લૂક
૨૩ બધા લોકો ઊઠ્યા અને ઈસુને પિલાત પાસે લઈ ગયા.+ ૨ તેઓ તેમના પર આરોપ મૂકવા લાગ્યા:+ “અમને ખબર પડી છે કે આ માણસ અમારી પ્રજાને ઉશ્કેરે છે. તે સમ્રાટને* કર આપવાની મના કરે છે.+ તે કહે છે કે પોતે ખ્રિસ્ત અને રાજા છે.”+ ૩ પિલાતે ઈસુને પૂછ્યું: “શું તું યહૂદીઓનો રાજા છે?” તેમણે કહ્યું: “તમે પોતે એ કહો છો.”+ ૪ પિલાતે મુખ્ય યાજકો અને ટોળાને કહ્યું: “આ માણસમાં મને કોઈ દોષ દેખાતો નથી.”+ ૫ તેઓ જોરશોરથી કહેવા લાગ્યા: “તેણે આખા યહૂદિયામાં લોકોને પોતાના શિક્ષણથી ઉશ્કેર્યા છે. તે ગાલીલથી છેક અહીં સુધી આવી પહોંચ્યો છે.” ૬ એ સાંભળીને પિલાતે પૂછ્યું કે તે ગાલીલના છે કે કેમ. ૭ તેને ખબર પડી કે ઈસુ હેરોદની સત્તામાં+ આવેલા પ્રદેશમાંથી છે. એટલે તેણે ઈસુને હેરોદ પાસે મોકલ્યા, જે એ સમયે યરૂશાલેમમાં હતો.
૮ હેરોદે ઈસુને જોયા ત્યારે તે ઘણો ખુશ થયો. તે લાંબા સમયથી ઈસુને જોવા માંગતો હતો. તેણે તેમના વિશે ઘણું સાંભળ્યું હતું.+ ઈસુ કોઈ ચમત્કાર કરે એવી તે આશા રાખતો હતો. ૯ તેણે તેમને ઘણા સવાલો પૂછ્યા. પણ તેમણે કોઈ જવાબ ન આપ્યો.+ ૧૦ મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ગુસ્સે ભરાઈને આગળ આવી આવીને તેમના પર આરોપ મૂકતા હતા. ૧૧ હેરોદે પોતાના સૈનિકો સાથે મળીને તેમનું અપમાન કર્યું.+ તેઓએ ભપકાદાર કપડાં પહેરાવીને તેમની મજાક ઉડાવી.+ પછી પિલાત પાસે મોકલી આપ્યા. ૧૨ પિલાત અને હેરોદ એકબીજાના કટ્ટર દુશ્મન હતા. પણ એ દિવસથી તેઓ મિત્રો બની ગયા.
૧૩ પિલાતે મુખ્ય યાજકો, શાસકો અને લોકોને ભેગા કર્યા. ૧૪ તેણે તેઓને કહ્યું: “તમે આ માણસને મારી પાસે લાવ્યા છો અને કહો છો કે તે લોકોને બળવો કરવા ઉશ્કેરે છે. જુઓ! મેં તમારી સામે તેની પૂછપરછ કરી. પણ તમે તેના પર જે આરોપ લગાવો છો એની કોઈ સાબિતી મળી નથી.+ ૧૫ હેરોદને પણ તેનામાં કોઈ વાંક-ગુનો મળ્યો નથી. તેણે તેને પાછો મોકલી આપ્યો છે. જુઓ! તેણે એવું કંઈ કર્યું નથી, જેના લીધે તેને મારી નાખવામાં આવે. ૧૬ હું તેને શિક્ષા કરીશ+ અને છોડી દઈશ.” ૧૭ *— ૧૮ પણ આખું ટોળું બૂમો પાડીને કહેવા લાગ્યું: “આ માણસને મારી નાખો. અમારા માટે બારાબાસને છોડી દો!”+ ૧૯ (શહેરમાં થયેલા બળવા અને હત્યા પાછળ બારાબાસનો હાથ હતો. એટલે તેને કેદખાનામાં નાખવામાં આવ્યો હતો.) ૨૦ પણ પિલાત ઈસુને છોડી દેવા માંગતો હતો. એટલે તેણે ફરીથી તેઓ સાથે વાત કરી.+ ૨૧ તેઓ બૂમો પાડવા લાગ્યા: “તેને વધસ્તંભે ચઢાવો! તેને વધસ્તંભે ચઢાવો!”+ ૨૨ ત્રીજી વાર તેણે તેઓને કહ્યું: “શા માટે? આ માણસે શું ગુનો કર્યો છે? મને તેનામાં મરણની સજાને લાયક કંઈ જોવા મળ્યું નથી. હું તેને શિક્ષા કરીશ અને છોડી દઈશ.” ૨૩ એ સાંભળીને તેઓ વધારે જોરશોરથી માંગણી કરવા લાગ્યા કે ઈસુને વધસ્તંભે મારી નાખવામાં આવે. આખરે તેઓની જીત થઈ.+ ૨૪ પિલાતે તેઓની માંગણી પૂરી કરી. ૨૫ તેઓ જે માણસને છોડી દેવાની માંગ કરતા હતા, તેને પિલાતે છોડી દીધો. એ માણસ બળવો અને હત્યા કરવાને લીધે કેદખાનામાં હતો. પણ લોકોની માંગ પ્રમાણે ઈસુને તેણે મોતની સજા કરી.
૨૬ તેઓ ઈસુને લઈ જતા હતા ત્યારે, કુરેની શહેરનો સિમોન સીમમાંથી આવતો હતો. તેઓએ તેને પકડ્યો. તેઓએ તેના પર વધસ્તંભ મૂક્યો, જેથી એ ઊંચકીને ઈસુની પાછળ ચાલે.+ ૨૭ લોકોનું મોટું ટોળું તેમની પાછળ પાછળ આવતું હતું, જેમાં સ્ત્રીઓ પણ હતી. તેઓ તેમના માટે છાતી કૂટીને વિલાપ કરતી હતી. ૨૮ ઈસુએ તેઓ તરફ ફરીને કહ્યું: “યરૂશાલેમની દીકરીઓ, મારા માટે રડવાનું બંધ કરો. એના બદલે તમારા માટે અને તમારાં બાળકો માટે રડો.+ ૨૯ જુઓ! એવા દિવસો આવે છે જ્યારે લોકો આમ કહેશે: ‘ધન્ય છે વાંઝણી સ્ત્રીઓને, જેઓએ જન્મ આપ્યો નથી અને જેઓએ ધવડાવ્યું નથી!’+ ૩૦ તેઓ પર્વતોને કહેશે, ‘અમને ઢાંકી દો!’ તેઓ ટેકરીઓને કહેશે, ‘અમને સંતાડી દો!’+ ૩૧ ઝાડ લીલું છે ત્યારે તેઓ આવું કરે છે તો એ સુકાઈ જશે ત્યારે શું કરશે?”
૩૨ ઈસુની સાથે બીજા બે ગુનેગારોને પણ મારી નાખવા માટે લઈ જવાતા હતા.+ ૩૩ તેઓ ખોપરી નામની જગ્યા પાસે પહોંચ્યા.+ સૈનિકોએ તેમને અને ગુનેગારોને વધસ્તંભે ખીલાથી જડી દીધા. એકને તેમની જમણી બાજુ અને બીજાને તેમની ડાબી બાજુ.+ ૩૪ પણ ઈસુએ કહ્યું: “હે પિતા, તેઓને માફ કરો. તેઓ જાણતા નથી કે પોતે શું કરી રહ્યા છે.” તેઓએ ઈસુનાં કપડાં વહેંચી લેવા ચિઠ્ઠીઓ* નાખી.+ ૩૫ લોકો ઊભાં ઊભાં જોતા હતા. અધિકારીઓ મહેણાં મારતા હતા અને કહેતા હતા: “જો તે ઈશ્વરનો ખ્રિસ્ત હોય અને પસંદ કરાયેલો હોય તો પોતાને બચાવી લે. બીજાઓને તો તેણે બચાવ્યા છે.”+ ૩૬ અરે, સૈનિકોએ પણ તેમની મશ્કરી કરી. તેઓએ પાસે આવીને તેમને ખાટો દ્રાક્ષદારૂ આપ્યો.+ ૩૭ તેઓએ કહ્યું: “જો તું યહૂદીઓનો રાજા હોય તો પોતાને બચાવી લે.” ૩૮ તેઓએ તેમના માથાની ઉપર, વધસ્તંભ પર આવી તકતી લગાડી: “આ યહૂદીઓનો રાજા છે.”+
૩૯ વધસ્તંભે જડેલા એક ગુનેગારે તેમનું અપમાન કર્યું:+ “તું તો ખ્રિસ્ત છે ને! તો પછી પોતાને અને અમને બચાવી લે!” ૪૦ બીજા ગુનેગારે તેને ધમકાવ્યો: “શું તને ઈશ્વરનો જરાય ડર નથી? તું પણ એવી જ શિક્ષા ભોગવે છે. ૪૧ આપણને તો બરાબર સજા મળી છે. આપણે જે કર્યું એ ભોગવીએ છીએ. પણ આ માણસે કંઈ ખોટું કર્યું નથી.” ૪૨ પછી તેણે કહ્યું: “ઈસુ, તમે તમારા રાજ્યમાં+ આવો ત્યારે મને યાદ કરજો.” ૪૩ ઈસુએ તેને કહ્યું: “આજે હું તને વચન આપું છું, તું મારી સાથે જીવનના બાગમાં* હોઈશ.”+
૪૪ બપોરના બારેક વાગ્યા હતા,* તોપણ આખા દેશમાં અંધારું છવાઈ ગયું. બપોરના ત્રણેક વાગ્યા* સુધી અંધારું રહ્યું.+ ૪૫ સૂર્યનો પ્રકાશ આવતો બંધ થઈ ગયો. મંદિરનો પડદો+ વચ્ચેથી ફાટી ગયો.+ ૪૬ ઈસુએ મોટા અવાજે બૂમ પાડી: “હે પિતા, મારું જીવન* હું તમારા હાથમાં સોંપું છું.”+ એમ કહીને તેમણે છેલ્લો શ્વાસ લીધો.*+ ૪૭ જે બન્યું એ લશ્કરી અધિકારીએ જોયું અને ઈશ્વરને મહિમા આપ્યો. તેણે કહ્યું: “ખરેખર, આ માણસ નેક હતો.”+ ૪૮ ત્યાં ભેગા થયેલા લોકોએ જે બન્યું હતું એ જોયું. તેઓ છાતી કૂટતા ઘરે પાછા ફર્યા. ૪૯ ઈસુને ઓળખનારા બધા દૂર ઊભા હતા. ગાલીલથી તેમની સાથે આવેલી સ્ત્રીઓ પણ ત્યાં હતી, જેઓએ એ બધું જોયું.+
૫૦ ત્યાં યૂસફ નામનો એક માણસ હતો. તે ધર્મસભાનો* સભ્ય હતો. તે ભલો અને નેક* હતો.+ ૫૧ (આ માણસે ધર્મસભાનાં કાવતરાં અને કામોમાં સાથ આપ્યો ન હતો.) તે યહૂદિયાના અરિમથાઈ શહેરનો હતો અને ઈશ્વરના રાજ્યની રાહ જોતો હતો. ૫૨ તે પિલાત પાસે ગયો અને તેણે ઈસુનું શબ માંગ્યું. ૫૩ તેણે એને નીચે ઉતાર્યું,+ બારીક શણના કાપડમાં વીંટાળ્યું અને ખડકમાં ખોદેલી કબરમાં મૂક્યું.+ એ કબરમાં કદી કોઈ શબ મૂકવામાં આવ્યું ન હતું. ૫૪ એ સાબ્બાથની તૈયારીનો દિવસ*+ હતો અને સાબ્બાથ+ શરૂ થવાનો હતો. ૫૫ જે સ્ત્રીઓ ઈસુ સાથે ગાલીલથી આવી હતી તેઓ પણ પાછળ પાછળ ગઈ. તેઓએ કબર જોઈ અને તેમનું શબ કઈ રીતે મૂક્યું હતું એ પણ જોયું.+ ૫૬ તેઓ સુગંધી દ્રવ્ય* અને સુગંધી તેલ તૈયાર કરવા પાછી ગઈ. પણ નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓએ સાબ્બાથના દિવસે આરામ કર્યો.+