૧૮ જે પોતાને એકલો પાડે છે, તે સ્વાર્થી ઇચ્છાઓ પાછળ ભાગે છે,
તે બુદ્ધિનો નકાર કરે છે.
૨ મૂર્ખ માણસને બીજાઓ પાસેથી શીખવું ગમતું નથી,
તેને બસ પોતાની જ વાતો કહેવામાં રસ હોય છે.+
૩ દુષ્ટ માણસ તિરસ્કાર લાવે છે,
અપમાનની સાથે સાથે ફજેતી પણ આવે છે.+
૪ માણસના મોંના શબ્દો ઊંડા પાણી જેવા છે.+
બુદ્ધિનો ઝરો ખળખળ વહેતી નદી જેવો છે.
૫ ન્યાય કરતી વખતે દુષ્ટનો પક્ષ લેવો+
અથવા નિર્દોષ સાથે અન્યાય કરવો યોગ્ય નથી.+
૬ મૂર્ખની વાતો ઝઘડા કરાવે છે,+
તે માંગી માંગીને ફટકા ખાય છે.+
૭ મૂર્ખનું મોં તેને વિનાશ તરફ લઈ જાય છે,+
તેની વાતો તેનો જીવ જોખમમાં મૂકે છે.
૮ કાન ભંભેરણી કરનારના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા છે,+
એ તરત પેટમાં ઊતરી જાય છે.+
૯ કામચોર અને લુટારો,
એ બંને ભાઈ-ભાઈ.+
૧૦ યહોવાનું નામ મજબૂત કિલ્લો છે.+
નેક માણસ એમાં દોડી જઈને રક્ષણ મેળવે છે.+
૧૧ અમીરની દોલત તેના માટે કોટવાળું શહેર છે,
તેને મન એ રક્ષણ આપતો કોટ છે.+
૧૨ દિલ ઘમંડી બને ત્યારે આફત આવે છે+
અને નમ્ર બનવાથી માન-સન્માન મળે છે.+
૧૩ સાંભળ્યા પહેલાં જવાબ આપવામાં મૂર્ખાઈ છે,
એનાથી માણસ શરમમાં મુકાય છે.+
૧૪ માણસની હિંમત તેને બીમારીમાં ટકાવી રાખે છે,+
પણ જો તે નાહિંમત થઈ જાય, તો તે કઈ રીતે ટકી શકે?+
૧૫ સમજુ માણસનું હૃદય જ્ઞાન હાંસલ કરે છે+
અને બુદ્ધિમાનના કાન જ્ઞાનની વાતો સાંભળવા મથે છે.
૧૬ માણસની ભેટ તેના માટે રસ્તો ખોલે છે+
અને તેને મોટા મોટા લોકો સુધી પહોંચાડે છે.
૧૭ અદાલતમાં જે માણસ પહેલો બોલે છે, તે સાચો લાગે છે,+
પણ જ્યારે બીજો આવીને સવાલો પૂછે છે, ત્યારે હકીકત બહાર આવે છે.+
૧૮ ચિઠ્ઠીઓ નાખવાથી તકરારનો અંત આવે છે+
અને બે કટ્ટર વિરોધીઓ વચ્ચે સમાધાન થાય છે.
૧૯ નારાજ ભાઈને મનાવવો કોટવાળું શહેર જીતવા કરતાંય અઘરું છે,+
કિલ્લાના બંધ દરવાજાની જેમ મતભેદો લોકોને જુદા પાડે છે.+
૨૦ માણસના શબ્દો ખોરાક જેવા છે, જે તેનું પેટ ભરે છે,+
તેના હોઠોની વાતથી તેને સંતોષ મળે છે.
૨૧ જીવન અને મરણ જીભની સત્તામાં છે,+
માણસ જેવો એનો ઉપયોગ કરશે, એવું ફળ ભોગવશે.+
૨૨ જેને સારી પત્ની મળી છે, તેને અનમોલ ખજાનો મળ્યો છે,+
તેને યહોવાની કૃપા મળે છે.+
૨૩ ગરીબ કાલાવાલા કરે છે,
પણ અમીર તેને તોછડાઈથી જવાબ આપે છે.
૨૪ એવા મિત્રો છે, જે એકબીજાને બરબાદ કરવા તૈયાર હોય છે,+
પણ એક એવો દોસ્ત છે, જે સગા ભાઈ કરતાં વધારે પ્રેમ બતાવે છે.+