકો મોટા કરવામાં ચોક્કસ મદદ મળશે. એનાથી આપણું કુટુંબ સુખી થશે. આ ખરેખર મોટો આશીર્વાદ છે!
આપણને ખાતરી છે કે દુનિયાની તકલીફોનો અંત આવશે. આજકાલ વિજ્ઞાન અને ટેકનૉલૉજી બહુ આગળ વધ્યા છે. નેતાઓ પણ દુનિયાની હાલત સુધારવા માટે મહેનત કરે છે. તોપણ, દુનિયામાં હજુ તકલીફો ચાલી રહી છે. દુનિયાની હાલત સુધારવા વર્લ્ડ ઈકોનોમિક ફૉરમ નામનું સંગઠન સ્થાપનાર ક્લાઉસ સ્વાબ કહે છે: ‘દુનિયામાં મુશ્કેલીઓ દિવસે દિવસે વધી રહી છે. એના તરફ ધ્યાન આપવા માટે સમય બહુ ઓછો પડે છે. દાખલા તરીકે, આખી દુનિયામાં આતંકવાદ છે. લોકો પૃથ્વીને બગાડી રહ્યાં છે. પૈસાની તંગી છે. તેથી દુનિયાની હાલત સુધારવા લોકોમાં સંપ હોવો જોઈએ. એના માટે હમણાં જ પગલાં લેવાની જરૂર છે.’ આ ૨૧મી સદી આગળ વધી રહી છે, તેમ છતાં દુનિયાની હાલત સુધરે એમ લાગતું નથી.
પરંતુ આપણે જાણીએ છીએ કે યહોવાહ મસીહી રાજા દ્વારા દુનિયાની તકલીફોનો અંત લાવશે. ત્યારે પરમેશ્વર ‘લડાઈઓ બંધ કરી દેશે, અને પુષ્કળ શાંતિ થશે.’ એ જાણીને આપણને કેવી મનની શાંતિ મળે છે! (ગીતશાસ્ત્ર ૪૬:૯; ૭૨:૭) એ સમયે ઈસુ ખ્રિસ્ત યહોવાહના રાજ્યમાં રાજ કરશે. તે ‘ગરીબ, દુઃખીજનો અને નિર્બળોને જુલમ તથા હિંસામાંથી છોડાવશે.’ (ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪) લોકોને ભરપેટ ખોરાક મળશે. (ગીતશાસ્ત્ર ૭૨:૧૬) યહોવાહ ‘તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થશે નહિ; તેમ જ શોક કે રુદન કે દુઃખ ફરીથી થશે નહિ; પ્રથમની વાતો જતી રહેશે.’ (પ્રકટીકરણ ૨૧:૪) આ મસીહી રાજ્ય સ્વર્ગમાં શરૂ થયું છે. આ રાજ્ય જલદી જ પૃથ્વી પરની દુઃખ તકલીફોને દૂર કરશે.—દાનીયેલ ૨:૪૪; પ્રકટીકરણ ૧૧:૧૫.
આપણને ખબર છે કે સાચું સુખ કેવી રીતે મેળવી શકીએ. દુનિયાના લોકો પૂછે છે કે સાચું સુખ મેળવવા શું કરવું? એક સાઇકોલૉજીસ્ટ કહે છે કે સાચું સુખ મેળવવા ત્રણ બાબતો જરૂરી છે. પહેલું, મોજશોખ કરો. બીજું, કુટુંબ અને નોકરીમાં જવાબદારી ઉપાડો. અને ત્રીજું, બીજાઓનું ભલું કરો. સાઇકોલૉજીસ્ટ કહે છે કે આ ત્રણમાં મોજશોખ છેલ્લે આવવું જોઈએ. ‘એમાં સાવ ડૂબી ન જવું જોઈએ. પણ મોટા ભાગે લોકો એવું વિચારતા નથી. તેઓને લાગે છે કે મોજશોખ કરીશું, તો ખરેખર સુખી થઈશું.’ એ વિષે બાઇબલ શું જણાવે છે?
જૂના જમાનામાં સુલેમાન ઈસ્રાએલના રાજા હતા. તે કહે છે: ‘મેં મારા મનમાં વિચાર્યું, “ચાલો ત્યારે, મોજશોખ ભોગવી લઈએ, જેથી સુખ શું છે તે શોધી શકાય.” પરંતુ અનુભવે એ વ્યર્થ જણાયું. મને સમજાયું કે હાસ્યવિનોદ પણ પાગલપણું છે અને મોજશોખથી કશો લાભ થતો નથી.’ (સભાશિક્ષક ૨:૧, ૨, કોમન લેંગ્વેજ) આ કલમ પ્રમાણે મોજશોખથી મળતું સુખ આજે છે ને કાલે નથી. શું કામકાજની જવાબદારી ઉપાડવાથી ખરું સુખ મેળવી શકીએ? ખરું કે એ જરૂરી છે. પણ પ્રચાર કામ અને લોકોને બાઇબલમાંથી શીખવવા દ્વારા એક રીતે સુખ મળે છે. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) આ રીતે જેઓ આપણું સાંભળે છે, અને શીખે છે તેઓ નવી દુનિયાનો ભાગ બની શકે છે. એનાથી આપણી સાથે તેઓ પણ નવી દુનિયાનો આશીર્વાદ મેળવી શકશે. (૧ તીમોથી ૪:૧૬) ‘દેવના સેવકો’ હોવાથી આપણે જાણીએ છીએ કે “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” (૧ કોરીંથી ૩:૯; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) આ સિદ્ધાંત પાળવાથી આપણે ખરું સુખ મેળવીએ છીએ. એટલું જ નહિ, આપણે પુરાવો આપીએ છીએ કે યહોવાહ વિશ્વના માલિક છે. અને શેતાને જે આરોપ મૂક્યો છે એ જૂઠો સાબિત કરીએ છીએ. (નીતિવચનો ૨૭:૧૧) ખરેખર, યહોવાહ આપણને બતાવે છે કે આપણે તેમની ભક્તિ કરીશું તો, ખરું સુખ મેળવી શકીશું. અને એ સુખ કાયમ માટેનું હશે.—૧ તીમોથી ૪:૮.
યહોવાહ પોતાના સંગઠન દ્વારા આપણને તાલીમ આપે છે. યહોવાહના સાક્ષીઓના મંડળમાં ગરહાર્ડ એક વડીલ છે. તે પોતાનું બાળપણ યાદ કરતા કહે છે: “હું નાનો હતો ત્યારે મને બોલવામાં તકલીફ પડતી હતી. મનમાં ઘણા વિચારો હોય પણ હું લોકો સામે બોલી શકતો ન હતો. હું બોલવાનો પ્રયત્ન કરતો ત્યારે મારી જીભ તાળવે ચોંટી જતી. હું હિંમત હારી જતો અને નિરાશ થઈ જતો. એના લીધે મારા માબાપે સ્પીકીંગ કોર્સની ગોઠવણ કરી, જેથી હું વધારે સ્પષ્ટ રીતે બોલી શકું. પણ એનાથી કંઈ ફાયદો થયો નહિ. બોલવાની ક્ષમતા તો મારામાં હતી, પણ મનમાં એવું હતું કે હું સારી રીતે બોલી શકતો નથી. પછી હું દેવશાહી સેવા શાળામાં જોડાયો. એ ખરેખર સારી વ્યવસ્થા હતી. આ શાળામાં ભાગ લેવાથી મને હિંમત મળી જેનાથી હું સારી રીતે બોલી શક્યો. હું જે શીખ્યો એ મેં જીવનમાં લાગુ પાડ્યું. ખરેખર એનાથી ઘણો ફેર પડ્યો. હવે હું ચોખ્ખી રીતે બોલી શકતો હતો, અને નિરાશ થતો ન હતો. તેમ જ હિંમતથી પ્રચાર કરી શકતો હતો. હવે હું પબ્લિક ટૉક પણ આપું છું. હું યહોવાહની બહુ કદર કરું છું. કેમ કે આ સ્કૂલથી મારા બોલવામાં ઘણો સુધારો થયો.” યહોવાહ તેમના સંગઠન દ્વારા આપણને તાલીમ આપે છે. એનાથી આપણે તેમણે સોંપેલી જવાબદારી ઉપાડી શકીએ છીએ. એ આપણા માટે એક આશીર્વાદ છે.
આપણે યહોવાહ સાથે નાતો બાંધી શકીએ છીએ અને આખી દુનિયાના ભાઈ-બહેનોનો આપણને પ્રેમ મળે છે. જર્મનીમાં રહેતા કેટરીના બહેન વિષે જોઈએ. તેમણે દક્ષિણ-પૂર્વ એશિયામાં થયેલા ધરતીકંપ અને સુનામી વિષે સાંભળ્યું ત્યારે તે ચિંતામાં ડૂબી ગયા. કેમ કે તેમની દીકરી એ સમયે થાઇલૅન્ડ ફરવા ગઈ હતી. બત્રીસ કલાક સુધી આ બહેન જાણતા ન હતા કે તેમની દીકરી જીવે છે કે નહિ. દર કલાકે સમાચારમાં તેમને જાણવા મળતું કે વધુને વધુ લોકો મોતના મુખમાં ચાલ્યા ગયા છે કે ઇજા પામ્યા છે. છેવટે બત્રીસ કલાક પછી કેટરીનાને કોઈએ ફોનથી જણાવ્યું કે તેમની દીકરી સલામત છે, ત્યારે તેમના મનને શાંતિ થઈ.
કેટરીના બહેન ચિંતામાં હતા ત્યારે તેમને શેમાંથી મદદ મળી? તે લખે છે: ‘બત્રીસ કલાકમાં મોટે ભાગે મેં યહોવાહને પ્રાર્થના કરી. એનાથી મેં વારંવાર જોયું કે યહોવાહે કઈ રીતે મને હિંમત અને શક્તિ આપ્યા છે. મંડળના ભાઈ-બહેનો મને મળવા આવ્યા અને ઉત્તેજન આપ્યું.’ (ફિલિપી ૪:૬, ૭) વિચાર કરો કે તેમણે પ્રાર્થના ન કરી હોત અને મંડળના ભાઈ-બહેનો ન હોત તો, તેમની શું હાલત થાત. આ બતાવી આપે છે કે યહોવાહ, તેમના દીકરા ઈસુ અને આખી દુનિયાના ભાઈ-બહેનો સાથેનો સંબંધ એક આશીર્વાદ છે. ખરેખર એની આપણે કદર કરવી જોઈએ!
આપણને ખાતરી છે કે ગુજરી ગયેલા લોકોને ફરીથી જોઈશું. (યોહાન ૫:૨૮, ૨૯) માતીઅસનો વિચાર કરો. તે નાનપણથી યહોવાહના સાક્ષી તરીકે મોટો થયો હતો. પણ તેણે એ આશીર્વાદની કદર ન કરી. તે કિશોર વયનો હતો ત્યારે મંડળથી દૂર થઈ ગયો. તે લખે છે: “હું મારા પપ્પા સાથે બહુ વાત ન કરતો. વર્ષો સુધી અમારી વચ્ચે ઘણા મતભેદો હતા. તોપણ પપ્પા ચાહતા હતા કે મારું ભલું થાય. તે મને બહુ પ્રેમ કરતા. પણ ઘણી વાર હું તેમને સમજી ન શક્યો. ૧૯૯૬માં મારા પપ્પા હૉસ્પિટલમાં બેભાન હતા ત્યારે હું તેમનો હાથ પકડીને રડી પડ્યો. ખરું કે તે સાંભળી શકતા ન હતા. તોપણ મેં તેમને દિલથી કહ્યું કે ‘મેં જે કર્યું એ ખોટું હતું, હું તમને પ્રેમ કરું છું.’ એના થોડા સમય પછી બીમારીને લીધે તે મરણ પામ્યા. હવે હું નવી દુનિયાની રાહ જોઉં છું જ્યારે મારા પપ્પા સજીવન થશે. ત્યારે અમારી વચ્ચે કોઈ મતભેદ નહિ હોય. તેમને એ જાણીને પણ બહુ ખુશી થશે કે તેમનો દીકરો મંડળમાં વડીલ છે, અને તેની પત્ની સાથે પાયોનિયરીંગ કરે છે.” યહોવાહ ગુજરી ગએલાને ફરી ઉઠાડશે, એવી ખાતરી હોવી કેવો મોટો આશિષ કહેવાય!
ઑક્ટોબર ૧૭-૨૩
બાઇબલમાં રહેલો ખજાનો | નીતિવચનો ૧૨-૧૬
“સોના કરતાં ડહાપણ વધારે કિંમતી છે”
(નીતિવચનો ૧૬:૧૬, ૧૭) સોના કરતાં જ્ઞાન મેળવવું એ કેટલું ઉત્તમ છે! અને રૂપા કરતાં બુદ્ધિ પસંદ કરવા યોગ્ય છે. ૧૭ ભૂંડાઈથી દૂર જવું એ જ પ્રામાણિક માણસનો ધોરી રસ્તો છે; જે પોતાનો માર્ગ સંભાળે છે તે પોતાના આત્માનું રક્ષણ કરે છે.
w07-E ૭/૧૫ ૮
જ્ઞાનથી રક્ષણ મળે છે
નીતિવચનો ૧૬:૧૬ કહે છે: “સોના કરતાં જ્ઞાન મેળવવું એ કેટલું ઉત્તમ છે! અને રૂપા કરતાં બુદ્ધિ પસંદ કરવા યોગ્ય છે.” જ્ઞાન આટલું કીમતી કેમ છે? કારણ કે, “જેમ દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે. પણ જ્ઞાનની ઉત્તમતા એ છે કે, તે પોતાના માલિકના જીવનું રક્ષણ કરે છે.” (સભાશિક્ષક ૭:૧૨) પણ જ્ઞાન કેવી રીતે પોતાના માલિકના જીવનું રક્ષણ કરે છે?
ઈશ્વરના વચન, બાઇબલનું સાચું જ્ઞાન મેળવીને અને એના સુમેળમાં ચાલવાથી આપણને યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવા મદદ મળે છે. (નીતિવચનો ૨:૧૦-૧૨) પ્રાચીન ઇઝરાયેલના રાજા સુલેમાન કહે છે: “ભૂંડાઈથી દૂર જવું એ જ પ્રામાણિક માણસનો ધોરી રસ્તો છે; જે પોતાનો માર્ગ સંભાળે છે તે પોતાના આત્માનું [જીવનું] રક્ષણ કરે છે.” (નીતિવચનો ૧૬:૧૭) આમ, જ્ઞાન પોતાના માલિકને ખોટા રસ્તે જતા રોકે છે અને તેના જીવનું રક્ષણ કરે છે! નીતિવચનો ૧૬:૧૬-૩૩માં જણાવેલા ડહાપણભરેલાં વચનો બતાવે છે કે, ઈશ્વરનું જ્ઞાન લેવાથી આપણાં સ્વભાવ, બોલી અને કામો પર સારી અસર થાય છે.
“નમ્ર સ્વભાવ રાખો”
નીતિવચનોમાં ડહાપણને વ્યક્તિ તરીકે સંબોધતા આમ કહેવામાં આવ્યું છે: “અભિમાન, ઉદ્ધતાઇ . . . એમનો હું ધિક્કાર કરું છું.” (નીતિવચનો ૮:૧૩) અભિમાન અને જ્ઞાન એકબીજાના વિરોધી છે. આપણે ડહાપણથી વર્તવું જોઈએ અને આપણામાં ક્યારેય ઘમંડી વલણ આવી ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને, જીવનમાં સફળતા હાંસલ કરી હોય અથવા મંડળમાં કોઈ જવાબદારી સોંપવામાં આવી હોય.
નીતિવચનો ૧૬:૧૮ ચેતવણી આપતા કહે છે કે, “અભિમાનનું પરિણામ નાશ છે, અને ગર્વિષ્ઠ સ્વભાવનું છેવટ પાયમાલી છે.” ઘમંડને લીધે ખરાબ પરિણામ આવ્યું હોય એવા ઇતિહાસના આ બનાવ પર ધ્યાન આપો. ઈશ્વરનો એક સંપૂર્ણ પુત્ર ઘમંડને લીધે નિંદા કરનાર અને શેતાન બન્યો. (ઉત્પત્તિ ૩:૧-૫; પ્રકટીકરણ ૧૨:૯) તેણે લીધેલું ખોટું પગલું શું ઘમંડને લીધે ન હતું? એટલે જ, આ ઘટનાને ધ્યાનમાં રાખતાં, બાઇબલ આપણને ચેતવે છે કે, શ્રદ્ધામાં નવા હોય તે ભાઈને ખાસ જવાબદારી ન સોંપવી. “નહિ તો કદાચ તે અભિમાનને લીધે ફુલાઈ જાય અને શેતાનના જેવી સજા તેના પર આવી પડે.” (૧ તિમોથી ૩:૧, ૨, ૬) બીજાઓના ઘમંડી સ્વભાવની અસર આપણામાં ન આવી જાય એનું ધ્યાન રાખવું કેટલું સારું છે.
(નીતિવચનો ૧૬:૧૮, ૧૯) અભિમાનનું પરિણામ નાશ છે, અને ગર્વિષ્ટ સ્વભાવનું છેવટ પાયમાલી છે. ૧૯ ગરીબની સાથે નમ્રતા રાખવી તે અભિમાનની સાથે લૂંટ વહેંચી લેવા કરતાં ઉત્તમ છે.
w07-E ૭/૧૫ ૮-૯
જ્ઞાનથી રક્ષણ મળે છે
નીતિવચનો ૧૬:૧૬ કહે છે: “સોના કરતાં જ્ઞાન મેળવવું એ કેટલું ઉત્તમ છે! અને રૂપા કરતાં બુદ્ધિ પસંદ કરવા યોગ્ય છે.” જ્ઞાન આટલું કીમતી કેમ છે? કારણ કે, “જેમ દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે. પણ જ્ઞાનની ઉત્તમતા એ છે કે, તે પોતાના માલિકના જીવનું રક્ષણ કરે છે.” (સભાશિક્ષક ૭:૧૨) પણ જ્ઞાન કેવી રીતે પોતાના માલિકના જીવનું રક્ષણ કરે છે?
ઈશ્વરના વચન, બાઇબલનું સાચું જ્ઞાન મેળવીને અને એના સુમેળમાં ચાલવાથી આપણને યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવા મદદ મળે છે. (નીતિવચનો ૨:૧૦-૧૨) પ્રાચીન ઇઝરાયેલના રાજા સુલેમાન કહે છે: “ભૂંડાઈથી દૂર જવું એ જ પ્રામાણિક માણસનો ધોરી રસ્તો છે; જે પોતાનો માર્ગ સંભાળે છે તે પોતાના આત્માનું [જીવનું] રક્ષણ કરે છે.” (નીતિવચનો ૧૬:૧૭) આમ, જ્ઞાન પોતાના માલિકને ખોટા રસ્તે જતા રોકે છે અને તેના જીવનું રક્ષણ કરે છે! નીતિવચનો ૧૬:૧૬-૩૩માં જણાવેલા ડહાપણભરેલાં વચનો બતાવે છે કે, ઈશ્વરનું જ્ઞાન લેવાથી આપણાં સ્વભાવ, બોલી અને કામો પર સારી અસર થાય છે.
નમ્ર સ્વભાવ રાખો
નીતિવચનોમાં ડહાપણને વ્યક્તિ તરીકે સંબોધતા આમ કહેવામાં આવ્યું છે: “અભિમાન, ઉદ્ધતાઇ . . . એમનો હું ધિક્કાર કરું છું.” (નીતિવચનો ૮:૧૩) અભિમાન અને જ્ઞાન એકબીજાના વિરોધી છે. આપણે ડહાપણથી વર્તવું જોઈએ અને આપણામાં ક્યારેય ઘમંડી વલણ આવી ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને, જીવનમાં સફળતા હાંસલ કરી હોય અથવા મંડળમાં કોઈ જવાબદારી સોંપવામાં આવી હોય.
નીતિવચનો ૧૬:૧૮ ચેતવણી આપતા કહે છે કે, “અભિમાનનું પરિણામ નાશ છે, અને ગર્વિષ્ઠ સ્વભાવનું છેવટ પાયમાલી છે.” ઘમંડને લીધે ખરાબ પરિણામ આવ્યું હોય એવા ઇતિહાસના આ બનાવ પર ધ્યાન આપો. ઈશ્વરનો એક સંપૂર્ણ પુત્ર ઘમંડને લીધે નિંદા કરનાર અને શેતાન બન્યો. (ઉત્પત્તિ ૩:૧-૫; પ્રકટીકરણ ૧૨:૯) તેણે લીધેલું ખોટું પગલું શું ઘમંડને લીધે ન હતું? એટલે જ, આ ઘટનાને ધ્યાનમાં રાખતાં, બાઇબલ આપણને ચેતવે છે કે, શ્રદ્ધામાં નવા હોય તે ભાઈને ખાસ જવાબદારી ન સોંપવી. “નહિ તો કદાચ તે અભિમાનને લીધે ફુલાઈ જાય અને શેતાનના જેવી સજા તેના પર આવી પડે.” (૧ તિમોથી ૩:૧, ૨, ૬) બીજાઓના ઘમંડી સ્વભાવની અસર આપણામાં ન આવી જાય એનું ધ્યાન રાખવું કેટલું સારું છે.
નીતિવચનો ૧૬:૧૯ કહે છે: “ગરીબની સાથે નમ્રતા રાખવી તે અભિમાનની સાથે લૂંટ વહેંચી લેવા કરતાં ઉત્તમ છે.” આ વચનની સચ્ચાઈ, બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના કિસ્સામાં દેખાઈ આવે છે. તેણે દૂરાના મેદાનમાં એક વિશાળ મૂર્તિ ઊભી કરી. કદાચ એ મૂર્તિ રાજાનું પ્રતિબિંબ હતી. એ મૂર્તિની ઊંચાઈ ૬૦ હાથ (૯૦ ફૂટ) હતી. તેથી, દેખીતું છે કે એની બેઠક ખૂબ ઊંચી હશે. (દાનીયેલ ૩:૧) આ સ્મારકની ઊંચાઈ અને પહોળાઈ, નબૂખાદનેસ્સારના વિશાળ રાજ્યને દર્શાવતી હતી. ઘણી વાર આવા ઊંચા અને વિશાળ સ્મારકો માણસોને ખૂબ પ્રભાવિત કરે છે, પણ ઈશ્વરને નહિ. ગીતકર્તા કહે છે, “જોકે યહોવા મહાન છે, તોપણ તે દીન જનો પર લક્ષ રાખે છે; પણ ગર્વિષ્ઠોને તો તે વેગળેથી ઓળખે છે.” (ગીતશાસ્ત્ર ૧૩૮:૬) ખરેખર તો, “માણસો જેને મહત્ત્વનું ગણે છે, એ ઈશ્વરની નજરમાં ધિક્કારપાત્ર છે.” (લુક ૧૬:૧૫) તેથી, ‘મોટી મોટી વાતો પર મન ન લગાડીએ પણ નમ્ર બનીએ.’—રોમનો ૧૨:૧૬.
સમજથી બોલો અને ખાતરી કરાવો
ડહાપણ મેળવવાથી આપણી બોલી પર કેવી અસર થાય છે? જ્ઞાની રાજા સુલેમાન કહે છે: “જે પ્રભુના વચનને ગણકારે છે તેનું હિત થશે; અને જે કોઈ યહોવા પર વિશ્વાસ રાખે છે તેને ધન્ય છે. જ્ઞાની અંતઃકરણવાળો માણસ શાણો કહેવાશે; અને મીઠા હોઠોથી વિદ્યાની વૃદ્ધિ થાય છે. જેને બુદ્ધિ છે તેને તે જીવનનો ઝરો છે; પણ મૂર્ખોની શિક્ષા તો તેમની મૂર્ખાઈ છે. જ્ઞાનીનું હૃદય તેના મોઢાને શીખવે છે, અને તેના હોઠોને વિદ્યાની વૃદ્ધિ કરી આપે છે.”—નીતિવચનો ૧૬:૨૦-૨૩.
ડહાપણ આપણને સમજ અને પ્રેરણા આપીએ એવી રીતે બોલવામાં મદદ કરે છે. શા માટે? કારણ કે, જ્ઞાની વ્યક્તિ દરેક બાબતમાં “યહોવા પર વિશ્વાસ રાખે છે” અને ‘હિતકારક’ કામો કરવા પ્રયત્ન કરે છે. આપણે બીજાઓના સારા ગુણો પર ધ્યાન રાખવા કોશિશ કરીએ છીએ ત્યારે, આપણે તેમના વિશે સારું બોલવા પ્રેરાઈએ છીએ. આમ આપણી બોલી મીઠી અને પ્રેરણા આપે એવી બને છે, કઠોર કે ઝઘડો કરવા ઉશ્કેરે એવી નહિ. બીજાઓની હાલતની ઊંડી સમજ હશે તો, આપણે તેઓની પરિસ્થિતિને અને તેઓ એનો કેવી રીતે સામનો કરી રહ્યા છે, એ સમજી શકીશુ.
ડહાપણભરેલા શબ્દો પ્રચારકામ અને શિષ્ય બનાવવાના કામમાં ખૂબ જરૂરી છે. ઈશ્વરના વચનમાંથી બીજાઓને શીખવીએ છીએ ત્યારે, આપણો હેતુ ફક્ત શાસ્ત્ર વિશેની માહિતી આપવાનો જ નથી હોતો. આપણો હેતુ તો વ્યક્તિના દિલ સુધી પહોંચવાનો હોય છે. તેથી, આપણા શબ્દો સાંભળનારને ખાતરી કરાવે એવા હોવા જોઈએ. પ્રેરિત પાઊલે તિમોથીને અરજ કરતા કહ્યું હતું કે, જે વાતોની “તને ખાતરી કરાવવામાં આવી છે” એમાં લાગુ રહેજે.—૨ તિમોથી ૩:૧૪, ૧૫.
(નીતિવચનો ૧૬:૨૦-૨૪) જે પ્રભુના વચનને ગણકારે છે તેનું હિત થશે; અને જે કોઈ યહોવા પર વિશ્વાસ રાખે છે તેને ધન્ય છે. ૨૧ જ્ઞાની અંતઃકરણવાળો માણસ શાણો કહેવાશે; અને મીઠા હોઠોથી વિદ્યાની વૃદ્ધિ થાય છે. ૨૨ જેને બુદ્ધિ છે તેને તે જીવનનો ઝરો છે; પણ મૂર્ખોની શિક્ષા તો તેમની મૂર્ખાઇ છે. ૨૩ જ્ઞાનીનું હૃદય તેના મોઢાને શીખવે છે, અને તેના હોઠોને વિદ્યાની વૃદ્ધિ કરી આપે છે. ૨૪ માયાળુ શબ્દો મધ જેવા છે, તેઓ આત્માને મીઠા લાગે છે તથા હાડકાંને આરોગ્ય આપે છે.
w07-E ૭/૧૫ ૯-૧૦
જ્ઞાનથી રક્ષણ મળે છે
નીતિવચનો ૧૬:૧૯ કહે છે: “ગરીબની સાથે નમ્રતા રાખવી તે અભિમાનની સાથે લૂંટ વહેંચી લેવા કરતાં ઉત્તમ છે.” આ વચનની સચ્ચાઈ, બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના કિસ્સામાં દેખાઈ આવે છે. તેણે દૂરાના મેદાનમાં એક વિશાળ મૂર્તિ ઊભી કરી. કદાચ એ મૂર્તિ રાજાનું પ્રતિબિંબ હતી. એ મૂર્તિની ઊંચાઈ ૬૦ હાથ (૯૦ ફૂટ) હતી. તેથી, દેખીતું છે કે એની બેઠક ખૂબ ઊંચી હશે. (દાનીયેલ ૩:૧) આ સ્મારકની ઊંચાઈ અને પહોળાઈ, નબૂખાદનેસ્સારના વિશાળ રાજ્યને દર્શાવતી હતી. ઘણી વાર આવા ઊંચા અને વિશાળ સ્મારકો માણસોને ખૂબ પ્રભાવિત કરે છે, પણ ઈશ્વરને નહિ. ગીતકર્તા કહે છે, “જોકે યહોવા મહાન છે, તોપણ તે દીન જનો પર લક્ષ રાખે છે; પણ ગર્વિષ્ઠોને તો તે વેગળેથી ઓળખે છે.” (ગીતશાસ્ત્ર ૧૩૮:૬) ખરેખર તો, “માણસો જેને મહત્ત્વનું ગણે છે, એ ઈશ્વરની નજરમાં ધિક્કારપાત્ર છે.” (લુક ૧૬:૧૫) તેથી, ‘મોટી મોટી વાતો પર મન ન લગાડીએ પણ નમ્ર બનીએ.’—રોમનો ૧૨:૧૬.
સમજથી બોલો અને ખાતરી કરાવો
ડહાપણ મેળવવાથી આપણી બોલી પર કેવી અસર થાય છે? જ્ઞાની રાજા સુલેમાન કહે છે: “જે પ્રભુના વચનને ગણકારે છે તેનું હિત થશે; અને જે કોઈ યહોવા પર વિશ્વાસ રાખે છે તેને ધન્ય છે. જ્ઞાની અંતઃકરણવાળો માણસ શાણો કહેવાશે; અને મીઠા હોઠોથી વિદ્યાની વૃદ્ધિ થાય છે. જેને બુદ્ધિ છે તેને તે જીવનનો ઝરો છે; પણ મૂર્ખોની શિક્ષા તો તેમની મૂર્ખાઇ છે. જ્ઞાનીનું હૃદય તેના મોઢાને શીખવે છે, અને તેના હોઠોને વિદ્યાની વૃદ્ધિ કરી આપે છે.”—નીતિવચનો ૧૬:૨૦-૨૩.
ડહાપણ આપણને સમજ અને પ્રેરણા આપીએ એવી રીતે બોલવામાં મદદ કરે છે. શા માટે? કારણ કે, જ્ઞાની વ્યક્તિ દરેક બાબતમાં “યહોવા પર વિશ્વાસ રાખે છે” અને ‘હિતકારક’ કામો કરવા પ્રયત્ન કરે છે. આપણે બીજાઓના સારા ગુણો પર ધ્યાન રાખવા કોશિશ કરીએ છીએ ત્યારે, આપણે તેમના વિશે સારું બોલવા પ્રેરાઈએ છીએ. આમ આપણી બોલી મીઠી અને પ્રેરણા આપે એવી બને છે, કઠોર કે ઝઘડો કરવા ઉશ્કેરે એવી નહિ. બીજાઓની હાલતની ઊંડી સમજ હશે તો, આપણે તેઓની પરિસ્થિતિને અને તેઓ એનો કેવી રીતે સામનો કરી રહ્યા છે, એ સમજી શકીશુ.
ડહાપણભરેલા શબ્દો પ્રચારકામ અને શિષ્ય બનાવવાના કામમાં ખૂબ જરૂરી છે. ઈશ્વરના વચનમાંથી બીજાઓને શીખવીએ છીએ ત્યારે, આપણો હેતુ ફક્ત શાસ્ત્ર વિશેની માહિતી આપવાનો જ નથી હોતો. આપણો હેતુ તો વ્યક્તિના દિલ સુધી પહોંચવાનો હોય છે. તેથી, આપણા શબ્દો સાંભળનારને ખાતરી કરાવે એવા હોવા જોઈએ. પ્રેરિત પાઊલે તિમોથીને અરજ કરતા કહ્યું હતું કે, જે વાતોની “તને ખાતરી કરાવવામાં આવી છે” એમાં લાગુ રહેજે.—૨ તિમોથી ૩:૧૪, ૧૫.
એક શબ્દકોશ પ્રમાણે ‘ખાતરી કરાવવા’ માટે વપરાયેલા મૂળ ગ્રીક શબ્દનો અર્થ થાય કે, ‘દલીલો કરીને અથવા ખરા-ખોટા વચ્ચેનો ભેદ બતાવીને સાંભળનારના મનમાં બદલાવ લાવવો.’ સાંભળનારના વિચારો, તેને શામાં રસ છે, સંજોગો, સંસ્કૃતિ અને ઉછેર વિશે જાણીશું તો, ખાતરી કરાવતી દલીલો કરી શકીશું અને તેના દિલ સુધી પહોંચી શકીશું. એમ કઈ રીતે કરી શકીએ? એનો જવાબ આપતા શિષ્ય યાકૂબ જણાવે છે: “દરેક જણ સાંભળવામાં આતુર, સમજી-વિચારીને બોલનાર . . . હોય.” (યાકૂબ ૧:૧૯) ઘરમાલિકને પોતાના વિચારો કહેવાનો પૂરતો મોકો આપવો જોઈએ. તેના વિચારો ધ્યાનથી સાંભળવા જોઈએ. આમ, તેના મનમાં શું છે એ જાણી શકીશું.
પ્રેરિત પાઊલ બીજાઓને સમજાવવાની કળામાં ખૂબ કુશળ હતા. (પ્રેરિતોનાં કાર્યો ૧૮:૪) અરે, તેમના એક વિરોધી, દેમેત્રિયસે, જે એક સોની હતો, તેણે પણ પાઊલની કુશળતાને સ્વીકારતા કહ્યું: “તમે જુઓ છો અને સાંભળો છો કે આ પાઊલે ફક્ત એફેસસમાં જ નહિ, પણ લગભગ આખા આસિયા પ્રાંતમાં ઘણા લોકોને ફોસલાવી દીધા છે. તેણે આમ કહીને તેઓના મન ફેરવી નાખ્યા છે.” (પ્રેરિતોનાં કાર્યો ૧૯:૨૬) શું પાઉલે પ્રચારકામમાં અસરકારક હોવાનો શ્રેય પોતાને આપ્યો? જરા પણ નહિ. તે જાણતા હતા કે પ્રચારકામમાં તેમની કુશળતા, ઈશ્વરની ‘પવિત્ર શક્તિ અને સામર્થ્યને’ લીધે જ શક્ય છે. (૧ કોરીંથીઓ ૨:૪, ૫) આપણી પાસે પણ યહોવાની પવિત્ર શક્તિની મદદ હાજર છે. પ્રચારકામમાં સમજ અને પ્રેરણા આપીએ એવી રીતે બોલવા, યહોવા આપણને જરૂરી મદદ આપશે એવી ખાતરી રાખી શકીએ. કારણ કે, આપણે તેમના પર પૂરો ભરોસો રાખીએ છીએ.
કોઈ નવાઈની વાત નથી કે, “જ્ઞાની અંત:કરણવાળો માણસ” હોય તેને “શાણો” અથવા ‘સમજદાર’ કહેવામાં આવે છે. (નીતિવચનો ૧૬:૨૧) ખરું કે, ઊંડી સમજ રાખનારાઓ પાસે જાણે “જીવનનો ઝરો છે.” પણ મૂર્ખાઓનું શું? તેઓ “જ્ઞાન તથા શિક્ષણને તુચ્છ ગણે છે.” (નીતિવચનો ૧:૭) યહોવાનું શિસ્ત નકારનારાઓનું છેવટે પરિણામ શું આવે છે? એકવાર ફરી આનો જવાબ આપતા, રાજા સુલેમાન કહે છે: “મૂર્ખાઓની શિક્ષા તો તેમની મૂર્ખાઈ છે.” (નીતિવચનો ૧૬:૨૨) અનેક વાર તેઓને સખત શિક્ષાના રૂપમાં શિસ્ત ભોગવવું પડે છે. અને આમ કરતા મૂર્ખ માણસ, દુ:ખ, કલંક, બીમારી અને છેવટે મોત પોતાના પર લાવી બેસે છે.
ડહાપણની આપણા શબ્દો પર થતી સારી અસર વિશે ઇઝરાયેલના રાજાએ કહ્યું: “માયાળુ શબ્દો મધ જેવા છે, તેઓ આત્માને મીઠા લાગે છે તથા હાડકાંને આરોગ્ય આપે છે.” (નીતિવચનો ૧૬:૨૪) જેમ મીઠું મધ હાડકાંને આરોગ્ય આપે છે, તેમ માયાળુ શબ્દો પ્રોત્સાહન અને તાજગી આપે છે. મધ આરોગ્યકારક, રોગપ્રતિકારક ગુણો ધરાવે છે અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે. એવી રીતે, માયાળુ શબ્દો ઈશ્વર સાથેના સંબંધને મજબૂત બનાવે છે.—નીતિવચનો ૨૪:૧૩, ૧૪.
‘ખરો લાગતા માર્ગથી’ સાવધ રહો
“એક એવો માર્ગ છે કે જે માણસને અદલ લાગે છે ખરો, પણ પરિણામે તે મોતનો જ માર્ગ છે.” (નીતિવચનો ૧૬:૨૫) ઈશ્વરના નિયમ વિરુદ્ધનો માર્ગ પસંદ કરવો કે એની વિરુદ્ધ દલીલો કરવા સામે આ ચેતવણી છે. માણસોની નજરે કોઈ માર્ગ યોગ્ય લાગે પણ ખરેખર તો એ બાઇબલમાં આપેલા ન્યાયી સિદ્ધાંતોની વિરુદ્ધ હોય છે. ઉપરાંત, શેતાને એવી ખોટી વાત લોકોને ગળે ઉતારી છે કે, પોતાને ખરો લાગે એ માર્ગે જવું જોઈએ, પણ ખરેખર તો એ માર્ગ મોત તરફ લઈ જાય છે.
કીમતી રત્નો શોધીએ
(નીતિવચનો ૧૫:૧૫) વિપત્તિવાનના સર્વ દિવસો ભૂંડા છે; પણ ખુશ અંતઃકરણવાળાને સદા મિજબાની છે.
g-E ૧૧/૧૩ ૧૬
શું તમારા અંતઃકરણમાં “સદા મિજબાની” હોય છે?
“વિપત્તિવાનના સર્વ દિવસો ભૂંડા છે; પણ ખુશ અંતઃકરણવાળાને સદા મિજબાની છે.”—નીતિવચનો ૧૫:૧૫.
આ શબ્દોનો અર્થ શો છે? તે એક વ્યક્તિની માનસિક અને લાગણીમય સ્થિતિ બતાવે છે. “વિપત્તિવાનના” વિચારો “ભૂંડા” હોય છે. એના કારણે તેને સામાન્ય દુનિયા પણ ખરાબ અથવા નીરસ લાગવા લાગે છે. પણ ખુશ અંત:કરણવાળો વ્યક્તિ સારા વિચારો ધરાવે છે. એવું વલણ જે મનથી આનંદી હોય છે. પરિણામે તે પોતાના અંત:કરણમાં “સદા મિજબાની” અનુભવે છે.
આપણામાંના દરેક પાસે એવી કોઈ ને કોઈ મુશ્કેલીઓ હોય છે જે આપણી ખુશીને અમુક હદ સુધી છીનવી શકે છે. તેમ છતાં, આપણે એવી અમુક બાબતો કરી શકીએ, જેનાથી મુશ્કેલી ભરેલા સમયમાં આપણી ખુશી જાળવી રાખી શકીએ. આ વિશે બાઇબલ શું કહે છે એનો વિચાર કરો.
• આવતીકાલની ચિંતાઓને આજે બોજરૂપ થવા દેશો નહિ. ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું: “આવતીકાલની કદી પણ ચિંતા ન કરો, કેમ કે આવતીકાલ માટે બીજી ચિંતાઓ ઊભી હશે. દરેક દિવસ માટે એ દિવસની મુશ્કેલીઓ પૂરતી છે.”—માથ્થી ૬:૩૪.
• તમારી જોડે જે સારી વસ્તુઓ હોય એના પર ધ્યાન કેન્દ્રિત કરવાની કોશિશ કરો. નિરાશા અનુભવતા હો એવા સમયમાં, એ સારી બાબતોની યાદી બનાવો અને એના પર મનન કરો. ભૂતકાળમાં કરેલી પોતાની ભૂલો કે ખરાબ કામોને મનમાં ન લાવો. એ ભૂલોમાંથી શીખો અને આગળ વધો. એવા વાહનચાલક જેવા બનો જે પાછળ આવતી ગાડીને જોવા અરીસા પર નજર રાખે છે, પણ એના પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતો નથી. યાદ રાખો કે, “તારી [ઈશ્વર] પાસે માફી છે.”—ગીતશાસ્ત્ર ૧૩૦:૪.
• ચિંતાઓ તમારા પર હાવી થઈ જાય ત્યારે, એવી કોઈ વ્યક્તિ સાથે મન ખોલી વાત કરો જેના પર તમને ભરોસો હોય અને જે તમને મન હલકું કરવા મદદ કરી શકે. નીતિવચનો ૧૨:૨૫ કહે છે: “પોતાના મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે; પણ માયાળુ શબ્દો તેને ખુશ કરે છે.” આ માયાળુ શબ્દો પરિવારના સદસ્યના અથવા કોઈ વિશ્વાસુ મિત્રના હોય શકે. એવી વ્યક્તિ જે શંકાશીલ કે નિરાશાવાદી ન હોય, પણ “સર્વ સમયે પ્રીતિ” રાખનાર હોય.—નીતિવચનો ૧૭:૧૭.
બાઇબલમાંની આવી ઘણી ડહાપણભરેલી સલાહની મદદથી, મુશ્કેલીઓના સમયમાં પણ ઘણા લોકોને ખુશ રહેવા મદદ મળી છે. આશા છે તમને પણ આ કીમતી સલાહથી ફાયદો મળે.
(નીતિવચનો ૧૬:૪) યહોવાએ દરેક વસ્તુને પોતપોતાના ઉપયોગને માટે સરજી છે; હા, દુષ્ટોને પણ સંકટના દિવસને માટે સરજ્યા છે.
w07-E ૫/૧૫ ૧૮-૧૯
“તારા મનોરથ પૂરા કરવામાં આવશે”
સ્વાર્થી બનીશું તો આપણે પોતાની ભૂલોનો બચાવ કરીશું, ખરાબ ગુણોને છુપાવીશું અને પોતાનામાં રહેલી દુષ્ટતા પ્રત્યે આંખ આડા કાન કરીશું. જોકે, યહોવાને આપણે છેતરી શક્તા નથી. યહોવા વ્યક્તિના અંતરને પારખે છે. વ્યક્તિનું અંતર તેના વલણને રજૂ કરે જે એના દિલ સાથે જોડાયેલું છે. મોટા ભાગે, એનો વિકાસ દિલમાં જે ચાલી રહ્યું એના પર આધારિત છે. એમાં વિચારો, લાગણીઓ અને ઇરાદાઓનો પણ સમાવેશ થાય છે. “અંતઃકરણને પારખનાર” આપણા અંતરને પારખે છે અને તેમના ન્યાયચુકાદા અદલ છે અને તે કોઈ પ્રત્યે પક્ષપાત કરતા નથી. તેથી પોતાના અંતરનું રક્ષણ કરવામાં જ સમજદારી છે.
“તારાં કામો યહોવાને સ્વાધીન કર”
યોજના બનાવવામાં વિચાર કરવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે, જેમાં હૃદય ભાગ ભજવે છે. શું આપણે યોજનાને સફળ બનાવી શકીશું? સુલેમાને કહ્યું હતું: “તારાં કામો યહોવાને સ્વાધીન કર, એટલે તારા મનોરથ પૂરા કરવામાં આવશે.” (નીતિવચનો ૧૬:૩) પોતાનાં કામો યહોવાને સ્વાધીન કરવાનો અર્થ થાય કે યહોવા પર ભરોસો રાખીએ, તેમના પર આધાર રાખીએ અને તેમને વફાદાર રહીએ. તેમ જ, પોતાનો બોજો તેમના ખભે સરકાવી દઈએ. એક ઈશ્વરભક્તે આમ ગીત રચ્યું: “તારા માર્ગો યહોવાને સોંપ; તેના પર ભરોસો રાખ, અને તે તને ફળીભૂત કરશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૫.
આપણી યોજનાઓને સફળ બનાવવા જરૂરી છે કે એ બાઇબલના સુમેળમાં હોય અને એની પાછળ સારો ઇરાદો હોય. ઉપરાંત, આપણે પ્રાર્થનામાં યહોવા પાસે મદદ અને ટેકો માંગીએ તેમજ બાઇબલના માર્ગદર્શન પ્રમાણે કરવા બનતો પ્રયાસ કરીએ. આપણે મુશ્કેલ સંજોગો અને સંકટનો સામનો કરીએ ત્યારે, પોતાનો ‘બોજો યહોવા પર નાખી દઈએ’ કારણ કે ‘તે તમને નિભાવી રાખશે.’ તમે ખાતરી રાખી શકો કે, “તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ.”—ગીતશાસ્ત્ર ૫૫:૨૨.
“યહોવાએ દરેક વસ્તુને પોતપોતાના ઉપયોગને માટે સર્જી છે”
આપણા કામ યહોવાને સ્વાધીન કરવાથી બીજું શું પરિણામ આવી શકે? જ્ઞાની રાજા કહે છે, “યહોવાએ દરેક વસ્તુને પોતપોતાના ઉપયોગને માટે સર્જી છે.” (નીતિવચનો ૧૬:૪ક) આ વિશ્વના સર્જનહાર હેતુઓના ઈશ્વર છે. આપણા કામ યહોવાને સ્વાધીન કરીએ છીએ ત્યારે, આપણા જીવનને એક હેતુ મળે છે. તેમ જ, જીવનમાં અર્થસભર કામો હશે અને વ્યર્થ કે નકામા કામો માટે કોઈ જગ્યા બાકી રહેશે નહિ. પૃથ્વી અને માનવજાત માટેનો યહોવાનો હેતુ હંમેશ માટેનો છે. (એફેસીઓ ૩:૧૧) તેમણે પૃથ્વીને “વસ્તીને સારુ” બનાવી અને તેનું સ્થાપન કર્યું. (યશાયા ૪૫:૧૮) એટલું જ નહિ, સૃષ્ટિની શરૂઆતમાં માણસજાત માટે તેમનો જે હેતુ હતો તે પૂરો થઈને જ રહેશે. (ઉત્પત્તિ ૧:૨૮) સાચા ઈશ્વરને અર્પણ કરેલું જીવન કાયમી હશે અને હંમેશાં હેતુસભર હશે.
યહોવાએ “દુષ્ટોને પણ સંકટના દિવસને માટે સર્જ્યા છે.” (નીતિવચનો ૧૬:૪ખ) તેમણે દુષ્ટોને નથી બનાવ્યા, કારણ કે, “તેનું કામ સંપૂર્ણ છે.” (પુનર્નિયમ ૩૨:૪) તેમ છતાં, તેમણે દુષ્ટોને અસ્તિત્વમાં આવવા દીધા અને પોતાના ન્યાયના દિવસ સુધી જીવવાની પરવાનગી આપી છે. મિસરના રાજા, ફારૂનનું ઉદાહરણ લો. યહોવાએ ફારૂનને કહ્યું: “નિશ્ચે મેં તને એ માટે નિભાવી રાખ્યો છે કે હું તને મારું પરાક્રમ દેખાડું, અને આખી પૃથ્વી ઉપર મારું નામ પ્રગટ કરાય.” (નિર્ગમન ૯:૧૬) દસ વિપત્તિઓ તેમજ ફારૂન અને તેની સેનાનો લાલ સમુદ્રમાં વિનાશ કર્યો એ યહોવાની અજોડ શક્તિના જોરદાર પુરાવા છે.
યહોવા પરિસ્થિતિને એવી રીતે બદલી શકે છે જેમાં દુષ્ટો અજાણતા યહોવાના હેતુને પૂરો કરવામાં ફાળો આપે છે. ગીતકારે કહ્યું: “ખચીત માણસનો કોપ તારું સ્તવન કરશે; બાકી રહેલો તેનો કોપ તું તારી કમરે બાંધશે.” (ગીતશાસ્ત્ર ૭૬:૧૦) યહોવા પોતાના સેવકોને, તેના દુશ્મનોના ગુસ્સાનો શિકાર થવા દે છે. પણ, એક હદ સુધી, જેથી પોતાના સેવકોને શિસ્ત કે તાલીમ આપી શકે. જો દુશ્મનો એ હદબહાર તેમના સેવકોને સતાવે, તો યહોવા સંજોગો પોતાના હાથમાં લઈ લે છે.
આમ યહોવા પોતાના નમ્ર સેવકોની સંભાળ રાખે છે. પણ, ઘમંડી કે ઉદ્ધત લોકોનું શું? ઇઝરાયેલના એક રાજાએ કહ્યું: “દરેક અભિમાની અંતઃકરણવાળાથી યહોવા કંટાળે છે; હું કોલ આપીને કહું છું, કે તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ.” (નીતિવચનો ૧૬:૫) અભિમાની અંત:કરણવાળા એકબીજાનો સાથ આપવા ભલેને એક થઈ જાય, પણ તેઓ સજાથી છટકી શકશે નહિ. જો આપણે નમ્રતા કેળવવા મહેનત કરીશું, તો આપણે બુદ્ધિમાન કહેવાઈશું. પછી ભલેને આપણે જ્ઞાની હોઈએ કે આપણી પાસે ઘણી આવડત હોય કે પછી મંડળમાં કોઈ પણ જવાબદારી હોય.
“યહોવાના ભયથી”
જન્મથી પાપી હોવાને લીધે આપણે બધા ભૂલો કરીએ છીએ. (રોમનો ૩:૨૩; ૫:૧૨) ખોટા માર્ગે લઈ જતી યોજનાઓને ટાળવા આપણને શામાંથી મદદ મળી શકે? નીતિવચનો ૧૬:૬ કહે છે: “દયા તથા સત્યતાથી પાપનું પ્રાયશ્ચિત્ત થાય છે; અને યહોવાના ભયથી માણસો દુષ્ટતાથી દૂર થાય છે.” ખરું કે, યહોવા અપાર કૃપા અને દયા બતાવીને પાપોની માફી આપે છે, પરંતુ, પાપોથી દૂર રહેવા યહોવાનો ભય રાખવાથી મદદ મળશે. એ કેટલું જરૂરી છે કે, યહોવા માટે પ્રેમ કેળવવા અને તેમની અપાર કૃપા માટે કદર વ્યક્ત કરવાની સાથે સાથે આપણે તેમને નિરાશ ન કરવા યોગ્ય ભય કેળવીએ!
જો આપણને યહોવા માટે માન અને તેમની પ્રચંડ શક્તિ માટે આદર હશે, તો આપણા દિલમાં તેમના માટે ભય પેદા થશે. સૃષ્ટિમાં જે રીતે તેમની શક્તિ દેખાઈ આવે છે, એનો વિચાર કરો! સૃષ્ટિમાં દેખાઈ આવતી તેમની પ્રચંડ શક્તિ પર મનન કરવાથી ઈશ્વરભક્ત અયૂબને તેમના વિચારોમાં સુધારો કરવા મદદ મળી હતી. (અયૂબ ૪૨:૧-૬) યહોવા પોતાના લોકો સાથે જે રીતે વર્ત્યા હતા, એ વિશે વાંચીએ છીએ અને મનન કરીએ છીએ ત્યારે, આપણા દિલ પર એની અસર નથી થતી શું? ગીતકર્તાએ આવું ગીત રચ્યું હતું: “આવો, અને ઈશ્વરનાં કૃત્યોનું અવલોકન કરો; માણસો પ્રત્યે તેનાં કામ ભયંકર છે.” (ગીતશાસ્ત્ર ૬૬:૫) એવું ન વિચારવું જોઈએ કે આપણે ગમે તે કરીશું, યહોવા અપાર કૃપા બતાવતા રહેશે. ઇઝરાયેલીઓએ જ્યારે “દંગો કરીને તેના પવિત્ર આત્માને [શક્તિને] ખિન્ન કર્યો; માટે તે પોતે તેમનો શત્રુ થઈને તેઓની સામે લડ્યો.” (યશાયા ૬૩:૧૦) બીજી તર્ફે, “જ્યારે કોઈ માણસના માર્ગથી યહોવા રાજી થાય છે, ત્યારે તે તેના શત્રુઓને પણ તેની સાથે સલાહસંપમાં રાખે છે.” (નીતિવચનો ૧૬:૭) યહોવાનો ભય ખરેખર રક્ષણ આપે છે!
રાજા સુલેમાને લખ્યું હતું: “અન્યાયથી મળેલી ઘણી આવક કરતાં, નેકીથી મળેલી થોડી આવક સારી છે.” (નીતિવચનો ૧૬:૮) નીતિવચનો ૧૫:૧૬ જણાવે છે: “ઘણું ધન હોય પણ તે સાથે સંકટ હોય, તેના કરતાં, થોડું ધન હોય પણ તે સાથે યહોવાનું ભય હોય, તો તે ઉત્તમ છે.” જે ખરું છે એ કરવા માટે ઈશ્વરનો ભય હોવો જરૂરી છે.
“માણસનું મન પોતાના માર્ગની યોજના કરે છે”
માણસને નિર્ણય લેવાની ક્ષમતા સાથે બનાવવામાં આવ્યો હતો, જેથી તે ખરા-ખોટાની પસંદગી કરી શકે. (પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦) આપણું સાંકેતિક હૃદય અલગ અલગ મંતવ્યોનો વિચાર કરી શકે અને પછી એમાંના એક કે વધારે પર પોતાનું ધ્યાન લગાવી શકે. નિર્ણય લેવાની જવાબદારી આપણી પોતાની છે, એ બતાવતા સુલેમાને કહ્યું હતું: “માણસનું મન પોતાના માર્ગની યોજના કરે છે; પણ તેનાં પગલાં ચલાવવાનું યહોવાના હાથમાં છે.” (નીતિવચનો ૧૬:૯) યહોવા આપણાં પગલાં ચલાવે છે અથવા ગોઠવે છે. તેથી, ‘આપણી યોજનાઓ સફળ બનાવવા’ જો આપણે તેમનું માર્ગદર્શન શોધીશું, તો આપણે ડહાપણ બતાવીએ છીએ.
ઑક્ટોબર ૨૪-૩૦
બાઇબલમાં રહેલો ખજાનો | નીતિવચનો ૧૭-૨૧
“એકબીજા સાથે સંપીને રહો”
(નીતિવચનો ૧૯:૧૧) માણસની વિવેકબુદ્ધિ તેના ક્રોધને શાંત કરે છે; અને અપરાધની દરગુજર કરવી એ તેનો મહિમા છે.
‘સમજુ માણસ પોતાના ક્રોધને શાંત કરે છે’
બેકાબૂ ગુસ્સાને લીધે બાસ્કેટ-બૉલના કોચને કૉલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યા.
પોતાની જીદ પૂરી ન થવાથી બાળકે ધમપછાડા કર્યા.
રૂમ અસ્તવ્યસ્ત હોવાથી માતા પોતાના દીકરા પર ગુસ્સે થયાં.
આપણે બધાએ લોકોને ગુસ્સે થતા જોયા છે. એમાં કોઈ નવાઈ નથી કે આપણે પણ કોઈ વાર ગુસ્સે થયા હોઈશું. કદાચ એવું લાગે કે ગુસ્સો કરવો યોગ્ય ન કહેવાય, એને તો કાબૂમાં રાખવો જોઈએ. તોપણ, ઘણી વાર આપણી પાસે ગુસ્સે થવાનું વાજબી કારણ હોય શકે. ખાસ કરીને, કોઈ આપણા કહેવા પ્રમાણે ન કરે એવા સમયે. અમેરિકામાં આવેલી મનોવિજ્ઞાનની એક સંસ્થા પોતાના એક લેખમાં જણાવે છે કે, “ગુસ્સો આવવો એકદમ સ્વાભાવિક છે, એ તો માણસની એક સારી લાગણી છે.”
આવા વિચાર સાથે કદાચ આપણે પાઊલના શબ્દો વાંચીને સહમત થઈશું. તેમણે એ શબ્દો ઈશ્વરની પ્રેરણાથી લખ્યા હતા. લોકો અમુક સમયે ગુસ્સે થાય છે, એ સ્વીકારતા તેમણે આમ લખ્યું: “ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો; તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો.” (એફેસી ૪:૨૬) તો શું એનો એવો અર્થ થાય કે આપણે ગુસ્સો ઠાલવવો જોઈએ? કે પછી એને કાબૂમાં રાખવા આપણાથી બનતું બધું કરવું જોઈએ?
શું ગુસ્સે થવું જોઈએ?
ગુસ્સા વિશે પાઊલે એ સલાહ આપી ત્યારે તેમના મનમાં ગીતશાસ્ત્રના એક લેખકના આ શબ્દો હતા: “ભયભીત” અથવા ગુસ્સે થાઓ, પણ “પાપ ન કરો.” (ગીતશાસ્ત્ર ૪:૪) તો પછી, ઈશ્વરની પ્રેરણાથી પાઊલે આપેલી ચેતવણીનો શું હેતુ હતો? તેમણે આગળ સમજાવતા કહ્યું: “સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમ જ સર્વ પ્રકારની ખુન્નસ તમારામાંથી દૂર કરો.” (એફેસી ૪:૩૧) હકીકતમાં પાઊલ તો ખ્રિસ્તીઓને ગુસ્સે ન થવા ઉત્તેજન આપતા હતા. અમેરિકામાં આવેલી મનોવિજ્ઞાનની સંસ્થાનો એક લેખ આમ જણાવે છે: ‘સંશોધન પરથી જોવા મળ્યું છે કે ગુસ્સો ઠાલવવાથી હકીકતમાં તો “ક્રોધ ભડકી ઊઠે છે” અને અકળામણ વધે છે અને મુશ્કેલી થાળે પાડવા તમને કંઈ મદદ કરતું નથી.’
તો પછી, આપણે કઈ રીતે ગુસ્સો અને એની ખરાબ અસરો ‘દૂર કરી’ શકીએ? પ્રાચીન ઈસ્રાએલના રાજા સુલેમાને લખ્યું: ‘સમજુ માણસ પોતાના ક્રોધને શાંત કરે છે; અને અપરાધની દરગુજર કરવી એ તેનો મહિમા છે.’ (નીતિવચનો ૧૯:૧૧) ગુસ્સો આવે ત્યારે “સમજશક્તિ” કઈ રીતે મદદ કરી શકે?
સમજશક્તિ કઈ રીતે ગુસ્સાને ઠંડો પાડી શકે?
સમજશક્તિ એટલે ઉપર ઉપરથી જે દેખાય છે એ જ નહિ, પરંતુ હકીકત પારખવાની ક્ષમતા. એ આપણને પરિસ્થિતિ સમજવા મદદ કરે છે. આપણને માઠું લાગ્યું હોય કે કોઈએ ગુસ્સે કર્યા હોય ત્યારે સમજશક્તિ કઈ રીતે મદદ કરી શકે?
અન્યાય જોઈને આપણને ગુસ્સો આવી શકે. જો આપણે લાગણીઓમાં તણાઈને ખિજાઈ જઈશું, તો કદાચ પોતાની કે બીજાની લાગણીઓને દુઃખ પહોંચાડીશું. જેમ બેકાબૂ આગ ઘરને બાળી મૂકે છે, એમ બેકાબૂ ગુસ્સો આપણું નામ બદનામ કરી શકે, બીજાઓ સાથેના આપણા સંબંધો બગાડી શકે. અરે, ઈશ્વર સાથેનો સંબંધ પણ તોડી શકે. એટલે જ્યારે પણ મનમાં ગુસ્સો ભરાવા લાગે, ત્યારે પરિસ્થિતિને પૂરી રીતે સમજવાનો પ્રયત્ન કરો. એમ કરવાથી લાગણીને કાબૂમાં રાખવા ચોક્કસ મળશે.
સુલેમાનના પિતા રાજા દાઊદનો વિચાર કરો. એક સમયે નાબાલ નામની વ્યક્તિને લીધે દાઊદ ખૂન કરવાની અણીએ આવી ગયા હતા. એ તો સારું થયું કે કોઈએ તેમને આખી પરિસ્થિતિ સમજવા મદદ કરી. ચાલો એ બનાવ વિશે જોઈએ. યહુદાના અરણ્યમાં દાઊદ અને તેમના સાથીદારોએ નાબાલના ઘેટાંનું રક્ષણ કર્યું હતું. હવે જ્યારે ઘેટાંનું ઊન કાતરવાનો વારો આવ્યો, ત્યારે દાઊદે ખોરાક આપવા નાબાલને કહ્યું. ત્યારે નાબાલે આવો જવાબ આપ્યો: “શું હું મારી રોટલી, મારું પાણી, તથા મારું માંસ જે મેં મારા કાતરનારાઓને માટે કાપ્યું છે તે લઈને, જે માણસો ક્યાંથી આવેલા છે એ હું જાણતો નથી તેઓને આપું?” દાઊદનું કેટલું ઘોર અપમાન થયું! જ્યારે દાઊદે એ શબ્દો સાંભળ્યા ત્યારે પોતાના ૪૦૦ માણસોને લઈને તે નાબાલ અને તેના ઘરનાઓનો નાશ કરવા નીકળી પડ્યા.—૧ શમૂએલ ૨૫:૪-૧૩.
આ વાતની જાણ નાબાલની પત્ની અબીગાઈલને થતા, તે દાઊદને મળવા ગઈ. દાઊદ અને તેના માણસોને મળી ત્યારે દાઊદના પગે પડીને તેણે કહ્યું: ‘કૃપા કરીને તારી દાસીને કહેવા દે, ને તારી દાસીનું કહેવું સાંભળ.’ પછી, તેણે દાઊદને સમજાવ્યું કે નાબાલ કેટલો અણસમજુ છે. તેણે દાઊદને એ સમજવા મદદ કરી કે બદલો લેશે અને ખૂનખરાબી કરશે તો પાછળથી પસ્તાશે.—૧ શમૂએલ ૨૫:૨૪-૩૧.
અબીગાઈલની વાતમાંથી દાઊદને શું સમજવા મદદ મળી, જેનાથી તે પરિસ્થિતિને થાળે પાડી શક્યા? પહેલું તો, તે સમજ્યા કે નાબાલને ભાન નથી. બીજું, તે પારખી શક્યા કે જો તે બદલો લેવાનો પ્રયત્ન કરશે, તો ખૂનનો દોષ તેમના માથે આવશે. દાઊદની જેમ કદાચ તમને પણ કોઈ વાતનો ભારે ગુસ્સો હોય તો, તમે શું કરશો? મેયો ક્લિનિકે પોતાના એક લેખમાં આવું સૂચન આપ્યું: “થોડી વાર માટે ઊંડા શ્વાસ લો અને એકથી દસ ગણો.” જ્યારે પણ ગુસ્સો આવે, ત્યારે થોડી વાર માટે થોભી જાવ અને વિચારો કે મુશ્કેલી ઊભી થવાનું કારણ શું છે. એ પણ વિચારો કે હવે તમે જે પગલાં ભરશો એનું શું પરિણામ આવશે. તમારી સમજશક્તિનો ઉપયોગ કરો અને પોતાના ગુસ્સાને એટલે સુધી શાંત કરો કે, એ સાવ પીગળી જાય.—૧ શમૂએલ ૨૫:૩૨-૩૫.
એવી જ રીતે, આજે ઘણા લોકોને ગુસ્સા પર કાબૂ રાખવામાં મદદ મળી છે. ૨૩ વર્ષના સેબેસ્ટિયનનો વિચાર કરો. તે પોલૅન્ડની જેલમાં બીજા એક કેદી સાથે હતા. તેમને પોતાની લાગણી અને ગુસ્સો કાબૂમાં રાખવા બાઇબલમાંથી કઈ રીતે મદદ મળી એ વિશે તે જણાવે છે: “હવે, હું વિચારું છું કે મુશ્કેલી શું છે. પછી, હું બાઇબલની સલાહ પાળવા પ્રયત્ન કરું છું. હું જોઈ શક્યો છું કે બાઇબલ સૌથી સારું માર્ગદર્શન આપે છે.”
સેટસુઓ નામના ભાઈએ પણ એવું જ કર્યું. તે જણાવે છે, “કામના સ્થળે લોકો જ્યારે મને ચીડવતા ત્યારે, હું તેઓ પર ગુસ્સે થઈને બૂમો પાડતો. બાઇબલમાંથી શીખ્યા પછી, ગુસ્સે થવાને બદલે હું આ સવાલો પર વિચાર કરતો: ‘એમાં કોનો વાંક છે? શું મારો વાંક છે?’” આવા પ્રશ્નો પર વિચાર કરીને, તે મનમાં ગુસ્સો ભરી રાખવાને બદલે એને શાંત પાડતા શીખ્યા.
કદાચ મનમાં ગુસ્સાની લાગણી ભડકતી હોય, તોપણ બાઇબલમાંથી મળતી ડહાપણભરી સલાહ એના કરતાંય વધારે શક્તિશાળી છે. એ સલાહ લાગુ પાડવાથી અને પ્રાર્થનામાં ઈશ્વરની મદદ માંગવાથી, તમે પણ સમજુ માણસની જેમ પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શકશો.
(નીતિવચનો ૧૮:૧૩) સાંભળ્યા પહેલાં ઉત્તર આપવામાં મૂર્ખાઈ તથા લજ્જા છે.
(નીતિવચનો ૧૮:૧૭) જે પોતાનો દાવો પ્રથમ માંડે છે તે વાજબી દેખાય છે; પણ તેનો પ્રતિવાદી આવીને તેને ઉઘાડો પાડે છે.
(નીતિવચનો ૨૧:૧૩) જે કોઈ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે. તે પોતે પણ બૂમ પાડશે, પરંતુ તેનું સાંભળવામાં આવશે નહિ.
શાંતિ જાળવવા પ્રયત્ન કરતા રહો
વડીલો કઈ રીતે મદદ કરી શકે?
ધારો કે કોઈને કુટુંબના કે મંડળના સભ્ય સાથે અણબનાવ થયો છે. એ વિષે તે વડીલ સાથે વાત કરવા માગે છે. ત્યારે વડીલ શું કરી શકે? નીતિવચનો ૨૧:૧૩ કહે છે, “જે કોઈ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે. તે પોતે પણ બૂમ પાડશે, પરંતુ તેનું સાંભળવામાં આવશે નહિ.” જો કોઈ વ્યક્તિ મદદ માગે અને વડીલ એ ન સાંભળે તો તે જાણે “પોતાના કાન બંધ કરે છે.” બીજી એક કલમ કહે છે, “જે પોતાનો દાવો પ્રથમ માંડે છે તે વાજબી દેખાય છે; પણ તેનો પ્રતિવાદી આવીને તેને ઉઘાડો પાડે છે.” (નીતિ. ૧૮:૧૭) વડીલે, વ્યક્તિનું પ્રેમથી સાંભળવું જોઈએ. પણ કોઈ નિર્ણય લેતા પહેલાં ખાતરી કરી લેવી જોઈએ કે પોતાની પાસે પૂરતી માહિતી છે કે નહિ. વ્યક્તિનું ધ્યાનથી સાંભળ્યા પછી વડીલ પૂછી શકે, ‘શું તેણે એ અણબનાવ વિષે સામેની વ્યક્તિ સાથે વાત કરી છે?’ વ્યક્તિ શાંતિ જાળવવા પગલાં ભરે એ માટે વડીલ બાઇબલમાંથી માર્ગદર્શન આપી શકે.
કોઈ એક જ વ્યક્તિનું સાંભળીને ઉતાવળે નિર્ણય લેવાથી ખરાબ પરિણામ આવી શકે. બાઇબલમાં આપેલા ત્રણ દાખલાનો વિચાર કરો. એમાં એક પોટીફારનો છે. તેની પત્નીએ ફરિયાદ કરી કે ‘યુસફે મારા પર બળાત્કાર કરવાની કોશિશ કરી છે.’ પોટીફારે એ સાચું માની લીધું અને ગુસ્સામાં યુસફને કેદમાં પૂરવાનો હુકમ આપી દીધો. (ઉત. ૩૯:૧૯, ૨૦) બીજો દાખલો દાઊદનો છે જે સીબાનું કહ્યું સાચું માની લે છે. સીબા કહે છે કે તેનો માલિક મફીબોશેથ તો દાઊદના દુશ્મનોને સાથ આપે છે. દાઊદ વગર વિચાર્યે તેને કહે છે, “જે સઘળું મફીબોશેથનું છે તે હવે તારું જ છે.” (૨ શમૂ. ૧૬:૪; ૧૯:૨૫-૨૭) ત્રીજો દાખલો આર્તાહશાસ્તા રાજાનો છે. યહુદીઓના દુશ્મનોએ રાજાના કાન ભર્યા કે યહુદીઓ યરૂશાલેમની દીવાલો ફરીથી બાંધીને તમારી વિરુદ્ધ બળવો કરવાના છે. રાજા આ જૂઠને સાચું માની લે છે, અને બાંધકામ અટકાવી દે છે. આ કારણને લીધે યહુદીઓએ મંદિર બાંધવાનું પડતું મૂકવું પડે છે. (એઝ. ૪:૧૧-૧૩, ૨૩, ૨૪) વડીલો, ખોટા નિર્ણયો ના લઈ બેસે એ માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ? તેઓએ તીમોથીને આપેલી પાઊલની સલાહ ધ્યાનમાં લેવી જોઈએ: હકીકત જાણ્યા વગર ઉતાવળે નિર્ણય ના લેવો જોઈએ.—૧ તીમોથી ૫:૨૧ વાંચો.
જ્યારે એવું લાગે કે તકરાર વિષેની બધી માહિતી મળી ગઈ છે, ત્યારે પણ બાઇબલની આ સલાહ ધ્યાનમાં રાખવી જોઈએ: “જો કોઈ એમ માને કે પોતાની પાસે બધા પ્રશ્નોના જવાબ છે તો તે પોતાનું અજ્ઞાન પ્રદર્શિત કરે છે.” (૧ કરિં. ૮:૨, IBSI) શું આપણે પૂરી રીતે જાણીએ છીએ કે તકરાર થવાના કારણો શું છે? જેઓ વચ્ચે અણબનાવ થયો છે, તેઓ વિષે બધું જાણીએ છીએ? આવા સમયે વડીલોએ સમજી-વિચારીને નિર્ણય લેવો જોઈએ. તેઓએ દરેક વાતને સાચી માની ના લેવી જોઈએ કે અફવાને આધારે ન્યાય ના કરવો જોઈએ. યહોવાહે ન્યાય કરવાનું કામ ઈસુને સોંપ્યું છે. ઈસુ ‘પોતાની આંખે જોયા પ્રમાણે ઇન્સાફ કરશે નહિ, ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે નિર્ણય કરશે નહિ.’ (યશા. ૧૧:૩, ૪) તે ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે ન્યાય કરે છે. વડીલોએ પણ ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ન્યાય કરવો જોઈએ.
વડીલોએ ભાઈઓ માટે ન્યાય કરતાં પહેલાં પ્રાર્થનામાં ઈશ્વરની મદદ માગવી જોઈએ. ઈશ્વરના ધોરણો પ્રમાણે નિર્ણય લેવા, બાઇબલ અને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા મળતા સાહિત્યમાંથી માર્ગદર્શન શોધવું જોઈએ.—માથ. ૨૪:૪૫.
(નીતિવચનો ૧૭:૯) દોષને ઢાંકનાર પ્રીતિ શોધે છે; પણ અમુક બાબત વિશે બોલ્યા કરનાર ઈષ્ટ મિત્રોમાં અંતર પાડે છે.
શાંતિ જાળવવા પ્રયત્ન કરતા રહો
મોટા ભાગે તકરાર ગંભીર ભૂલોને લીધે નહિ, પણ નાની-નાની બાબતોને લીધે થાય છે. તેથી એ સારું રહેશે કે આપણે પ્રેમ બતાવીએ અને બીજાએ કરેલી ભૂલોને ભૂલી જઈએ. બાઇબલ કહે છે, ‘દોષને ઢાંકનાર પ્રીતિ શોધે છે; પણ અમુક બાબત વિષે બોલ્યા કરનાર મિત્રોમાં અંતર પાડે છે.’ (નીતિ. ૧૭:૯) બાઇબલના કહ્યા પ્રમાણે કરીશું તો મંડળમાં શાંતિ જળવાઈ રહેશે. તેમ જ યહોવાહ સાથેની આપણી મિત્રતા અતૂટ રહેશે.—માથ. ૬:૧૪, ૧૫.
કીમતી રત્નો શોધીએ
(નીતિવચનો ૧૭:૫) જે ગરીબની મશ્કરી કરે છે તે તેના સરજનહારની નિંદા કરે છે; જે કોઈ વિપત્તિને દેખીને રાજી થાય છે તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ.
યુવાનો, બાઇબલના માર્ગદર્શન પ્રમાણે ચાલો
એકલા હોઈએ ત્યારે યહોવાહને વળગી રહેવા આપણે ‘ખરૂં-ખોટું’ પારખવાની સમજશક્તિ કેળવવી જોઈએ. પછી જે ખરું હોય એ જ કરતા રહેવું જોઈએ. આમ આપણી સમજશક્તિ કેળવાતી જશે. (હેબ્રી ૫:૧૪) દાખલા તરીકે, કોઈ સંગીત, ફિલ્મ અથવા ઇંટરનેટ સાઇટની પસંદગી કરવાની વાત આવે ત્યારે, જે સારું છે એ પસંદ કરવા અને ખરાબ છે એનાથી દૂર રહેવા આ સવાલો પર વિચાર કરો: “શું આ સાંભળવાથી કે જોવાથી મને દયાળુ બનવા મદદ મળશે કે પછી બીજાની ‘વિપત્તિ’ જોઈને મજા આવશે?” (નીતિ. ૧૭:૫) “શું એ ‘ભલાને’ વળગી રહેવા મને મદદ કરશે કે પછી ‘ભૂંડાને ધિક્કારવા’ અઘરું બનાવશે?” (આમો. ૫:૧૫) તમે એકાંતમાં જે કંઈ કરો છો એ બતાવી આપશે કે તમારે મન શું કીમતી છે.—લુક ૬:૪૫.
વેર ન રાખીએ, ઢોંગી ન બનીએ
અયૂબના વેરી પર આફત આવી, તોપણ તે ખુશ થયા નહિ. પછીથી નીતિવચનોમાં આ ચેતવણી આપવામાં આવી: ‘તારો શત્રુ પડી જાય ત્યારે હર્ષ ન કર, અને તેને નુકસાન થાય ત્યારે તું રાજી ન થા; કદાચ યહોવાહ તે જુએ, અને તેથી તે તારા પર નારાજ થાય અને તે પોતાનો ક્રોધ તેના પરથી પાછો ખેંચી લે.’ (નીતિ. ૨૪:૧૭, ૧૮) યહોવાહ બધાનું દિલ જોઈ શકે છે. કોઈ પર આફત આવી પડે અને આપણે ખુશ થઈએ તો, માણસ ભલે ન જુએ પણ યહોવાહ જોઈ શકે છે. એ તેમને જરાય પસંદ નથી. (નીતિ. ૧૭:૫) યહોવાહ સમય આવ્યે આપણો ન્યાય કરશે, કેમ કે તે કહે છે: “વેર વાળવું તથા બદલો લેવો એ મારું” કામ છે.—પુન. ૩૨:૩૫.
(નીતિવચનો ૨૦:૨૫) વગર વિચારે એમ કહી દેવું, કે અમુક વસ્તુ અર્પણ કરેલી છે, અને માનતા માન્યા પછી તેના વિશે તપાસ કરવી એ માણસને ફાંદારૂપ છે.
યુવાનો, સત્યમાં પ્રગતિ કરતા રહો
સુખી લગ્નજીવનની તૈયારી
અમુક યુવાનો ઉતાવળે પરણી જાય છે. તેઓ માને છે કે એમ કરવાથી મમ્મી-પપ્પાની રોકટોક સાંભળવી નહિ પડે. ઘરમાં એકલા નહિ પડી જાય. સુખેથી મન ફાવે એમ જીવશે. જોકે લગ્નમાં એકબીજાને વચન આપવું જ પૂરતું નથી, એ પાળવું પણ પડે છે. બાઇબલ કહે છે કે વિચાર્યા વગર ઉતાવળે કદીયે માનતા ન લેવી. (નીતિવચનો ૨૦:૨૫ વાંચો.) અમુક યુવાનો લગ્નજીવનની જવાબદારીઓ વિષે કોઈ વિચાર કરતા નથી. લગ્ન પછી તેઓની આંખ ઊઘડે છે.
જીવનસાથી શોધતા પહેલાં વિચારો: ‘મારે કેમ લગ્ન કરવા છે? મારા જીવનસાથી પાસેથી શાની આશા રાખું છું? શું લગ્ન પછીની જવાબદારીઓ ઉપાડવા હું તૈયાર છું?’ ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરે’ બહાર પાડેલા અમુક લેખો તમને મદદ કરશે. (માથ. ૨૪:૪૫-૪૭) યહોવાહ તમને સલાહ આપતા હોય એવી રીતે એ લેખ વાંચજો. એના પર મનન કરજો. “ઘોડા અથવા ખચ્ચર જેને કંઈ સમજણ નથી,” એવા તમે ન થશો. (ગીત. ૩૨:૮, ૯) લગ્નજીવનની જવાબદારી સારી રીતે સમજો. એ જવાબદારી સારી રીતે ઉપાડી શકો એમ લાગે તો, જીવનસાથી શોધજો. જ્યારે તમે હળો-મળો ત્યારે કોઈ પાપ ન કરી બેસતા. યહોવાહની નજરમાં ‘પવિત્ર’ રહેજો.—૧ તીમો. ૪:૧૨.
ઑક્ટોબર ૩૧–નવેમ્બર ૬
બાઇબલમાં રહેલો ખજાનો | નીતિવચનો ૨૨-૨૬
“બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું શિક્ષણ આપ”
(નીતિવચનો ૨૨:૬) બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.
(નીતિવચનો ૨૩:૨૪, ૨૫) નેકીવાન દીકરાનો બાપ ઘણો હરખાશે; અને જે શાણો છોકરો હશે તે તેના જન્મ દેનારને આનંદ આપશે. ૨૫ તારા બાપને તથા તારી માને ખુશ રાખ, અને તારી જનેતાને હરખ પમાડ.
w08-E ૪/૧ ૧૬
છૂટછાટવાળી દુનિયામાં બાળકોનો ઉછેર
તીર નિશાના પર તાકવું
ગીતશાસ્ત્ર ૧૨૭:૪, ૫માં માતા-પિતાને ‘બળવાન’ વ્યક્તિ જોડે સરખાવવામાં આવ્યાં છે. તો શું એનો મતલબ એવો થાય કે બાળકોના ઉછેરમાં પિતા વધુ અસરકારક ભૂમિકા નિભાવે છે? ના, એવું નથી. હકીકતમાં એ દૃષ્ટાંતનો બોધપાઠ પિતા તેમજ માતા પર લાગુ પડે છે. અરે, એમાં એકલવાયા માતા કે પિતાનો પણ સમાવેશ થાય છે. (નીતિવચનો ૧:૮) ‘બળવાન’ શબ્દથી એ દર્શાવવામાં આવ્યું છે કે, કોઈ તીરને કમાનમાંથી તાકવા ઘણી તાકાતની જરૂર પડે છે. બાઇબલ સમયમાં તીરને તાંબાનો ઢોળ ચઢાવવામાં આવતો અને “ધનુષ્ય ખેંચી શકે” એવા સૈનિકોની વાત કરવામાં આવી છે. (યિર્મેયા ૫૦:૧૪, ૨૯) કદાચ તેઓ પગ દ્વારા તીરને કમાન પર ચઢાવતા, જેથી એને ચલાવી શકે. જોઈ શકાય કે, કમાનને ખેંચીને તીરને નિશાના પર લગાવવામાં ઘણી તાકાત અને મહેનત લાગતી.
એવી જ રીતે, બાળકોનો ઉછેર પણ મહેનત માંગી લે છે. જેમ તીર આપોઆપ કમાનમાંથી નિશાના તરફ જતું નથી, તેમ બાળકો કંઈ આપોઆપ મોટાં થઈ જતાં નથી. દુઃખની વાત છે કે, ઘણાં માતા-પિતા બાળઉછેરમાં જોઈએ એટલી મહેનત કરતા નથી. તેઓ સહેલો રસ્તો શોધી કાઢે છે. પરિણામે, બાળકો ટી.વી., સ્કૂલ અને સાથે ભણતા વિદ્યાર્થીઓ પાસેથી નૈતિક ધોરણો અને સેક્સ વિશે ખરું-ખોટું શીખે છે. તેઓ પોતાનાં બાળકોની જીદ પૂરી કરે છે. બાળકોને ના પાડવી અઘરું લાગે ત્યારે, તેઓ બહાનાં કાઢે છે કે, બાળકને દુઃખ ન થાય એટલે તેઓ તેને મનફાવે એમ કરવાની પરવાનગી આપે છે. જોકે, હકીકત એ છે કે તેઓ છૂટછાટ આપીને બાળકોને કાયમી નુકસાન તરફ દોરી જાય છે.
બાળકોને ઉછેરવા મહેનત માંગી લે છે. ઈશ્વરનું માર્ગદર્શન સ્વીકારીને દિલથી બાળકોને ઉછેરવા ઘણું કરવું પડે છે, પણ એના આશીર્વાદોની તોલે કશું ન આવી શકે. પેરેન્ટ્સ મૅગેઝિન જણાવે છે: ‘જાણવા મળ્યું છે કે જે માબાપ પોતાનાં બાળકને પ્રેમથી ઉછેરે છે, સાથે સાથે તે ખોટું કરી બેસે ત્યારે કડક બની શિક્ષા પણ કરે છે, એ બાળક સારી રીતે મોટું થાય છે. એ બાળક પોતાનું સ્વમાન જાળવી શકે છે. ભણવામાં પણ હોશિયાર હોય છે. બધા સાથે હળી-મળી જાય છે. સ્વભાવે આનંદી હોય છે. પણ જે માબાપ ઢીલાશ રાખે છે, ગમે એ ચલાવી લે છે અથવા બહુ જ કડક હોય છે તેઓનાં બાળકો મૂરઝાયેલાં રહે છે.’
એનાથી પણ વધારે મોટો આશીર્વાદ રહેલો છે. અગાઉ આપણે નીતિવચનો ૨૨:૬નો પહેલો ભાગ જોઈ ગયા. એ જણાવે છે: “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ.” એ કલમમાં આગળ આ હૃદયસ્પર્શી શબ્દો જણાવવામાં આવ્યા છે: “તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.” શું ઈશ્વરની પ્રેરણાથી લખાયેલા આ શબ્દો ગેરંટી આપે છે કે બાળક સફળ થશે જ? ના, એવું જરૂરી નથી. તમારા બાળક પાસે પસંદગી કરવાની છૂટ છે અને સમય જતા તેઓ એનો ઉપયોગ કરતા શીખશે. પણ, એ કલમ માતા-પિતાને એક પ્રેમાળ ખાતરી આપે છે. એ કઈ છે?
જો તમે તમારા બાળકને બાઇબલના માર્ગદર્શન પ્રમાણે ઉછેરો છો, તો તમે તેના માટે એક પ્રેમાળ માહોલ તૈયાર કરો છો જેનાથી અદ્ભુત પરિણામો મળી શકે છે. જેમ કે, તમારું બાળક ખુશ રહેશે, સંતોષી બનશે અને જવાબદાર વ્યક્તિ બનશે. (નીતિવચનો ૨૩:૨૪) દરેક રીતનો ઉપયોગ કરીને તમારાં ‘બાણોને’ એટલે કે બાળકોને તૈયાર કરો, તેઓનું રક્ષણ કરો અને તેઓને માર્ગદર્શન આપવા મહેનત કરો. એમ કરવાનો તમને ક્યારેય પસ્તાવો નહિ થાય.
w07-E ૬/૧ ૩૧
વાચકો તરફથી પ્રશ્નો
શું નીતિવચનો ૨૨:૬ ગેરંટી આપે છે કે, જો બાળકોનો યોગ્ય ઉછેર કરવામાં આવે તો તેઓ યહોવાના માર્ગમાંથી ક્યારેય નહિ ભટકે?
નીતિવચનો ૨૨:૬ જણાવે છે: “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.” કુમળો છોડ, વાળો એમ વળે. એવી જ રીતે, બાળકોને જો નાનપણથી સારી તાલીમ આપવામાં આવે, તો તેઓ મોટા થઈને પણ યહોવાની ભક્તિ કરવાનું ચાલુ રાખશે. જેમ બધાં માતા-પિતા જાણે છે, તેમ બાળકોને તાલીમ આપવામાં ઘણા સમય અને શક્તિની જરૂર છે. બાળકોને યહોવાના ભક્ત બનવા માતા-પિતાએ તેઓને બોધ, ઉત્તેજન, સલાહ તેમજ ઠપકો આપવો પડશે. ઉપરાંત, તેઓએ સારો દાખલો બેસાડવો પડશે. તેઓએ પ્રેમાળ રીતે પોતાની એ જવાબદારી વર્ષોનાં વર્ષો સુધી નિભાવવી પડશે.
શું એનો એવો અર્થ થાય કે, જો કોઈ બાળક વંઠી જાય, તો એમાં માતા-પિતાનો વાંક છે? અમુક કિસ્સામાં કદાચ માતા-પિતા બાળકોને શિસ્ત આપવામાં અને યહોવાના માર્ગો વિશે શીખવવામાં ચૂકી ગયા હોય શકે. (એફેસીઓ ૬:૪) બીજી તર્ફે, નીતિવચનો પ્રમાણે સારી તાલીમ કોઈ ગેરંટી નથી કે બાળકો હંમેશાં યહોવાને વફાદાર રહેશે. માતા-પિતા પોતાનાં બાળકોને મનમરજી પ્રમાણે ઢાળી શકતા નથી. પુખ્ત ઉંમરના લોકોની જેમ બાળકોને પણ નિર્ણયો લેવાની આઝાદી છે અને સમય જતાં પોતે જીવનમાં શું કરવું છે એનો નિર્ણય તેઓએ જાતે જ લેવાનો છે. (પુનર્નિયમ ૩૦:૧૫, ૧૬, ૧૯) અમુક કિસ્સામાં માતા-પિતાની સખત મહેનત છતાં બાળકો યહોવાને વફાદાર રહેતા નથી. જેમ કે, સુલેમાન જેમણે આ શબ્દો લખ્યા હતા. અરે, યહોવાના પણ એવા દીકરા છે જેઓ તેમને બેવફા બન્યા.
તેથી, આ કલમ પ્રમાણે એવું જરૂરી નથી કે, હરેક કિસ્સામાં બાળક યહોવાના માર્ગમાંથી “ખસશે નહિ.” પરંતુ, મોટા ભાગના કિસ્સામાં એ શબ્દો સાચા છે. શું એ શબ્દોથી માતા-પિતાને દિલાસો નથી મળતો? માતા-પિતાએ રાહત મહેસૂસ કરવી જોઈએ કે, બાળકોને યહોવાના માર્ગમાં ચલાવવાના તેઓના પ્રયાસનું સારું પરિણામ આવશે. માતા-પિતાની મોટી ભૂમિકા છે અને બાળકો પર તેઓની સૌથી વધારે અસર થાય છે. તેથી, માતા-પિતાએ પોતાની જવાબદારી ગંભીરતાથી લેવી જોઈએ.—પુનર્નિયમ ૬:૬, ૭.
બની શકે કે, અમુક કિસ્સામાં કોઈ બાળક યહોવાને ભજવાનું છોડી દે. પરંતુ, જે માતા-પિતા તાલીમ આપવાની પોતાની જવાબદારી વિશે સભાન છે, તેઓ આશા રાખી શકે કે કોઈક દિવસ તેમનું બાળક પાછું આવશે. યાદ રાખો કે, બાઇબલના સત્યમાં ઘણી તાકાત છે અને માબાપે આપેલી તાલીમ સહેલાઈથી ભૂલી જવાતી નથી.—ગીતશાસ્ત્ર ૧૯:૭.
(નીતિવચનો ૨૨:૧૫) મૂર્ખાઈ બાળકના હૃદયની સાથે જોડાએલી છે; પણ શિક્ષાની સોટી તેનામાંથી તેને દૂર હાંકી કાઢશે.
(નીતિવચનો ૨૩:૧૩,૧૪) બાળકને શિક્ષા કરવાથી પાછો ન હઠ; જો તું તેને સોટી મારશે તો તે કંઈ મરી જશે નહિ. ૧૪ તારે તેને સોટી મારવી, અને તેના આત્માને શેઓલમાં જતાં ઉગારવો.
w૯૭ ૧૦/૧૫ ૩૨
સદાચારી બાળકો ઉછેરવાં શું એ હજુ શક્ય છે?
આપણે હમણાં ઘણી વિવિધ સંસ્કૃતિવાળા ખૂબ જટિલ સમાજમાં જીવીએ છીએ, જેમાં નૈતિકતાનો કોઈ એકસરખો નિયમ નથી,” એવું અવલોકન ઓટ્ટાવા, કૅનેડામાંની કુટુંબ માટેની વેન્નિયા ઇન્સ્ટીટ્યૂટના રોબર્ટ ગ્લોસેપ કરે છે. કયા પરિણામ સહિત? ધ ટોરોન્ટો સ્ટાર વર્તમાનપત્રમાંનો અહેવાલ કહે છે: “તરુણ ગર્ભાવસ્થાઓ, યુવાનોની હિંસા અને તરુણ આપઘાતો સર્વમાં વધારો થયો છે.”
સમસ્યા ઉત્તર અમેરિકાથી પાર જાય છે. રૉડ આઈલૅન્ડ, યુ.એસ.એ.માંની બ્રાઉન યુનિવર્સિટી સૅન્ટર ફોર હ્યુમન ડેવલપમેન્ટના સંચાલક બીલ ડેમોને આ સમસ્યાઓનો અભ્યાસ બ્રિટન અને બીજા યુરોપના રાષ્ટ્રો, તેમ જ ઑસ્ટ્રેલિયા, ઈસ્રાએલ, અન જાપાનમાં કર્યો. તેમણે ચર્ચો, શાળાઓ, અને બીજી સંસ્થાઓ યુવાનોને માર્ગદર્શન આપવામાં પાછી પડે છે એ તરફ ચીંધ્યું. તે માને છે કે, આપણી સંસ્કૃતિ, “બાળકોને ગુણલક્ષણો અન કાર્યક્ષમતા વિકસાવવા શાની જરૂર છે એનાથી વાકેફ નથી.” “શિસ્ત બાળકોની તંદુરસ્તી અન ભલા માટે જોખમી છે,” એવું શીખવતા માબાપો માટેના નિષ્ણાતોનો ઉલ્લેખ કરતા ડેમોન જણાવે છે કે એ જ તો “સ્વૈચ્છિક, અનાજ્ઞાધીન બાળકો ઉછેરવાની દવા છે.”
આજના યુવાનોને શાની જરૂર છે? તેઓને સતતપણે પ્રેમાળ તાલીમની જરૂર છે જે મન અને હૃદયમાં સુધારો કરે. અલગ અલગ યુવાનોને અલગ અલગ પ્રકારની શિસ્તની જરૂર હાય છે. પ્રેમથી પ્રેરાયેલી શિસ્તની ઘણી વાર વિચારદલીલથી આપલે કરી શકાય. તેથી આપણને નીતિવચન ૮:૩૩માં ‘શિખામણ સાંભળવા’ જણાવવામાં આવ્યું છે. જોકે, કેટલાક “એકલા શબ્દોથી” સુધરતા નથી. તેઓ માટે, અનાજ્ઞાધીનતા માટે યોગ્ય પ્રમાણમાં કરેલી યોગ્ય શિક્ષા જરૂરી હોય શકે. (નીતિવચન ૧૭:૧૦; ૨૩:૧૩, ૧૪; ૨૯:૧૯) આ ભલામણ કરતા, બાઇબલ ગુસ્સે ભરાઈને ફટકારવા અથવા સખત માર મારવાને સંમતિ આપતું નથી, જે બાળકને સોળ પાડી દે અને જખમી બનાવી શકે. (નીતિવચન ૧૬:૩૨) એને બદલે, બાળક એ સમજી શકતું હોવું જોઈએ કે તેને શા માટે સુધારવામાં આવી રહ્યો છે અને માબાપ તેની સાથે છે, તેની બાજુ છે એ કારણે આમ થઈ રહ્યું છે એવી લાગણી તેને થવી જોઈએ.—સરખાવો હેબ્રી ૧૨:૬, ૧૧.
આવી વ્યવહારુ અને મહત્ત્વની બાઇબલ આધારિત સલાહ કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તકમાં ચમકાવવામાં આવી છે.
it-2-E ૮૧૮ ¶૪
છડી, દંડો
માબાપનો અધિકાર.
“સોટી” શબ્દ, માતા-પિતાનાં બાળકો પરના અધિકારને દર્શાવે છે. નીતિવચનોનું પુસ્તક આ અધિકાર વિશે ઘણી વાર ઉલ્લેખ કરે છે. દરેક પ્રકારની શિસ્તને દર્શાવવા તેમજ સોટી દ્વારા શિસ્ત આપવાને પણ દર્શાવે છે. યહોવા દરેક માતા-પિતા પાસે અપેક્ષા રાખે છે કે, તેઓ સોટીનો ઉપયોગ કરે અને બાળકોને નિયંત્રણમાં રાખે. જો આમ કરતા માતા-પિતા નિષ્ફળ જશે તો તેઓ પોતાના બાળક પર વિનાશ અને મોત તો લાવશે જ પણ પોતાના પર નામોશી લાવશે અને એટલું જ નહિ ઈશ્વરની મંજૂરી પણ ખોઈ બેસશે. (નીતિ ૧૦:૧; ૧૫:૨૦; ૧૭:૨૫; ૧૯:૧૩) બાઇબલ જણાવે છે: “મૂર્ખાઈ બાળકના હૃદયની સાથે જોડાએલી છે; પણ શિક્ષાની સોટી તેનામાંથી તેને દૂર હાંકી કાઢશે.” તેમ જ, “બાળકને શિક્ષા કરવાથી પાછો ન હઠ; જો તું તેને સોટી મારશે તો તે કંઈ મરી જશે નહિ. તારે તેને સોટી મારવી, અને તેના આત્માને શેઓલમાં જતાં ઉગારવો.” (નીતિ ૨૨:૧૫; ૨૩:૧૩, ૧૪) હકીકતમાં તો “જે સોટી મારતો નથી, તે પોતાના દીકરાનો વૈરી છે; પણ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.”—નીતિ ૧૩:૨૪; ૧૯:૧૮; ૨૯:૧૫; ૧શ ૨:૨૭-૩૬.
(નીતિવચનો ૨૩:૨૨) તારા પોતાના બાપનું કહેવું સાંભળ, અને તારી મા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ.
જીવન ઈશ્વરની ભેટ છે, એની કદર કરો!
‘તમારા જીવનની કિંમત શું છે,’ એનો તમે શું જવાબ આપશો? આપણે પોતાનું અને બીજાઓનું જીવન મૂલ્યવાન ગણીએ છીએ. એટલે જ આપણને સારું ન હોય ત્યારે, વારંવાર ડૉક્ટર પાસે જઈએ છીએ. એ બતાવે છે કે આપણને હંમેશાં તંદુરસ્ત રહેવું છે. અરે, આપણે ઘરડા હોઈએ કે અપંગ હોઈએ, તોપણ આપણે જીવન ચાહીએ છીએ.
તમે જીવનને મૂલ્યવાન ગણતા હશો તો, બીજાઓ સાથે પ્રેમથી વર્તશો. દાખલા તરીકે, ઈશ્વરે શાસ્ત્રમાં આજ્ઞા કરી છે: “તારા બાપનું કહ્યું સાંભળ; એ તારો જન્મદાતા છે; અને તારી જનેતાની ઘડપણમાં ઉપેક્ષા ન કર.” (સુભાષિતો [નીતિવચનો] ૨૩:૨૨, સંપૂર્ણ બાઇબલ) અહીં સાંભળવાનો શું અર્થ થાય? એનો અર્થ એમ થાય કે આપણે જે સાંભળ્યું હોય, તે પ્રમાણે કરવું. (નિર્ગમન ૧૫:૨૬; પુનર્નિયમ ૭:૧૨; ૧૩:૧૮; ૧૫:૫; યહોશુઆ ૨૨:૨; ગીતશાસ્ત્ર ૮૧:૧૩) પણ સવાલ થાય કે ‘આપણે શા માટે માબાપનું સાંભળવું જોઈએ? એના વિષે બાઇબલ શું કહે છે?’ બાઇબલ કહે છે કે તેઓ ઉંમરમાં મોટા છે અને અનુભવી છે એટલે જ નહિ, પણ તેઓ “જન્મદાતા” છે. તેથી, આપણને જીવન વહાલું હશે તો, આપણે તેઓને વધુ માન આપીશું, ખરું ને?
તમે યહોવાહની ભક્તિ કરતા હોવ તો, તમે જાણો છો કે અસલમાં જીવન આપનાર તે જ છે. તેમના લીધે જ “આપણે જીવીએ છીએ, હાલીએ છીએ.” આપણામાં લાગણીઓ છે, નિર્ણયો લઈએ છીએ, અરે, કાયમ જીવવા માટે યોગ્ય ફેરફારો કરી શકીએ છીએ. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૮; ગીતશાસ્ત્ર ૩૬:૯; સભાશિક્ષક ૩:૧૧) તેથી, નીતિવચનો ૨૩:૨૨ પ્રમાણે આપણે રાજીખુશીથી ઈશ્વરનું ‘સાંભળવું જ’ જોઈએ. આમ, આપણે જીવન વિષે દુનિયાના કે પોતાના નહિ પણ યહોવાહના વિચારો વધારે પસંદ કરીશું.
કુટુંબના સભ્યોને માન આપવામાં ફક્ત પત્ની અને બાળકોનો જ સમાવેશ થતો નથી. એક જાપાની કહેવત છે કે, “ઘડપણમાં તમારા બાળકોનું સાંભળો.” એટલે કે ઘડપણમાં માબાપે પોતાનાં ‘બાળકો’ પર વધારે પડતો અધિકાર જમાવવો જોઈએ નહિ. પરંતુ, તેઓનું સાંભળવું જોઈએ. બાઇબલ પણ માબાપને બાળકોની વાત સાંભળીને તેઓને માન આપવાનું કહે છે. છતાં એનો અર્થ એવો નથી કે, બાળકો કુટુંબના ઘરડા સભ્યો સાથે મન ફાવે એવું વર્તન કરે. નીતિવચન ૨૩:૨૨ કહે છે, “તારી મા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ.” આ લખનાર રાજા સુલેમાન પણ પોતાની માતાને માન આપતા હતા. સુલેમાનની માતા બાથ-શેબા તેમને વિનંતી કરવા આવી ત્યારે, તેમણે પોતાના રાજ્યાસનની બાજુમાં જ રાજમાતાને સારું એક આસન મૂકાવ્યું. તેમ જ, વૃદ્ધ માતાએ જે કહ્યું એ ધ્યાનથી સાંભળ્યું.—૧ રાજા ૨:૧૯, ૨૦.
કીમતી રત્નો શોધીએ
(નીતિવચનો ૨૪:૧૬) કેમ કે નેક માણસ સાતવાર પડી પડીને પણ પાછો ઊઠે છે; પણ દુષ્ટો વિપત્તિથી પાયમાલ થઈ જાય છે.
યહોવાને ચાહનારાઓ માટે ‘ઠોકર ખાવાનું કોઈ કારણ નથી’
જો ઠોકર ખાઓ તોપણ દોડતા રહો
ઠોકર ખાઈએ કે પડી જઈએ ત્યારે, જે કંઈ કરીએ છીએ એના પરથી ખબર પડશે કે આપણે કેવા છીએ. ઠોકર ખાનારા કે પડી જનારા અમુકે પસ્તાવો કર્યો છે અને ઈશ્વરની ભક્તિમાં લાગુ રહ્યા છે. તો કેટલાકે પસ્તાવો કર્યો નથી. નીતિવચનો ૨૪:૧૬ જણાવે છે, “નેક માણસ સાતવાર પડી પડીને પણ પાછો ઊઠે છે; પણ દુષ્ટો વિપત્તિથી પાયમાલ થઈ જાય છે.”
યહોવા પોતાના ભક્તોને એવી કોઈ ઠોકર ખાવા નહિ દે અથવા એવી રીતે પડવા નહિ દે, જેથી તેઓ પાછા ઊઠી જ ન શકે. આપણને ખાતરી મળી છે કે ‘પાછા ઊઠવામાં’ યહોવા મદદ કરશે, જેથી પૂરા દિલથી તેમની ભક્તિ કરી શકીએ. યહોવાને પૂરા દિલથી ચાહનારાઓ માટે એ કેટલી રાહતની વાત છે! પણ, દુષ્ટોને પાછા ઊઠવું નથી. તેઓ ઈશ્વરની શક્તિ દ્વારા મળતી મદદ લેતા નથી. ઈશ્વરના ભક્તો પાસેથી મળતી મદદ પણ તેઓ લેવાનો ઇન્કાર કરે છે. જ્યારે કે, ‘યહોવાના નિયમ પર પ્રેમ રાખનારાઓ’ માટે એવી કોઈ ઠોકર નથી, જે તેઓને જીવનની દોડમાંથી બહાર ધકેલી દે.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૫ વાંચો.
ઘણી વાર વ્યક્તિ પોતાની નબળાઈને લીધે પાપ કરી બેસે છે. એવું પણ બને કે એ જ ભૂલ તે વારંવાર કર્યા કરે. જો તે ‘પાછા ઊઠવાના’ અને વફાદારીથી યહોવાની ભક્તિ ફરી શરૂ કરવાના પ્રયત્નો કરશે, તો યહોવાની નજરમાં તે હજી પણ ન્યાયી ગણાય છે. એ બાબત ઈસ્રાયેલીઓના દાખલામાંથી જોવા મળે છે. જ્યારે જ્યારે તેઓએ ખરો પસ્તાવો કર્યો ત્યારે ત્યારે યહોવાએ તેઓને ન્યાયી ગણ્યા. (યશા. ૪૧:૯, ૧૦) આપણે નીતિવચનો ૨૪:૧૬ જોઈ ગયા. એ કલમ ‘પડી જવા’ પર ભાર આપવાને બદલે, ઈશ્વરની મદદથી ‘પાછા ઊઠવા’ પર ભાર મૂકે છે. (યશાયા ૫૫:૭ વાંચો.) યહોવા અને ઈસુ આપણામાં ભરોસો બતાવે છે અને ‘પાછા ઊઠવા’ ઉત્તેજન આપે છે.—ગીત. ૮૬:૫; યોહા. ૫:૧૯.
લાંબા અંતરની દોડમાં દોડવીર ઠોકર ખાય કે પડી જાય તોય, પાછા ઊઠીને ફરી દોડવાનો તેને સમય મળે પણ ખરો. જ્યારે કે, હંમેશ માટેના જીવનની દોડમાં આપણે જાણતા નથી કે એ દોડનો અંત કયા ‘દિવસે અને કઈ ઘડીએ’ આવશે. (માથ. ૨૪:૩૬) જો આપણે ઓછી ઠોકરો ખાઈશું, તો એક ધારી રીતે દોડતા રહેવામાં મદદ મળશે. તેમ જ, દોડમાં રહી શકીશું અને એને સારી રીતે પૂરી કરી શકીશું. તો સવાલ થાય કે ઠોકર ખાવાનું કઈ રીતે ટાળી શકીએ?
(નીતિવચનો ૨૪:૨૭) તારું બહારનું કામ તૈયાર રાખ, તારા ખેતરનું કામ તૈયાર કર; અને ત્યાર પછી તારું ઘર બાંધ.
w09-E ૧૦/૧૫ ૧૨ ¶૧
વાચકો તરફથી પ્રશ્નો
એક યુવાન વ્યક્તિને સલાહ આપતા નીતિવચનોના લેખકે કહ્યું: “તારું બહારનું કામ તૈયાર રાખ, તારા ખેતરનું કામ તૈયાર કર; અને ત્યાર પછી તારું ઘર બાંધ.” ઈશ્વરની પ્રેરણાથી લખાયેલા આ નીતિવચનમાં શું કહેવામાં આવ્યું છે? એ જ કે એક યુવકે લગ્ન કરી પોતાનો પરિવાર શરૂ કરતા પહેલાં પૂરી તૈયારી કરવી જોઈએ. અને લગ્નબાદની પોતાની જવાબદારીને પહેલેથી જ સમજી લેવી જોઈએ.