ગીતશાસ્ત્ર
૩ તેઓ કહે છે: “તેઓએ પહેરાવેલી બેડીઓ આપણે તોડી નાખીએ,
તેઓએ બાંધેલાં દોરડાં કાપી નાખીએ!”
૪ સ્વર્ગમાં બિરાજનાર ઈશ્વર તેઓ પર હસશે,
યહોવા તેઓની મજાક ઉડાવશે.
૫ તે ગુસ્સે ભરાઈને તેઓ સાથે વાત કરશે,
ધગધગતા કોપથી તેઓને થથરાવી દેશે
૬ અને કહેશે: “મારા પવિત્ર પર્વત સિયોન*+ પર
મેં પોતે મારા રાજાને રાજ્યાસન પર બેસાડ્યો છે.”+
૭ હું યહોવાનું ફરમાન જાહેર કરીશ.
૯ તું લોઢાના રાજદંડથી તેઓના ટુકડે-ટુકડા કરી નાખીશ,+
માટીના વાસણની જેમ તેઓનો ભાંગીને ભૂકો કરી નાખીશ.”+
૧૧ યહોવાનો ડર રાખો અને તેમને ભજો,
રાજીખુશીથી તેમનો આદર કરો.
૧૨ દીકરાને માન આપો,*+ નહિ તો ઈશ્વર* રોષે ભરાશે,
જીવનના માર્ગમાંથી તમારો વિનાશ થશે,+
કેમ કે ઈશ્વરનો ગુસ્સો ભડકી ઊઠતા વાર નહિ લાગે.
ધન્ય છે એ લોકોને, જેઓ તેમનામાં આશરો લે છે.