ગીતશાસ્ત્ર
દાઉદનું વિલાપગીત.* એમાં તેણે બિન્યામીન કુળના કૂશના શબ્દો વિશે યહોવા આગળ ગાયું.
૭ હે યહોવા મારા ભગવાન, મેં તમારામાં આશરો લીધો છે.+
બધા જુલમીઓથી મને બચાવો, મને છોડાવો.+
૨ નહિ તો તેઓ સિંહની જેમ મને ચીરીને ફાડી નાખશે,+
તેઓ મને ખેંચી જશે, મને બચાવનાર કોઈ નહિ હોય.
૩ હે યહોવા મારા ઈશ્વર, જો મારો કોઈ વાંક હોય,
જો મેં કોઈ અન્યાય કર્યો હોય,
૪ જો મારું ભલું કરનારનું મેં કંઈ બગાડ્યું હોય,+
અથવા જો મેં કોઈ કારણ વગર દુશ્મનને લૂંટ્યો હોય,*
૫ તો ભલે દુશ્મન મારો પીછો કરીને મને પકડી લે,
મને ભોંયભેગો કરીને કચડી નાખે
અને મારી આબરૂ ધૂળમાં મેળવી દે. (સેલાહ)
૬ હે યહોવા, ક્રોધે ભરાઈને ઊઠો,
મારા દુશ્મનોના રોષ સામે ઊભા થાઓ,+
મારા માટે જાગો અને અદ્દલ ઇન્સાફ માટે હુકમ કરો.+
૭ બધા દેશો તમારી આસપાસ ભેગા થાઓ,
તમે ઊંચા આસન પરથી તેઓ વિરુદ્ધ પગલાં ભરો.
૮ યહોવા લોકોને ફેંસલો સંભળાવશે.+
૯ કૃપા કરીને દુષ્ટોનાં કામોનો અંત લાવો.
૧૦ ઈશ્વર મારી ઢાલ છે,+ નેક દિલ લોકોને તે બચાવે છે.+
૧૧ ઈશ્વર ખરા ન્યાયાધીશ છે,+
ઈશ્વર દરરોજ પોતાના ન્યાયચુકાદા સંભળાવે છે.
૧૩ તે પોતાનાં ખતરનાક હથિયાર ગોઠવે છે,
તે પોતાનાં સળગતાં તીર તૈયાર રાખે છે.+
૧૪ એ વ્યક્તિને જુઓ, જેની કૂખમાં દુષ્ટતા પાંગરી રહી છે,
તે મુસીબતોનો ગર્ભ ધરે છે ને જૂઠાણાંને જન્મ આપે છે.+
૧૫ તે ખાડો ખોદે છે, એને ઊંડો ને ઊંડો બનાવે છે.
પણ તેણે ખોદેલા ખાડામાં તે પોતે જ પડે છે.+
૧૬ તેણે ઊભી કરેલી આફતો તેને જ માથે આવી પડશે,+
તેણે કરેલી હિંસાનો તે પોતે જ શિકાર બનશે.