પહેલો શમુએલ
૨ પછી હાન્નાએ આવી પ્રાર્થના કરી:
હવે હું દુશ્મનોને જવાબ આપી શકું છું,
કેમ કે તમે કરેલાં ઉદ્ધારનાં કામોમાં હું આનંદ માણું છું.
૩ તમે લોકો મોટી મોટી બડાઈ હાંકશો નહિ,
તમારા મુખમાંથી કંઈ બડાશ નીકળે નહિ,
કેમ કે યહોવા બધું જ જાણે છે,+
તે મનુષ્યોનાં કાર્યો સારી રીતે પારખે છે.
૫ ધરાયેલા હવે રોટલી માટે મજૂરી કરે છે,
પણ ભૂખ્યાઓ હવે ધરાયા છે.+
૬ યહોવા જીવન લઈ શકે છે અને આપી પણ શકે છે.*
તે કબરમાં* મોકલી શકે છે અને જીવતા પણ કરી શકે છે.+
૭ યહોવા કંગાળ બનાવે છે અને ધનવાન બનાવે છે.+
તે નીચે ઉતારે છે અને ઉપર ચઢાવે છે.+
તે તેઓને રાજવીઓ સાથે બેસાડે છે
અને માનવંતું આસન આપે છે.
પૃથ્વીના પાયા યહોવાના છે,+
એના પર તેમણે દુનિયા રચી છે.
૯ તે વફાદાર ભક્તોનાં પગલાંની સંભાળ રાખે છે.+
૧૧ પછી એલ્કાનાહ પોતાના ઘરે રામા શહેર ગયો. પણ તેનો દીકરો યહોવાનો સેવક બન્યો+ અને એલી યાજકની દેખરેખ નીચે રહ્યો.
૧૨ એલીના દીકરાઓ દુષ્ટ હતા,+ તેઓને યહોવા માટે જરાય માન ન હતું. ૧૩ તેઓ બલિદાનમાંથી યાજકોનો હિસ્સો લેવા આમ કરતા:+ જ્યારે કોઈ માણસ બલિદાન ચઢાવે અને હજુ તો માંસ બફાતું હોય, ત્યારે યાજકનો સેવક ત્રણ દાંતાવાળો કાંટો લઈને આવતો. ૧૪ તે હાંડલું, દેગ કે કઢાઈમાં કાંટો ભોંકતો. કાંટામાં જે માંસ ભરાઈને બહાર આવતું, એ બધું યાજક પોતાને માટે લઈ લેતો. શીલોહ આવતા બધા ઇઝરાયેલીઓ સાથે એલીના બે દીકરાઓ અને તેઓના સેવકો એવું કરતા. ૧૫ એટલું જ નહિ, બલિદાન ચઢાવનાર માણસ ચરબી બાળે અને એમાંથી ધુમાડો નીકળે,+ એ પહેલાં તો યાજકનો સેવક આવી જતો અને કહેતો: “શેકવા માટે યાજકને માંસ આપ. તે તારી પાસેથી બાફેલું માંસ નહિ લે, પણ કાચું માંસ લેશે.” ૧૬ બલિદાન ચઢાવનાર માણસ કહેતો: “પહેલા ચરબી બળી જવા દે,+ પછી તું ચાહે એટલું લઈ લેજે.” પણ સેવક કહેતો: “ના, મને હમણાં જ માંસ આપ, નહિ તો હું બળજબરીથી લઈ લઈશ!” ૧૭ આમ એ સેવકો યહોવા આગળ ઘોર પાપ કરતા હતા.+ તેઓ યહોવાનાં અર્પણોનું અપમાન કરતા હતા.
૧૮ શમુએલ હજી નાનો છોકરો જ હતો, છતાં પણ તે શણનો એફોદ*+ પહેરીને યહોવા આગળ સેવા કરતો હતો.+ ૧૯ શમુએલની મા દર વર્ષે પોતાના પતિ સાથે બલિદાન ચઢાવવા આવતી.+ એ વખતે તે શમુએલ માટે બાંય વગરનો ઝભ્ભો બનાવી લાવતી. ૨૦ એલીએ એલ્કાનાહ અને તેની પત્નીને આશીર્વાદ આપ્યો. તેણે એલ્કાનાહને કહ્યું: “તેં યહોવાને આ છોકરો આપ્યો છે.+ એના બદલામાં યહોવા તને આ પત્નીથી બીજાં બાળકો આપો.” ત્યાર બાદ તેઓ ઘરે પાછા ફર્યા. ૨૧ યહોવાએ હાન્નાને યાદ કરી. તેને બીજાં બાળકો થયાં.+ તેણે ત્રણ દીકરાઓ અને બે દીકરીઓને જન્મ આપ્યો. નાનકડો શમુએલ યહોવા આગળ મોટો થતો ગયો.+
૨૨ એલી હવે ઘરડો થયો હતો. તેણે સાંભળ્યું હતું કે તેના દીકરાઓ બધા ઇઝરાયેલીઓ સાથે કઈ રીતે વર્તતા હતા.+ તેઓ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે સેવા કરતી સ્ત્રીઓ+ સાથે જાતીય સંબંધ બાંધતા હતા, એ પણ તેણે સાંભળ્યું હતું. ૨૩ એલી તેઓને કહેતો: “તમે એવાં કામો શા માટે કરો છો? મને લોકો પાસેથી તમારા વિશે ખરાબ વાતો જ સાંભળવા મળે છે. ૨૪ મારા દીકરાઓ, એવું ન કરો. યહોવાના લોકો વચ્ચે તમારા વિશે થતી વાતો મેં સાંભળી છે, એ સારી નથી. ૨૫ જો કોઈ માણસ બીજા માણસ વિરુદ્ધ પાપ કરે, તો કોઈ તેના માટે યહોવાને વિનંતી કરી શકે છે. પણ જો કોઈ માણસ યહોવા વિરુદ્ધ પાપ કરે,+ તો તેના માટે કોણ પ્રાર્થના કરે?” તોપણ તેઓએ પોતાના પિતાનું સાંભળ્યું નહિ અને યહોવાએ તેઓને મારી નાખવાનું નક્કી કર્યું.+ ૨૬ સમય જતાં, નાનકડો શમુએલ મોટો થતો ગયો અને યહોવા તથા લોકોની કૃપા તેના પર હતી.+
૨૭ એલી પાસે ઈશ્વરનો એક પ્રબોધક* આવ્યો. તેણે એલીને કહ્યું: “યહોવા કહે છે: ‘તારા પૂર્વજ અને તેનાં કુટુંબો ઇજિપ્તમાં* હતાં અને ત્યાંના રાજાની* ગુલામી કરતાં હતાં ત્યારે, શું મેં તેઓને મારી ઓળખ આપી ન હતી?+ ૨૮ ઇઝરાયેલનાં બધાં કુળોમાંથી+ મેં તારા પૂર્વજને યાજક તરીકે સેવા આપવા, મારી વેદી* પર બલિદાનો ચઢાવવા+ અને ધૂપ* બાળવા* તથા એફોદ પહેરીને મારી આગળ આવવા પસંદ કર્યો હતો. ઇઝરાયેલીઓ* જે અર્પણો અગ્નિમાં ચઢાવતા હતા, એ બધાં મેં તારા પૂર્વજને અને તેના વંશજોને આપ્યાં હતાં.+ ૨૯ જે બલિદાનો અને અર્પણો મારા મંડપમાં ચઢાવવાની મેં આજ્ઞા આપી હતી,+ એનું તમે લોકો કેમ ઘોર અપમાન કરો છો? મારા ઇઝરાયેલી લોકોનાં અર્પણોમાંથી ઉત્તમ ભાગ ખાઈને તું કેમ તાજો-માજો થઈ રહ્યો છે?+ તું મારા બદલે તારા છોકરાઓને કેમ વધારે માન આપે છે?
૩૦ “‘તેથી ઇઝરાયેલના ઈશ્વર યહોવા તરફથી આ સંદેશો છે: “મેં કહ્યું હતું કે તારું અને તારા પૂર્વજનું ઘર હંમેશ માટે મારી સેવા કરશે.”*+ પણ હવે યહોવા કહે છે: “હું એમ નહિ થવા દઉં, કારણ કે જેઓ મને માન આપે છે, તેઓને હું માન આપીશ.+ જેઓ મને ધિક્કારે છે, તેઓને હું ધિક્કારીશ.” ૩૧ હવે એવા દિવસો આવશે જ્યારે હું તારા અને તારા પૂર્વજના ઘર પર આફત લાવીશ.* તારા ઘરમાં કોઈ માણસ મોટી ઉંમર થતા સુધી જીવશે નહિ.+ ૩૨ ઇઝરાયેલના બધા લોકોનું સારું થતું હશે ત્યારે, મારા મંડપમાં તને એક દુશ્મન દેખાશે.*+ તારા ઘરમાં હવે પછી કોઈ પણ વ્યક્તિ ઘડપણ સુધી જીવશે નહિ. ૩૩ તારા વંશજોમાંથી એક માણસને હું વેદી આગળ સેવા કરવા જીવતો રાખીશ. તે તારું દિલ દુભાવશે અને તારી આંખોનું તેજ રડી રડીને ઝાંખું થઈ જશે. તારા ઘરના મોટા ભાગના લોકો તલવારથી માર્યા જશે.+ ૩૪ તને ખાતરી થાય કે હું જે કહું છું એ સાચું છે, એ માટે તને આ નિશાની આપું છું: તારા બે દીકરાઓ, હોફની અને ફીનહાસ એક જ દિવસે માર્યા જશે.+ ૩૫ પછી હું મારા માટે એક વિશ્વાસુ યાજક ઊભો કરીશ.+ તે મારા મનની ઇચ્છા પ્રમાણે કરશે. હું તેના કુટુંબને હંમેશ માટે યાજક તરીકે સેવા કરવા દઈશ. તે યાજક તરીકે મારા અભિષિક્ત માટે કાયમ સેવા કરશે. ૩૬ તારા ઘરમાંથી જે કોઈ બચી જશે, તે યાજક પાસે આવશે. તે કામ માટે કરગરશે, જેથી થોડા પૈસા અને કકડો રોટલી મેળવી શકે. તે કહેશે: “મને યાજકને લગતું કંઈ કામ આપો, જેથી હું ટુકડો રોટલી મેળવી શકું.”’”+