ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.
૧૧ મેં યહોવામાં આશરો લીધો છે.+
તો પછી તમે મને કેમ કહો છો કે,
“પક્ષીની જેમ તારા પર્વત પર ઊડી જા!
૨ જુઓ, દુષ્ટો ધનુષ્યની કમાન ખેંચે છે,
તેઓ તીરથી નિશાન તાકે છે,
જેથી તેઓ અંધકારમાં છુપાઈને નેક દિલ લોકો પર હુમલો કરે.
૩ જો ઇન્સાફના પાયા જ તોડી પાડવામાં આવ્યા હોય,
તો સાચા માર્ગે ચાલનાર શું કરી શકે?”
૪ યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે.+
યહોવાની રાજગાદી સ્વર્ગમાં છે.+
તેમની આંખો બધું જુએ છે, તેમની તેજ* નજર માણસોના દીકરાઓની પરખ કરે છે.+
૫ યહોવા નેક માણસની અને દુષ્ટ માણસની પરખ કરે છે.+
હિંસા ચાહનારને તે નફરત કરે છે.+
૬ દુષ્ટો પર તે ફાંદાઓનો* વરસાદ વરસાવશે.
આગ, ગંધક+ અને લૂ તેઓના પ્યાલાનો હિસ્સો બનશે.