ગીતશાસ્ત્ર
દાઉદનું ગીત.
યહોવા મારા જીવનનો કિલ્લો છે,+
તો પછી મને કોનો ભય?
૨ જ્યારે દુષ્ટ માણસોએ મને ખતમ કરવા હુમલો કર્યો,+
ત્યારે મારા વેરીઓ અને મારા શત્રુઓ પોતે જ ઠોકર ખાઈને પડ્યા.
મારી વિરુદ્ધ ભલે યુદ્ધ ફાટી નીકળે,
તોપણ મારો ભરોસો અડગ રહેશે.
૪ યહોવાને મારી એક વિનંતી છે,
મારી એક તમન્ના છે કે,
જિંદગીના બધા દિવસો હું યહોવાના મંદિરમાં રહું;+
હું યહોવાની ભલાઈ પર મનન કરું
૫ સંકટના દિવસે તે મને પોતાના તંબુમાં સંતાડી દેશે.+
તે મને તેમના મંડપમાં છુપાવી દેશે.+
તે મને ઊંચા ખડક પર લઈ જશે.+
૬ મને ઘેરી વળેલા દુશ્મનો પર મારી જીત થાય છે.
હું ખુશીનો પોકાર કરતાં કરતાં તેમના મંડપમાં બલિદાનો ચઢાવીશ.
હું ગીતો ગાતાં ગાતાં યહોવાની સ્તુતિ કરીશ.*
૮ મારું દિલ તમારી આજ્ઞા યાદ કરે છે:
“મારી કૃપા* શોધ.”
હે યહોવા, હું તમારી કૃપા શોધીશ.+
૯ મારાથી તમારું મુખ ફેરવી ન લેતા,+
ગુસ્સે ભરાઈને તમારા ભક્તને કાઢી ન મૂકતા.
તમે જ મને સહાય કરનાર છો.+
હે મારા ઉદ્ધારના ઈશ્વર, મારો ત્યાગ ન કરતા, મને છોડી ન દેતા.
૧૨ મને મારા વેરીઓના હાથમાં સોંપી ન દો,+
કેમ કે મારી વિરુદ્ધ જૂઠા સાક્ષીઓ ઊભા થયા છે+
અને તેઓ મારઝૂડ કરવાની ધમકી આપે છે.
હિંમત રાખો અને મન મક્કમ કરો.+
હા, યહોવામાં આશા રાખો.