યશાયા
૫ હું જેને ખૂબ પ્રેમ કરું છું, તેના માટે એક ગીત ગાઈશ.
એ ગીત તેના વિશે અને તેની દ્રાક્ષાવાડી વિશે છે,+
તેની દ્રાક્ષાવાડી રસાળ ટેકરી પર હતી.
૨ તેણે જમીન ખોદી અને એમાંથી પથ્થરો કાઢી નાખ્યા,
એમાં તેણે લાલ દ્રાક્ષના વેલા રોપ્યા.
દ્રાક્ષાવાડીની વચમાં તેણે બુરજ ઊભો કર્યો
અને દ્રાક્ષાકુંડ ખોદી કાઢ્યો.+
પછી તે દ્રાક્ષો આવવાની રાહ જોવા લાગ્યો.
પણ એમાં જંગલી દ્રાક્ષો ઊગી નીકળી.+
૩ તેણે કહ્યું: “ઓ યરૂશાલેમના રહેવાસીઓ અને યહૂદાના માણસો,
હવે મારી અને મારી દ્રાક્ષાવાડી વચ્ચે ન્યાય કરો.+
૪ મેં મારી દ્રાક્ષાવાડી માટે કેટકેટલું કર્યું!+
હજુ વધારે હું શું કરું?
મેં સારી દ્રાક્ષોની આશા રાખી હતી
તો જંગલી દ્રાક્ષો કેમ ઊગી નીકળી?
૫ હવે તમને જણાવું કે
મારી દ્રાક્ષાવાડીના હું કેવા હાલ કરીશ:
હું એની વાડ કાઢી નાખીશ,
જેથી એને બાળી નાખવામાં આવે.+
હું એની પથ્થરની દીવાલ તોડી નાખીશ,
જેથી દ્રાક્ષાવાડી ખૂંદી નાખવામાં આવે.
એમાં ન કાપકૂપ થશે, ન એની જમીન ખેડવામાં આવશે.
એમાં ઝાંખરાં અને જંગલી ઘાસ ઊગી નીકળશે.+
હું વાદળોને હુકમ કરીશ કે એના પર વરસે નહિ.+
૭ સૈન્યોના ઈશ્વર યહોવાની દ્રાક્ષાવાડી ઇઝરાયેલી લોકો છે.+
યહૂદાના માણસો તેમને ગમતા વેલા* છે.
તેમણે ન્યાયની આશા રાખી,+
પણ જુઓ, ત્યાં અન્યાય થતો હતો.
તેમણે સચ્ચાઈની આશા રાખી,
પણ જુઓ, ત્યાં વિલાપ થતો હતો.”+
૮ તેઓને અફસોસ, જેઓ એક પછી એક ઘરો લઈ લે છે+
એક પછી એક ખેતરો વધારે છે,+
ત્યાં સુધી કે બીજાઓ માટે કંઈ બચતું નથી.
તેઓ પોતે જ એના માલિક બની બેસે છે.
૯ મેં સાંભળ્યું કે સૈન્યોના ઈશ્વર યહોવાએ સમ ખાધા છે:
૧૧ વહેલી સવારે જેઓ દારૂ પીવા ઊઠે છે તેઓને અફસોસ!+
સાંજના અંધારામાં જેઓ નશામાં ચકચૂર થઈને ભટકે છે તેઓને અફસોસ!
૧૨ તેઓની મહેફિલોમાં વીણા, તારવાળું વાજિંત્ર,
ખંજરી, વાંસળી અને શરાબ હોય છે.
પણ તેઓ યહોવાનાં કામોનો વિચાર કરતા નથી,
તેમના હાથનાં કામોને જરાય ધ્યાન આપતા નથી.
તેઓના માનવંતા માણસો ભૂખે મરશે+
અને બધા લોકો તરસથી મરશે.
યરૂશાલેમની જાહોજલાલી,* એના ઘોંઘાટ કરનારાઓ અને મોજમજા કરનારાઓ
જરૂર કબરમાં ઊતરી જશે.
૧૫ માણસો નમશે,
તેઓને નીચા પાડવામાં આવશે,
ઘમંડીઓની આંખ નીચી કરવામાં આવશે.
૧૬ સૈન્યોના ઈશ્વર યહોવા પોતાના ન્યાયચુકાદાને* લીધે મહિમા પામશે.
સાચા ઈશ્વર,* પવિત્ર ઈશ્વર+ ન્યાય કરીને બતાવી આપશે કે પોતે પવિત્ર છે.+
૧૭ ઘેટાં ઉજ્જડ જગ્યાઓએ એવી રીતે ચરશે, જાણે પોતાના ગૌચરમાં* ચરતાં હોય,
જે જગ્યા તાજાં-માજાં પ્રાણીઓના પેટ ભરતી હતી, એ પરદેશીઓના પેટ ભરશે.
૧૮ અફસોસ છે તેઓને, જેઓ પોતાના દોષને કપટની દોરીઓથી ખેંચે છે.
ગાડું ખેંચતાં બળદની જેમ, તેઓ પોતાનાં પાપને ખેંચે છે.
૧૯ તેઓ કહે છે: “ઈશ્વર ઉતાવળ કરે,
પોતાનું કામ જલદી પાર પાડે, જેથી અમે એ જોઈ શકીએ.
૨૦ અફસોસ છે તેઓને, જેઓ સારાને ખરાબ અને ખરાબને સારું કહે છે,+
જેઓ પ્રકાશને અંધકાર અને અંધકારને પ્રકાશ કહે છે,
જેઓ મીઠાને કડવું અને કડવાને મીઠું કહે છે.
૨૨ અફસોસ છે તેઓને, જેઓ ચિક્કાર દારૂ પીવા માટે જાણીતા છે,
જેઓ દારૂનું મિશ્રણ બનાવવામાં કુશળ છે,+
૨૩ જેઓ લાંચ લઈને દુષ્ટને છોડી મૂકે છે,+
જેઓ નેક માણસને ન્યાય અપાવતા નથી.+
૨૪ જેમ અનાજના સાંઠા અને ઘાસ આગમાં ભસ્મ થઈ જાય છે,
તેમ એ લોકોનો નાશ થઈ જશે.
તેઓનાં મૂળિયાં સડી જશે,
તેઓનાં ફૂલ સુકાઈ જશે અને ભૂકો થઈને ઊડી જશે.
તેઓએ સૈન્યોના ઈશ્વર યહોવાના નિયમોનો* ત્યાગ કર્યો છે
અને ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરના વચનનું અપમાન કર્યું છે.+
૨૫ એટલે યહોવાનો ગુસ્સો પોતાના લોકો પર સળગી ઊઠ્યો છે.
તેઓ પર તે હાથ ઉગામશે અને તેઓને સજા કરશે.+
પહાડો કાંપશે અને તેઓનાં શબ
રસ્તાઓમાં કચરાની જેમ પડી રહેશે.+
આ બધાને લીધે ઈશ્વરનો ગુસ્સો ઠંડો પડ્યો નથી.
તેઓને મારવા તેમનો હાથ ઉગામેલો છે.
૨૬ તેમણે દૂરની પ્રજા માટે નિશાની* ઊભી કરી છે.+
તે સીટી મારીને પૃથ્વીના છેડાથી એ લોકોને બોલાવે છે.+
જુઓ, તેઓ ઉતાવળે આવી રહ્યા છે.+
૨૭ તેઓમાંથી કોઈ થાકેલું નથી કે ઠોકર ખાતું નથી.
કોઈ ઝોકાં ખાતું નથી કે ઊંઘતું નથી.
તેઓમાંથી કોઈનો કમરપટ્ટો ઢીલો નથી,
તેઓનાં ચંપલની દોરી પણ તૂટેલી નથી.
૨૮ તેઓનાં તીર અણીદાર છે,
તેઓ ધનુષ્ય તાણીને તૈયાર છે.
તેઓના ઘોડાઓની ખરી ચકમકના પથ્થર જેવી છે.
તેઓના રથોનાં પૈડાં વંટોળિયા જેવાં છે.+
તેઓ શિકાર સામે ઘૂરકશે અને એને પકડી પાડશે.
તેઓ એને લઈ જશે, એને કોઈ બચાવી નહિ શકે.
૩૦ એ દિવસે તેઓ પોતાના શિકાર પર
સમુદ્રની જેમ ગર્જના કરશે.+
એ દેશ તરફ જે કોઈ નજર કરશે, તેઓને દુઃખ અને અંધકાર દેખાશે.
વાદળોને લીધે દિવસે પણ અંધારું છવાયેલું રહેશે.+