ગીતશાસ્ત્ર
૧૦૬ યાહનો જયજયકાર કરો!*
યહોવાનો આભાર માનો, કેમ કે તે ભલા છે.+
તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.+
૨ યહોવાનાં બધાં પરાક્રમી કાર્યો કોણ જાહેર કરી શકે?
તેમનાં બધાં પ્રશંસાપાત્ર કામો વિશે કોણ જણાવી શકે?+
૩ એ લોકો સુખી છે, જેઓ ન્યાયથી વર્તે છે
અને હંમેશાં ખરું જ કરે છે.+
૪ હે યહોવા, તમે પોતાના લોકો પર કૃપા કરો ત્યારે મને યાદ રાખજો.+
મારો ઉદ્ધાર કરજો અને મારી સંભાળ રાખજો,
૫ જેથી તમારા પસંદ કરેલાઓને બતાવેલી ભલાઈનો આનંદ હું પણ માણી શકું.+
તમારી પ્રજા સાથે ખુશી મનાવી શકું,
તમારા સેવકો* સાથે ગર્વથી તમારી સ્તુતિ કરી શકું.
૬ અમારા બાપદાદાઓની જેમ અમે પણ પાપ કર્યાં છે.+
અમે ખરાબ કામો કર્યાં છે, દુષ્ટતા કરી છે.+
૭ અમારા બાપદાદાઓએ ઇજિપ્તમાં તમારાં અદ્ભુત કામોની કદર કરી નહિ.*
તમારો અતૂટ પ્રેમ તેઓ ભૂલી ગયા
અને સમુદ્ર પાસે, હા, લાલ સમુદ્ર પાસે તેઓએ બળવો પોકાર્યો.+
૯ તેમણે લાલ સમુદ્રને ધમકાવ્યો અને એ સુકાઈ ગયો.
તે તેઓને એના ઊંડાણમાં થઈને લઈ ગયા, જાણે તેઓ રણમાં* ચાલતા હોય.+
૧૧ તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું
અને એકેય બચ્યો નહિ.+
૧૨ પછી તેઓએ તેમના વચન પર ભરોસો મૂક્યો.+
તેઓ તેમની સ્તુતિનું ગીત ગાવા લાગ્યા.+
૧૩ પણ તેઓ તરત તેમનાં કામો ભૂલી ગયા.+
તેઓએ તેમના માર્ગદર્શનની રાહ ન જોઈ.
૧૪ વેરાન પ્રદેશમાં તેઓ સ્વાર્થી ઇચ્છાઓને તાબે થયા.+
રણમાં તેઓએ ઈશ્વરની કસોટી કરી.+
૧૫ તેમણે તેઓની માંગ પ્રમાણે આપ્યું.
પણ પછી તેમણે એવી ખતરનાક બીમારી મોકલી, જેનાથી તેઓ કમજોર થઈને મરી ગયા.+
૧૭ પછી પૃથ્વીએ મુખ ઉઘાડ્યું અને દાથાનને ગળી ગઈ,
અબીરામ અને તેની સાથેના લોકોને ભરખી ગઈ.+
૧૮ તેઓના ટોળા પર અગ્નિ ઊતરી આવ્યો,
જ્વાળા એ દુષ્ટોને સ્વાહા કરી ગઈ.+
૧૯ હોરેબમાં તેઓએ ધાતુમાંથી વાછરડાની મૂર્તિ* બનાવી
અને એની આગળ નમન કર્યું.+
૨૦ તેઓએ મને મહિમા આપવાને બદલે,
ઘાસ ખાનાર વાછરડાની મૂર્તિને મહિમા આપ્યો.+
૨૩ તે તેઓના સર્વનાશનો હુકમ આપવાની તૈયારીમાં હતા,
પણ મૂસા વચમાં પડ્યો, જેને તેમણે પસંદ કર્યો હતો.
તેમનો વિનાશક રોષ તેણે શાંત પાડ્યો.+
૨૪ પછી પસંદ પડે એવો દેશ તેઓએ તુચ્છ ગણ્યો.+
તેઓને તેમના વચનમાં જરાય ભરોસો ન હતો.+
૨૫ તેઓ પોતાના તંબુઓમાં કચકચ કરતા રહ્યા.+
તેઓએ યહોવાની વાત જરાય માની નહિ.+
૨૬ એટલે તેમણે હાથ ઊંચો કરીને તેઓ વિશે સોગંદ લીધા કે,
તે તેઓને વેરાન પ્રદેશમાં મોતને હવાલે કરશે.+
૨૭ તે તેઓના વંશજોને બીજી પ્રજાઓમાં મરણ પામવા દેશે,
તે તેઓને બીજા દેશોમાં વેરવિખેર થઈ જવા દેશે.+
૨૯ તેઓએ એવાં કામો કર્યાં કે ઈશ્વરનો ક્રોધ ભભૂકી ઊઠ્યો.+
તેઓમાં રોગચાળો ફાટી નીકળ્યો.+
૩૦ પણ ફીનહાસ આગળ આવ્યો અને વચમાં પડ્યો ત્યારે,
એ રોગચાળો બંધ થયો.+
૩૧ એના લીધે તે પેઢીઓની પેઢીઓ સુધી,
હા, કાયમ માટે નેક ગણાયો.+
૩૨ તેઓએ મરીબાહના* પાણી પાસે ઈશ્વરને ઉશ્કેર્યા.
તેઓના લીધે મૂસા માટે મોટી મુસીબત ઊભી થઈ.+
૩૬ તેઓની મૂર્તિઓને તેઓ પૂજવા લાગ્યા.+
એ તેઓ માટે ફાંદો બની ગઈ.+
૩૮ તેઓએ નિર્દોષ લોહી,+
હા, પોતાનાં દીકરા-દીકરીઓનું લોહી વહેવડાવ્યું,
કનાનની મૂર્તિઓને તેઓનાં બલિદાનો ચઢાવ્યાં.+
તેઓએ લોહીથી આખો દેશ અશુદ્ધ કર્યો.
૩૯ તેઓ પોતાનાં કામોથી ભ્રષ્ટ થયા.
તેઓ પોતાનાં કાર્યોથી ઈશ્વરને બેવફા બન્યા.*+
૪૦ એટલે યહોવાનો ક્રોધ પોતાના લોકો પર સળગી ઊઠ્યો,
તેમને તેઓથી* નફરત થઈ ગઈ.
૪૨ તેઓના દુશ્મનોએ ભારે જુલમ ગુજાર્યો
અને તેઓએ વેરીઓની સત્તાને તાબે થવું પડ્યું.
૪૩ તેમણે તેઓને કેટલી બધી વાર છોડાવ્યા!+
૪૬ તેઓને ગુલામીમાં લઈ જનારાઓનાં+ દિલમાં
તે હમદર્દી જગાડતા.
૪૭ હે યહોવા અમારા ઈશ્વર, અમને બચાવો.+
૪૮ યુગોના યુગો સુધી,+
ઇઝરાયેલના ઈશ્વર યહોવાના ગુણગાન ગાવામાં આવે.
બધા લોકો કહે, “આમેન!”*
યાહનો જયજયકાર કરો!*