ગીતશાસ્ત્ર
૮૯ યહોવાએ અતૂટ પ્રેમને લીધે જે કર્યું છે, એ વિશે હું સદા ગાઈશ.
હું બધી પેઢીઓને તમારી વફાદારી વિશે જણાવીશ.
૨ મેં કહ્યું: “તમારો અતૂટ પ્રેમ સદા ટકી રહેશે.+
તમે આકાશોમાં તમારી વફાદારી કાયમ માટે સ્થાપી છે.”
૩ તમે કહ્યું: “મેં મારા પસંદ કરેલા સાથે કરાર કર્યો છે.+
મેં મારા સેવક દાઉદને સમ ખાઈને કહ્યું છે:+
૫ હે યહોવા, આકાશો તમારાં જોરદાર કામો પ્રગટ કરે છે.
હા, પવિત્ર જનોના મંડળમાં એ તમારી વફાદારીના વખાણ કરે છે.
૬ આકાશોમાં યહોવાની બરાબરી કોણ કરી શકે?+
ઈશ્વરના દીકરાઓમાં*+ યહોવા જેવું કોણ છે?
૭ પવિત્ર જનોની સભામાં ઈશ્વરને માન-મહિમા આપવામાં આવે છે.+
તેમની આસપાસના બધા કરતાં તે મહાન છે, તે અદ્ભુત* છે.+
૮ હે સૈન્યોના ઈશ્વર યહોવા,
હે યાહ, તમારા જેવું બળવાન કોણ છે?+
તમે હંમેશાં વફાદાર છો.+
૯ તોફાની સમુદ્ર પર તમે કાબૂ રાખો છો.+
એનાં ઊછળતાં મોજાંને તમે શાંત કરો છો.+
૧૦ તમે રાહાબને*+ કતલ થયેલાની જેમ કચડી નાખ્યો છે.+
તમે પોતાના મજબૂત હાથથી દુશ્મનોને વેરવિખેર કરી નાખ્યા છે.+
૧૧ આકાશો તમારા છે અને પૃથ્વી પણ તમારી છે.+
ધરતી અને એમાંનું બધું ઘડનાર પણ તમે જ છો.+
૧૨ ઉત્તર અને દક્ષિણ તમે ઉત્પન્ન કર્યા છે.
તાબોર+ અને હેર્મોન+ ખુશીથી તમારા નામનો જયજયકાર કરે છે.
૧૩ તમારો ભુજ બળવાન છે.+
તમારો હાથ મજબૂત છે.+
તમારો જમણો હાથ ઊંચો ઉઠાવેલો છે.+
૧૪ સચ્ચાઈ* અને ન્યાય તમારા રાજ્યાસનનો પાયો છે.+
અતૂટ પ્રેમ અને વફાદારી તમારી આગળ ઊભાં રહે છે.+
૧૫ એ લોકોને ધન્ય છે, જેઓ ખુશીથી તમારી સ્તુતિ કરે છે.+
હે યહોવા, તેઓ તમારા ચહેરાની રોશનીમાં ચાલે છે.
૧૬ તેઓ તમારા નામને લીધે આખો દિવસ ખુશી મનાવે છે,
તમારી સચ્ચાઈને લીધે તેઓને માન-સન્માન મળે છે.
૧૮ અમારી ઢાલ યહોવા પાસેથી છે
અને અમારા રાજા તો ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર તરફથી છે.+
૧૯ એ સમયે તમે દર્શનમાં તમારા વફાદાર ભક્તોને જણાવ્યું:
“મેં બળવાનને તાકાત આપી છે.+
મેં લોકોમાંથી પસંદ કરેલાને ઉચ્ચ પદે મૂક્યો છે.+
૨૦ મારો ભક્ત દાઉદ મને મળ્યો છે.+
મારા પવિત્ર તેલથી મેં તેનો અભિષેક કર્યો છે.+
૨૧ મારો હાથ તેને ટેકો આપશે+
અને મારો હાથ તેને દૃઢ કરશે.
૨૨ કોઈ વેરી તેની પાસેથી કર ઉઘરાવશે નહિ,
કોઈ દુષ્ટ માણસ તેના પર જુલમ કરશે નહિ.+
૨૩ હું તેની આગળ તેના શત્રુઓના ટુકડે-ટુકડા કરી નાખીશ.+
તેને નફરત કરનારાઓનો વિનાશ કરી નાખીશ.+
૨૬ તે મને પોકારી ઊઠશે: ‘તમે મારા પિતા,
મારા ઈશ્વર અને મારા ઉદ્ધારના ખડક છો.’+
૨૯ તેના વંશજો હંમેશાં રહે, એવું હું કરીશ.
આકાશોની જેમ તેનું રાજ્યાસન કાયમ ટકશે.+
૩૦ જો તેના દીકરાઓ મારો નિયમ ન પાળે
અને મારા હુકમો* પ્રમાણે ન ચાલે,
૩૧ જો તેઓ મારા કાયદા-કાનૂન તોડે
અને મારી આજ્ઞાઓ ન પાળે,
૩૨ તો હું તેઓના બંડ માટે સોટીથી સજા કરીશ,+
તેઓની ભૂલો માટે ફટકા મારીશ.
૩૫ મારી પવિત્રતાના સમ ખાઈને એક વાર હું બોલ્યો છું.
હું કદીયે દાઉદ સાથે જૂઠું નહિ બોલું.+
૩૬ તેનો વંશ કાયમ ટકી રહેશે.+
સૂરજની જેમ તેનું રાજ્યાસન મારી આગળ સદા ટકી રહેશે.+
૩૭ ચંદ્રની જેમ એ રાજ્યાસન કાયમ માટે સ્થાપન થશે,
જે આકાશમાં વિશ્વાસુ સાક્ષી જેવો છે.” (સેલાહ)
૩૮ પણ તમે પોતે તેનો ત્યાગ કરીને તેને હાંકી કાઢ્યો છે.+
તમારા અભિષિક્ત પર તમે કોપાયમાન થયા છો.
૩૯ તમે તમારા ભક્ત સાથે કરેલા કરારનો તિરસ્કાર કર્યો છે.
તમે તેનો મુગટ* ભૂમિ પર ફેંકી દઈને એનું અપમાન કર્યું છે.
૪૦ તમે તેની પથ્થરની બધી દીવાલો તોડી પાડી છે.
તમે તેના કોટ ખંડેર બનાવી દીધા છે.
૪૧ ત્યાંથી પસાર થનારા બધા તેને લૂંટી લે છે.
તેના પડોશીઓ તેનું અપમાન કરે છે.+
૪૨ તમે તેના વેરીઓને જીત અપાવી છે.+
તમે તેના બધા દુશ્મનોને ખુશ કર્યા છે.
૪૩ તમે તેની તલવાર પણ બુઠ્ઠી બનાવી દીધી છે,
તમે તેને યુદ્ધમાં હાર ખવડાવી છે.
૪૪ તેની જાહોજલાલીનો તમે અંત લાવ્યા છો,
તેનું રાજ્યાસન તમે ભોંયભેગું કર્યું છે.
૪૫ તમે તેની યુવાનીના દિવસો ટૂંકાવી દીધા છે.
તમે તેને શરમથી ઢાંકી દીધો છે. (સેલાહ)
૪૬ હે યહોવા, આવું ક્યાં સુધી? શું તમે કાયમ સંતાઈ રહેશો?+
શું તમારો ગુસ્સો આગની જેમ સળગતો રહેશે?
૪૭ યાદ રાખો કે મારી જિંદગી કેટલી ટૂંકી છે!+
શું તમે કોઈ હેતુ વિના મનુષ્યનું સર્જન કર્યું છે?
૪૮ એવો કયો માણસ છે જેને મોત નહિ આવે?+
શું તે પોતાને કબરના* પંજામાંથી છોડાવી શકે? (સેલાહ)
૪૯ હે યહોવા, અતૂટ પ્રેમને લીધે તમે અગાઉ જે કાર્યો કર્યાં હતાં
અને તમારી વફાદારીને લીધે દાઉદ આગળ જે સમ ખાધા હતા, એનું શું થયું?+
૫૦ હે યહોવા, યાદ કરો કે તમારા ભક્તોને કેવાં મહેણાં મારવામાં આવે છે!
મારે બધા લોકોનાં કેટલાં મહેણાં-ટોણાં સાંભળવાં પડે છે!
૫૧ હે યહોવા, તમારા દુશ્મનો અપમાનનાં બાણ મારે છે.
તેઓએ તમારા અભિષિક્તનું ડગલે ને પગલે અપમાન કર્યું છે.
૫૨ યહોવાનો કાયમ માટે જયજયકાર થાઓ. આમેન અને આમેન.+