એઝરા
૭ એ પછી ઈરાનના રાજા આર્તાહશાસ્તાના+ રાજમાં એઝરા*+ નામનો એક માણસ હતો. તે સરાયાનો દીકરો હતો. સરાયા+ અઝાર્યાનો દીકરો, અઝાર્યા હિલ્કિયાનો+ દીકરો, ૨ હિલ્કિયા શાલ્લૂમનો દીકરો, શાલ્લૂમ સાદોકનો દીકરો, સાદોક અહીટૂબનો દીકરો, ૩ અહીટૂબ અમાર્યાનો દીકરો, અમાર્યા અઝાર્યાનો+ દીકરો, અઝાર્યા મરાયોથનો દીકરો, ૪ મરાયોથ ઝરાયાનો દીકરો, ઝરાયા ઉઝ્ઝીનો દીકરો, ઉઝ્ઝી બુક્કીનો દીકરો, ૫ બુક્કી અબીશૂઆનો દીકરો, અબીશૂઆ ફીનહાસનો+ દીકરો, ફીનહાસ એલઆઝારનો+ દીકરો અને એલઆઝાર હારુનનો+ દીકરો હતો. હારુન મુખ્ય યાજક* હતો. ૬ એઝરા બાબેલોનથી આવ્યો હતો. તે શાસ્ત્રી* હતો અને ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ મૂસાને આપેલા નિયમશાસ્ત્રનો સારો જાણકાર હતો.*+ રાજાએ તેની બધી વિનંતીઓ માન્ય કરી, કેમ કે એઝરા પર તેના ઈશ્વર યહોવાનો હાથ હતો.
૭ રાજા આર્તાહશાસ્તાના રાજનું સાતમું વર્ષ ચાલતું હતું. એ સમયે અમુક ઇઝરાયેલીઓ, યાજકો, લેવીઓ,+ ગાયકો,+ દરવાનો+ અને મંદિરના સેવકો*+ યરૂશાલેમ આવ્યા. ૮ આર્તાહશાસ્તાના રાજના સાતમા વર્ષના પાંચમા મહિને એઝરા યરૂશાલેમ આવ્યો. ૯ તેણે પહેલા મહિનાના પહેલા દિવસે બાબેલોનથી મુસાફરી શરૂ કરી. પાંચમા મહિનાના પહેલા દિવસે તે યરૂશાલેમ પહોંચ્યો, કેમ કે તેના પર તેના ઈશ્વરનો હાથ હતો.+ ૧૦ યહોવાના નિયમશાસ્ત્રનો અભ્યાસ કરવા, એને લાગુ પાડવા તથા ઇઝરાયેલમાં એના નિયમો અને કાનૂનો શીખવવા+ એઝરાએ પોતાનું દિલ તૈયાર કર્યું હતું.*+
૧૧ એઝરા યાજક અને શાસ્ત્રી* હતો. યહોવાએ ઇઝરાયેલને આપેલાં નિયમો અને આજ્ઞાઓનો અભ્યાસ કરવામાં* તે કુશળ હતો. રાજા આર્તાહશાસ્તાએ એઝરાને આપેલા પત્રની નકલ આ છે:
૧૨ * “રાજાઓના રાજા આર્તાહશાસ્તા+ તરફથી એઝરા યાજકને પત્ર, જે સ્વર્ગના ઈશ્વરના નિયમશાસ્ત્રનો શાસ્ત્રી* છે: તને પુષ્કળ શાંતિ થાઓ! ૧૩ હું એવો હુકમ કરું છું કે મારા રાજ્યમાં રહેતા ઇઝરાયેલી લોકો, તેઓના યાજકો અને લેવીઓમાંથી જે કોઈ યરૂશાલેમ જવા ચાહે, તેઓ તારી સાથે જાય.+ ૧૪ રાજા અને તેમના સાત સલાહકારો તને ત્યાં મોકલે છે. તું જા અને તપાસ કર કે તારી પાસે તારા ઈશ્વરનું જે નિયમશાસ્ત્ર છે, એ યહૂદા અને યરૂશાલેમના લોકો પાળે છે કે કેમ. ૧૫ ઇઝરાયેલના ઈશ્વર જેમનું રહેઠાણ યરૂશાલેમમાં છે, તેમના માટે રાજા અને તેમના સલાહકારો રાજીખુશીથી ચાંદી અને સોનું આપે છે. એ તું તારી સાથે લઈ જા. ૧૬ બાબેલોનના આખા પ્રાંતમાંથી જે ચાંદી અને સોનું તું મેળવે તેમજ લોકો અને યાજકો યરૂશાલેમમાં આવેલા પોતાના ઈશ્વરના મંદિર માટે જે ભેટ-સોગાદો રાજીખુશીથી આપે, એ બધું તું લઈ જા.+ ૧૭ આ પૈસાથી તારે તરત જ આખલાઓ,+ નર ઘેટા+ અને ઘેટાંનાં બચ્ચાં,+ અનાજ-અર્પણો*+ અને દ્રાક્ષદારૂ-અર્પણો*+ ખરીદવાં. એ બધું તારે યરૂશાલેમમાં તારા ઈશ્વરના મંદિરની વેદી પર અર્પણ કરવું.
૧૮ “જે ચાંદી અને સોનું બચે એ તારા ઈશ્વરની ઇચ્છા પ્રમાણે, તને અને તારા ભાઈઓને યોગ્ય લાગે એમ વાપરવું. ૧૯ જે બધાં વાસણો તારા ઈશ્વરના મંદિરમાં સેવાને માટે આપ્યાં છે, એ તારે યરૂશાલેમ લઈ જઈને ઈશ્વર આગળ મૂકવાં.+ ૨૦ જો ઈશ્વરના મંદિર માટે તને બીજા કશાની જરૂર પડે, તો એનો ખર્ચ રાજાના ભંડારમાંથી લઈ લેજે.+
૨૧ “હું રાજા આર્તાહશાસ્તા, નદીની પેલે પારના વિસ્તારના* બધા ખજાનચીઓને આવો હુકમ કરું છું: સ્વર્ગના ઈશ્વરના નિયમશાસ્ત્રનો શાસ્ત્રી* અને યાજક એઝરા,+ તમને જે કંઈ વિનંતી કરે એ તમારે તરત પૂરી કરવી. ૨૨ તમારે વધારામાં વધારે આટલું આપવું: ૧૦૦ તાલંત* ચાંદી, ૧૦૦ કોર માપ* ઘઉં, ૧૦૦ બાથ માપ* દ્રાક્ષદારૂ+ અને ૧૦૦ બાથ માપ તેલ.+ મીઠું+ જોઈએ એટલું આપવું. ૨૩ સ્વર્ગના ઈશ્વરે પોતાના મંદિર વિશે જે કંઈ હુકમ કર્યો છે, એ પૂરી ધગશથી પાળવામાં આવે.+ એ માટે કે રાજાના રાજ્ય પર અને રાજકુમારો પર સ્વર્ગના ઈશ્વરનો કોપ ઊતરે નહિ.+ ૨૪ તમને મારો એ પણ હુકમ છે કે યાજકો, લેવીઓ, સંગીતકારો,+ દરવાનો, મંદિરના સેવકો*+ અને ઈશ્વરના મંદિરમાં કામ કરનારાઓ પાસેથી કરવેરો+ અને જકાત ઉઘરાવવાં નહિ.
૨૫ “હે એઝરા, તારા ઈશ્વરે તને સમજણ આપી છે. એ પ્રમાણે તું નદીની પેલે પારના વિસ્તારમાં રહેતા બધા લોકો પર, એટલે કે જેઓ તારા ઈશ્વરના નિયમો પાળે છે, તેઓ પર ઉચ્ચ અધિકારીઓ* અને ન્યાયાધીશો ઠરાવ. જે લોકો એ નિયમો નથી જાણતા, તેઓને તું એ શીખવ.+ ૨૬ જે કોઈ તારા ઈશ્વરનું નિયમશાસ્ત્ર અને રાજાના નિયમો ન પાળે, એ દરેકને તારે તરત સજા કરવી, ભલે પછી એ મોત, દેશનિકાલ, દંડ કે કેદની સજા હોય.”
૨૭ આપણા બાપદાદાઓના ઈશ્વર યહોવાની સ્તુતિ થાઓ! તેમણે યરૂશાલેમમાં યહોવાના મંદિરની શોભા વધારવાનો વિચાર રાજાના મનમાં મૂક્યો.+ ૨૮ તેમણે મારા પર અતૂટ પ્રેમ બતાવ્યો, જેથી રાજા, તેમના સલાહકારો+ અને રાજાના બધા શૂરવીર આગેવાનોની મારા પર કૃપા થાય.+ મારા ઈશ્વર યહોવાનો હાથ મારા પર હોવાથી, મને હિંમત મળી અને મેં ઇઝરાયેલમાંથી મારી સાથે આવવા આગેવાનોને* ભેગા કર્યા.