યશાયા
૨ યહોવાની શક્તિ તેના* પર ઊતરી આવશે.+
એટલે તે બુદ્ધિશાળી+ અને સમજુ હશે,
તે સારો સલાહકાર હશે અને બળવાન હશે,+
તે બહુ જ્ઞાની હશે અને યહોવાનો ડર રાખશે.
૩ યહોવાનો ડર રાખવામાં તેને અપાર ખુશી થશે.+
તેની આંખો જે જુએ છે, એના આધારે તે ન્યાય કરશે નહિ.
તેના કાન જે સાંભળે છે, એના આધારે તે ઠપકો આપશે નહિ.+
વાછરડું, સિંહ અને તાજાં-માજાં પ્રાણીઓ ભેગાં રહેશે.*+
નાનકડો છોકરો તેઓને દોરી જશે.
૭ ગાય અને રીંછ સાથે ચરશે,
તેઓનાં બચ્ચાં ભેગાં ઊંઘશે.
સિંહ પણ બળદની જેમ ઘાસ ખાશે.+
૮ ધાવણું બાળક નાગના રાફડા પર રમશે,
ધાવણ છોડાવેલું બાળક ઝેરી સાપના દર પર હાથ મૂકશે.
કેમ કે જેમ દરિયો પાણીથી ભરપૂર છે,+
તેમ ધરતી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે.
૧૦ એ દિવસે યિશાઈનું મૂળ,+ લોકો માટે નિશાની* તરીકે ઊભું થશે.+
પ્રજાઓ તેની પાસે સલાહ માંગશે.*+
તેનું રહેઠાણ ભવ્ય બનશે.
૧૧ એ દિવસે યહોવા ફરીથી, બીજી વાર પોતાનો હાથ લંબાવશે અને પોતાના લોકોને પાછા લઈ આવશે. તે આશ્શૂર,+ ઇજિપ્ત,+ પાથ્રોસ,+ કૂશ,*+ એલામ,+ શિનઆર,* હમાથ અને દરિયાના ટાપુઓ પાસેથી પોતાના બચી ગયેલા લોકો પાછા મેળવશે.+ ૧૨ એ દિવસે પ્રજાઓ માટે તે એક નિશાની* ઊભી કરશે અને ઇઝરાયેલના વિખેરાઈ ગયેલા લોકોને ભેગા કરશે.+ તે યહૂદાના વેરવિખેર થયેલા લોકોને ધરતીના ચારે ખૂણેથી ભેગા કરશે.+
એફ્રાઈમ હવે યહૂદાની અદેખાઈ કરશે નહિ
કે યહૂદા એફ્રાઈમને સતાવશે નહિ.+
૧૪ પશ્ચિમમાં આવેલા પલિસ્તીઓના ઢોળાવો પર તેઓ ઊતરી આવશે.
તેઓ ભેગા મળીને પૂર્વના લોકોને લૂંટી લેશે.