પહેલો કાળવૃત્તાંત
૧૬ તેઓ સાચા ઈશ્વરનો કરારકોશ શહેરમાં લઈ આવ્યા અને દાઉદે એના માટે જે મંડપ બાંધ્યો હતો એમાં મૂક્યો.+ તેઓએ સાચા ઈશ્વર આગળ અગ્નિ-અર્પણો અને શાંતિ-અર્પણો* ચઢાવ્યાં.+ ૨ દાઉદે અગ્નિ-અર્પણો+ અને શાંતિ-અર્પણો+ ચઢાવ્યાં પછી યહોવાને નામે લોકોને આશીર્વાદ આપ્યો. ૩ તેણે બધા ઇઝરાયેલીઓને, દરેક સ્ત્રી-પુરુષને એક રોટલી, ખજૂરનું એક ચકતું અને સૂકી દ્રાક્ષનું એક ચકતું વહેંચી આપ્યાં. ૪ તેણે અમુક લેવીઓને યહોવાના કરારકોશ આગળ સેવા કરવા પસંદ કર્યા,+ જેથી તેઓ ઇઝરાયેલના ઈશ્વર યહોવાને મહિમા આપે,* તેમનો આભાર માને અને તેમની સ્તુતિ કરે. ૫ આસાફ+ મુખી હતો અને તેના પછી ઝખાર્યા હતો. યેઈએલ, શમીરામોથ, યહીએલ, માત્તિથ્યા, અલીઆબ, બનાયા, ઓબેદ-અદોમ અને યેઈએલ+ તારવાળાં વાજિંત્રો અને વીણા વગાડતા હતા.+ આસાફ ઝાંઝ વગાડતો હતો.+ ૬ બનાયા અને યાહઝીએલ યાજકો સાચા ઈશ્વરના કરારકોશ આગળ સતત રણશિંગડાં વગાડતા હતા.
૭ એ દિવસે દાઉદે યહોવાનો આભાર માનવા પહેલી વાર એક ગીત રચ્યું. તેણે આસાફ+ અને તેના ભાઈઓને એ ગાવા માટે આપ્યું:
૯ તેમનાં ગીત ગાઓ,* તેમની સ્તુતિ કરો.+
તેમનાં બધાં અજાયબ કામો પર મનન કરો.*+
૧૦ તેમના પવિત્ર નામને લીધે ગર્વ કરો.+
યહોવાની ભક્તિ કરનારાનાં દિલ ખુશીથી ઝૂમી ઊઠો.+
૧૧ યહોવાનું માર્ગદર્શન શોધો+ અને તેમની શક્તિ માંગો.
તેમની કૃપા માટે વિનંતી કરો.+
૧૨ તેમણે કરેલાં શાનદાર કામો,+
ચમત્કારો અને તેમણે જાહેર કરેલા ન્યાયચુકાદાઓ યાદ કરો.
૧૪ યહોવા જ આપણા ઈશ્વર છે.+
તેમના ન્યાયચુકાદાઓની અસર આખી પૃથ્વી પર થાય છે.+
૧૭ એ તેમણે યાકૂબને નિયમ તરીકે+
અને ઇઝરાયેલને કાયમી કરાર તરીકે આપ્યો હતો.
૧૮ તેમણે કહ્યું હતું: ‘હું તમને કનાન દેશ
વારસા તરીકે વહેંચી આપીશ.’+
૧૯ તેઓની સંખ્યા ઘણી ઓછી, હા, ઘણી જ ઓછી હતી
અને તેઓ એ દેશમાં પરદેશી હતા+ ત્યારે ઈશ્વરે એ કહ્યું હતું.
૨૦ તેઓ એક પ્રજાથી બીજી પ્રજામાં,
એક રાજ્યથી બીજા રાજ્યમાં ફરતા હતા.+
૨૧ ઈશ્વરે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ.+
પણ તેઓના કારણે તેમણે રાજાઓને સજા આપી.+
૨૩ આખી પૃથ્વી યહોવા આગળ ગીત ગાઓ!
તેમના તરફથી મળનાર ઉદ્ધાર વિશે દરરોજ જાહેર કરો.+
૨૪ બીજી પ્રજાઓને તેમના ગૌરવ વિશે જણાવો,
બધા લોકોમાં તેમનાં અજાયબ કામો જાહેર કરો.
૨૫ યહોવા જ મહાન છે અને તે જ સ્તુતિને યોગ્ય છે.
બીજા બધા દેવો કરતાં તે વધારે ભય અને માનને યોગ્ય* છે.+
૨૬ લોકોના બધા દેવો નકામા છે.+
પણ યહોવા તો આકાશોના સર્જનહાર છે.+
૨૭ તેમની હજૂરમાં માન-મહિમા* અને ગૌરવ છે.+
તેમના રહેઠાણમાં તાકાત અને આનંદ છે.+
૨૮ હે લોકોનાં કુળો, યહોવાની સ્તુતિ કરો.
તેમનાં મહિમા અને બળ માટે યહોવાની સ્તુતિ કરો.+
૨૯ યહોવાના નામને શોભે એવો મહિમા તેમને આપો.+
ભેટ લઈને તેમની આગળ આવો.+
પવિત્ર શણગાર સજીને* યહોવાને નમન* કરો.+
૩૦ આખી પૃથ્વી તેમની આગળ થરથર કાંપો!
પૃથ્વીને અડગ રીતે સ્થાપન કરવામાં આવી છે, એને ખસેડી શકાતી નથી.+
૩૧ આકાશો ખુશી મનાવે અને ધરતી આનંદથી ઝૂમી ઊઠે.+
પ્રજાઓમાં જાહેર કરો: ‘યહોવા રાજા બન્યા છે!’+
૩૨ સમુદ્ર અને એમાં રહેનારા બધા આનંદનો પોકાર કરે.
ખેતરો અને એમાંનું બધું જ હરખાઈ ઊઠે.
૩૩ એ જ સમયે જંગલનાં બધાં વૃક્ષો આનંદથી યહોવા આગળ પોકારી ઊઠે,
કેમ કે તે પૃથ્વીનો ન્યાય કરવા આવે* છે.
૩૪ યહોવાનો આભાર માનો, કેમ કે તે ભલા છે.+
તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.+
૩૫ તેમને કહો, ‘હે અમારા તારણહાર ઈશ્વર, અમને બચાવો.+
પ્રજાઓમાંથી અમને ભેગા કરો અને અમને છોડાવો,
જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ+
અને જોરશોરથી તમારી સ્તુતિ ગાઈએ.+
૩૬ યુગોના યુગો સુધી
ઇઝરાયેલના ઈશ્વર યહોવાના ગુણગાન ગાવામાં આવે.’”
અને બધા લોકોએ કહ્યું, “આમેન!”* તેઓએ યહોવાનો જયજયકાર કર્યો.
૩૭ દાઉદે યહોવાના કરારકોશ આગળ આસાફ+ અને તેના ભાઈઓને પસંદ કર્યા, જેથી તેઓ દરરોજ+ કરારકોશ આગળ સતત સેવા કરે.+ ૩૮ ઓબેદ-અદોમ અને તેના ભાઈઓ મળીને કુલ ૬૮ હતા. તેઓ બધા અને હોસાહ તથા યદૂથૂનનો દીકરો ઓબેદ-અદોમ દરવાનો હતા. ૩૯ યહોવાનો મંડપ ગિબયોનના ભક્તિ-સ્થળમાં* હતો.+ એમાં સાદોક+ યાજક અને તેના સાથી યાજકો સેવા આપતા હતા. ૪૦ તેઓ અગ્નિ-અર્પણની વેદી પર યહોવા આગળ સવાર-સાંજ નિયમિત અગ્નિ-અર્પણો ચઢાવતા હતા. ઇઝરાયેલને આપેલા યહોવાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓ બધું જ કરતા હતા.+ ૪૧ તેઓની સાથે હેમાન, યદૂથૂન+ અને બીજા પસંદ કરેલા માણસો હતા. તેઓને નામ લઈને પસંદ કરવામાં આવ્યા હતા, જેથી યહોવાનો આભાર માને,+ કેમ કે “તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.”+ ૪૨ તેઓની સાથે હેમાન+ અને યદૂથૂન હતા, જેઓ રણશિંગડું અને ઝાંઝ વગાડતા હતા. તેઓ સાચા ઈશ્વરની સ્તુતિ કરવા વાજિંત્રો વગાડતા હતા. યદૂથૂનના દીકરાઓ+ દરવાનો હતા. ૪૩ ત્યાર બાદ બધા લોકો પોતપોતાનાં ઘરે ગયા. દાઉદ પોતાના ઘરના લોકોને આશીર્વાદ આપવા ગયો.