હોશિયા
૬ “ચાલો, આપણે યહોવા પાસે પાછા ફરીએ,
તેમણે આપણને ફાડી નાખ્યા છે, આપણા ટુકડે-ટુકડા કરી નાખ્યા છે,+
પણ તે આપણને સાજા કરશે.
તેમણે આપણને ઘાયલ કર્યા છે, પણ તે આપણા ઘા પર પાટા બાંધશે.
૨ બે દિવસ પછી તે આપણામાં નવું જોમ ભરશે,
ત્રીજા દિવસે તે આપણને ઊભા કરશે
અને આપણે તેમની આગળ જીવીશું.
૩ આપણે તેમને ઓળખીશું, યહોવાને ઓળખવા આપણે ખંતથી મહેનત કરીશું.
તેમનું આવવું એટલું જ ચોક્કસ છે, જેટલું સૂરજનું ઊગવું.
તે આપણી પાસે ધોધમાર વરસાદની જેમ આવશે,
ધરતીને ભીંજવી દેનાર વસંતના વરસાદની* જેમ આવશે.”
૪ “હે એફ્રાઈમ, હું તારું શું કરું?
હે યહૂદા, હું તારું શું કરું?
કેમ કે તમારી વફાદારી* સવારના ધુમ્મસ* જેવી છે,
એ તો પળભરમાં ઊડી જનાર ઝાકળ જેવી છે.
૫ હું પ્રબોધકો મોકલીને તમને કાપી નાખીશ,+
મારા મુખના શબ્દોથી તમને મારી નાખીશ.+
તમારી વિરુદ્ધ જણાવેલો ન્યાયચુકાદો પ્રકાશની જેમ ચમકશે.+
૬ હું બલિદાનોથી નહિ, પણ દયાથી* ખુશ થાઉં છું,
અગ્નિ-અર્પણોથી* નહિ, પણ તમે ઈશ્વર વિશે શીખો એનાથી ખુશ થાઉં છું.+
૭ પણ મારા લોકોએ મામૂલી માણસની જેમ મારો કરાર તોડ્યો છે,+
ત્યાં તેઓએ મને દગો દીધો છે.
૮ ગિલયાદ દુષ્ટોનું નગર છે,+
૯ યાજકોની ટોળી લુટારાઓની ટોળી જેવી છે, જે હુમલો કરવા ટાંપીને બેસી રહે છે.
તેઓ શખેમના રસ્તા પર ખૂન કરે છે,+
તેઓનાં કામો શરમજનક છે.
૧૦ મેં ઇઝરાયેલના ઘરમાં ભયંકર કામો થતાં જોયાં છે.
ત્યાં એફ્રાઈમ વ્યભિચાર કરે છે,+
ઇઝરાયેલે પોતાને ભ્રષ્ટ કર્યું છે.+
૧૧ પણ હે યહૂદા, તારા માટે કાપણીનો સમય નક્કી થઈ ચૂક્યો છે,