મીખાહ
૭ મને અફસોસ! હું એવા માણસ જેવો છું,
જેને ઉનાળાનાં ફળ ભેગાં કર્યાં પછી,
જેને દ્રાક્ષોની કાપણી કર્યા પછી,
ખાવા માટે દ્રાક્ષોની લૂમ મળતી નથી
કે અંજીર* મળતાં નથી, જેના માટે તે તલપે છે.
૨ ધરતી પરથી વફાદાર લોકો ખતમ થઈ ગયા છે.
ખૂન કરવા તેઓ ટાંપીને બેસે છે.+
દરેક માણસ પોતાના ભાઈનો શિકાર કરવા જાળ પાથરે છે.
૩ તેઓના હાથ ખરાબ કામ કરવામાં કુશળ છે,+
અધિકારીઓ લાંચ લે છે,
ન્યાયાધીશો ન્યાય કરવા પૈસા માંગે છે,+
મુખ્ય માણસો ખુલ્લેઆમ પોતાની ઇચ્છા જણાવે છે+
અને તેઓ ભેગા મળીને કાવતરું રચે છે.
૪ તેઓનો સૌથી ઉત્તમ માણસ કાંટા જેવો છે,
તેઓનો સૌથી પ્રમાણિક માણસ, કાંટાની વાડ કરતાં પણ ખતરનાક છે.
તમારા ચોકીદારોએ જે દિવસ વિશે જણાવ્યું હતું, એ દિવસ આવશે,
તમારા ન્યાયચુકાદાનો દિવસ આવશે.+
હવે તેઓ ડરના માર્યા થથરી ઊઠશે.+
માણસના દુશ્મનો તેના પોતાના જ ઘરના છે.+
મારા ઈશ્વર મારું સાંભળશે.+
૮ હે મારા દુશ્મન,* મારી દશા જોઈને ખુશ ન થા.
ભલે હું પડી ગયો છું, પણ હું ઊભો થઈશ,
ભલે હું અંધકારમાં રહું છું, પણ યહોવા મારું અજવાળું થશે.
૯ જ્યાં સુધી યહોવા મારો મુકદ્દમો ન લડે અને મને ન્યાય ન અપાવે,
ત્યાં સુધી હું તેમનો ક્રોધ સહન કરીશ,
કેમ કે મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે.+
તે મને અંધકારમાંથી અજવાળામાં લાવશે.
હું તેમનાં નેક* કામો જોઈશ.
૧૦ મારો દુશ્મન મને કહેતો હતો:
“ક્યાં છે તારો ઈશ્વર યહોવા?”+
એ દુશ્મન પણ જોશે અને શરમમાં મુકાશે.
તેને રસ્તાના કાદવની જેમ ખૂંદી નાખવામાં આવશે.
હું તેની બરબાદી નજરોનજર જોઈશ.
૧૧ એ દિવસે તારા માટે પથ્થરની દીવાલો બાંધવામાં આવશે.
એ દિવસે તારી સરહદ વધારવામાં આવશે.
૧૨ એ દિવસે દૂર દૂરથી લોકો તારી પાસે આવશે,
આશ્શૂરથી અને ઇજિપ્તનાં શહેરોથી આવશે.
ઇજિપ્તથી લઈને છેક નદી* સુધીના,
એક સમુદ્રથી લઈને બીજા સમુદ્ર સુધીના
અને એક પર્વતથી લઈને બીજા પર્વત સુધીના
બધા લોકો તારી પાસે આવશે.+
૧૩ પૃથ્વી એના રહેવાસીઓને લીધે,
તેઓનાં કામોને લીધે ઉજ્જડ થઈ જશે.
૧૪ હે ઈશ્વર, તમારી લાકડીથી તમારા લોકોની, તમારા વારસાના ટોળાની સંભાળ રાખો.+
તેઓ જંગલની અંદર ફળોની વાડીમાં એકલા-અટૂલા રહેતા હતા.
અગાઉના દિવસોની જેમ તેઓને બાશાન અને ગિલયાદમાં ચરાવો.+
૧૫ “ઇજિપ્ત દેશમાંથી તમે બહાર નીકળ્યા,
એ દિવસોમાં મેં જે અદ્ભુત કામો કર્યાં હતાં,
એવાં અદ્ભુત કામો હું ફરી કરી બતાવીશ.+
૧૬ પ્રજાઓ એ જોશે અને શક્તિશાળી હોવા છતાં શરમમાં મુકાશે.+
તેઓ પોતાના મોં પર હાથ મૂકશે,
અને તેઓના કાન બહેરા થઈ જશે.
૧૭ એ પ્રજાઓ સાપની જેમ ધૂળ ચાટશે,+
પેટે ચાલનાર પ્રાણીઓની જેમ
તેઓ પોતાના મજબૂત ગઢમાંથી ધ્રૂજતી ધ્રૂજતી બહાર નીકળશે.
તેઓ થરથર કાંપશે ને યહોવા ઈશ્વર પાસે આવશે,
અને તેમનો ડર રાખશે.”+
૧૮ હે ઈશ્વર, તમારા જેવું બીજું કોણ છે?
૧૯ તમે અમને ફરી દયા બતાવશો,+ અમારી ભૂલોને પગ નીચે ખૂંદી નાખશો.*
તમે અમારાં પાપોને સમુદ્રના ઊંડાણમાં નાખી દેશો.+
૨૦ તમે યાકૂબને વફાદારી બતાવી હતી,
તમે ઇબ્રાહિમને અતૂટ પ્રેમ* બતાવ્યો હતો.
એવી જ રીતે, તમે અમારી સાથે પણ વર્તજો,
કેમ કે અગાઉના દિવસોમાં અમારા બાપદાદાઓ આગળ તમે એ વિશે સમ ખાધા હતા.+