લૂક
૩ સમ્રાટ* તિબેરિયસના શાસનના ૧૫મા વર્ષે પોંતિયુસ પિલાત યહૂદિયાનો રાજ્યપાલ હતો. હેરોદ*+ ગાલીલનો જિલ્લા અધિકારી* હતો. તેનો ભાઈ ફિલિપ યટૂરિયા અને ત્રાખોનિતિયાનો જિલ્લા અધિકારી હતો. લુસાનિયાસ અબિલેનીનો જિલ્લા અધિકારી હતો. ૨ અન્નાસ મુખ્ય યાજક* હતો અને કાયાફાસ+ પ્રમુખ યાજક* હતો. એ દિવસોમાં ઝખાર્યાના દીકરા યોહાનને વેરાન પ્રદેશમાં+ ઈશ્વરે સંદેશો આપ્યો.+
૩ એટલે તે યર્દનની આસપાસના વિસ્તારમાં ગયો. તે લોકોને કહેવા લાગ્યો કે તેઓ પાપોનો પસ્તાવો કરે અને બાપ્તિસ્મા* લે, જેથી તેઓને પાપોની માફી મળે.+ ૪ પ્રબોધક યશાયાના પુસ્તકમાં લખ્યું છે, એવું જ તેણે કર્યું: “વેરાન પ્રદેશમાં કોઈ પોકારી રહ્યું છે: ‘યહોવાનો* માર્ગ તૈયાર કરો! તેમના રસ્તા સીધા કરો.+ ૫ દરેક ખીણ પૂરી દેવામાં આવે. દરેક પહાડ અને ડુંગર સપાટ કરવામાં આવે. વાંકાચૂકા રસ્તા સીધા કરવામાં આવે. ખાડા-ટેકરાવાળી જગ્યાઓ સરખી કરવામાં આવે. ૬ પછી બધા લોકો જોશે કે ઈશ્વર કઈ રીતે ઉદ્ધાર કરે છે.’”+
૭ યોહાન પાસે બાપ્તિસ્મા લેવા આવતાં ટોળાંને તે કહેતો હતો: “ઓ સાપના વંશજો, આવનાર કોપથી નાસવા માટે તમને કોણે ચેતવ્યા?+ ૮ એ માટે તમારાં કાર્યોથી બતાવો કે તમે પસ્તાવો કર્યો છે. તમે એવું માની ન લો કે ‘અમારા પિતા તો ઇબ્રાહિમ છે.’ હું તમને કહું છું કે ઈશ્વર આ પથ્થરોમાંથી ઇબ્રાહિમ માટે બાળકો ઉત્પન્ન કરી શકે છે. ૯ સાચે જ વૃક્ષોનાં મૂળ પર કુહાડો મુકાઈ ચૂક્યો છે. સારાં ફળ આપતું નથી એ દરેક વૃક્ષ કાપી નાખવામાં આવશે અને આગમાં નંખાશે.”+
૧૦ ટોળાં યોહાનને પૂછતાં હતાં: “અમારે શું કરવું જોઈએ?” ૧૧ તે તેઓને કહેતો: “જે માણસ પાસે બે કપડાં* હોય, તેણે જેની પાસે કંઈ ન હોય તેને આપવું. જેની પાસે કંઈ ખાવાનું હોય તેણે પણ એમ જ કરવું.”+ ૧૨ અરે, કર ઉઘરાવનારા પણ બાપ્તિસ્મા લેવા આવ્યા.+ તેઓએ પૂછ્યું: “ગુરુજી, અમારે શું કરવું જોઈએ?” ૧૩ તેણે કહ્યું: “જેટલો કર લેવાનો હોય એનાથી જરાય વધારે ન માંગો.”*+ ૧૪ સૈનિકોએ તેને પૂછ્યું: “અમારે શું કરવું જોઈએ?” તેણે કહ્યું: “કોઈને હેરાન ન કરો* અથવા કોઈના પર ખોટા આરોપ ન મૂકો.+ પણ તમને જે રોજી-રોટી મળે છે એમાં સંતોષ માનો.”
૧૫ લોકો ખ્રિસ્તના આવવાની રાહ જોતા હતા. એટલે યોહાન વિશે તેઓ વિચારતા હતા કે “શું તે ખ્રિસ્ત હશે?”+ ૧૬ યોહાને તેઓ બધાને કહ્યું: “હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું. પણ મારા પછી જે આવે છે, તેમની પાસે મારા કરતાં વધારે અધિકાર છે. તેમનાં ચંપલ કાઢવાને* પણ હું યોગ્ય નથી.+ તે તમને પવિત્ર શક્તિથી અને અગ્નિથી બાપ્તિસ્મા આપશે.+ ૧૭ તેમના હાથમાં સૂપડું છે અને તે પોતાની ખળીને* એકદમ સાફ કરી નાખશે. તે ઘઉંને કોઠારમાં ભરશે, પણ ફોતરાંને એવી આગમાં બાળી નાખશે જે કદી હોલવી શકાશે નહિ.”
૧૮ યોહાને બીજી ઘણી શિખામણ આપી અને લોકોને તે ખુશખબર જણાવતો રહ્યો. ૧૯ પણ યોહાને જિલ્લા અધિકારી હેરોદને ઠપકો આપ્યો, કેમ કે તેણે પોતાના ભાઈની પત્ની હેરોદિયા સાથે લગ્ન કર્યા હતા. તેણે બીજાં દુષ્ટ કામો કર્યા હતા. ૨૦ હેરોદે બીજું પણ એક દુષ્ટ કામ કર્યું: તેણે યોહાનને કેદખાનામાં નાખી દીધો.+
૨૧ યોહાને ઘણા લોકોને બાપ્તિસ્મા આપ્યું હતું અને ઈસુને પણ બાપ્તિસ્મા આપ્યું હતું.+ એ સમયે ઈસુ પ્રાર્થના કરતા હતા ત્યારે આકાશ ઊઘડી ગયું.+ ૨૨ પવિત્ર શક્તિ કબૂતર જેવા આકારમાં તેમના પર ઊતરી આવી અને આકાશમાંથી ઈશ્વરનો અવાજ સંભળાયો: “તું મારો વહાલો દીકરો છે. મેં તને પસંદ કર્યો છે.”+
૨૩ ઈસુએ+ શીખવવાનું શરૂ કર્યું ત્યારે, તે લગભગ ૩૦ વર્ષના હતા.+ એમ માનવામાં આવતું કે
ઈસુ યૂસફના+ દીકરા હતા,
જે હેલીનો દીકરો,
૨૪ જે મથ્થાતનો દીકરો,
જે લેવીનો દીકરો,
જે મલ્ખીનો દીકરો,
જે યન્નાયનો દીકરો,
જે યૂસફનો દીકરો,
૨૫ જે મત્તિથ્યાનો દીકરો,
જે આમોસનો દીકરો,
જે નાહૂમનો દીકરો,
જે હેસ્લીનો દીકરો,
જે નગ્ગયનો દીકરો,
૨૬ જે માહથનો દીકરો,
જે મત્તિથ્યાનો દીકરો,
જે શિમઈનો દીકરો,
જે યોસેખનો દીકરો,
જે યોદાનો દીકરો,
૨૭ જે યોનાનનો દીકરો,
જે રેસાનો દીકરો,
જે ઝરુબ્બાબેલનો+ દીકરો,
જે શઆલ્તીએલનો+ દીકરો,
જે નેરીનો દીકરો,
૨૮ જે મલ્ખીનો દીકરો,
જે અદ્દીનો દીકરો,
જે કોસામનો દીકરો,
જે અલ્માદામનો દીકરો,
જે એરનો દીકરો,
૨૯ જે ઈસુનો દીકરો,
જે એલીએઝરનો દીકરો,
જે યોરીમનો દીકરો,
જે મથ્થાતનો દીકરો,
જે લેવીનો દીકરો,
૩૦ જે સિમઓનનો દીકરો,
જે યહૂદાનો દીકરો,
જે યૂસફનો દીકરો,
જે યોનામનો દીકરો,
જે એલ્યાકીમનો દીકરો,
૩૧ જે મલેયાનો દીકરો,
જે મિન્નાનો દીકરો,
જે મત્તાથાનો દીકરો,
જે નાથાનનો+ દીકરો,
જે દાઉદનો+ દીકરો,
જે ઓબેદનો+ દીકરો,
જે બોઆઝનો+ દીકરો,
જે સલ્મોનનો+ દીકરો,
જે નાહશોનનો+ દીકરો,
૩૩ જે અમિનાદાબનો દીકરો,
જે અર્નીનો દીકરો,
જે હેસરોનનો દીકરો,
જે પેરેસનો+ દીકરો,
જે યહૂદાનો+ દીકરો,
જે ઇસહાકનો+ દીકરો,
જે ઇબ્રાહિમનો+ દીકરો,
જે તેરાહનો+ દીકરો,
જે નાહોરનો+ દીકરો,
જે રેઉનો+ દીકરો,
જે પેલેગનો+ દીકરો,
જે એબેરનો+ દીકરો,
જે શેલાનો+ દીકરો,
૩૬ જે કાઈનાનનો દીકરો,
જે આર્પાકશાદનો+ દીકરો,
જે શેમનો+ દીકરો,
જે નૂહનો+ દીકરો,
જે લામેખનો+ દીકરો,
જે હનોખનો દીકરો,
જે યારેદનો+ દીકરો,
જે મહાલલેલનો+ દીકરો,
જે કાઈનાનનો+ દીકરો,
જે શેથનો+ દીકરો,
જે આદમનો+ દીકરો,
જે ઈશ્વરનો દીકરો હતો.