અયૂબ
૩૮ પછી યહોવાએ વંટોળિયામાંથી અયૂબને કહ્યું:+
૩ હે માણસ, તારી કમર કસ;
હું તને સવાલ પૂછીશ અને તું મને જવાબ આપ.
૪ જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા, ત્યારે તું ક્યાં હતો?+
જો તું જાણતો હોય, તો મને જવાબ આપ.
૫ તને ખ્યાલ હોય તો કહે, કોણે એનાં માપ ઠરાવી આપ્યાં?
કોણે દોરીથી એનું માપ લીધું?
૬ એના પાયા શાના પર નાખવામાં આવ્યા?
એના ખૂણાનો પથ્થર* કોણે બેસાડ્યો?+
૭ જ્યારે પ્રભાતના તારાઓ*+ સાથે મળીને હર્ષનાદ કરતા હતા,
અને ઈશ્વરના દીકરાઓ*+ ખુશીનો પોકાર કરતા હતા, ત્યારે તું ક્યાં હતો?
૯ જ્યારે મેં એને વાદળનાં કપડાં પહેરાવ્યાં,
અને એને ગાઢ અંધકારથી લપેટ્યો,
૧૦ જ્યારે મેં એને હદ ઠરાવી આપી,
અને એની ભૂંગળો અને બારણાં બેસાડ્યાં,+
૧૧ જ્યારે મેં એને કહ્યું: ‘તારે અહીં સુધી જ આવવું, આગળ વધવું નહિ;
તારાં ઊંચાં ઊંચાં મોજાં અહીં આવીને અટકી જશે,’+ ત્યારે તું ક્યાં હતો?
૧૨ શું તેં ક્યારેય સવારને ઊગવાની આજ્ઞા આપી છે,
અને પ્રભાતને ક્યાં ઊગવું એ જણાવ્યું છે,+
૧૩ જેથી પરોઢનાં કિરણો પૃથ્વીના છેડા સુધી અંધકારની ચાદર હટાવી દે,
અને દુષ્ટોને ભગાડી મૂકે?+
૧૪ જેમ માટી પર મહોરની છાપ ઊપસી આવે છે, તેમ સૂર્યનાં કિરણોથી પૃથ્વી દીપી ઊઠે છે,
શણગારેલાં કપડાંની જેમ ધરતીનું સૌંદર્ય મહેકી ઊઠે છે.
૧૫ પણ એ જ સવાર દુષ્ટોનો પ્રકાશ છીનવી લે છે,
અને જે હાથોથી તેઓ બીજા પર જુલમ ગુજારે છે, એ હાથોને ભાંગી નાખે છે.
૧૬ શું તું ક્યારેય સાગરના ઝરાઓનાં મૂળ સુધી ગયો છે?
શું તેં ઊંડા પાણીમાં ઊતરીને શોધખોળ કરી છે?+
૧૭ શું તને ખબર છે, મરણના દરવાજા+ ક્યાં છે?
શું તેં ઘોર અંધકારનાં* દ્વાર જોયાં છે?+
૧૮ શું તને ખ્યાલ છે, પૃથ્વી કેટલી વિશાળ છે?+
જો એ બધું તું જાણતો હોય, તો મને કહે.
૧૯ પ્રકાશનું રહેઠાણ ક્યાં છે?+
અંધકારનું નિવાસસ્થાન ક્યાં છે?
૨૦ શું તને તેઓના ઘરનો રસ્તો ખબર છે?
શું તું તેઓને ઘરે પહોંચાડી શકે છે?
૨૧ મેં સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે શું તારો જન્મ થયો હતો?
શું તું યુગોના યુગોથી જીવે છે કે તને બધું ખબર છે?
૨૨ શું તું બરફના ભંડારોમાં કદી પ્રવેશ્યો છે,+
શું તેં કરાનાં ગોદામો જોયાં છે,+
૨૩ જેને મેં વિપત્તિના સમય માટે,
હા, લડાઈ અને યુદ્ધના દિવસ માટે સાચવી રાખ્યા છે?+
૨૫ બોલ, ધોધમાર વરસાદ માટે આકાશમાં કોણે માર્ગ બનાવ્યો છે?
ગાજવીજ કરતાં વાદળો માટે કોણે રસ્તો ઠરાવ્યો છે?+
૨૬ વેરાન જગ્યાઓમાં, જ્યાં માણસો રહેતા નથી,
હા, જ્યાં કોઈ વસવાટ કરતું નથી, ત્યાં કોણ વરસાદ લાવે છે?+
૨૭ કોણ સૂકી જમીનની તરસ છિપાવે છે
અને એમાં ઘાસ ઉગાડે છે?+
ઝાકળનાં ટીપાંનો પિતા કોણ છે?+
૨૯ બરફ કોની કૂખમાંથી નીકળ્યો?
આકાશના હિમને કોણે જન્મ આપ્યો?+
૩૦ પાણીની સપાટીને કોણ પથ્થર જેવી બનાવે છે?
ઊંડા પાણીની સપાટીને કોણ થીજવી દે છે?+
૩૧ શું તું કીમાહ નક્ષત્રના* તારાઓને બાંધીને રાખી શકે?
શું તું કેસીલ નક્ષત્રનાં* બંધન છોડી શકે?+
૩૨ શું તું નક્ષત્રને* એની ૠતુ પ્રમાણે ચલાવી શકે?
શું તું એશ નક્ષત્રને* અને એના તારાઓને* માર્ગ બતાવી શકે?
૩૩ શું તું બ્રહ્માંડને ચલાવતા નિયમો જાણે છે?+
શું તું એ નિયમોનો* અધિકાર પૃથ્વી પર સ્થાપી શકે?
૩૫ શું તું વીજળીને કોઈ કામ ફરમાવી શકે?
શું એ પાછી આવીને તને કહેશે, ‘હું આવી ગઈ’?
૩૬ વાદળોમાં* ડહાપણ કોણે મૂક્યું?+
આકાશના ભવ્ય નજારાને* સમજણ કોણે આપી?+
૩૭ કોણ એટલું બુદ્ધિશાળી છે કે તે વાદળોને ગણી શકે?
આકાશની ગાગરોને કોણ છલકાવી શકે?+
૩૮ કોણ ધૂળને કાદવ બનાવે છે?
કોણ માટીનાં ઢેફાંને એકબીજા સાથે ચોંટાડી દે છે?
૩૯ શું તું સિંહ માટે શિકાર કરી શકે?
શું તું શક્તિશાળી સિંહોની ભૂખ દૂર કરી શકે?+
૪૦ તેઓ પોતાની ગુફામાં લાગ તાકીને બેઠા હોય,
અને બોડમાં સંતાયા હોય ત્યારે, શું તું તેઓને શિકાર આપી શકે?
૪૧ કાગડા માટે કોણ ખોરાક તૈયાર કરે છે?+
જ્યારે એનાં બચ્ચાં મદદ માટે ઈશ્વરને હાંક મારે છે,
ખોરાક માટે ફાંફાં મારે છે, ત્યારે તેઓને કોણ ખવડાવે છે?