૧૦ સુલેમાનનાં નીતિવચનો:+
બુદ્ધિશાળી દીકરો પોતાના પિતાને આનંદ આપે છે,+
પણ મૂર્ખ દીકરો પોતાની માતાને દુઃખી કરે છે.
૨ દુષ્ટ કામોથી ભેગો કરેલો ખજાનો કંઈ કામનો નથી,
પણ નેક કામો મોતના મોંમાંથી બચાવે છે.+
૩ યહોવા નેક માણસને કદી ભૂખે મરવા નહિ દે,+
પણ તે દુષ્ટની લાલસાને ધૂળમાં મેળવી દેશે.
૪ આળસુ હાથ માણસને ગરીબ બનાવે છે,+
પણ મહેનતુ હાથ તેને અમીર બનાવે છે.+
૫ ઉનાળામાં ફસલ ભેગી કરનાર દીકરો સમજુ છે,
પણ કાપણીના સમયમાં ઊંઘી રહેનાર દીકરો શરમમાં મુકાય છે.+
૬ નેકના માથે આશીર્વાદ વરસે છે,+
પણ દુષ્ટની વાતોમાં હિંસા છુપાયેલી છે.
૭ સારા માણસને યાદ કરીને આશીર્વાદ આપવામાં આવે છે,+
પણ દુષ્ટનું નામ ભૂંસાઈ જાય છે.+
૮ શાણો માણસ સલાહ સ્વીકારશે,+
પણ મૂર્ખાઈની વાતો કરનારનો નાશ થશે.+
૯ ઈમાનદારીથી ચાલતો માણસ સલામત રહેશે,+
પણ બેઈમાની કરનાર પકડાઈ જશે.+
૧૦ દગો કરવા આંખ મારનાર દુઃખ લાવે છે+
અને મૂર્ખાઈની વાતો કરનારનો નાશ થાય છે.+
૧૧ નેક માણસની વાતો જીવનનો ઝરો છે,+
પણ દુષ્ટની વાતોમાં હિંસા છુપાયેલી છે.+
૧૨ નફરતથી ઝઘડા ઊભા થાય છે,
પણ પ્રેમ બધા અપરાધો ઢાંકી દે છે.+
૧૩ સમજુ માણસના હોઠે બુદ્ધિની વાતો નીકળે છે,+
પણ અણસમજુની પીઠ પર સોટી પડે છે.+
૧૪ બુદ્ધિશાળી લોકો જ્ઞાનનો સંગ્રહ કરે છે,+
પણ દુષ્ટનું મોં આફત નોતરે છે.+
૧૫ અમીરની દોલત તેના માટે કોટવાળું શહેર છે,
પણ ગરીબની ગરીબાઈ તેને બરબાદ કરી દે છે.+
૧૬ નેકનાં કામો જીવન તરફ લઈ જાય છે,
પણ દુષ્ટનાં કામો પાપ તરફ લઈ જાય છે.+
૧૭ શિસ્ત સ્વીકારનાર બીજાઓને જીવનના માર્ગે દોરે છે,
પણ ઠપકો ન સ્વીકારનાર બીજાઓને ગેરમાર્ગે દોરે છે.
૧૮ નફરત ભરી રાખનાર જૂઠું બોલે છે+
અને બીજાઓની નિંદા કરનાર મૂર્ખ છે.
૧૯ ઘણું બોલીને માણસ અપરાધ કરી બેસે છે,+
પણ જીભ પર કાબૂ રાખનાર સમજુ છે.+
૨૦ નેકની વાતો ઉત્તમ ચાંદી જેવી છે,+
પણ દુષ્ટના વિચારોની કોઈ કિંમત નથી.
૨૧ નેક માણસની વાતો ઘણાનું પોષણ કરે છે,+
પણ મૂર્ખ માણસ અબુધ હોવાથી માર્યો જાય છે.+
૨૨ યહોવાનો આશીર્વાદ માણસને ધનવાન બનાવે છે+
અને એની સાથે તે કોઈ દુઃખ આપતા નથી.
૨૩ મૂર્ખ માટે શરમજનક કામો રમત જેવાં છે,
પણ સમજુ માણસ બુદ્ધિ શોધે છે.+
૨૪ દુષ્ટને જેનો ડર હોય છે, એ જ તેના માથે આવી પડશે,
પણ નેકની ઇચ્છાઓ પૂરી કરવામાં આવશે.+
૨૫ વાવાઝોડું આવશે ત્યારે દુષ્ટનો સફાયો થઈ જશે,+
પણ નેક માણસ મજબૂત પાયાની જેમ કાયમ ટકી રહેશે.+
૨૬ જેમ સરકો દાંતને અને ધુમાડો આંખને હેરાન કરે છે,
તેમ આળસુ માણસ પોતાના માલિકને હેરાન કરે છે.
૨૭ યહોવાનો ડર આયુષ્ય વધારે છે,+
પણ મૂર્ખનાં વર્ષો ઓછાં કરવામાં આવશે.+
૨૮ નેક માણસની આશા ખુશી લાવે છે,+
પણ મૂર્ખની આશા મરી પરવારશે.+
૨૯ સાચા માણસ માટે યહોવાનો માર્ગ મજબૂત કિલ્લો છે,+
પણ દુષ્ટ માટે એ વિનાશ છે.+
૩૦ નેક માણસ કાયમ ટકી રહેશે,+
પણ દુષ્ટ માણસ પૃથ્વી પર કાયમ ટકશે નહિ.+
૩૧ નેક માણસના મુખે બુદ્ધિની વાતો નીકળે છે,
પણ કપટી જીભને કાપી નાખવામાં આવશે.
૩૨ નેક માણસના હોઠો ખુશી આપવાનું જાણે છે,
પણ દુષ્ટના મોઢે કપટી વાતો નીકળે છે.